ફરી મળીશુ - પ્રકરણ-8 Vijay Khunt Alagari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મળીશુ - પ્રકરણ-8

· વિદાય સમારંભ

છેલ્લા દિવસે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો. બધા શિક્ષકો અને સ્ટુડન્ટ બધા જ ગ્રાઉન્ડમાં ભેગા થયા. વીર અને બીજા મિત્રને સહારે શ્યામ પણ બિમાર હાલતમાં આવ્યો. બધા શ્યામને માન અને સન્માન આપતા હતા. એના માટે બેસવાની જગ્યા કરી.

અહિ આવી જા અહિ આવી જા એમ કહેવા લાગતા હતા.

સર આ બધુ દ્રશ્ય જોતા હતા.

આજે હસતા રમતા આ કોલેજના કેમ્પસમાં મજાક મસ્તી કરતા સ્ટુડન્ટ આજ ગંભીર હતા.

એવુ હતુ જ નહિ કે તેઓ કાયમ માટે અલગ થઇ જવાના પણ હવે કોલેજમાં નહિ મળે. હવે તેને માત્ર મનમાં આ સમયની સ્મૃતિઓને કંડારવાની છે. તેને સમય આવે વાગોળીને મન ભારે કરવાનુ છે.

સર વિદાય સમારંભમાં બોલવાની શરુઆત કરતા કહે છે કે, ડીઅર સ્ટુડન્ટસ તમારા જીવનનો અભ્યાસનો અંતિમ પડાવ જે આ પુર્ણ થયો. હવે બધા જ પોતપોતાની યશસ્વી કારકિર્દિ બનાવવા માટે એક નવો સંઘર્ષ કરસે. અત્યાર સુધી તમે સ્ટુડન્ટ હતા. હવે આની જગ્યાએ બિઝનેસમેન સાથે પુત્ર ની જગ્યા એ અનેક લેબલ લાગશે. આ બધા લેબલ ખુબ સારી રીતે નિભાવો એવી શુભેરછા.

તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠે છે.

ત્યાર બાદ કોલેજના પ્રિન્સીપલ પણ વક્તવ્ય આપે છે.

રિસ્પેક્ટેડ ટિચર એન્ડ ડિઅર સ્ટુડન્ટ

હુ આપ સૌના ઉજ્જવળ ભાવી માટે મંગલકામનાઓ કરૂ છું. હું ખાસ એક વાત કહેવા માંગુ છું. હુ છેલ્લા ૧૫ વર્ષથી આ કોલેજમાં પ્રિન્સીપલ છુ અને એ પહેલા ૧૦ વર્ષ હુ પ્રોફેસર તરીકે હતી. મારી ૨૫ વર્ષની કારકિર્દિમાં મે શ્યામ જેવો છોકરો નથી જોયો. કોલેજમાં હમેશા બધા મોજમજા મસ્તી માટે જ આવે. અમે ગમે તેટલુ કહીએ તો પણ એ લોકો એના એ જ પણ જો સાચા દિલથી હુ શ્યામને એના ઉજ્જવળ જીવન માટે મંગલકામનાઓ પાઠવુ છુ. કેમકે સામાન્ય રીતે ઠોઠ સ્ટુડન્ટની સંગત હોશિયારનુ રિઝલ્ટ ખરાબ આવે તો તેના માટે જવાબદાર ગણાય પણ શ્યામે તો કેટલાય વિધ્યાર્થીઓને ઠોઠમાંથી પોતાની સંગતથી હોશિયાર બનાવ્યા. થેન્ક્સ અ લોટ શ્યામ. થેન્ક્સ અ લોટ ઓલ સ્ટુડન્ટ.

ફરીવાર તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠે છે. હવે બધા શ્યામની સામે જોઇ કહેવા લાગે છે કે શ્યામ અમારે તારી પાસેથી કઈક સાંભળવુ છે.

શ્યામ હસતા હસતા કહે છે મારી હાલત છે કહેવા જેવી?

બે ત્રણ છોકરાઓ કહે છે અમે તને પાછળથી પકડી રાખીશુ. કમ ઓન બધા હસવા લાગે છે.

વીર સામે જોવે છે તે શ્યામ પાસે આવે છે. વીરના ખભા પર હાથ રાખે છે અને શ્યામ બધા સામે સ્ટેજ પર ઉભો રહે છે. વીરનો એક હાથ પકડેલો હોય છે. બધા જ શ્યામ શ્યામ એમ જોર જોરથી બોલવા લાગે છે. શ્યામ બોલવાનુ શરુ કરે છે.

