Beauty - A Mystery (Part-17) books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૭)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ -૧૭)

સૌંદર્યા - એક રહસ્ય ભાગ -૧૬ માં જોયું કે સૌંદર્યા ને મા-બાપ સ્વિકારે છે.ઈડર રહેવા જાય છે.સૌદર્યા દર દેશી મહિનાની શરૂઆતમાં અંબાજી ગબ્બર દર્શન કરવા જતી હોય છે.અષાઢ મહિનાની સાતમે અંબાજી ગબ્બર દર્શન કરવા જાય છે. નીચે ઉતરતા એક નવયુવાન અથડાતાં એ બેભાન જેવી થાય છે.એ યુવાન એને ઊંચકીને ગબ્બર ઉતરતો હોય છે. એ વખતે એને બેભાન અવસ્થામાં કંઈ ક... દેખાય છે.

હવે આગળ..

અરે...અરે...જે યુવતી સાજન ને મનાવતી હોય છે..એ સાજન..તો..આ નવયુવાન..ધીમાન..જેવો દેખાય છે...ને...ને..એ .. શણગાર સજેલી રાજસ્થાની ડ્રેસ પહેરેલી.. યુવતી.....તો...????.......અરે... મને શું થાય છે?..


પાછી સૌંદર્યા ની આંખો બંધ થાય છે... થોડીવારમાં એને બીજું કંઈ ક દેખાય છે.

લગ્નની શરણાઈના સૂર સંભળાય છે.

એક યુવતી એક યુવાન સાથે લગ્ન કરતી હોય છે..એ યુવાન એના માથા પરનો ફુલવાળો સહેરો હટાવે છે....અરે...આતો ..આ યુવાન...ધીમાન....!!


તો પછી ઘુંઘટ માં છે એ યુવતી કોણ?.

સૌદર્યા ઝબકી જાય છે..

એની આંખો સ્હેજ ખુલે છે જુએ છે કે એ યુવાન ધીમાન ધીમા સ્વરે કંઈ ક બોલતો એને ઊંચકીને ગબ્બર ઉતરતો હોય છે.

અશક્તિના લીધે સૌંદર્યાની આંખો ફરીથી બંધ થાય છે.

ફરીથી એને .. દેખાય છે.

રૂમ શણગારેલો હોય છે.. કોઈ યુવતી ઘુંઘટ ઓઢીને બેસી હોય છે. ને રૂમમાં એક યુવાનનો પ્રવેશ થાય છે.

ઓહ્ આ..આ.. યુવાન...ધીમાન..!.
મને કેમ ધીમાનના લગ્ન દેખાય છે.?
એ યુવતી કોણ છે?.

એ યુવાન અને એની વહુ પ્રણયની રાત માણતા હોય છે.

ને અચાનક રૂમની બહાર થોડો ઘોંઘાટ સંભળાય છે.. કોઈ ના રડવાનો...

અને ડુસકા ભર્યો અવાજ..!

આ સાંભળીને એ યુવતી બોલે છે.:- શું થયું? જુઓ ને..

આ દ્રશ્ય દેખાતા સૌંદર્યા ગભરાઈ જાય છે...એની આંખો પુરેપુરી ખુલી જાય છે.જુએ છે તો એ નવયુવાન ધીમાન એને ઊંચકીને ગબ્બર ઉતરી ગયો હોય છે.

સૌંદર્યા બોલી:-" યુવાન આ અવાજ ને ઘોંઘાટ શાનો આવે છે?."

ધીમાન :-" સૌંદર્યા તું ટેન્શન ના લે.આપણે ગબ્બર ઉતરીને મારી કાર પાસે જઈ રહ્યા છીએ.તને રસ્તા પરનો અવાજ સંભળાયો હશે..મારી કારમાં પાણી અને લીંબુ શરબત છે. તું પીશ તો આરામ થશે."

સૌંદર્યા એ જોયું તો ખરેખર રસ્તા પાસે આવી ગયા હોય છે.એક કાર પાસે ધીમાન સૌંદર્યા ને લઈ ને આવે છે.

સૌંદર્યાને નીચે ઉતારીને કારનો દરવાજો ખોલે છે.

ધીમાન:-" સૌંદર્યા તું કારમાં પાછલી સીટ પર બેસી ને થોડી વાર આરામ કર. હું તને પાણી આપું છું. તું મોં પર છાલક મારીને ફ્રેશ થા..આરામ રહેશે.તરસ લાગી છે તો પાણી પી.પછી હું તને લીંબુ પાણી આપું."

