ફરી મળીશુ - પ્રકરણ-7 Vijay Khunt Alagari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મળીશુ - પ્રકરણ-7

સુદિપની આત્મહત્યાથી શ્યામને આઘાત

શ્યામ નિયમિત તો સાંજે જોબ પરથી ઘરે જાય. જમીને પોતાની બુક્સ લઈ ઘરના ટેરેસ પર વાંચવા જાય અથવા તો લાઇબ્રેરીમાં જાય.

આજે કઈક અલગ મુડ હતુ એટલે લાઇબ્રેરી જવાનુ ટાળીને ટેરેસ પર તેના કઝીન તથા માસા અને માસી સાથે વાતમાં લાગી જાય છે. કદાચ એવુ જ વિચારતો હશે કે આજ દિવસનુ જે બન્યુ એ ભુલાઇ જાય છે.

શ્યામના માસી પુછે કે કેવુ ચાલે છે સ્ટડી ? કેવી તૈયારી છે ?

સારું ચાલે છે હમણાં પરીક્ષા છે. એટલે પૂરી થાય એટલે એક ચિંતા પુરી શ્યામ જવાબ આપે છે

માસી પાસે થોડી વાર બેઠો પણ આજ મન લાગતુ જ નથી.

સુદિપનો ફોન આવે છે, શ્યામ બધા વચ્ચેથી ઉભો થઈ દુર ચાલ્યો જાય છે.

સુદિપ રડતો હતો. શ્યામને એને શાંત પાડતા કહે છે, શુ થયુ સુદિપ?

એક ક્ષણમાં બધુ શુન્ય થઇ ગયુ શ્યામ

સુદિપ પણ થયુ છે શુ? એ તો કે?

ટીનાને આજે મે બીજા છોકરા સાથે જોઇ. મે એની પાછળ મારૂ બધુ ખર્ચી નાખ્યુ. મારા શ્યામ જેવા દોસ્તને ખોઇ નાખ્યો. બધુ પુરુ થઇ ગયુ શ્યામ

જો સુદિપ કોઇ ખોવાયુ નથી. હુ તારી સાથે જ છુ. તુ મારો ભાઇ જ છો અને તને એની ખબર પડી ગઈ એ સારી વાત છે. આપણી પાસે ઘણો જ સમય છે. આપણે નવી શરુઆત કરીએ. આમ પણ તારો દોષ નથી. પ્લીઝ રડવાનુ બંધ કર. કાલે સવારે મળીએ.

સોરી શ્યામ હવે બધુ ખતમ થઇ ગયુ. એમ કહિને ફોન કટ કરી નાખ્યો.

હજી એ ફોન કટ કર્યો ત્યા મીરાનો ફોન આવ્યો.

બોલ મીરા

એ જ પુછવા કોલ કરેલો કે શુ કરે છે મિસ્ટર પરફેક્ટ?

કઈ જ નહિ વાંચતો હતો પણ આજ મન લાગતુ જ નથી ખબર નહિ કેમ?

અરે શુ થયુ કેમ મન નથી લાગતુ ? હવે તો બધુ બરાબર થઈ ગયુ છે.

મને એવુ લાગે છે કે બરાબર નથી થયુ.

અરે શુ યાર તુ પણ ? તુ વધુ પડતો સેન્સેટીવ છે. તુ આરામ કર આમ પણ તારે ક્યા વાંચવાની જરૂર છે.

હા એ તો છે પણ મીરા આજ ખુલા આકાશ નીચે બેઠો છુ. લોકો ખરતા તારા જોઇ પોતાની વિશ માંગે છે પણ લોકોને ખરતા તારાની સાથે લાખો વર્ષોથી આકાશ સાથે બનેલો સંબંધ છોડી દે છે, ત્યારે એ તારો પોતાની જાતને ખતમ કરી નાખતો હશે. એ ક્યારેય વિશ માંગનારને નથી દેખાતુ. મીરા આજે ખબર નહિ પણ કુદરત કઈક રમત રમે છે.

અરે શ્યામ તુ એવુ શુ કામ વિચારી મગજ બગાડે છે? ડિઅર તુ સુઇ જા પ્લિઝ. કાલે કોલેજ આવજે. સવારે આપણે ક્યાક બહાર જઈશુ.

ઓકે હુ આવીશ, તુ શુ કરે છે?

હુ પણ વાંચીને થાકિ એટલે સુઇ જવાનુ વિચારતી હતી પણ એ પહેલા તારો વિચાર તારો આવતો હતો એટલે તને યાદ કર્યો. કઈ નહી તુ ખુશ રહે તો, હુ પણ ખુશ જ રહીશ, રીમાઇન્ડ ઇટ ગુડનાઇટ

ઓકે બાય ગુડનાઇટ

શ્યામ આજ જલ્દી સુવા માટે જાય છે. પથારીમાં પડખા ફરે છે પણ ઉંઘ તો આવતી જ નથી. સવાર પડી જાય છે રોજના ક્રમ મુજબ જલ્દી જાગીને માર્શલ આર્ટ કલાસમાં જાય છે. ત્યાથી આવી ન્હાઇને નાસ્તો કરી કોલેજ જવા નિકળે છે.

કોલેજમાં પણ પહેલેથી જ ગેટ પર મીરા આવીને ઉભી રહી ગઈ હતી.