રીસ્પેક્ટેડ સર અને રિસ્પેક્ટેડ પ્રિન્સીપલ મેડમ એન્ડ ઓલ સ્ટુડન્ટ

હુ સૌ પ્રથમ તો સરને થેન્ક્સ કહેવા માંગુ છુ, કેમકે એમણે મારો કાયમ ખ્યાલ રાખ્યો એમના પુત્રની જેમ જ મારી સંભાળ રાખી. આપ સૌએ પણ મારો ઉત્સાહ વધાર્યો. મિત્રો હું આજ બિમાર છુ એટલે નહિ પણ કાયમ મને એક દોસ્ત તરીકે મારી સંભાળ રાખનાર વીર અને મીરા તમને સ્પેશિયલ થેન્ક્સ કહુ છું. આ સાચા મિત્રોએ ત્યારે પણ સાથ આપ્યો છે જ્યારે પડાછાયાએ પણ સાથ છોડી દિધો હશે. એ લોકો બધી મુશ્કેલીમાં સાથે ઉભા રહેવા નથી બન્યા પણ મુશ્કેલી સામે દિવાલ બની ઉભા રહ્યા છે.

શ્યામ થોડિ વાર મૌન થઈ જાય છે એને ગળામાં ડુમો અને આંખોમાં આંસુ ભરાઈ જાય છે.

આજે એની વિદાય સમારંભમાં ગેરહાજરીનો મને અનુભવ થાય છે પણ કહેવાય છે ને સારા લોકોની બધાને જરૂર હોય છે એટલે એને પણ વિદાય સમારંભ પહેલા વિદાય આપવી પડી. એ પણ ઉપર બેઠો બેઠો આ સમારંભ જોતો હશે.

પ્રોફેસર સહિત બધા જ ની આંખોમાં આંસુ હોય છે. વીર શ્યામને પાણી આપે છે શ્યામ પાણી પી ને ફરીથી સ્વસ્થ થાય છે અને અંતમાં કહે છે કે મિત્રો કોલેજ માંથી છૂટા થયા એનો મતલબ એ નથી એ બધા સંબંધો છુટા પણ હું આપ સૌને કહુ છું કે, મારી જ્યારે પણ જ્યા જરૂર હશે આપના મિત્ર તરીકે ત્યા હુ આવી જઈશ.

હવે પછી ખબર નથી કોણ ક્યા જશે?

હવે તો આપણે મળીશુ એક્બીજા સંસ્મરણોમાં

જાણે સુકાયેલ ગુલાબ મળશે આપણી ડાયરીમા

થેન્ક્સ ઓલ.

બધા ઉભા થઈને તાળીઓનો ગડગડાટ કરે છે. પછી બધા નાસ્તો કરીને છુટા પડે છે.

હવે તો આમ તો કોઇ જ ટેન્શન હતુ નહિં. બહાર નિકળતા જ મીરા શ્યામને કહે છે, ચાલ આજ માઇન્ડ ફ્રેશ કરવા જઈએ.

શ્યામ કહે, ના મારે ઓફિસ જવાનુ છે. હુ નહિ આવુ.

મીરા કહે, બિમાર છો ને ક્યા ઓફિસ જવુ છે? આરામ કરને પછી જજે. ચાલ આપણે ક્યાંય બહાર જઈએ.

મીરાની ફોર વ્હિલમાં બેસીને બન્ને ડુમસના દરીયા કિનારે ફરવા જાય છે.

સુરત શહેર ના છેડે આવેલ દરિયા કિનારે જાણે સહેલાણી સુર્યને વિદાય આપવા ઉભા હોય એમ યુગલો તો ક્યાય મિત્રો બેઠા હતા. બાળકો દરિયાની માટિમાં રમતા હતા. ફેરિયાઓ ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ પર્યટન જેવુ વાતાવરણને સુર પુરાવતુ હતુ. દરિયાની લહેરો પવન કિનારા બાજુ ધકેલતી હોય એવો ઠંડો પવન લહેરાઇ રહ્યો હતો.

શ્યામ અને મીરા બન્ને પાણીમાં પગ ભીના કરતા હતા.