સૌંદર્યા:-" આપનો આભાર.. પછી હું મારા ઘરે ઈડર જવા માગું છું."

"ઓકે"

સૌંદર્યા ફ્રેશ થઈ ને પાણી પીએ છે.પછી લીંબુ પાણી પીએ છે.

એ વખતે સૌંદર્યાના ફોનની રીંગ વાગે છે.

સૌંદર્યા જુએ છે કે જબલપુર થી ' માં ' નો ફોન હોય છે.

" હેલ્લો માં, હું સૌંદર્યા બોલું છું."

"હેલ્લો સૌંદર્યા, કેમ છે બેટા.
તું અંબાજી ગબ્બર દર્શન કરીને આવી? "

"હા, માં... હું હમણાં જ દર્શન કરીને ગબ્બર પરથી નીચે ઉતરી છું"

" સૌંદર્યા ,કેમ આ વખતે મોડું થયું.? મેં કહ્યું હતું ને કે બીજ કે ત્રીજના દિવસે જવું.ભીડ તો નહોતી ને? શ્રધ્ધા પૂર્વક દર્શન કર્યા ને?"

"માં, આ વખતે મોડું થયું.બીજ કે ત્રીજ ના દિવસે મારાથી જવાય એવું નહોતું.તમને ખબર છે કે એ ત્રણ દિવસ હું મંદિર દર્શન કરવા જતી નથી અને પૂજા કરતી નથી. ફક્ત માનસિક પૂજા જ કરૂં છું. એટલે સાતમના દિવસે દર્શન કરવા આવી."

"ઓહ્.. ચાલો સારૂં થયું. જે થાય છે એ સારા માટે..મને લાગે છે કે આ તારો દર્શનનો બારમો ફેરો છે.ઈશ્વર કૃપા રહેશે તો આ વખતે તારૂં ભલું અને જીવન સારૂં બનશે... પણ આ અવાજ શેનો સંભળાય છે.?"

"માં, વાત એમ છે કે....એમ બોલીને સૌંદર્યા ગબ્બર પર બનેલી વાત આવે ધીમાને કરેલી મદદ વિશે કહે છે.

આ વાત ધીમાન સાંભળતો હોય છે.

ધીમાન :-" સૌંદર્યા, મને લાગે છે કે તારી માં નો ફોન છે. લાવ હું કહું કે તને સહિસલામત ઘરે મુકી જઈશ."

"ના..ના.. હું એકલી જઈશ."

સૌંદર્યા નો ફોન ચાલુ હોય છે.

માં :-" કોણ છે સૌંદર્યા? એ ધીમાન ને આપ.કદાચ હું એને ઓળખતી હોઈશ.એક ધીમાનને તો ઓળખું છું."

"સારૂં માં "...

ધીમાન ફોન પર માં સાથે વાત કરે છે.

" હેલ્લો, હું ધીમાન.. પાય લાગું માં. હું તમને ઓળખી ગયો. મને ઓળખ્યો? "

" હા, એ જ ધીમાન ને જે મારા ગુરુનો પણ શિષ્ય છે. મને લાગે છે કે આપણે ઉત્તર કાશી માં એક વખત ગુરુજીની પાસે મલ્યા હતા."

"માં તમે સૌંદર્યાની ચિંતા ના કરો..પણ મારી તમને વિનંતી છે કે સૌંદર્યા મને ગમે છે. મને લાગે છે કે અમારો જનમ જનમ નો સાથ છે. તમારી પરવાનગી હોય તો હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. એવું હોય તો ગુરુજી સાથે વાત કરાવું...કદાચ તમને ગુરુજીએ સૌંદર્યાના લગ્ન ની વાત કરી હશે... એ યુવાન ... એટલે...."

વાત કાપીને માં બોલે છે :-" હા, ગુરુજી એ વાત કરી હતી. સૌંદર્યા માટે યોગ્ય વર મલશે.. એના લગ્ન થયા પછી જ એ શ્રાપ મુક્ત થશે."

"હા, ગુરુજી એ મને પણ કહ્યું હતું.. સૌંદર્યાને આ જીવનમાંથી મુક્ત કરવા માટે જ હું આવ્યો છું."

