· નોવેલનો અત્યંત અગત્યનો વળાંક
ડુમસનો દરીયો હિલોળા મારી રહ્યો હતો દરીયાના મોજા પથ્થર સાથે અથડાઇને જાણે સંઘર્શ કરતા હોય એવુ લાગતુ હતુ. ડુમસ આવતા મુખ્ય માર્ગ પર ક્યાક હોટેલ તો ક્યાક ઢાબાની લાઇટો અને સીરીઝ ચમકતી હતી. અંધારે થયે થતા સુમસામ માર્ગો, દરીયાના મોજાનો સુર અને રોડની રોશની આ બધુ મળીને જાણે વાતાવરણમાં એક રોમાંચ ઉભો કરતા હતા.
બ્લેક કલરની બ્રેઝા ગાડીના ટેકે ઉભો રહેલો છ ફૂટ હાઇટ, ફોર્મલ ડ્રેસ જાણે કોઇ બિઝનેસમેન હોય એવી પ્રતિભા, નિયમિત કસરતથી થયેલ રોમન શિલ્પ જેવુ શરીર અને મજબુત બાવડાની બે હાથની અદબ વાળતા કહે છે, મીરા તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી. આ બધુ પેલેથી જ નક્કિ હતુ. હુ તારા લીધે જાવ છુ, એવુ નથી. હુ તારા લગ્નજીવનને ક્યારેય નુકશાન પહોચાડવા માંગતી નથી.
તેની સામે ઉભેલી લાંબા વાળા, મોટી આંખોમાં ચમક, શ્વેત અને સુંવાળો દેહ સ્પર્શ કરતા લોહિ બહાર આવી જશે એવો ડર લાગે એવા લોહિથી ભરેલા ગાલ, શર્ટ અને જિન્સમાં ઉભેલી મીરા કહે છે,
હુ એટલુ જ ઇરછુ છુ કે, તુ મારા કોન્ટેક્ટમા હો તો મને સારૂ લાગે. મને આમ પણ કોઇ મારે લાયક મળે એવુ લાગતુ નથી. આપણે બીજાની જેમ નથી કરવાનુ કે તારા કે મારા લગ્ન થાય એટલે આપણી વચ્ચે પુરુ. એટલુ આયુષ્ય તો પ્રેમનુ ન હોઇ ક્યારેય પણ
શ્યામ કહે છે, તુ તારે લાયક કોઇને ગણતી નથી. તને સારા સારા ટેલેન્ટેડ અને કરોડપતિ હેન્ડસમ છોકરાઓ જોવા આવે એને તુ રીજેક્ટ કરવાની છો. હવે તારી પાસે કોઇ વિકલ્પ હોઇ તો કે ?
મીરા બિંદાસ્ત કહે છે, જરુરી છે કે લગ્ન થાય તો જ જીંદગી જીવી શકાય?
હુ તો એમા નથી માનતી. છતા મને જોઇએ એવો છોકરો મળે તો, હુ હા કઇ દઇશ.
શ્યામ મનમાં થોડી શાંતિ અનુભવે છે.થોડી વાતો કરે છે અને ત્યાથી છુટા પડે છે.આવા સંવાદથી બન્ને છુટા પડે છે.
હવે કોલેજના સંસ્મરણોથી લઈને અત્યાર સુધીની સફરને પુરો કરીને મીરા સ્વીડન જવાની હતી જાણે એને મન એક નવા જ અધ્યાયની શરુઆત થવાની હતી.
ભાવુક સંવાદો સાથે અને ભીની આંખ સાથે બન્ને પોતાના રસ્તે નિકળી જાય છે.
એક શહેરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ, બિઝનેસમેન અને આંતર રાષ્ટ્રીય સ્તરનાઅ મેગેઝીનમાં ચમકેલ વ્યક્તિ એટલે શ્યામ
વિશ્વના અનેક દેશોમાં જેના મલ્ટી બિઝનેસ ચાલે છે રાજ્યના નામાંકિત ધનપતિમાં જેનુ નામ આવે એવા કે.રાઘવની દિકરી એટલે મીરા.
પણ આ સંવાદની શરુઆત એટલે આપણી નોવેલનુ મધ્યાહન થયુ તમારી ભાષામાં ઇન્ટરવેલ કહિ શકાય.