શ્યામ તારી દોસ્તી મને જીંદગીમાં મળેલી અનમોલ ભેટ છે, હંમેશાની જેમ શરુઆત મીરાથી જ થાય છે.

શ્યામ મીરાની જોયા વગર બોલે છે, હુ નિભાવુ તો છુ ને?

મીરા શ્યામને જોઇને જ બોલે છે, આપણી આ દોસ્તી અને નિકટતાને લોકો વધુ પડતી આગળ સમજે છે.

શ્યામ કહે,લોકોને જે સમજવુ હોય તે સમજે તુ ક્યારથી આવી બધી વાતો સાંભળવા લાગી.

મીરા છતા સવાલના મુડમાં જ હશે એટલે કહે છે, આગળ જતા આ દોસ્તી આગળ વધશે તો ?

શ્યામ વિષય બદલવા માંગતો હોય એમ મીરા આ બધુ સમયના હાથમાં છે, હાલમાં તો આપણે આપણુ ભાવિ ઉજ્જવળ કરવામાં યોગ્ય સમજદારી છે.

મીરા પણ એવુ જ વિચારતી હશે એટલે આગળ જવાબ આપી દે છે, તારી આજ ધગશ તને ખુબ આગળ લઇ જશે.

શ્યામના ગળા ફરતે બન્ને હાથ વીટાળીને કહે છે, બીજુ તને ખાસ કહેવુ છે તુ વધુ ભાવુક છે એટલે જ મારે તારી સાથે રહેવુ પડે છે. હવે તો કોલેજની જેમ સાથે તો નહિ જ રહુ.

આમ પ્રેમને ઓળઘોળ સંવાદો વચ્ચે સુર્ય આથમી જતા સહેલાણીઓ ધીરે ધીરે ઓછા થવા લાગે છે. મીરા અને શ્યામ જે જગ્યાએ બેઠા હોય ત્યા આજુબાજુ દુર દુર સુધી કોઇ જ દેખાતુ ન હતુ.

શ્યામ મીરા એક બીજાની એકદમ નજીક બેઠા હોય છે, શ્યામ મીરાને કહે છે, કાલથી હવે બિઝનેસ લાઇફ શરુ થશે. ખબર નહી હજી સંઘર્ષો અને અનેક પરિક્ષાઓનો સામનો કરવો પડશે. જેમ કોલેજમાં પરીક્ષા આપી એમ અનેક પરિક્ષાઓ હવે આપવી પડશે આ પરીક્ષા તો તૈયારી વગરની અને સિલેબર્સ બહારના પ્રશ્નોના જવાબ આપીને આપવાની હશે.

મીરા શ્યામના ખભા પર હાથ રાખીને મોં શ્યામના મોં પાસે લઈ જાય છે અને કહે છે, તારી દરેક પરિક્ષામાં હુ તારી સાથે જ છુ અને સાથે જ રહિશ આ મારૂ પ્રોમિશ છે.

શ્યામ માત્ર આંખો બંધ કરીને દરિયાનો શીતળ પવન અને એનાથી સુંદર મીરા ને સાંભળતો હતો.

મીરા ઘણુ બધુ બોલ્યા પછી કહે છે કે, શ્યામ તારી પહેલી પરિક્ષાની એડવાન્સમાં મદદ કરૂ છું એમ કહિને શ્યામના હોઠ પર હોઠ લગાવીને ઘણીવાર સુધી એકબીજાને માણતા રહ્યા.

શ્યામ થોડી વાર તો કઈ જ બોલ્યો જ નહિ માત્ર અને માત્ર નિહાળ્યા જ કર્યો. એના મનમાં હવે નવી શરૂઆત કરવાની જીજ્ઞાસા હતી. જો આમ જ સાથ મળશે તો દુનીયાના કોઇ પણ તોફાનનો સામનો કરવાની તૈયારી પણ હતી.

મીરા શ્યામના વાંકડીયા વાળમાં હાથ ફેરવતા કહે છે, શુ સામે જોવે છે, મારો આટલો અધિકાર પણ નથી?

શ્યામ મજાકના મુડમાં જ કહે છે, તુ મને આવી આદત પાડિ દઈશ તો પછી હુ રોજ કોની પાસે શુભેરછા લેવા જઈશ?

હવે બસ બહુ થયુ બોલવામાં તો એક્સપર્ટ છે, મીરા કહે છે

બન્ને સારા હોટેલમાં જમીને પોતપોતાના ઘરે નિકળી ગયા.