ગુજરાતની ટાઈટેનિક-વીજળી joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતની ટાઈટેનિક-વીજળી

ગુજરાતની ટાઈટેનિક: વીજળી

વૈતરણ ગ્રેંજમથ ડોકયાર્ડ કુ. લિ. દ્વારા ઈ.સ. 1885માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ એટલે વીજળી, તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતાં, આ જહાજમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા અને બે જહાજ સ્થંભ હતા. જહાજની વજન ક્ષમતા 292 ટન હતી. જહાજની લંબાઈ 170.1 ફીટ, પહોળાઈ 26.5 ફીટ અને ઊંડાઈ 9.9 ફીટ હતી. વરાળ ઈન્જિનને બે સિલિન્ડર હતાં, જેનો વ્યાસ 21” હતો અને 30” ના હડસેલા વડે 73 હોર્સ પાવર શકિત ઉત્પાદન કરતાં હતાં. પ્રોપેલર પંખા વાળી આ સ્ટીમ્બરની ઝડપ એક કલાકનાં 13 નોટીકલ માઈલ હતી. આમ, તો આ જહાજનું નામ મુંબઈની વૈતરણા નદી પરથી ‘વૈતરણા’ પાડવામાં આવ્યું હતું પણ તેનું હુલામણું નામ ‘વીજળી” હતું કેમકે એ જહાજ પર વીજળીનાં દીવા લગાડવામાં આવ્યા હતાં. 19મી સદીની આ અજાયબી સમી સ્ટીમ્બર સૌ પ્રથમ મુંબઈનાં બારામાં લાંગરાઈ ત્યારે નજરે જોવા માટેની બે-બે આનાની ટિકિટો અગાઉથી જ વેચાઈ ગઈ હતી. ગ્લાસ ગો બંદરેથી ‘વીજળી’ સૌ પ્રથમ સફરે રવાના થઈ ત્યારે બારાનાં સરકારી અમલદારો એ એને તોપની સલામી આપી હતી. કરાંચી થી મુંબઈ સુધીની પહેલી સફરમાં મુસાફરી કરવાનો લ્હાવો લેવાં લોકો તલપાપડ બન્યા હતાં.
‘વીજળી’ જહાજ માંડવી(કચ્છ) અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઈને આવન-જાવન કરતું હતું. 8 રૂપિયાનાં દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર 30 કલાકમાં પુર્ણ કરતું હતું. વીજળી જહાજ ગુરૂવાર, 8 નવેમ્બર, ઈ.સ.1888 (વિક્રમ સવંત 1945ની કારતક સુદ પાંચમ)નાં રોજ બપોરે માંડવી બંદરે લાંગર્યુ . 520 પ્રવાસીઓને લઈ તે દ્વારકા જવા રવાના થયું. દ્વારકાથી પ્રવાસીઓ લીધા બાદ સીધું મુંબઈ જવા રવાના થયું. જહાજની આ 11મી મુસાફરી હતી. સાંજ પડતા તે માધવપુર નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું અને બીજે દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું.
જહાજ અરબી સમુદ્રનાં તોફાનમાં તુટી ગયેલું માનવામાં આવે છે. જહાજનો તૂટેલો કોઈ ભાગ કે કોઈ મ્રુતદેહ મળ્યા નહીં. જહાજ પર 703 પ્રવાસીઓ અને 38 જહાજી કર્મચારીઓ હતાં. જહાજમાં 13 જાનનાં જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા આપવા માટે જતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હતાં ઉપરાંત જહાજમાં વેપારીઓ, વાણિયા અને કેટલાક અંગ્રેજો પણ હતાં. જહાજની દુર્ધટના પછી મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ કરી એવું તારણ કાઢયું કે ‘વીજળી’ જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું, તમાં પુરતી સંખ્યામાં જીવન રક્ષક નૌકાઓ નહોતી.
કાસમ ઈબ્રાહિમ અથવા હાજી કાસમ આ જહાજનાં કપ્તાન હતાં, કોઈ ફકીરે તેને કહ્યુ હતું કે તે 99 જહાજનો માલીક થશે અને ‘વીજળી’ તેનું છેલ્લું જહાજ હતું. આ ધટનાને કારણે ધણી દરિયાઈ લોકવાયકાઓ, દંતકથાઓ અને લોકગીતોની રચના થઈ. લોકગીતોમાં આ જહાજ ‘વીજળી’ તરીકે ઓળખાયું અને કપ્તાન હાજી કાસમ પણ સાથે જાણીતા થયા. 133 વર્ષ પહેલા ઈ.સ. 1888મી 8મી નવેમ્બરે દરિયામાં વેરણ થયેલી ‘વીજળી’ નામની આગબોટ વિશેની રોમાંચક વાતો દંતકથાઓ બની ગઈ. આજની તારીખે પણ કચ્છ-સૌરાષ્ટ્રમાં જ્યારે ‘વીજળી’નાં લોકગીતો ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો ભીંજાયા વગર રહેતી નથી, દરિયાછોરુઓનાં હૈયામાં દર્દનાં મોજા ઉછળવા માંડે છે.
લોકવાયકા મુજબ તેમાં મુસાફરો ઉપરાંત વરરાજા, જાનૈયા અને વિદ્યાર્થીઓ સામેલ હતાં, જે તમામ દરિયાદેવને વ્હાલા થઈ ગયાં. મુંબઈનાં દરિયા કિનારાએ પીઠીભરી કન્યાઓનો હ્દય્ફાટ કલ્પાંત અને ડુબેલા માડિજાયાઓની બહેનોનું છાતીફાટ રુદન કેમ સહન કાર્યો હશે? ઝવેરચંદ મેધાણી એ ‘રઢિયારી રાત’ લોકગીતનાં સંગ્રહમાં ‘હાજી કાસમ, તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ’ શીર્ષક હેઠળ લોકગીત પ્રકાશિત કર્યુ. જેમાં ‘વીજળી’ વિશે ખુબજ હ્ર્દયસ્પર્શી લખ્યુ છે કે............
ઢોલ ત્રંબાળું ધ્રુસકે વાગે,
જુએ જાનુની વાટ,
સોળસે કન્યા ડુંગરે ચડી,
જુએ જાનુની વાટ..હાજી કાસમ દેશ દેશથી તાર વછુટયા,
વીજળી ડુબી ગઈ,
પીઠીભરી લાડકી રુએ,
બેની રુએ બારમાસ..હાજી કાસમ
જહાજનાં ખોવાયા પછી જામનગરનાં કવિ દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામનાં ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ભીખારામ સાવજી જોશી એ આજ નામનું બીજું પ્રકાશન પ્રગટ કર્યુ. ગુજરાતી લેખક ગુણવંત રાય આચાર્યએ ‘હાજી કાસમ તારી વીજળી’ ના નામે નવલકથા લખી.