શ્યામ મીરાને જોઇને કહે છે, તુ તો ક્યારની આવી ગઈ લાગે છે.

મીરા કહે, મારો પરફેક્ટ ટેન્શનમાં હોઇ તો પછી શુ કરવુ? મોં પર ગુસ્સો લાવી કહે છે શુ છે આ બધુ? શુ કામ ચિંતા કરે છે તુ? શ્યામ કઈ જ ન થાય અને જે થવાનુ છે એને હુ કે તુ કોઇ રોકી જ નહિ શકીએ.

વીર પણ આ બન્નેને શોધતો શોધતો આવે છે અને શ્યામને કહે છે આજ સવારે એકવાર વાત થઈ સુદિપ જોડે એમ કેતો હતો કે, હવે આપણે નહિ મળીએ અને પછી કોલ રિસિવ જ નથી કરતો.

શ્યામ પોતાના ફોનમાંથી પણ ત્રણ ચાર કોલ કરે છે, પણ સુદિપ ઉઠાવતો જ નથી.

શ્યામ કહે છે, એ તો આવશે જ કોલેજ. ફોન મુકીને ક્યાય ગયો હશે એટલે નહિ ઉઠાવતો હોય. કાલે સાંજે મારે વાત થઈ ત્યારે પણ રડતો હતો. બધા ક્લાસમાં બેસીને બધા તૈયારી કરતા હતા. બપોરના લગભગ ૧૨ વાગ્યા હશે. બધા જ શાંતિથી પોતાનુ કામ કરવામાં પ્રેક્ટીકલ લેબમાં તલ્લીન હતા ક્લાસમાં એકદમ શાંત વાતાવરણ હતુ.

શ્યામના ફોનમાં ફોન આવે છે,

સામેથી બોલે છે, શ્યામ કહે છે હા હુ જ શ્યામ બોલુ છુ

અને શ્યામ ફોનમાં વાત કરતા કરતા જ આંખમાંથી આંસુઓના ધોધ છુટી પડે છે. બધા જ દોડતા શ્યામ પાસે આવે છે.

શ્યામ કઈ જ બોલતો નથી. માત્રઆંખમાં આસુઓ આવ્યા જ કરે છે.

વીર શ્યામને પાણી આપતા કહે છે, લે પાણી પી અને બોલ શુ થયુ ?

શ્યામ રડતા રડતા કહે છે કે, પોલીસ સ્ટેશનમાંથી ફોન હતો કે, સુદિપે આત્મહત્યા કરી લીધી છે.

બધાની આંખમાં આસુ આવી જાય છે

શુ સુદિપે આવુ પગલુ ભર્યુ? તુ સાચુ કહે છે ને શ્યામ? વીર પુછે છે

હા અને અત્યારે આપણને પોલીસ સ્ટેશન બોલાવે છે કેમ કે છેલ્લે મે એને ફોન કર્યા હતા.

અને બધા પોલીસ સ્ટેશન જવા નીકળે છે.

શ્યામ પોલીસ સ્ટેશનમાં જઈને કહે છે. સાહેબ હમણા ફોન કરેલો ક્યા છે સુદિપ?

પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તોછડાઈ થી કહે છે, તુ જ છો એમને ? બોલ શુ કહેલુ તે? એ કેમ તાપીમાં પડયો?

શ્યામ તો સામે જવાબ દઈ શકે એવી પોઝિશનમાં નથી પણ, મીરાનો મગજ સાતમા આસમાને પહોચી ગયો એને તો પોતાની વગની તો ખબર જ હતી એટલે કહે છે, હેલ્લો વિચારીને બોલો સીધો આરોપ કઈ રીતે લગાવી શકો તમે?

કોન્સ્ટેબલ કહે, છેલ્લા મિસ્ડ કોલ શ્યામના જ હતા.

મીરા કહે તો શુ એ જ આરોપી હોય એવુ? તમારામા કોઇ સેન્સ જેવુ છે કે નહિ કોઇને શાંત્વના ના આપી શકો તો કહિ નહિ પણ તેની ઉપર આવા આરોપ લગાડો છો. તમારા જેવાને લીધે જ આખો પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે.

કોન્ટેબલ કોલેજીયન સમજી રોફ દેખાડવા ગયો પણ હવે થોડો ગભરાઇ ગયો એટલે એટલુ બોલ્યો કે, તમે ફરજમાં રુકાવટ કરો છો. એ ગુનામાં ફિટ કરી દઈશ.

મીરા પણ લડી લેવાના મુડમાં હતી એટલે વધુ ઉગ્ર થઈને બોલી મને કાયદાનો ડર ના દેખાડતા નહિ બાકિ તો હુ કમિશ્નરને ફોન લગાવુ છુ. તને તારી ઓકાત દેખાડી દઇશ.

પીએસઆઈ આ બધુ સાંભળી બહાર આવે છે અને કોન્સ્ટેબલ ને કહે છે, વસાવા તને જેટલુ કામ સોપવામાં આવે એટલુ જ કર વધુ પડતી શુ કામ ડહાપણ ગીરી કરે છે?

પીએસઆઇ શ્યામ પાસે આવીને કહે છે, શ્યામ કોણ છે?

શ્યામ કહે છે, હુ છુ સર

પીએસઆઇ બધાને અંદર બોલાવે છે.