સૌંદર્યા આ બધું સાંભળે છે ને નવાઈ લાગે છે. આ બધું શું બની રહ્યું છે. આ યુવાન જ મને શ્રાપમાંથી મુક્ત કરશે.
માં ની આજ્ઞા હોય તો જ...
આમેય આ યુવાન સુંદર સોહામણો છે. કદાચ મારા નસીબમાં આ જ મનનો માણીગર હોય!

ધીમાન ફોન સૌંદર્યા ને આપે છે.

" લે સૌંદર્યા , માં સાથે વાત કર."

સૌદર્યા:-" હા બોલો માં"

" બેટા, આ ધીમાનને ઓળખું છું.મારા ગુરૂનો શિષ્ય છે.સારો માણસ છે.તારા શ્રાપની મુક્તિ માટેજ કદાચ ઈશ્વરે મોકલ્યો છે. તને ગમે છે ને?.. જો આ ચાન્સ ગુમાવી દીધો તો બની શકે કે તારે આખી જિંદગી સૌંદર્યા તરીકે જીવવું પડે. પછી તું સૌરભ બની શકું નહીં. તો તું તારા મા-બાપ ની સેવા કરી શકીશ કે નહીં.હવે એ તારા પર નિર્ભર છે. તારા લગ્ન પછી તને એક પુત્રની પ્રાપ્તિ થશે એ પછી જ તારો શ્રાપ પુરો થશે.. જો તું ધીમાન સાથે લગ્ન કરીશ તો એક સાથે બે ઉપકાર કરીશ ને શ્રાપ મુક્ત થઈશ. સૌંદર્યા તરીકે તું જે પુત્રને જન્મ આપીશ એ પરાક્રમી હશે ‌દુનિયામાં એક વીર યુવાન ગણાશે. મારા ગુરુ એ આ કહ્યું છે... બોલ તારી મરજી શું છે.? જો લગ્ન માટે ચાર દિવસ જ છે.. પછી ચાતુર્માસ શરૂ થાય છે... આ ચાન્સ ગુમાવીશ તો...તો..."

સૌંદર્યા આ વાત સાંભળીને ખુશ થાય છે. ધીમાન સામે જોઈ ને મંદ મંદ સ્મિત કરે છે.

" માં તમારી આજ્ઞા હોય તો ધીમાન સાથે લગ્ન કરવા તૈયાર છું."

"તો સૌંદર્યા તારે અત્યારે જ ધીમાન સાથે જવાનું છે. વિશ્વાસ રાખજે.એ સારો માણસ છે. આષાઢ સુદ દસમના દિવસે લગ્ન કરજે. પછી મુરત નથી... મારી વાત માનીશ ને.? હવે ધીમાન ને આપ."

ધીમાન:-" હા,બોલો માં.. શું આજ્ઞા છે."

"જો બેટા , સૌંદર્યાને જીવની જેમ સાચવજે. દુઃખી થાય નહીં..અષાઢ સુદ દસમના દિવસે ગુરૂવાર છે.એ છેલ્લું શુભ મુહૂર્ત છે. ને શુભ સમય બપોરે ૧૨.૩૦ નો સારો છે.એ દિવસે સાદગીથી ચાર માણસોની સાક્ષી એ સૌંદર્યા સાથે લગ્ન કરજે...મારા આશીર્વાદ સૌંદર્યા સાથે કાયમ રહેશે."

"સારૂં માં .જેવી તમારી આજ્ઞા... પણ માં આશીષ આપવા આવજો. હું સ્થળ અને એડ્રેસ મોકલાવીશ. તો જરૂર આવજો. પાય લાગું."

"સારૂં મારા આશીર્વાદ છે."

અને ફોન કટ થયો.

ધીમાન બોલ્યો:-" સૌંદર્યા, તું આ લગ્ન માટે રાજી છે!. તારી સહમતી જરૂરી છે. હું પણ ખાનદાન કુટુંબનો છું. માં મને ઓળખે છે... તારી મરજી ના હોય તો તને ઈડર મુકી જઈશ... પછી એવું ના થાય કે લગ્ન પછી ... કોઈ પોલીસ કેસ... અપહરણ કે બીજો કોઈ આરોપ..મારા પર થાય."

