કળયુગનો પ્રેમ Bharat Rabari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગનો પ્રેમ

📅 તા. ૧૪/૫/૨૦૨૦.ગુરૂવાર.📅
✒📖 લેખક :- ભરત રબારી
(માંગરોળ,જી. જુનાગઢ)
💝શીર્ષક :- કળયુગનો પ્રેમ 💝

નમસ્કાર મિત્રો, હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કળિયુગના પ્રેમ વિશે મારા મંતવ્યો.

મિત્રો પ્રેમ એ માણસ માણસ વચ્ચે એક લાગણીઓનો એવો સંબંધ છે જેના ભરોસે માણસ પોતાનું સર્વસ્વ એકબિજાને સોંપી દે છે. પ્રેમ એ વર્ષોથી ચાલ્યો આવતો લાગણીઓ નો બંધ છે. જેમ બંધ તૂટે અને તેમાં રહેલું પાણી વહી જાય તેમ લાગણીઓનો બંધ તૂટે છે ત્યારે આંખોમાંથી અનાયાસે જ પાણી છૂટી જાય છે.

વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમનું મહત્વ સમજાવ્યું; લોકોને જેટલા પ્રેમથી જીતી શકાય છે એટલા બળ કે બુદ્ધિથી નથી જીતી શકાતા. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમ કેમ કરવો તે ગોપીઓ સાથે રાસલીલાઓ રચી અને સમજાવેલું. પ્રેમ હંમેશા નિષ્પક્ષ હોવો જોઈએ, પ્રેમમાં ક્યારેય પોતાનો ફાયદો જોવો જોઈએ નહીં. પ્રેમમાં હંમેશા એક પ્રેમી પોતાના પ્રેમીને ખુશ જોવા માંગતો હોય છે અને તેમની ખુશી માટે તે કોઈ પણ હદે જવા અથવા તો કંઈપણ બલિદાન આપવા હંમેશા તૈયાર રહે છે. પ્રેમમાં હંમેશા માણસે પોતાના પ્રેમી માટે કંઈક કરી છૂટવા તત્પર રહેવું જોઈએ પોતાના પ્રેમીને પોતાના દ્વારા ક્યારેય કષ્ટ ન પહોંચે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આવું ભગવાન શ્રીકૃષ્ણએ માણસજાતને સમજાવેલું છે.

જ્યારે આજકાલ તો આવો પ્રેમ જવલ્લે જ જોવા મળે છે. રેડ ઓફ ધી રેડ કિસ્સાઓમાંજ પ્રેમનું મહત્વ જાણતા હોય તેવા માણસો જોવા મળે છે. આજકાલનો પ્રેમ તો ચાઈનાની પ્રોડક્ટ જેવો થઈ ગયો છે, ''ચલા તો ચાંદ તક,વરના ના શામ તક" એમાં પણ આ સોશિયલ મીડિયાએ તો દાટ વાળ્યો છે. અલગ-અલગ પ્રકારની સોશિયલ ચેટિંગ સાઇટો પર લોકો મળે છે અને એકબીજા સાથે પ્રેમના તાંતણે બંધાઇ છે, થોડા દિવસ સુધી આ પ્રેમ ચાલે છે અને પછી બ્રેકઅપ. માત્ર નાની અમથી વાતોને લઈને ઝઘડો થાય છે અને એકબીજાથી છૂટા પડી જાય છે જાણે કશું હતું જ નહીં. અમુક લોકો તો માત્ર પોતાના ખર્ચાઓ અને મોજશોખ માટે પ્રેમ કરે છે. મોબાઈલમાં બેલેન્સ, નવી નવી જગ્યાએ ફરવા અલગ અલગ જાતના કપડા પહેરવા અને રોજ નવી રેસ્ટોરન્ટ કે કાફેમાં ચા-પાણી અને જમવાનું મળી જાય એટલે પ્રેમ સક્સેસ.

આજકાલના પ્રેમને અનુલક્ષીને બોલીવુડ પિક્ચર નું એક સોંગ આ પ્રસંગને અનુરૂપ છે; " મેરે સૈયાજી સે આજ મેને બ્રેકઅપ કર લિયા...." ખરેખર આજકાલ નો પ્રેમ આવોજ થઈ ગયો છે. લેલા-મજનુ અને હીર-રાંઝા ના કિસ્સા તો માત્ર ચોપડીઓના પાના માં કેદ થઈને રહી ગયા છે.

કળિયુગના પ્રેમનો એક બીજો ભાગ પણ છે. જ્યારે પ્રેમીનું દિલ તૂટે છે ત્યારે મોટાભાગના પ્રેમી કોઈ વ્યસન તરફ વળી જાય છે અથવા તો પોતાના હાથની નસો કાપવી કે પોતાને કોઈ ને કોઈ રીતે નુકસાન પહોંચાડવું તેવા કાર્યો કરતા હોય છે અને પોતે પોતાના પ્રેમીને સાચો પ્રેમ કર્યો હતો તેવું દેખાડવાનો ઢોંગ કરતા હોય છે અથવા તો એની દ્રષ્ટિએ એ મહાન પ્રેમી છે તેવું સાબિત કરવા આવા ધતિંગ કરે છે. અરે ભાઈ તે ખરેખર સાચો પ્રેમ કર્યો છે અને તારો સાથી તને છોડ્યા પછી તે હાલ ખુશ છે તો તેને ખુશ જોઈને તું ખુશ થા ને. હું માનું છું ત્યાં સુધી ખરેખર આમાં એમનો કોઈ વાંક નથી ખરેખર પ્રેમ શું છે? એજ એને ખબર નથી.

આજકાલના લોકો માત્ર છોકરા છોકરીઓની વચ્ચે થતા લાગણીના સંબંધોને જ પ્રેમ માને છે અને આ સંબંધનો બંધ તૂટતા પોતાને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત તો આત્મહત્યા સુધીના પ્રયત્નો કરે છે. હવે એને કોણ સમજાવે કે બે દિવસના પ્રેમ પાછળ તું મરવા ચાલ્યો છે તો આજથી વીસ વર્ષ સુધી તારી માતાએ આપેલા પ્રેમ ખાતર કે તારા પિતાએ તારી પાછળ પોતાના જીવનને ખર્ચી નાખ્યું એમની ખાતર શું જીવી ન શકે?

આખરમાં મારા માનવા મુજબ પ્રેમ શીખવાડવા માટે કોઈ પ્રેમની પાઠશાળા તો ન ખોલી શકાય પરંતુ દરેક માતા-પિતાએ પોતાના બાળકને એવા સંસ્કારો આપવા જોઈએ કે જેથી તે સાચા પ્રેમનું મહત્વ સમજે અને ક્યારેય ખોટા રસ્તે ન જાય.

🌹-© ભરત રબારી (માંગરોળ,જી. જુનાગઢ )🌹