શ્યામની આંખોમાંથી આંસુ સુકાતા જ ન હતા

ઓફિસરને પહેલી નજરમાં જ ખ્યાલ આવી જ જાય કે ક્યા ગુનામાં કેટલા અંશે સંડોવણી હોય? શ્યામને જોતા જ બધો ખ્યાલ આવી ગયો હતો

એટલે પીએસઆઇ પણ નરમ વલણ અપનાવતા કહે છે, જો શ્યામ છેલ્લા કોલ તારા હતા એટલે તારે જવાબ ભરવાની ફોર્માલીટીઝ કરવી પડશે.

શ્યામની આંખોમાં હજુ પણ આંસુ આવે છે એ કહે છે કે, સાહેબ મારે સુદિપને જોવો છે.

હા દોસ્ત આપણે હમણા એની પાસે પણ જઈશુ. જો તુ માનસીક રીતે તૈયાર ન હોય તો તુ પછી આવીને જવાબ ભરી જજે.

શ્યામ હાથ જોડિને કહે છે, થેન્ક્સ સર હુ પછી આવીને જ ફોર્માલીટીઝ પુરી કરીશ. હાલમાં હુ કોઇ જ જવાબ નહિ આપી શકુ બસ મારે એને જોવો છે.

ઓકે ચલો હુ તમારી સાથે આવુ છું. મારી ગાડિની પાછળ ગાડી લઈને આવો.

પોલીસની જીપ્સી અને પાછળ મીરાની ગાડિ તાપી નદિના કિનારે પહોચે છે. થોડે દુર લોકોનુ ટોળુ દેખાતુ હતુ. શ્યામની આંખો એક સેકન્ડ પણ સુકાઇ ન હતી.

પીએસઆઇ આગળ અને શ્યામ અને તેના મિત્રો પાછળ નદિ કિનારે પહોચે છે. તાપીના કિનારા પર સફેદ કપડામાં લાશ ઢાકેલી હોય છે. થોડે દુર સ્થાનીક માછીમારો પણ ઉભા હોય છે. શ્યામ દોડિતો સુદિપના મૃતદેહ પાસે પહોચે છે એ સુદિપને ભેટીને ખુબ જ રડે છે. વાતાવરણ પણ ખુબ જ ગમગિન હતુ. શ્યામનું હૈયાફાટ રૂદનથી કઠણ હ્દયને પણ પીગાળી દે એવુ હતુ. બધા મિત્રો પણ સુદિપને જોઇ પોતાના આંસુ રોકી નથી શકતા.

થોડીવારમાં પ્રોફેસર અને કોલેજના પ્રિન્સીપલ સહિત બધા ત્યા પહોચી જાય છે. સર શ્યામને તેની પાસેથી ઉભો કરીને પાણી આપે છે અને શાંત્વના આપે છે. ડેડ બોડી ત્યાંથી લઈ જવામાં આવે છે. સુદિપની અંતિમયાત્રામાં આખી કોલેજ જોડાઇ છે. અંતિમ સંસ્કાર આપીને સૌ પોતાના ઘરે નીકળે છે. વીર શ્યામને ઘર સુધી મુકવા આવે છે. આંખો દિવસ રડવાને કારણે ઘરે શ્યામ થોડો હળવો થઇ ગયો હતો અને જેવો પથારી પડ્યો એટલે તરત જ ઉંઘ આવી જાય છે.

બીજે દિવસે કોલેજમાં સુદિપને શ્રધ્ધાંજલી આપવા એક દિવસ સ્વૈરછીક કોલેજ બંધ રાખવામાં આવે છે.

શ્યામ સવારમાં જાગીને ન્હાયને ઘરની બહાર નીકળે છે, ત્યા જ વીરનો ફોન આવે છે કે, આજે કોલેજમાં રજા છે. તુ બસમાં સ્ટેશન આવી જા. હુ પણ આવવાનો છુ.

શ્યામ સ્ટેશન જાય છે. શ્યામ પાસે બાઇક પણ હતી. શ્યામનો સ્વભાવ અને મિત્રોને કોઇ દિવસ નાનપ ન લાગે એટલે મોટાભાગે જ્યારે ઓફિસમાં જોબ પર ન જવાનુ હોય તો તે પણ બસમાં જ આવતો. એ તેમને ગમતુ.આજ તો આમ પણ મન જ ન હતુ એટલે ઓટો રીક્ષામાં સ્ટેશન સુધી પહોચી જાય છે. વીર પણ પહોચી ગયો હોય છે. બન્ને કોલેજ તરફ જાય છે, પણ કોઇ કઈ જ બોલતુ નથી. બસમાં બેઠો હતો અને અચાનક જ યાદ આવી જાય છે કે, એક વખત સુદિપ બસમાં શ્યામની જગ્યા રાખે. કોઇ પણ આવે તો પણ ન બેસવા દે. એકવાર તો કોઇક વૃધ્ધ વ્યક્તિ આવ્યા તો સુદિપ પોતાની જગ્યાએ બેસાડી દિધા પણ શ્યામની જગ્યા તો રાખે જ. આ બધી ક્ષણો તાજી થતા શ્યામની આંખો આંસુથી ભરાઈ ગઈ.

વીર શ્યામના ખભા પર હાથ મુક્યો, સંભાળ શ્યામ તારી જાતને સંભાળ. આ આંસુઓ એમ નથી વહેવા દેવાના. સુદિપ પણ તને જોઇને દુઃખી થતો હશે.

