મારો કાવ્ય સંગ્રહ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય સંગ્રહ

*મારો કાવ્ય સંગ્રહ*. ૧૨-૫-૨૦૨૦

અત્યાર સુધી મારી વાર્તા ને વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપ્યા..
અને તમારાં બધાંના સાથ સહકારથી જ હું લખી શકું છું...
તમારાં બધાં નાં અમૂલ્ય પ્રતિભાવ એ જ મારું પ્રેરણા બની રહે છે...
તો આ કાવ્ય સંગ્રહ પણ પસંદ કરશો..

૧). *અમારે તો* કવિતા..

અમારે તો ભાગે આવી આહ, તમારે લહેર છે,
તમારે તો અેમાય હશે હાશ ને લીલાં લહેર છે.

હવે તો સાચી ભાવનાઓ થી પણ થરથર હું કાંપુ છું,
દીધી છે દુનિયા એ અેટલી દાહ પણ તમારે તો લહેર છે.

પ્રસંગોને ગાળીને બધાં જહેર પી ગઈ છું,
પછી અપજશની આહ મળી પણ તમારે તો લહેર છે.

પોતાના એ જેટલો સાથ અાપ્યો નહીં એ ભૂલી નથી,
પડછાયા એ અાપ્યો સરેરાહ સાથ, પણ તમારે લહેર છે.

પગથીયા બન્યા હતા એ સફળ બની ભૂલી ગયા છે,
અને થઈ પથ્થર ઉભી રાહ જોતી, બાકી તમારે લહેર છે.

છેલ્લાં જ શ્વાસે ઉભી આશા એ દિલની વ્યથા છુપાવી છે,
અેને અફવાહ ગણીને હાંસી ઉડાવે છે, બાકી તમારે લહેર છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...

૨) *આમ જીવી જવાનું*. કવિતા.. ૧૨-૫-૨૦૨૦

આમ સાભળવાનું, ને બસ ચૂપ રહી જીવી જવાનું,
મળે જ્યાં મોકો જીવન જેવું ત્યાં જીવી લેવાનું.

આજની ઘડી મનભરીને માણી જીવી જવાનું,
ના જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું.???

સમય ક્યાં કોઈની રાહ જુએ છે એટલે જ ચૂપ રહી જીવી જવાનું,
સુખ આવે કે દુઃખ કાયમ હસતા રહેવાનું અને આંસુ છુપાવી જીવી જવાનું.

રોટલો દેવો તો ઈશ્વરના હાથમાં છે પણ ગમ ખાઈ જીવી જવાનું,
કરેલી મહેનતનું ફળ જ આપણે લેવાનુ પણ અપજશ સાથે જીવી જવાનું.

હોય અભરખા દિલમાં છુપાવી બીજાને ખુશીઓ આપી જીવી જવાનું,
ખબર કોને છે આ પ્રાણ પંખેરુ ક્યારે ઉડવાનું પણ વેદના છુપાવી જીવી જવાનું....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

૩). *અંતરથી દુવા*. કવિતા..

આ તારી જ અંતરની દુવા બીજું કંઈ કામ ન આવે મા,
અંતરનો અહેસાસ ઓળખે તને પછી કંઈ નામ ન આવે મા.

અતલ ઊંડો દરિયો આ સ્વાર્થી જગતને તું સ્વાતિબુંદ મા,
ટીપે ટીપે મમતા વરસાવે તું એના કોઈ દી મૂલ્ય નાં થાય મા.

છે દુવા તારી બસ પ્રલંબ વિશ્વાસ છે ચીરકાલીન મા,
ચાલ્યાં કરે દુનિયા સતત ને તોય તારી દુવાઓ અમર મા.

પહેલેથી લઈને છેલ્લા શ્વાસ સુધી અંતરથી દુવા વરસાવી મા,
આવી મહેર મમતા જ વરસાવે અંતરને ઓરડેથી મા.

સ્વાર્થી દુનિયામાં બેઠી છું લઈ લથબથ દુવાઓની હેલી મા,
કેમ રહે અશક્ય કોઈ કામ દુવાઓ થી સર્વ સંકટ દૂર ભાગે મા.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

૪)
*ત્રણ વાનર* કવિતા..

આ ત્રણ વાનર એ આ મહામારી નાં પ્રતિક છે,
એક કહે ઘરમાં રહો, સ્વસ્થ રહો.. મોં પર માસ્ક પહેરો..

આ ત્રણેય વાનર સાચી શીખ આપે માનવજાત ને,
બીજો કહે આંખ ખોલીને કુદરતને ઓળખો .

આ ત્રણેય વાનર સદીઓથી સમજાવે નીતનવી વાતો,
ત્રીજો વાનર કહે ખોટી વાતો સાંભળી અફવા નાં ફેલાવો.

આ ત્રણેય વાનરો તો કેવાં છે સમજદાર,
ત્રણેય એક સાથે બોલ્યા દૂરી જાળવો બનો સમજદાર.

આ ત્રણેય વાનરો સમજાવે વારંવાર,
સાવચેતી અને સલામતી થી જીતો આ મહામારી..
ભાવના ભટ્ટ અમદાવાદ....

૫) *મુક્ત પંખી*. કવિતા...

મુક્ત ગગન નું પાંખ પંખી ઉડ્યું આકાશ,
મળ્યું આભ તો ઉડ્યું ને ચાતરી દીધું આકાશ.

ઉડાન ભરી ગંગાજળિયાં પાણી પીતાં રેહતા,
મુક્ત પંખી ઊડી ને મુકતીથી મહાલતા રહેતાં.

પાંખ ફેલાવી ને હાથ છેટું ઉડ્યું છે આકાશે,
દૃશ્યો મનહર ઉડીને જુવે ધરતી પર આકાશે.

આકાશમાં ઉંચે ઉંચે ઉડતાં મુકત બની મહાલતુ,
ભીતરમાં રોપી છે અજબ ગજબ આશાઓ થી મહાલતુ.

તરવાં પડતાં વગર તરાપે પળ પળ અહીં પાંખ થી આકાશમાં,
હટતી હૃદયકમળની ઉડતાં આ પાંખ થી આકાશમાં...
ભાવના ભટ્ટ અમદાવાદ.....