આ સાંભળી ને સૌંદર્યા વિચારે છે કે ' માં ' ના કહ્યા મુજબ કરીશ તો જલ્દી શ્રાપ મુક્તિ થશે. માં મારા વિશે ખોટું વિચારે નહીં.ને એમના ગુરુ જી પણ ધીમાન ને ઓળખે છે.. મને જે ભ્રમ કે સ્વપ્ન વશ દેખાય છે...એ ધીમાન જ છે.. કદાચ કોઈ... જન્મના બંધન હશે?.

આમ વિચારી ને


સૌંદર્યા બોલી:-
"ના, ના, એવું નહીં થાય ધીમાન. માં પર ભરોસો છે. હું રાજીખુશીથી મારી મરજી થી લગ્ન કરવા તૈયાર છું.. હવે તમે તમારો પુરો પરિચય આપો. પહેલાં હું મારા વિશે કહું."

"ઓકે, સૌંદર્યા... મને તારો વિશે બધી ખબર છે.પૂર્વે તું શું હતી? કેવીરીતે સૌંદર્યા બની. ડો.સુભાષના લગ્ન માં એ યુવાન પણ હું જ હતો.. ગુરુજી ની આજ્ઞા થતાં ..તારા શ્રાપના નિવારણ અને તને એક સામાન્ય જીવન પ્રાપ્ત થાય એ માટે મને પસંદ કરવામાં આવ્યો.. આમાં મારો પણ સ્વાર્થ છે.. હવે હું મારો પરિચય આપું.
મારૂં નામ ધીમાન સિંહ પ્રતાપ સિંહ આદિત્ય રાજ..અમારા પૂર્વજો એ રાજસ્થાનની અસ્મિતા જાળવવા માટે બલિદાન આપેલા છે. મોગલો સામેના યુધ્ધોમાં અમારા પૂર્વજો રાજસ્થાન ની સ્વતંત્રતા માટે જોડાયા હતા.. પછી ધીરે ધીરે અમે મધ્ય રાજસ્થાનમાં થી દક્ષિણ રાજસ્થાનમાં આવ્યા. તને મારા પર ભરોસો છે ને?. હવે કદાચ તને ભૂખ લાગી હશે.આપણે કેળા અને થોડા ફ્રુટ્સ લેવાના છે. હવે તને સંતોષ થયો.?"

"હા, ...એટલે તમે ક્ષત્રિય છો..એમ ને.. હા મને તમારી વાતો પર ભરોસો છે.. હું તમને માં નો ફોન નંબર આપું તમે સ્થળ અને એડ્રેસ મોકલી દેજો.. "

"તો આપણે જઈશું"

એમ કહીને ધીમાને કાર અંબાજી મંદિર પાસે લઈ ને બહાર થી માતાજી ને પગે લાગી ને કાર ને આગળ લઈ ગયા. બજારમાંથી કેળાં, સફરજન અને થોડા ફ્રુટ્સ લીધા. પછી યુ ટર્ન મારી ગાડી ને રાજસ્થાન તરફ જવા દીધી.

અંબાજી થી થોડા આગળ જતાં ધીમાન કાર એક બાજુ ઉભી રાખીને સૌંદર્યા ને ફ્રૂટસ ખાવાનો આગ્રહ કરે છે.

સૌંદર્યા અને ધીમાન સાથે સાથે ફ્રુટસ ખાય છે..કાર આગળ ધપાવે છે.

અડધો કલાક પછી...
ધીમાન:-" કેવું ફીલ થાય છે..? સૌંદર્યા."

સૌંદર્યા :-" બસ હવે ઘણું સારું લાગે છે...એક મીનીટ કાર સાઇડ માં ઉભી રાખો. હું તમારી સાથે આગળની સીટ પર આવી જાવ છું."

"ના..ના... સૌંદર્યા તું પાછળ ની સીટ પર આરામ કર..જો હવે ગુજરાતની બોર્ડર આવશે. અને સાબરમતી નદી દેખાશે."

"ના..મને સારૂં છે.આરામ થઈ ગયો.સાથે આગળ બેસું તો પરિચય વધે ને!."

ધીમાને કાર ઉભી રાખી.સૌદર્યા આગળની સીટ પર બેસી.

ધીમાન કાર ધીમે ધીમે ચલાવે છે.. સાબરમતી નદીના સમાંતર રોડ પર ગાડી ચાલતી હોય છે.

ધીમાન વારંવાર સૌંદર્યા સામે જોતો હોય છે.