કોલેજ આવતા બન્ને ઉતરે છે. મીરાને વીર એ કોલ કરી દિધો હતો એટલે એ પણ આવી જ ગઈ હોય છે.બસમાંથી ઉતરીને બન્ને મીરા પાસે જાય છે.

શ્યામ કહે છે, મીરા મે તને કિધુ હતુ ને કે ઉપર વાળો મને દગો દેશે સાચુ હતુ ને ?

મીરા માત્ર હકારમાં જવાબ આપીને શ્યામનો હાથ પકડીને કહે છે, શ્યામ અમને ખબર છે તારા માટે ભુલવુ અઘરૂ છે પણ સુદિપને ઉપર જઈ તારી ઉપર પણ પ્રાઉડ ફિલ થતુ હશે. તે સુદિપને એક વર્ષમાં સો વર્ષની ખુશી અને એને પરિવાર પણ આપ્યો હતો. આવો ફ્રેન્ડ તો કોઇ નસીબદાર હોઇ એને જ મળે.

મીરા એ બદનસીબદાર પણ મારી જેવો કોઇક જ હશે કે મારી પાછળ એટલો પાગલ થઈ જાય કે એને એનો જીવ આપવો પડે, શ્યામ બોલ્યો.

વીર કહે છે,ના શ્યામ તુ તારી જાતને એમા દોષ ન આપ તે તો, એને જાહેરમાં બધાની વચ્ચે માફી પણ આપી દિધેલી. એ તો બધાને ખબર છે.

ટીના ત્યાંથી જ પસાર છે એને જોઈને બધા ઉકળી ઉઠ્યા હતા. શ્યામનો ગુસ્સો સાતમા આસમાને હતો. એ સીધો ટીના સામે જ ઘસી જાય છે અને કહે છે, તને ભગવાન આની સજા આપશે જ

ટીના પાસે બોલવા શબ્દો જ ન હતા માંડ એટલું બોલે છે કે મને નહોતી ખબર કે એ આવું કરશે.

શ્યામ ઉગ્રતા સાથે જ કહે છે કે મને તો ખબર જ હતી કે તું આવું જ કરીશ. એ સ્ત્રી તરીકે તો કમસેકમ શરમ આવવી જોઈએ. પોતાના અંગમાંથી જીવ છૂટો પાડનાર અને અંતિમ શ્વાસ પોતાના સંતાનોનું હિત ઇરછનાર માં પણ સ્ત્રી છે

અને જિંદગીભર અડધું અંગ બનીને રહેનાર પત્નિ પણ સ્ત્રી છે આટલી મહત્તા ધરાવતું પાત્ર તેની પર વિશ્વાસ મુકતા પહેલા એક ક્ષણ ખચકાટ અનુભવ થશે તો એની પાછળનું કારણ તારી જેવા કલંકિત વ્યક્તિ છે. તારી જેવી સ્વાર્થી વ્યક્તિને લીધે સાચા પ્રેમીઓ પણ ખચકાટ અનુભવે છે.તને હુ જે કહુ છુ એ આજે નહિ સમજાય. જ્યારે તુ કોઇની પત્નિ કે મા બનીશ ત્યારે બધુ જ યાદ આવશે.

વીરુ શ્યામને અટકાવતા કહે છે, શુ કામ તુ એની એ જ વાત પણ મનમાં રાખીને તારૂ મગજ બગાડે છે?

મીરા કહે, હા સાચી વાત છે, હુ ને પપ્પા સવારમાં પોલિસ સ્ટેશન ગયા હતા.

પીએસઆઈ એ કહ્યુ કે, હવે કોઇને પોલીસ સ્ટેશન આવવુ નહિ પડે. એના ઘરમાંથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે.

શ્યામ એકદમ ચોકિ ઉઠે છે અને કહે છે શુ? સ્યુસાઈટ નોટ. મને તો કઈ જ સમજ નથી પડતી.

મીરા કહે, સાચુ કહુ તો આપણે પરિક્ષાની તૈયારી કરવી જોઇએ શ્યામ. હવે તુ આ બધુ મગજમાં લઈને ઉંધુ ઉંધુ વિચારવાનુ બંધ કરી દે.

વીર કહે, ચાલ મારા ઘરે આપણે આખો દિવસ તૈયારી કરીશુ અને તને પણ કંપની મળી રહેશે.

મીરા પણ એના ઘરે આવવાનુ કહે છે પણ શ્યામ કહે છે, ના ના વાંધો નહિ હુ મારી જોબ પર જાઉ છુ. આઇ વીલ મેનેજ ઇટ. આમ પણ વાંચવા મન લાગશે નહિ એના કરતા થોડુ કામ કરૂ તો સારુ. મારુ મન પણ થોડુ ડાઇવર્ટ થશે.

બધા છુટા પડે છે, મીરા અને વીર પોતાના ઘરે જાય છે અને શ્યામ પોતાની ઓફિસમાં જાય છે. ત્યા થોડીવાર કામ કરે છે પણ, મન નથી લાગતુ તો, ત્યા પડેલા મેગેઝીન વાંચે છે. જોબ પરથી પણ તબિયત સારી નથી એમ કહીને નીકળી જાય છે.મીરાને પણ આખો દિવસ ઘરમાં મન નથી લાગતુ. થોડીવાર વાંચવાનુ શરૂ કરે પણ બનેલી ઘટના વારંવાર મનને ખલેલ પહોચાડયા કરે. પોતાની સામે દ્રશ્યો સર્જાયા શ્યામ જે રીતે હૈયાફાટ રૂદન કરતો હતો અને જે રીતે શ્યામની માફિ માગવા સુદિપ આવ્યો. આ બધુ એ પ્રકરણ આરંભ અને દુઃખદ અંત આ બધુ તેના મનને અસ્થિર કરવા પુરતુ હતુ. આમ પણ આ બધુ શ્યામ સાથે જોડાયેલુ હતુ એટલે તેની સાથે જોડાઇ એ સ્વાભાવિક હતુ.