એવો તે શુ ભુતકાળ હતો કે બન્નેએ પોતાના રસ્તા બદલી નાખ્યા. બન્ને વચ્ચે શારીરીક તો સાત સમુંદર પારની દુરી બની ગઈ પણ માનસીક દુરી તો એનાથી પણ વધી ગઈ હશે.
આવો દોસ્તો જોઇએ ક્યાથી શરુઆત થઈ હતી પ્રેમની કુણી કુંપળ ફુટવાની.
· શ્યામનો કોલેજકાળ
આજુબાજુની હરીયાળી અને સવારનુ વાતાવરણ તાજગી અહેસાસ કરાવે છે. કોલેજના કમ્પાઉન્ડમાં પણ વૃક્ષો પક્ષીનો કલરવ બધુ મનની શાંતિ માટે પુરતુ લાગતુ હતુ કારણકે હજી તો સવારના સાત વાગ્યા હતા.
બધા પક્ષીઓને પણ ખબર જ હશે કે, થોડીવાર પછી અહિ કોઇ આપણુ સાંભળવાનુ નથી પણ બધા વચ્ચે પણ શ્યામ સવારમાં ૭ વાગ્યામાં કોલેજના રૂમમાં પોતાનુ કામ કરતો દેખાય છે.
એન્જીનીયરીંગ કોલેજનો વિધાર્થી એ પણ આજથી પંદર વર્ષ પહેલા આટલો ગંભીરતાથી ભણતો હશે એ વાત નવાઇ ભરી એટલે લાગે કે ત્યારે માત્ર વિધાર્થીઓ માત્ર પાસ થવા પુરતા જ મહેનત કરતા હતા અને મોટા બાપના દિકરા દિકરીઓ તો જુજ કુનેહથી ભણતા હશે.
પણ આ બધા વચ્ચે ઘણા શ્યામ જેવા વ્યક્તિ પણ હશે જ કે જેઓએ તેને ચેલેન્જ તરીકે જોતા હોય.
જેમ જેમ રૂટીન સમય થતો ગયો એમ જાણે પેન્સિલથી દોરેલ ચિત્રમાં રંગ પુરાય એમ કોલેજના ક્લાસરુમ અને કોલેજનુ ગ્રાઉન્ડ ભરાવા લાગ્યુ. કોઇને હજી લેક્ચર શરુ થવાની રાહમાં હતા તો કોઇ લેક્ચર ભરવો કે બંક મારવો એ અવઢવમાં હતા તો કોઇ એના સાથીની રાહમાં ઉભા હતા એ આવે તો લેકચર ભરવા જઇએ. ત્યારે એન્ડ્રોઇડ ફોન હજી આવ્યા નહોતા એટલે મોટાભાગે બધા કોલેજના વાતાવરણને માણતા હતા.
શ્યામ જ્યા કામ કરતો હતો એ બ્રાંચનો પ્રેક્ટીકલ રૂમ હતો. ત્યા દરેક વિધાર્થી કોઇ પણ સમયે આવ જા કરી શકે. મોટાભાગનો સમય આ રૂમમાં જ પસાર કરવાનો હતો એમ સમજો કે લાઇબ્રેરી છે. બધા પોતપોતાનુ કામ કરી શકે.
કોલેજની વોચ ટાવરમાં નવના ટકોરા પડ્યા. શ્યામ તો વહેલા આવીને પોતાનુ કામ કરતો હતો એટલે નવ વાગતા પાણીની બોટલનુ ઢાંકણુ ખોલી બોટલ હોઠને અડાડી જાણે અમૃતનો આનંદ લેતો હોય એમ ધીરે ધીરે પાણીના ધુંટડા ગળે ઉતારતો હતો. પાણીની બોટલ મુકિને તાજગીનો અનુભવ કરતો હતો.
બરાબર શ્યામ પછી બીજો એક છોકરો રુમમાં પ્રવેશ કરે છે. ઘોઘરો આવાજ અને પહેલવાન જેવુ શરીર અને નામ પણ વીર.
મજબુત પથ્થર જેવુ શરીર પણ મન એનુ ખુબ જ નિર્મળ એ પણ જ્યા સુધી સામે વાળાનુ નિર્મળ હોય ત્યા સુધી. એક રફ પ્રકારની રહેણી કહેણી પણ ચોખ્ખા મનનો વ્યક્તિ હતો. આવતા જ નિયમ મુજબ શ્યામ પાસે જાય એની જ પાણીની બોટલમાંથી પાણી પીવે અને ત્યાર બાદ લહેકા સાથે બોલે,
કેમ સો ભણેશ્રી સાહેબ? તમી રોહ બોવ વેલા આવીને કામ સાલુ કરી દયો સો. બવ મેનતુ સો હો. અમારુ પાસા ધ્યાન રાખજો હો.