સૌંદર્યા પણ કાર ચલાવતા ધીમાન ને નીહાળી રહી હોય છે.

સૌંદર્યા મંદ અવાજે ગણ ગણે છે.

સુંદર મુખ,ને નીલી આંખો,
ગાલે તલ શોભે,

મીતભાષી ને પરોપકારી,
એવો સાજન મને ગમે,

દ્રષ્ટિ મારી એના મુખ પર , જ્યારે આવી જાય છે,
મારા દિલમાં એ આનંદ,ઉલ્લાસ વ્યાપી જાય છે,

સૌંદર્યા ને ગણગણતી જોઈને ધીમાન બોલ્યો:-" કંઈ કહ્યું..મને...

આ સાંભળી ને સૌંદર્યા એ ધીમું સ્મિત કર્યું.

હવે કાર ચલાવતા વીમાન પણ ગણગણવા લાગ્યો.

મુખ પર સ્મિત રમતું જોઈ,

હવે હાશ મને થઇ,
........🌷🌷🌷
ફુલોની મહેંક જેમ,

આંગણું મારૂ સજશે,

ધીમાન:-" જો હવે આપણે રાજસ્થાનમાં પ્રવેશ્યા. અહીં નજીકમાં કોટરા ગાંવ છે.. એનાથી ચારેક કીલોમીટર દુર મારૂં ફાર્મ હાઉસ ટાઈપનુ ઘર છે."

લગભગ એક વાગ્યે ધીમાન કાર ફાર્મ હાઉસ લાવ્યો.

ફાર્મ હાઉસના દરવાજા પર બોર્ડ હતું " આદિત્ય રાજ પેલેસ ".

જુના ઢબનું માળ વાળું ઘર.

કારનો અવાજ આવતા ઘરમાં થી એક આધેડ વયનો માણસ આવ્યો્
" આવો કુંવર 'સા..

ધીમાન સૌંદર્યા ને લઈ ને ઘરમાં આવ્યો.

ફાર્મ હાઉસ નો સંભાળ રાખનાર રધુચાચા અને શાંતિ દાઈ ની ઓળખ સૌંદર્યા સાથે કરાવે છે.

સૌંદર્યા ને એનો રૂમ બતાવ્યો.બોલ્યો:-" સૌંદર્યા તારા માટેના ડ્રેસ અને સાડી તીજોરીમાં રાખ્યા છે. એટલે તારે પહેરવાના કપડાની ચિંતા કરવી નહીં.જો બીજા જોઇતા હોય તો કાલે મંગાવી લાવીશ."

મકાનમાં નીચે ચાર રૂમ અને ઉપરના માળે ચાર રૂમ હોય છે..જુની ઢબનું મકાન... આજુબાજુ વસ્તી દેખાતી નથી હોતી.

ધીમાન ' માં ' ને મેસેજ કરીને સ્થળ અને એડ્રેસ મોકલે છે.

સૌંદર્યા એના પપ્પા ને ફોન કરે છે...પણ ..ટાવર નેટવર્ક.. પકડાતું નથી.. કોન્ટેક્ટ થતો નથી.

જમીને બંને પોત પોતાના રૂમમાં આરામ કરે છે.

સૌંદર્યા વિચારે છે કે મારા પપ્પા મમ્મી આવી શકવાના નથી.હવે જબલપુર થી કોણ કોણ આવશે? ને ધીમાન ના તો કોઈ સગાં અહીં રહેતા નથી.તો કોણ હશે? મારે જેઠ કે દિયર કે નણંદ હશે?..
આ લગ્ન ના દિવસ સુધી મારે ધીમાન થી દુરી બનાવી રાખવી પડશે..પણ એમને ઓળખાતો પડશે જ.... પછી મારા જે નસીબ..

સાંજના સમયે ધીમાન સૌંદર્યા પાસે આવે છે.