અચાનક જ યાદ આવ્યુ હોય એમ શ્યામને કોલ કરે છે પુછે છે ક્યા છે શ્યામ?

શ્યામ કહે, હુ લાઇબ્રેરીમાં વાંચવા બેઠો હતો પણ મન લાગતુ ન હતુ એટલે અત્યારે કોલેજ તરફ આવુ છુ.શ્યામ એમ કહિને ફોન મુકી દે છે.

મીરા પણ એવુ જ વિચારે છે કે કોલેજ તરફ આવતો હોય તો કોલ કરશે એટલે હુ ત્યા પહોચી જઈશ.

શ્યામ કોલેજ આવીને કોલેજની કેન્ટીનમાં આવે છે, જ્યા ખુબ જ મસ્તી કરતા એ બધી પળ નજર સામે દરીયાના મોજાની જેમ ઉછળતી આવે છે. આજે કોલેજમાં રજા છે એટલે કેન્ટિનમાં એકદમ નહિવત અવર જવર હોય છે. શ્યામ કેન્ટીનની બહાર મુકેલા ટેબલ બેઠો હતો. થોડી વારમાં વરસાદ ચાલુ થઈ જાય છે. શ્યામને જાણે પલળવાની કોઇ ફિકર ન હોય એમ વરસાદમાં ભિંજાયા જ કરે છે, કહી જ બોલ્યા વગર બસ પોતાની યાદો ને વાગોળ્યા જ કરે છે.

એવી રીતે કોઇ દોસ્તને છોડીને જાય?

ભુલ તો સૌથી થાય જ પણ આવી રીતે એકલા મુકિ જાય ખરૂ?

એ તો એવી વાત કરતો કે, મારા લગ્ન થાય એટલે બધે જ તારે હાજર રહેવુ પડશે. એક મોટાભાઇ તરીકેની તમામ જવાબદારી તારે નિભાવવી પડશે.હુ એમ પણ કેતો કે તારા લગ્ન તારે નહિ મારે નક્કિ કરવાના હોય કેમ કે, હુ તારો વડીલ છુ. એમ કરીને બન્ને હસતા હતા.

મે એને વારંવાર કિધુ પણ સિગરેટ મુકવાનુ નામ ન લેતો. એક દિવસ એ સિગરેટ પીતો હતો. મે સગળતી સિગરેટ મારા હાથ લીધી. મારા હાથ પણ દાઝ્યો. આ જોઇ એ ભાવુક થઈ ગયો હતો.

એ દિવસે એ ખુબ રડયો પણ ત્યારથી ક્યારેય સિગરેટને હાથ પણ ન લગાડ્યો.

ખબર નહિ આ પ્રેમ આ લાગણી ક્યાથી જન્મી હશે? શુ કોઇ પ્રત્યે આવી લાગણીના બંધન છે, એ જુદા થવા જ હોય છે. આવો હોય છે કુદરતનો નિયમ આવા અનેક વિચારોનો મહાસાગર ઉમટ્યો હતો.

વરસાદ પણ જાણે એના દુઃખમાં સહભાગી થવાનો હોય એમ ધોધમાર વરસ્યા જ કરતો હતો. શ્યામ તો જાણે મુર્તિ હોય એમ વરસાદમાં ભીંજાયા જ કર્યો ૩ કલાક જેવુ થઈ ગયુ.

મીરા ઘરે હતી તેને થયુ કે, શ્યામ કોલેજ પર આવ્યો હશે અને મીરાને કોલેજ અને ઘરનો રસ્તો દસ જ મીનીટનો હતો. એ કોલેજ આવી અને કેન્ટીન તરફ નજર કરી ત્યા તો શ્યામ બેઠો હતો વરસાદમાં.

જલ્દીથી મીરા પોતાની ગાડીમાંથી બહાર નિકળી અને શ્યામ પાસે ગઈ અને શ્યામને કહેવા લાગી શ્યામ તુ પાગલ છે? વરસાદમાં પલળે છે બિમાર પડીશ.

શ્યામ તો જબકી ગયો તેના વિચારમાંથી બહાર નિકળી આજુબાજુના વાતાવરણનો જાણે અહેસાસ થયો.

અરે મીરા તુ અહિ કેમ આવી?

મીરા શ્યામનો હાથ પકડીને કેન્ટીનમાં અંદર લઈ જાય છે. શ્યામની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. શ્યામમાં અશક્તિનો અહેસાસ થતો હતો.મીરા શ્યામના માથા પર અડકે છે અને કહે છે, શ્યામ તુ તો ખુબ જ ગરમ છે તને તાવ આવી ગયો લાગે છે.

શ્યામ કહે, ના ના એવુ કહી જ નથી. હુ બરાબર જ છુ.

