· મીરા પંદર દિવસનો સમય માંગે છે.
મામાને પપ્પા બન્ને ઓફિસમાં બેઠા ચા પાણી પીધા. થોડિવાર શ્યામે પોતાના પ્રોજેક્ટ પોતે જે વિષય પર કામ કરે એ દેખાડ્યુ. મામા એ ટીવીમાં અને મુવીમાં જે જોયુ હોય એ બધુ પ્રેક્ટીકલમાં જોતા હોય એવુ લાગતુ હતુ.
મામાને વિદાય આપી ને શ્યામ ઓફિસમાં બેસીને વિચારતો હતો કે મામા તો એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે એટલે કઇક નવાજુની કરશે. આની પહેલા પણ માંડ છટક્યો હતો. .
ઘરે મીરાને જાણ કર્યા વગર જ વાત કરૂ અને જો મીરાનો વિચાર કઈક અલગ જ હોય તો?
પણ અલગ કઇ રીતે હોય અને અલગ હોય પણ કેમકે આજ સુધીમાં જેટલી મુલાકાત, ડેટિંગ બધુ થયુ જેમા ક્યારેય પણ લગ્નજીવન વિશે તો કોઇ વાત થઈ જ નથી.છતા એકવાર વિચાર આવ્યો કે, મીરાને વાત કરવી જોઇએ. એ એક વાર સ્પષ્ટતા કરી દે અને એના ઘરે મંજુરી લઈ લે તો વધુ સારુ પડે.
મીરાને કોલ કરે છે, બધા કન્ફ્યુઝન વચ્ચે હાઇ હેલ્લોની ઓપચારીકતા વગર જ મીરાને કહે છે, મીરા આજે મારે તને મળવુ છે.
મીરા પણ આવી રીતે પુછવાથી થોડી અચરજ પામી હતી એટલે કેમ કઈ ખાસ કામ છે?
શ્યામ બીજી કોઇ વાત કરવા તૈયાર ન હતો એટલે સીધો જ પ્રતિઉત્તર આપે છે, હા ખાસ છે, આજ સાંજે છ વાગે રોયલ કાફેમાં મળીએ.
મીરા વધુ ટેન્સનમાં આવીને કહે છે, શુ છે એ વાત તો કર શ્યામ?
શ્યામ વાતને વધુ લંબાવવા માંગતો જ ન હતો એટલે, કઈ ખાસ તો નથી પણ કેટલાય દિવસથી મળ્યા નથી અને બિઝનેસ રિલેટેડ ચર્ચાઓ હતી.
મીરાને થોડિ નિરાંત થાય છે એટલે કહે છે, ઓકે ડન. તો એમ બોલને શુ કામ ડરાવે છે?
સાંજે શ્યામ ઓફિસથી સીધો જ મીરાને મળવા જવા નિકળે છે. મીરાને તો નજીક ઘર હોય એટલે પહેલેથી જ ટેબલ બુક કરાવીને બેસી જાય છે. આમ પણ શ્યામની સામાન્ય વાતમાં પણ કઇક તો તથ્ય લાગ્યુ એટલે એ જાણવાની જીજ્ઞાસા સાથે જલ્દી આવીને બેસી ગઈ હતી. શ્યામને આવતા ટાઇમ લાગે છે મીરાને લાગ્યુ કે ટ્રાફિકમાં અટવાયો હશે. અચાનક જ ગાડિની સાયરન વાગી એટલે મીરાને ખ્યાલ આવી ગયો કે એ આવી ગયો છે? શ્યામ આજે એકદમ સિમ્પલ બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટમાં હતો અને ઉપર ગ્રે કલરનુ બ્લેઝર પહેરેલુ હતુ. બન્ને બાજુ ગનમેન હતા. બોડી લેન્ગવેઝ પરથી એવુ લાગતુ હતુ કે કોઇ રો નો એજન્ટ હોય.
શ્યામને જોઇ મેનેજર સામેથી આવે છે અને કહે છે, ઓહ સર વેલકમ. વેઈટર સર કે લીએ ટેબલ તૈયાર કરો.
શ્યામ કહે છે નો થેન્કસ. ઓલ રેડી વેઈટીંગ વન પર્સન.
શ્યામ સુરક્ષા વિભાગમાં મુખ્ય સલાહકાર હોવાને કારણે ગાડી ઉપર સાયરન અને બે ગનમેન ફાળવવામાં આવ્યા હતા અને
લગભગ શહેરના તમામ બિઝનેસમેન શ્યામને ઓળખતા હોય છે.
આજે મીરા ફોર્મલ ડ્રેસમાં ચેક્સવાળુ વાઇટ શર્ટ અને બ્લુ જીન્સમાં બેઠી હતી. શ્યામને સામે જોઇને મોં પર સ્માઇલ હતી. શ્યામ
મીરા પાસે જઈને કહે છે સોરી ટ્રાફિક હતો એટલે વેઈટ કરવુ પડ્યુ.
મીરા કહે, હા મને લાગ્યુ જ એવુ. બોલ શુ ઓર્ડર કરુ?