ધીમાન :-"સૌંદર્યા,તારે કંઈ લાવવાનું હોય તો કહે.જો અહીં ઈલેક્ટ્રીસીટી ના ઠેકાણા હોતા નથી.તેમજ મોબાઈલના ટાવર પણ પકડાતા નથી..અરે...તને ખબર છે..આ તારૂં નામ સૌંદર્યા છે.. એનો અર્થ.. सौंदर्या का मतलब सुंदर, एन्जिल होता है। सुंदर, एन्जिल. और सौंदर्या नाम की लड़कियों में बुद्धि, ऊर्जा और प्रतिभा की कोई कमी नहीं होती और दूसरों की मदद करने के लिए हमेशा तैयार रहते हैं। इन्हें दोस्ती करना पसंद होता है ।"
આ સાંભળી ને સૌંદર્યા બોલી:-" હમણાં તો કંઈ જોઈતું નથી...પણ તમને ખબર છે ધીમાન એટલે? ધીમાન એટલે બુદ્ધિશાળી ...દૂરદર્શી, પ્રજ્ઞાવાન. ધીમાન એ ધીવાન નું અપભ્રંશ છે. જેનો અર્થ છે તિક્ષ્ણ બુદ્ધિશાળી...' ધી' એટલે બુદ્ધિ..

ધીમાન:-" વાહ,બહુ સરસ જાણકારી..‌આદિત્યરાજ પરિવાર સૌંદર્યા નું સ્વાગત કરે છે. स्वागतम्,आतिथ्याम्। जो दिल का हो ख़ूबसूरत,
ख़ुदा ने ऐसे लोग कम बनाये हैं,
जिन्हें ऐसा बनाया है खुदा ने,
आज वो हमारी महफ़िल में आये हैं।"

સૌંદર્યા હસી ને બોલી :-"कौन आया है कि निगाहों में चमक जाग उठी,
दिल के सोये हुए तरानों में खनक जाग उठी,
किसके आने की खबर ले कर हवाएँ आई,
रूह खिलने लगी साँसों में महक जाग उठी.. "

આમ બંને એ એક બીજા ના પરિચય મેળવ્યો.

ધીમાન કોઈ કામે બહાર જાય છે.

આ બાજુ સૌંદર્યા પોતાના માપના ડ્રેસ જોતી હતી.ઘણા ડ્રેસ એના માપના હતા. .... ચોક્કસ આ ધીમાન નામ પ્રમાણે બુદ્ધિશાળી લાગે છે.પુરેપુરી તૈયારી કરી છે..

આમ બધા ડ્રેસ જોતા એક સુંદર ડ્રેસ હાથમાં આવ્યો.
ને સૌંદર્યા નું માથું ચકરાવા માંડ્યું..એના શરીરમાં વિચિત્ર પ્રકારની હલચલ થતાં એ પલંગ પર બેસી. એને ચક્કર આવતા બેભાન થઈ ગઈ.

સૌંદર્યા ને હવે કંઈ ક દેખાયું.

અરે..ધીમાન દારૂના નશામાં કોઈ યુવતી પાસે આવતો હોય છે.એ યુવતી લગ્ન ના શણગાર માં સજેલી હોય છે.. હવે એ યુવતી નો ચહેરો દેખાય છે..અરે..આ.તો.. હું.. સૌંદર્યા..!!
એ યુવતી બોલી:-" તમે મદિરા પાન કર્યું છે.?. મને મદિરા પસંદ નથી. નશો ઊતરે પછી આવજો."

ધીમાન રીસાઈ ને જતો રહે છે.

સૌંદર્યા ને થાય છે..આ મારી સાથે શું બની રહ્યું છે.?

થોડીવારમાં એ સૌંદર્યા જેવી દેખાતી યુવતી આજ ડ્રેસ પહેરીને ધીમાન ને મનાવે છે.
ધીમાન બોલે છે.. હું તો મજાક કરતો હતો. નશો નહોતો કર્યો. Acting કેવી લાગી?"

એ યુવતી ધીમાન ને મનાવવા ગીત ગાય છે.

चूनर ओढी सुरमो सार् यो,
रखड़ी रतन जड़ाई,
रंग बिरंगी नौ नौ चूड़्यां,
हाथा माँय सजाई ,
थे म्हारो सिणगार निहारो,
दूर दूर मत जाओ आओ जी

हरियाला बन्ना मिलणे री रुत आई
......
આ દ્રશ્ય દેખાતા સૌંદર્યા ઝબકી ને જાગી જાય છે..


મનમાં બબડે છે.. ચોક્કસ આ ડ્રેસ નું અને ધીમાન નું કોઈ રહસ્ય લાગે છે..

રાત્રે ધીમાન આવે છે. કહે છે કે:-" જબલપુર થી બે જણા લગ્ન માં આવવા નીકળી ગયા છે.કાલે બપોર પહેલા આવી જશે. અને કાલે સવારે મેનેજર લગ્ન નો સામાન, ડેકોરેશન અને જરૂરી સામાન લાવશે."