મીરા રડવા જેવી થઈ જાય છે અને બન્ને હાથ શ્યામના ખભા પર રાખીને કહે છે, શ્યામ તને શુ થઈ ગયુ છે? તુ કેમ આમ કરે છે? શ્યામ છો તુ શ્યામ, તારા રસ્તે ચાલવા વાળા આખી સેના તૈયાર કરી અને હવે તુ કેમ અટકિ રહ્યો છો. શ્યામ તારે તારા આઘાતમાંથી બહાર આવવુ જ પડશે.

શ્યામની આંખોમાં આંસુ આવી જાય છે અને કહે છે, મીરા હુ નથી ભુલી શક્તો એ ક્ષણો. હુ લાખ કોશિષ કરૂ છતા પણ એની લાગણી અને એનો વ્હાલ મારી નજર સામે જીવંત થઈ જાય છે.

મીરા કહે, શ્યામ તારે એને ભુલવુ પડશે. બે દિવસ રહી આવતી પરિક્ષા તારુ જીવન ઘડતર નક્કિ કરશે. તારા સપના અને તારા પરિવારના સપના તારે પુરા કરવાના છે. તારા દુઃખ કરતા તારૂ લક્ષ્ય મોટુ છે. તારી હાલત તો જો કેવી બનાવી છે? વરસાદમાં આટલો શુ કામ ભીંજાય છે ? તારી જાતને શુ કામ સજા દે છે ?

શ્યામ કહે, હુ અત્યારે એક પણ પરિસ્થિતિનો સામનો નહિ કરિ શકુ એટલો ડિપ્રેશનમાં છું.

મીરા શ્યામના ગાલ પર બન્ને હાથ રાખીને કહે છે,શ્યામ તે તારા મિત્રને ખોયો. મારી પણ એની સાથે લાગણી જોડાયેલ હતી જ પણ, હુ મારા શ્યામને દુઃખી નથી જોઇ શક્તિ. મારા શ્યામને કઈ પણ થાય એ નથી સહન કરી શકતી. પ્લીઝ શ્યામ પ્લીઝ

શ્યામની આંખોમાંથી આંસુ આવતા હતા. ધીરે ધીરે આંખો બંધ થતી જાય છે અને શ્યામ બેહોશ જેવી હાલતમાં જ બેસી પડે છે.

મીરા માત્ર શ્યામ શ્યામ બોલે છે, પણ શ્યામ તો બેહોશ થઈ ગયો હતો.

હોટલમાં બેઠેલા બીજા છોકરાઓની મદદથી મીરા પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલમાં એડમીટ કરે છે.

મીરા વીર ને પણ કોલ કરી દે છે. મીરાએ શ્યામના ઘરે ફોન કરીને જાણ કરી દિધી હોય છે. શ્યામના માસા અને માસી પણ હોસ્પિટલ આવી જાય છે. બે ત્રણ કલાક સતત સારવાર ચાલુ રહે છે.

સાંજ પડતા જ વીર તેના માસા માસીને કહે છે, તમે હવે ઘરે જાઓ હુ અહી છુ જ. કાલે રજા આપી દેશે તો અમે મુકિ જઈશુ. એવુ હશે તો તમને કોલ કરીશુ. શ્યામના માસા અને માસી ઘરે જવા નિકળે છે.

શ્યામના માસા માસી વિચાર કરે છે કે શ્યામ ઘરે ઓછી વાતચીત કરે ઓછુ બોલે પણ તેણે તો અહિ પણ એક પરિવાર જેવો માહોલ બનાવ્યો છે. તેના મિત્રો સતત ખડે પગે ઉભા છે. બધા પોતાના પરિવારનો સભ્ય હોય પોતાનો ભાઇ હોય એમ જ દોડાદોડી કરતા હતા. માસા માસીએ મીરાની પણ ખાસ નોંધ એટલે લીધી કેમ કે દરેક સમયે એ શ્યામની પાસે જ બેઠેલી હોય છે પણ આ સમયે તેની સાથે કે અન્ય કોઇ સાથે ચર્ચા કરવી તેમને યોગ્ય ન લાગી એટલે કઈ પુછ્યુ નહિ.

શ્યામ બીજે દિવસે ભાનમાં આવે છે.બધા બહાર બેઠા હોય છે અને શ્યામને રાત્રે વધુ પડતો તાવ હોવાથી સ્પેશિયલ વોર્ડમાં એડમીટ કર્યો હોય છે.

ડોકટર ત્યાથી નિકળે છે, મીરા અને વીર ડોક્ટરને ઉભા રાખીને પુછે છે, કેમ છે તબિયત હવે ?

ડૉક્ટર કહે છે, હવે કોઇ ચિંતા નથી પણ મગજ પર ખુબ જ મોટા આઘાતને કારણે આવુ થઈ ગયુ હતુ અને સવારથી કઈ પણ જમ્યો હતો એટલે અશક્તિ આવી ગઈ અને તાવ જલ્દી હાવી થઇ ગયો હતો પણ હવે પ્રોબ્લેમ નથી. સાંજે જ તમને રજા આપી દઈશુ. અત્યારે મળવુ હોઈ તો મળી શકો છો. બધા જ અંદર જાય છે. શ્યામ હજી સુતો જ હોય છે. ધીરે ધીરે આંખો ખોલવા પ્રયત્ન કરતો હતો.તે એક એસી રૂમમાં સુતો હતો. તેના હાથમાં બાટલા ચડતા હતા. આજુબાજુની પરિસ્થિતી પામી ગયો હતો. રુમમાં વીર, મીરા, બીજા મિત્રો આવતા દેખાયા એટલે વધુ સચેત થયો.