શ્યામ કહે જે પહેલા કરતા એ જ
મીરા વેઈટરને કહે છે એક ગ્રીલ સેન્ડવીચ
બન્ને વાતચીત ચાલુ કરે છે અને શ્યામ સ્પષ્ટ સીધો પોઇન્ટ પર આવી જાય છે.
મીરા આમ તો હવે આપણે બન્ને સેટ થઈ ગયા છીએ.હવે આપણા લગ્ન જીવન વિશે વિચારવુ જોઇએ. મારા મમ્મી પપ્પા મને છોકરી જોવા દબાણ કરે છે.
મીરા જાણે પ્રશ્નનુ સોલ્યુશન લાવતી હોય એમ પુછે છે,તારો શુ વિચાર છે?
શ્યામ કહે અકળાઇ ગયો અને કહ્યુ, તુ પાગલ છે? હુ હા પાડુ એમ. શુ મીરા તુ પણ?
મીરા માત્ર હાસ્યથી પ્રતિ ઉત્તર આપી દે છે.
શ્યામ સિરીયસ હતો એટલે મીરાને કહે છે, મીરા તુ પહેલા તારા ઘરે વાત કરી દે.પછી હુ મારા ઘરે વાત કરૂ.
મીરાના મનમાં તો આ વાત સ્પર્શ પણ ના થઇ હોય એમ બોલી મને માત્ર આપણા આ જ સંબંધો ગમે છે, શુ કામ તારે બંધાવુ છે બંધનમાં?
શ્યામ વધુ અકળાઇની બોલ્યો, જો મીરા સિરિયસ વાત કરૂ છૂ, હુ હવે ઘરે છુપાવી પણ નથી શક્તો અને બતાવી પણ નથી શક્તો પ્લીઝ. એક દિવસ તો આપણે જોડાવુ જ પડશે. આપણે આપણા વિચારથી મનથી સાચા હશુ પણ આપણા સંબંધોને દુનિયાની નજરમાં સ્થાન તો આપવુ જ પડશે.
ઓકે શ્યામ તો તારે મને સમય આપવો પડશે. મારે બધાને સમજાવા પડશે. મારે પણ માનસિક રીતે તૈયાર થવુ પડશે. મારે ૧૫ દિવસનો સમય જોઇએ છીએ. આજથી ૧૫ દિવસ પછી હુ તને જે પણ નિર્ણય હશે એ જણાવીશ.
શ્યામને થોડુ અજુગતુ લાગ્યુ કેમકે મીરાના મમ્મી પપ્પા એટલા ફ્રિ માઇન્ડ છે કે એમને પુછવાની નહિ જાણ કરવાની છે. મીરા અને શ્યામ ડેટ પર કે લોંગ ડ્રાઇવ પર જાય એ શ્યામના ઘરે ખબર ન હોય પણ મીરાના ઘરે તો ખબર જ હોય. એક વાર વાતવાતમાં શ્યામ અને મીરા ઉપર ટપોરીઓને વેલેન્ટાઇન ડે દિવસે સબક શિખવેલો એ વાત મીરાએ એના પપ્પાને કરેલી ત્યારથી શ્યામ વિશે પોઝીટીવ અને શ્યામ જ્યા સુધી સાથે હોય ત્યા સુધી મીરા પ્રતિ બિન્દાસ્ત હતા એટલે શ્યામે કહ્યુ સોરી, ૧૫ દિવસ એટલે હુ કઈ સમજ્યો નહિ. મીરા તુ મને ખુલ્લા દિલથી કહિ દે જે હોય તે. હુ તારા નિર્ણયને ખુલ્લા દિલથી સ્વીકારીશ.
મીરા થોથરાઇ પણ શ્યામને શાંત્વના આપતી હોય એમ કહેવા લાગી, અરે શ્યામ એવુ થોડી ન હોય મને ઘરે વાત કરવાનો સમય તો આપ.
આજે સેન્ડવીચ ખાતા ખાતા વાતો તો કરતા હતા પણ જે પંદર દિવસ વાળી શરત બન્નેના મનને ક્યાક ને ક્યાક દઝાડતી હશે એ સ્પષ્ટ લાગતુ હતુ. જે ખડખડાટ હાસ્ય હતુ એ આજ ક્યાક છુપાઇ ગયુ હતુ. જે મજાક મસ્તી અને એક બીજાની હાજરી મનને ગમતી એમ ક્યાય ઓછપ આવી ગઈ હતી.
શ્યામ કરતા મીરાના મોં પર વધુ ટેન્સન હતુ એવુ લાગતુ હતુ.બન્ને બહાર નિકળે છે એટલે ગાડિ પાસે ઉભો રહિને શ્યામ પણ સિગારેટ પેટાવતો એ જ વિચારતો હતો કે મીરા એ ૧૫ દિવસ શુ કામ માંગ્યા? આમ પણ આ વાતથી તેનુ વર્તન પણ બદલાયેલુ લાગતુ હતુ. શુ વિચાર હશે?
એ તર્ક વિતર્ક શ્યામના મનમાં ચાલુ જ હતા.આજે બન્ને છુટા પડે છે.