આ સાંભળી ને સૌંદર્યા ને હાશ થાય છે જબલપુર થી કોણ આવશે ? એવું વિચારે છે.

સવારે લગ્ન,તેમજ બીજો જરૂરી સામાન ,ડેક, મ્યુઝિક સિસ્ટમ તેમજ મોટો એફ એમ રેડિયો બેટરી અને ઈલેક્ટ્રીસીટી થી ચાલતો આવે છે.

લગભગ અગિયાર વાગે એક કેબ આવે છે . જેમાં ગૌરી અને લક્ષ્મી હોય છે. સાથે ઘણો સામાન પણ હોય છે.

ગૌરી, લક્ષ્મી અને સૌદર્યા સુખ દુઃખની વાતો કરે છે.

ધીમાન સાથે ઓળખાણ કરાવે છે.

ગૌરી:-" સૌંદર્યા , માં વતી અને ડો. સુનિતા દીદી વતી અમે બે આવ્યા છીએ. માં તરફથી આ લાલ પાનેતર તેમજ બે ચંદેરી સાડી મોકલાવી છે. તેમજ તારા માટે નથની,કાનની કડી તેમજ માથાની સેર,હાથના કંગન સોનાના મોકલ્યા છે. જમાઈ માટે વીંટી..સાથે થોડી મિઠાઈ અને આશિર્વાદ આપ્યા છે.. આશ્રમ ની દીદી ઓ તરફથી ચાંદી ના વિંછીયા, વીંટી, શણગાર ની વસ્તુઓ..બંગડી, બુટ્ટી, ચાંદલો..અને બીજી..ડો.સુનિતા દીદી એ સોનાનો હાર, પાયલ,તેમજ ચાંદી ના કડલા , સાથે સાથે બ્યુટી પાર્લર નો સેટ,અને બે ચંદેરી સાડી, ચોલી, લહેંગા,ચુનરી..થોડા કપડાં તારા માપના મોકલ્યા છે.તેમજ કેટલીક દવાઓ પણ મોકલી છે. સાથે એક ચિઠ્ઠી પણ મોકલી છે."

સૌંદર્યા ખુશ થાય છે કે હાશ મારા પિયરમાં થી કોઈ તો આવ્યું. માં નો ઉપકાર ભુલાય એમ નથી.સગી માં કરતા વિશેષ રાખે છે. સૌંદર્યા એ ડો.સુનિતા દીદી ની ચિઠ્ઠી વાંચવા માંડી.

પ્રિય સૌંદર્યા.. તારા ગયા પછી બધું સુનું સુનું લાગતું હતું.આયુષ દીકરો માસીના લગ્ન માં આવવા તલપાપડ હતો.પણ કામ ના ભારણે આવી શકતા નથી. ગૌરી સાથે તારા માટેનો સામાન મોકલ્યો છે..હા.સાથે દવાઓ પણ છે. નિયમિત લે જે..શેની દવાઓ છે એ લખ્યું છે... તેમજ અમારા તને આશીર્વાદ છે.. તારા પહેલા બાળકની ડીલીવરી હું જ કરીશ... પણ તું ઉતાવળ કરતી નહીં. આવેગ માં ખોટું કરતી નહીં. ધીમાન કુમાર ને અમારા આશીર્વાદ છે. તું સુખી રહે ને સ્વસ્થ રહે..... એક વાત ભુલતી નહીં.... પહેલા વર્ષે એન્જોય... હરીફરીને આનંદ થી જીવવું... પહેલા વર્ષે સંતાન માટે ઉતાવળ કરતી નહીં... જરૂરી દવાઓ લેતી રહેજે...બસ એજ તારી મોટી દીદી.. સુનીતા...

આ વાંચી ને સૌંદર્યા ની આંખો માં થી આંસુ આવી ગયા. ગૌરીને ભેટીને પોતાનું મન હલકું કર્યું.

લક્ષ્મી :-" હવે એક કાલનો દિવસ છે પરમ દિવસે બપોરે સૌંદર્યા ના લગ્ન. કાલે બપોરે સૌંદર્યા ના હાથમાં મહેંદી મુકીશ. સાંજે સંગીત નો પ્રોગ્રામ રાખીશું. શું માનવું છે સૌંદર્યા.?"