વીર સામે ઉભો રહીને કહે છે, હિરો ઓળખાણ પડે છે ને? શ્યામ હસતો હસતો એની સામે જોવે છે અને કહે છે,હા હુ કાઈ એટલો બધો બિમાર નથી.

મીરા અંદર આવી ને શ્યામ પાસે આવે છે અને શ્યામ સુતો હોય છે, ત્યા જઈને ગાલ પર ધીરે ધીરે જ બે ત્રણ થપ્પડ મારે છે અને રડવા લાગે છે.

શ્યામ પથારીમાં જ બેઠો થયો અને તેનો હાથ પકડીને પલંગ તરફ ખેચીને કહ્યુ અરે પણ શુ થયુ? કેમ આટલી બધી નારાજ છે ? કઈક તો બોલ ?

મીરા પોતાની હૈયા વરાળ કાઢવા લાગે છે, મે તને કિધુ હતુ ને કે મારે મારો શ્યામ સલામત જોઇએ છીએ. તને મારી કઈ પડી જ નથી.

વીરની સામે જોઇને કહે છે, ડોક્ટરે શુ કિધુ ખબર છે ને? સવારથી કઈ ખાધુ જ ન હતુ? શુ કામ આવુ કરે છે, આ પાગલ ?

શુ આ બધુ જોઇને તારો સુદિપ ખુશ થતો હશે? તુ એને પણ રડાવે છે. એ તો કાયમ તને ખુશ જોવા માંગતો હતો. તુ ખુબ આગળ જા, એ જ એની ઇરછા હતી.

વીર વચ્ચે બોલતા કહે છે, મીરા ઇ બધુય હાસુ પણ આ હોસ્પિટલ સે એટલે હાથ ઢીલો રાખ તો હારુ અને હજી તારા લાફા ખમી શકે એટલો મજબુત નથી થયો

શ્યામ વચ્ચે બોલ્યો, યુ આર રાઇટ વીરૂ, ડોક્ટર પણ દવા ત્રણ ટાઇમ આપે આ તો, એક દિવસમાં આખો ડોઝ આપી દેશે. ખબર નહિ શુ વિચારતી હશે?

વીર હસતા હસતા બોલ્યો, ડોઝની જરુર જ છે તારે, હવે આપજે મીરા.

વાતો કરતા કરતા સાંજ પડી ગઇ. સાંજે ડોક્ટરે રજા આપી. બિલ ચુકવવા સમયે મીરા કાઉન્ટર જઈ બિલ બનાવવા કહે છે. સામેથી જવાબ મળ્યો બિલ બનાવવાનુ નથી.શ્યામનો મેડિક્લેમ છે.

સાંજે રજા આપતા મીરા પોતાની ગાડી લઈને ઘરે મુકવા આવે છે જતા જતા મીરા કહે છે, શ્યામ પરમ દિવસથી પરિક્ષા ચાલુ થાય છે. પ્લીઝ તુ તારે ત્યા સુધીમાં સ્વસ્થ થઈ જવાનુ છે.

શ્યામ કહે, મીરા મારી પરિક્ષા તો, ક્યારની ચાલુ થઈ ગઈ છે, પણ તારો અને આ બધાનો સાથ એટલો મજબુત છે કે તૈયારી વગરની પરિક્ષાને પાસ કરી દિધી તો આતો પુર્વ તૈયારી વાળી છે. જેને હુ પાસ કરી જઇશ.

મીરા ઘરની નીચેથી જ જતી હોય છે,વીર પણ સાથે હોય છે. છતા મીરાની પાસે જઈને કહે છે, મીરા તને મારા માટે ઇશ્વરે મોકલી છે. થેન્ક્સ અ લોટ, મીરાના મોં પર માત્ર અને માત્ર હાસ્ય જ હોય છે.

બીજે દિવસે શ્યામ આખો દિવસ આરામ કરે છે. મીરા દર બે ત્રણ કલાકે તબિયત પુછે છે. બે વાર ડોકટરને પણ તપાસ કરાવી આવ્યા કેમકે પછીના દિવસે સવારમાં જ એક્ઝામ શરુ થવાની હોય છે. સવારમાં રોજના નિયમ પ્રમાણે શ્યામ જાગીને તૈયાર થઈને એક્ઝામ માટે ઘરેથી નિકળે છે.આજ એકદમ સિમ્પલ કપડા વાઇટ શર્ટ અને ખાખી જીન્સ પહેરીને નિકળ્યો હતો. આમ પણ એને સિમ્પલ રહેવાનુ વધુ ગમતુ તેનુ વ્યકિતત્વ અને તેનો સ્વભાવ, બોડી લેન્ગ્વેઝ તેની સુંદરતા હતી એમ કહે કે જે વ્યક્તિ ફેશનેબલ હોય એને એનો પોતાનો ભાર લાગે. એની પોતાની ચિંતા હોય પણ સિમ્પલ હોય એ બિન્દાસ્ત હોય અને મીરાનુ પણ એવુ જ હતુ એટલે જ કદાચ બન્નેની જોડી જામી ગઇ હશે.