ત્યારે મીરા શ્યામને કહે છે શ્યામ ટેક કેર આઇ લવ યુ.
શ્યામને એવુ લાગ્યુ કે આજે મીરાને સમજવી તેના હાથની વાત નથી પણ હવે તો પંદર દિવસની રાહ જોયા વિના કોઇ વિકલ્પ જ નથી.
શ્યામ સાંજે ઘરે જાય છે.બધા ટેરેસ પર બેઠા હોય છે. ત્યારે જ શ્યામ પણ એ બેઠકમાં ભાગ લેવા પહોચી જાય છે.
મામાએ શ્યામના આવતા વેત જ ધડાકો કર્યો કે, ભાણા તારા માટે એક સરસ છોકરી જોઇ છે. તારી જોડી થાય એવી જ છે.એકદમ સંસ્કારી અને સુશિલ છે. તુ જોઇલે અને હા કઈ દે એટલે એ લોકોની હા જ છે. મે તારી વિશે ત્યા જઈને વાત કરી તો છોકરીના ભાઈએ તરત જ ફોનમાં તારો ફોટો કાઢ્યો અને બધાએ હા કઈ દિધુ. તારા ઘર અને ધંધો તો જોવાનો ન જ હોય. તુ કે ત્યારે ગોઠવીએ.
શ્યામ મનની સ્થિતી જોતા ચહેરા પર પણ મુંજવણ દેખાતી હતી, જે તેના પપ્પાને સ્પષ્ટ દેખાતુ હતુ એટલે પપ્પા મામાની વાત વચ્ચેથી અટકાવીને કહે છે, હા આપણે જોઇ લઈશુ. શ્યામ બેટા તારે જ્યારે ઓફિસમાં ઓછુ કામ હોય ત્યારે કે જે. આપણે જઈ આવીશુ.
મામા હજુ અહી પંદર વીસ દિવસ રહેવાના છે. એમને એમના સંબંધીને ત્યા લગ્ન છે એટલે.
મામા કહે હા શ્યામ એ લગ્ન પુરા થાઇ ત્યા સુધીમાં તારા લગ્નનુ ગોઠવીને પછી ઘરે જવુ ગામ જવુ છે.
સામાન્ય વ્યક્તિ માટે આ વાત સારી જ કહિ શકાય પણ શ્યામનુ અત્યારે વિચારોના વમળમાં ગોથા ખાતો હતો.
પપ્પાને થોડી નવાઇ લાગે છે પણ સગાઇની વાત આવે એટલે શ્યામને અપસેટ થતો જોઇને એ વાતને વિગતથી પુછતા અચકાઇ છે.પપ્પાને એવો વિચાર તો આવે જ કે કઇક તો છે. આપણને શ્યામ કહિ નથી શક્તો પોતે સહન પણ નહિ કરી શક્તો હોય.
શ્યામને એક ફોન આવે છે એટલે એ પપ્પાને કહે છે કે, આજે ઘરે લેટ થશે. હુ એક ફંકશનમાં જાઉ છુ. મારે રાત્રે મોડુ થશે.
શહેરમાં એક ન્યુઝ ચેનલ લોન્ચ થઇ રહિ હતી અને એના પ્રમોશન માટે યુવા ટીમ એટલે દરેક કોલેજના યુવાનોને આમંત્રણ હતુ અને એક નાનકડી એવી ચર્ચાનુ આયોજન જેમા નર્વસ થતા યુવાનોને પ્રેરણા મળે. શહેરના નામખ્યાત યુવા પ્રતિભાને બોલાવ્યા હતા. શ્યામ તો ચીફ ગેસ્ટ હતો. શ્યામ ગેટની બહાર હોય ત્યા જ મેનેજમેન્ટને ખ્યાલ આવી જાય છે. બધા દોડતા શ્યામને સામે લેવા જાય છે. શ્યામ બધાની વચ્ચેથી આવે છે બધા શ્યામને એક સેલીબ્રિટી હોય એવો આદર સન્માન આપે છે.
શ્યામને સ્પોક પર્સન કહે છે કે શ્યામ સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર એક રિક્વેસ્ટ છે. અમે તમને ટીવી અને ન્યુઝ પેપરમાં જોઇએ છીએ. આ યંગસ્ટર્સના પ્રશ્નો અને ચર્ચાની ડિબેટ છે. અમારા સ્પેશિયલ ગેસ્ટ આવી શકે એમ નથી પણ આપ જો અમને હેલ્પ કરો તો પોસિબલ છે.
શ્યામ સ્માઇલ સાથે કહે છે, આઇ વીલ ટ્રાય ઈટ.
શ્યામ સ્ટેજ પર મુકેલ મોટા સોફા એકલો બેઠો હોય છે. સામે કોલેજીયન છોકરા છોકરીઓ પોતાની કારકિર્દિ અને અનેક પોઝીટીવ થવા માટેના પ્રશ્નો પુછે છે, શ્યામ બધાનો એકદમ પોઝીટીવ જ જવાબ આપે છે.