· મામા શ્યામથી પ્રભાવિત
મામા બસમાંથી ઉતરે છે. મામા હાથમાં બેગ અને બે ત્રણ બીજા કોથળા કોથળી. શ્યામ મામાનો બધો સામાન ગાડીમાં નાખીને ઘરે જતા હોય છે. રસ્તામાં મામા વાતો કરતા જાય છે. ગામડે વર્ષોથી ખેતી કરતા વ્યક્તિ કપડા મેલા અને મન ચોખ્ખા હોય. એ લોકો બોલે નહિ પણ એના મોં પર એનો પરિશ્રમ અને તેનુ સ્વાભિમાન, મર્યાદા, મોભો દેખાયા વગર રહે નહિ એવા ગામડાના લોકો હોય.મામા શ્યામની ગાડીમાં બેઠા એટલે મામાએ વાતની શરુઆત કરી.
શ્યામ બેટા તુ તો બહુ મોટો થઈ ગયો. મારા ઘરે આવ્યો હતો ત્યારે નાનો એવો હતો. મે તને ક્યારેય પછી જોયો જ નથી.
શ્યામ હસતા હસતા કહે છે, હા મામા હુ અહી જ ભણતો અત્યાર સુધી. છેલ્લા સાત વર્ષથી તો હુ ગામડે આવ્યો જ નથી ને એટલે જ્યારે મમ્મી પપ્પાને અહિ અવાર નવાર કોઇ પ્રસંગમાં આવવાનુ થતુ હોય.
મામાએ શ્યામ વિશે ઘણુ સાંભળ્યુ હતુ એ મુજબ કહ્યુ, હા બેટા એ પણ સાચુ એટલે જ તુ આજે આટલો બધો આગળ છો.
શ્યામ કહે હા મામા એ તો નસીબ અને તમારા બધાના આશીર્વાદ.
આમ વાતો કરતા કરતા ઘર આવી ગયુ. મામા ઘરમાં આવ્યા પણ એકી ટશે જોતા જ રહ્યા એવુ ઘર.
વિશાળ ફુલ ફર્નિચર વાળો હોલ અને અંદર ત્રણ બેડરૂમ એ પણ ફુલ ફર્નિચર. બધી જ રૂમમાંથી બહાર જુઓ એટલે બે કાંઠે પુરપાટ જતા તાપી મૈયા. હોલની બહાર મોટૂ ઓપન ટેરેસ ત્યા એક હિંચકો બાંધેલ હતો સામે ટેબલ ખુરશી.
મામાને તો આ બધુ જોઇને અંદાજ આવી ગયો હતો કે પોતે જે સાંભળ્યુ એના કરતા તેનો ભાણો સવાયો છે એટલે કમેન્ટ આપી દિધી, વાહ અમને ગામડા વાળાને શહેરમાં આવવી એટલે મુંજારો થાય પણ તમારી ઘરે એવુ લાગે કે હવે ગામડે રહેવુ નહિ ગમે.
શ્યામના પપ્પા કહે તમે તમારે મજા આવે ત્યા સુધી અહી રોકાજો. મને પણ શ્યામે રીટાયર કરી દિધો છે.
મામા કહે, વાહ તમારે તો જલસા છે હો તો તો, જેટલી તમે મહેનત કરી એનુ ફળ તમારા છોકરાએ તમને આપી દિધુ. બહેન ખરેખર બહુ સારૂ લાગ્યુ. તમે ખુબ સંઘર્ષ કર્યો. રાત દિવસ જોયા નથી પણ આજે ખુશ છો મનેય ટાઢક થઈ.
શ્યામના મમ્મી કહે હા સાચી વાત બધા દિવસો તો સરખા ન જ હોય ને. શ્યામને ભણાવવા અમે દિવસ રાત જોયા વગર મહેનત કરી. તમારા બનેવીએ તો ઘર નહોતુ જોયુ. રાત અને દિવસ વાડીએ જ રહેતા એમ કહેતા કે શ્યામની ફી માટે પૈસા મોકલવાના છે.
બધા સાથે નાસ્તો કરતા કરતા વાતો કરતા હતા. શ્યામ તો તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો અને જતા જતા કહેતો ગયો કે પપ્પા મામાને લઈને ઓફિસ આવજો.
મામા અને શ્યામના પપ્પા ઓફિસ જવા પહોંચી ગયા. ઓફિસનુ વેસ્ટર્નલુકમાં બનાવેલુ બિલ્ડિંગ હતુ. જેમા ટોપ ફ્લોર પર શ્યામની ઓફિસ.જતા રિશેપ્સન અને મોટા સોફા, એકબાજુ શ્રી કૃષ્ણભગવાનની શાંતિ ચિત્તે ઉભા રહી મોરલી વગાડતા હોય એવી પૌરાણીક મુર્તી વાળો મોટો વેઇટીંગ રૂમ વચ્ચેથી એક ચેમ્બર માં જવાનો રસ્તો ત્યા શ્યામ બેસતો ત્યાથી સીધી જ નજર પડે એમ બાજુની ચેમ્બર જેમા ૧૫ જેટલો સ્ટાફ હતો.
શ્યામની ચેમ્બરમાં એક મોટુ ટેબલ પાછળ આખી દિવાલ પર ટ્રોફી અને સર્ટિફિકેટ અને મોટા મોટા હસ્તીઓની મુલાકાતના ફોટા. એક બાજુ આખી દિવાલની બારીમાંથી આખુ સુરત શહેર દેખાય. વિશાળ ટેબલમાં એક બાજુ શ્યામ બેઠો હતો. બન્ને બાજુ એક એક પીએ હતા. સામે વિઝીટર ચેર અને દશેક ફુટ પછી ત્રણ સોફા અને ત્રિપોઇ મુકેલી. એકદમ મનને ગમે એવી વાઇટ અને યેલો લાઈટસ હતી.
મામા તો ઓફિસ આવીને બે ઘડિ ચકરી ખાઈ ગયા. ઓફિસમાં આવીને શ્યામને કેવા લાગ્યા બેટા તુ એવો તે શુ બિઝનસ કરે છે કે તે આવડુ મોટું સામ્રાજ્ય સ્થાપ્યું.
વાત પુરી થઈ એ પહેલા શ્યામના પપ્પા બોલ્યા આની સાથે બીજું એ પણ છે કે શ્યામ રાષ્ટ્રીય સુરક્ષા વિભાગમાં છે એટલે સલામતી વિશેની તમામ મીટિંગમા હાજરી આપવાની હોય એટલે શ્યામને સાયરન વાળી સરકારી ગાડી, ડ્રાયવર બે ગનમેન પણ આપ્યા છે.
મામા કહે છે અહીં સુધી પહોંચવા લોકો જિંદગી ઘસી નાખે ત્યાં મારો ભાણિયો સરળતાથી પહોંચી ગયો. આનંદ થયો ખુબ આનંદ થયો
મામાને શ્યામ એના કોન્ફરન્સ રૂમમાં લઈ ગયો અને બધુ સમજાવ્યુ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની કામગીરીને બધુ જ દેખાડ્યુ. મામાને પોતાના મનમાં પોતાના ભાણા માટે ગૌરવ અનુભવાયો.