બધા જ કોલેજ પહોચી જાય છે. મીરા,વીર,નિષ્ઠા, બધા જ બેઠા હોય છે. બધા શ્યામની તબિયત પુછે છે. એક્ઝામની અડધા કલાકનો સમય હોય છે. ત્યા જ શ્યામને ઉલ્ટી થવા લાગે છે. થોડી જ વારમાં અર્ધ બેહોશ હાલત થઈ જાય છે. ઇમરજન્સી ડોક્ટરને બોલાવવામાં આવે છે. ડોકટર ઇન્જેક્શન અને દવા આપે છે. છતા સારૂ થાય એવુ લાગતુ નથી.

ડોક્ટર કહે છે એડમીટ થવુ પડશે. બોટલ ચડાવવી પડશે. વાઇટ બ્લડ કાઉન્ટ એકદમ ડાઉન થઈ ગયા છે.

પરીક્ષાને અડધો કલાક જ બાકી અને આવા સંજોગો.

શ્યામ તો મજબુત હતો. એ અડગ મનનો હાર માનવા તૈયાર ન હતો. પોતાની ચાલવાની પણ તાકાત ન હતી પણ, પરીક્ષા આપવા મક્કમ હતો.

શ્યામ વીરને કહે છે, સરને ફોન લગાવ અને મને આપ.

સરને ફોન કરીને વીર વાત કરે છે.

સર કહે છે, હુ ત્યા જ આવુ છુ.

ડોક્ટર બોટલ ચડાવવા લાગે છે. કોલેજની નજીક જ હોસ્પિટલમાં એડમીટ હોય છે. સર પણ પોતાના પ્રિય છાત્રની હાલત જોઇ દોડતા આવે છે.શ્યામની હાલત જોઇ એ પણ મુંજવણમાં મુકાઇ જાય છે.

સરને જોઇને શ્યામ કહે છે, સર પરિક્ષા આપીશ જ.

સર ચિંતા ભર્યા સ્વરે કહે છે, અરે બેટા તુ આ હાલતમાં શુ કરીશ ? કઈ રીતે પરિક્ષા આપીશ?

શ્યામ મજબુતીથી કહે છે, સર ચાલુ બોટલ એ હુ પરિક્ષા આપી શકુ કે નહિ?

સર કહે, એ તો શક્ય છે પણ તારા માટે કેમ શક્ય બને? તારામાં ચાલવાની શક્તિ નથી તુ કઈ રીતે પરિક્ષા આપીશ?

શ્યામ કહે, સર એ તો હુ મેનેજ કરી લઈશ.

સર થોડીવાર વિચારમાં પડિ ગયા. આ તે કેવી હિમત કહેવાય પણ આ વ્યક્તિ માટે સામાન્ય વાત જ કહેવાય. સર શ્યામના ખભે હાથ મુકીને બોલ્યા,હુ અરેન્જ કરાવુ છું, નો પ્રોબ્લેમ

પરીક્ષા રૂમમાં શ્યામ માટે અલગ બેન્ચ અને ટેબલ મુકવામાં આવ્યા. એકબાજુ બાટલો શરુ અને એક બાજુ એક્ઝામ. પ્રથમ બે દિવસ ખુબ જ અઘરા પસાર થયા. ક્યારેક ડોક્ટર ચાલુ તાવ માપે તો ખુબ જ વધી ગયો હોય તો પેપર લખતા લખતા ચક્કર પણ આવી જાય પણ દ્રઢ મનોબળ સાથે શ્યામ પણ લડિ લેવાના મુડમાં હતો. એક્ઝામનુ પેપર પુરુ થઇને ક્લાસની બહાર નીકળે એટલે બધા મીત્રો એને ઘેરી વળે.

કેવુ રહ્યુ પેપર કેમ છે તબિયત ? બધુ પુછવા લાગે.

આવા મક્કમ મનના વ્યક્તિ સાથે પાંચ દિવસ ડોક્ટર રહ્યા છેલ્લા દિવસે ડોક્ટરનો શ્યામે આભાર વ્યક્ત કરતા કહ્યુ સર તમે મારી જિંદગી, મારુ ભવિષ્ય બચાવી લિધુ. પાંચ દિવસ સુધી તમે જે કર્યુ એનો ઉપકાર ક્યારેય નહિ ભુલુ,

ડોક્ટરે કહ્યુ બેટા હુ ૩૦ વર્ષથી પ્રેક્ટીસ કરૂ છુ. ગમે એવો ભડભાદર હોય પણ એકવાર બિમાર પડે એટલે બકરી બની જાય.

પ્રોફેસર અને બીજા મિત્રો પણ ત્યા જ ઉભા હતા તેને જોઇને કહ્યુ કે બીજા બધાએ એક પરિક્ષા આપી હશે. આ છોકરાએ બે પરિક્ષા આપી છે. તેને ૧૦૨-૧૦૩ તાવ હુ માપતો હોવ આખુ શરીર અગ્નીની જેમ ધગતુ હોય પણ એક પણ ઉહકારો કર્યા વગર પેપર લખ્યે જ જાય. ક્યારેક ક્યારેક તો પેપર લખતો હોય અને હાથમાં સોય નાખતા હુ અચકાવ પણ એ એના જ અંદાજમાં પેપર લખ્યા કરે. આવો વ્યક્તિ મે પહેલી વાર જોયો તુ ભવિષ્યમાં ખુબ આગળ જઈશ.