"હા, કાલે આપણે બધા મહેંદી મુકીશું. રાત્રે સંગીત કે અંતાક્ષરી રાખીશું. હવે એમનાં ઘરે થી કોણ આવશે એ જોવાનું રહ્યું."

સાંજે એક નવી કાર આવી. એક સુંદર યુવાન દેખાયો.

ધીમાને સૌંદર્યા સાથે ઓળખાણ કરાવી.

" આ મારો નાનો ભાઈ દેવ. દેવસિહ પ્રતાપ સિંહ આદિત્ય રાજ. નેપાળમાં રહે છે. ને દેવ આ છે તારી થનારી ભાભી."

આ સાંભળી ને દેવ બોલ્યો:-" હાય.. હું દેવ.." પછી હસતો ધીમાન સામે જોઈ ને બોલ્યો:-" આ તો સૌંદર્યા ભાભી જેવીજ દેખાય છે. એવું જ સ્મિત.. મુખડું.."

ધીમાને દેવ નો હાથ જોરથી દબાવ્યો.ને લાલ આંખ બતાવી.

ધીમાન ,:-" આ દેવ ને મજાક કરવાની આદત છે. ને દેવ આ તારી ભાભીનું નામ સૌંદર્યા જ છે."

સૌંદર્યા એ આ બનાવ ને માર્ક કર્યું.

બીજા દિવસે લક્ષ્મી એ સૌંદર્યા ના હાથમાં મહેંદી મુકી.ગૌરી અને લક્ષ્મી એ પણ મહેંદી મુકી.

રાત્રે સંગીત ના પ્રોગ્રામ માં પરફોર્મન્સ કરવાનું નક્કી કર્યું.

રાત્રે સંગીત પ્રોગ્રામ માં પહેલું પરફોર્મન્સ સૌંદર્યા નું હોય છે.

સૌંદર્યા એ ડો.સુનિતા દીદી એ આપેલું લહેંગા,ચોલી અને ચુનરી પહેરી છે. લક્ષ્મી એ સૌંદર્યા ને તૈયાર કરી હોય છે.

રાજસ્થાની ગીત સાથે સૌંદર્યા નું પરફોર્મન્સ શરૂ થાય છે......

गोरा गोरा हाथा माहीं,
महेदी आज रचाई,
पांव में पायल,
नाक में नथनी,
बिंदीया सेर सजाई,
जीभर निहारु बालम,
अहीया मत शरमाऊं,
करशु सोणा शणगार,
मैं बन-ठन के आईं,
मैं बन-ठन के आईं,

चुड़ी चमके रे मोतीडा भलके,
चुडी चमके रे मोतीडा भलके,

ओ.. निरखु .. ओ निरखु..
मारा बालमा चुड़ी चमके
मारा सायबा चुड़ी चमके....

સૌંદર્યા નું પરફોર્મન્સ જોઈને બધા તાલીઓ પાડીને પરફોમન્સ ને વધાવી લે છે..
આ જોઈ ને ધીમાન Emotional થાય છે.

એ વખતે ધીમાન ની આંખોમાં થી આંસુ નીકળે છે.

દેવ આ જુએ છે.પોતાનો હાથરૂમાલ ધીમાન ને આપે છે.
દેવ:-" ભાઇ, લો આ રૂમાલ .આંસુ લુછી નાખો. સૌંદર્યા ભાભી ની યાદ આવી ગઈ!!. એજ ચહેરો..એજ સ્મિત..એજ બાંધો..એજ બોલવાની લઢણ.."

( ક્રમશઃ ભાગ-૧૮ માં.... ધીમાન ના ભાઈ દેવ નું આવું બોલવા પાછળ નું રહસ્ય ? આવનારા ભાગ માં ધીમાન અને સૌંદર્યા ના લગ્ન..જીવનભર સાથ નીભાવવાના વચનો... શું ધીમાન સૌંદર્યા ને ખુશ રાખી શકશે? કે પછી..... સૌંદર્યાના જીવન માં દુઃખ.. દુઃખ.. આવશે?. ધીમાન ની મજબુરી .. અને પતિવ્રતા સૌંદર્યાનો સંઘર્ષ.....
પછી શું થાય છે એ જાણવા માટે વાંચો..
ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય"

.*** આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને આવનારા દિવાળી ના તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏).


















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED