· કોલેજ પછી શ્યામનો સંઘર્ષ
બીજે દિવસે સવારેથી તો શ્યામને ફુલ ટાઇમ જોબમાં લાગી ગયો. સમય ધીરે ધીરે વિતતો જાય છે. શ્યામ અને મીરા પણ એકબીજાની નજીક આવતા જ જાય છે.હવે તો ઘણી વાર લોંગ ડ્રાઇવ પર પણ જઈ આવે. સમય સાથે શ્યામ પોતાના સ્વપ્ન પણ ધીરે ધીરે સાકાર કરતો જાય છે. જે કંપનીમાં નોકરી કરતો હતો. એ જ કંપની હવે પાર્ટનરશીપમાં બેસી જાય છે. શ્યામને બિઝનેસમાં અનેક વખત નિષ્ફળતા અને દગાખોરીનો સામનો કરવો પડ્યો. કેટલીયવાર ગોટાળા અને કૌભાંડનો સામનો કરવો પડ્યો. અનેક વાર પોતાના ભાગીદારો પાસે નિષ્ફળતાના પાઠ શીખ્યા પણ આ તો જુદી જ માટીનો હતો. બધી જ લડત ને પડકારે છે. બધેથી જીત મેળવીને જ આવે. એક સામાન્ય શ્યામ હવે શાતિર બની ગયો હતો. ખુબ મોટા સ્તરે પોતાનો શહેરમાં એક વટ હતો.
કોમ્પીટીશનમાં શ્યામે પગ પેસારો કર્યો. શહેરના નામખ્યાત હરીફોના જ્યારે પત્તા કપાવા લાગ્યા તો ઘાક ધમકી આપી અને હુમલાઓ કરાવ્યા. શ્યામે ઇટનો જવાબ પથ્થરથી આપ્યો. ઘણીવાર શ્યામ એકલે હાથે આઠ દસ વ્યક્તિ સાથે બાથ ભીડી લે તો પણ જે ધારે એ કામ કરીને જ દેખાડે. એક ગરીબી વચ્ચેનુ વિશ્વ યુધ્ધ જીતી ગયો હોય એમ બધુ વેલ સેટ થઈ ગયુ.
હરીફો જ્યારે બીજી નીતિ અપનાવતા રાજનેતાઓના દબાણ લાવતા ત્યારે શ્યામે આઇપીએસ સ્તરના વ્યક્તિ, સુરક્ષા વિભાગ, આર્મિ, સાથે કામ કરવાનુ શરુ કર્યુ. શ્યામ જ્યા મંડાણ માંડે ત્યા તેની મહેનતને જોતા વિજયશ્રી જ હોય. હવે પોતે સુરક્ષા વિભાગના સલાહકાર તરીકે પોતાનો અલગ હોલ્ટ હતો. એક સરકારી અધિકારી પાસે જે સુવિધા હોય એ મુજબ બધુ તેમને મળેલુ એટલે હરીફો તેની સામે એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર ન હતા.હવે ઘરની પરિસ્થિતી પણ ખુબ જ સારી હોય છે. શ્યામ ધીરે ધીરે કંપનીમાંથી છુટો થઈ પોતાનો પ્રાઇવેટ બિઝનેશ ચાલુ કરે છે. જેમા પણ ઘણી જ સફળતા મળે છે.
આ ઉપરાંત સરકારી ક્ષેત્રમાં પણ શ્યામ સેવા આપવા બદલ સુરક્ષા વિભાગમાં પણ ઉચા હોદ્દા પર સ્થાન મળે છે. નાની જ ઉમરમાં શ્યામે ખુબ જ ઇજ્જત અને પૈસાની કમાણી કરી હતી એટલે કુટુમ્બમાંથી પણ છોકરીઓના સજેશન આવવા લાગ્યા હતા પણ શ્યામ હજુ વાર છે. હજુ થોડા સમય પછી એમ કહીને વાતને રોળી ટોળી નાખતો હતો.
શ્યામ સાંજે ઘરે આવે એટલે બધા સાથે જમીને બહાર ઓપન ટેરેસમાં મમ્મી પપ્પા સાથે બેસે. એક દિવસ પપ્પાએ વાત વાતમાં જ પુછી લીધુ કે, બેટા તુ કેમ છોકરી જોવા માટે ના કહે છે? કઈ પ્રોબ્લેમ હોય તો વાત કર અમે તેનુ સોલ્યુશન લાવીશુ.
ના પપ્પા એવુ કઈ નથી થોડુ બિઝનેસ ને બધુ સેટ થઈ જાય પછી એ જ કરવાનુ છે. શ્યામ કહે છે
મમ્મી અધવચ્ચે જ બોલે છે, હજુ કેટલુક સેટ કરવુ છે તારે. જે છે એ બધુ ખુબ જ સારૂ છે. સમાજમાં બધા જ તને ખુબ જ સારા છોકરા તરીકે જ જોવે છે.
પપ્પા શ્યામની મનઃસ્થિતિ જોતા કહે છે, જો શ્યામ તારે કઈ પણ પ્રોબ્લેમ હોય તો તુ નિખાલસ વાત કરી શકે છે. જો તે તારી જાતે પણ કોઇ પાત્ર પસંદ કર્યુ હોય તો, પણ અમને એ મંજુર છે. કેમકે અમને તારી ઉપર વિશ્વાસ છે.
શ્યામ તો થોડો અસ્વસ્થ થઈ જાય છે કે એમ તો સીધુ કહેવુ પણ કઈ રીતે?
એકવાર મીરા સાથે સ્પષ્ટતા થાય તો વધુ સારુ રહેશે એટલે કહે છે, ના પપ્પા એવુ કઈ હશે તો સમય આવશે એટલે હુ સામેથી કઈ જ દઈશ.
મમ્મીને તો કોઇ પણ હિસાબે શ્યામનુ મોં ખોલાવવુ હતુ એટલે શંકાની નજરે જ બોલ્યા એવુ કઈ તાજુ જ ન હોઈ અને તને કોઇ છોકરી ગમતી હોઇ તો પણ કહી દે, અમે વાત ચલાવીશુ.
શ્યામ અણગમો વ્યક્ત કરતા કહે છે, મમ્મી તમે લોકો શુ પાછળ પડી ગયા છો? મારે હમણા લગ્ન નથી કરવા. મને થોડા દિવસનો સમય આપો. પછી તમે જ્યા કહેશો ત્યા હુ સગાઇ કરી નાખીશ. મને મારૂ બિઝનેસ સેટ અપ અને માનસિક રીતે તૈયાર થવા પણ થોડો સમય જોઇએ છીએ.
આમ તો શ્યામના મમ્મી અને પપ્પા ખુબ ખુશ હતા અને જે માં બાપનો દિકરો તેના દરેક સ્વપ્નને સાકાર કરતો હોય એ મા બાપ તો કાયમ ખુશ જ રહેવાના.
શ્યામના ઘરે તેના ગામથી સવારમાં તેના મામા આવવાના હોય છે. સવારમાં જ શ્યામ તેને લેવા જાય છે.