શ્યામ માત્ર હસે છે, કઇ પણ બોલ્યા વગર.
ત્યા જ રાજેશ આવે છે, આળસુ અને અધુરા મનનો વ્યક્તિ એટલે સ્વભાવિક છે કે કકળાટ કરે જ ને એવા સુરતી લેહકામાં બોલે છે, ટુ યાર આટલો વેલ્લો આવી ટારૂ અસાઇનમેન્ટ લઈખા કરે એટલે જલ્ડિ પુરુ થઈ જાય ને પેલી મેમ તારા લીઢે અમને હેરાન કરહે.
એના જ સાથી પણ ત્યા આવી જ ગયા હતા તેમાથી મેઘ સાથ પુરાવતો હોય એમ કહે છે કે, તુ આટલો બધો વહેલો આવે છે જ શુ કામ? ઘરે સુઇ રેતો હોય તો.
વીરને પોતાના મિત્રને કોઇ કઈ પણ કહે એ ગમતુ જ નહિ. શ્યામની વાત હોય તો એ વગર વાંકે એની પર ઉડતુ લઈ લે. ઘણા દિવસે બધાની બળતરા બહાર નિકળતા જોઇને એ મેદાનમાં આવે છે,
તમારા એકેયના બાપનુ કાઇ લુટાઇ જાય સે? તમી તો તમારા બાપનો જાંગીયોય ક્યરેય હુકવ્યો નહિ હોય. જે કામ કરે સે ઇને હુ કામ હેરાન કરો સો.
હજી કોઇ કાઇ બોલે એ પહેલા શ્યામના જીગરી યાદ સુદિપની એન્ટ્રિ થઇ એ પ્યોર સુરતીલાલા અરે તો લહેરી લાલા અને બિન્દાસ્ત બંદો હતો.
આવતા જ માહોલ તો ખબર જ હતો કેમ કે આવુ દર અઠવાડીયે એક બે વાર થતુ હતુ.
લા વીરુ હુ ઠીયુ? કોને ડુખાવો છે બોલોની?
શ્યામનો મોર્ચો સંભાળવા બે સાથીઓ આવી ગયા હતા એટલે એ તો માત્ર આનંદ લેતો હતો.
વીરુ પણ સપોર્ટમાં આવી ગયો, જો ને આ બીપીએલ ગેંગ ને દુઃખાવો સે
બાપના રોટલા બગાડવા કરતા કાઈક કામ કરો હરામખોરો નકર તમારા રોટલા બગડિ જાહે.
મેઘ તો વીરુ અને સુદિપની આક્રમકતાને જોઇને ઢિલો પડી ગયો હતો, અમે તો તને રિક્વેસ્ટ કરી છીએ.
શ્યામ ગુસ્સામાં બોલે છે,પ્લીઝ ડૉન્ટ ડિસ્ટર્બ મી. ઓકે?
એમ કહીને મેઘ,રાજેશ, અનિલ, સુકેતુ બધા બહાર નીકળી જાય છે. આ એક એવી ગેંગ કે મસમોટા ડોનેશન ભરીને કરોડપતિ બાપાએ એના દિકરાઓને માત્ર ડિગ્રી લેવા જ મોકલે છે.
માત્ર સુદિપ, વીર અને શ્યામ જ રૂમ માં હોય છે.
પ્રેક્ટિકલ રૂમમાં અવર જવર પ્રિન્સીપલ, પ્રોફેસર અને સ્ટુડન્ટ બધા સ્વતંત્ર અવરજવર કરે છે. કોઇ રોકતુ ન નથી. બંધણી માત્ર લેક્ચર શરુ હોય ત્યારે કોલેજમાં હોય છે.
પ્રોફેસર કોલેજમાં આવતા જ બધા વ્યવસ્થિત બેસવા માંડે છે.
શ્યામ મહેનતુ સિન્સીયર હોવાથી તેની પ્રત્યે સરને વધુ લગાવ હતો અને વધુ માન સન્માન આપતા.
રોજના નિયમ મુજબ સીધા જ શ્યામ પાસે જઇને પ્રોજેક્ટ કે અસાઇનમેન્ટ કે ડ્રોઇંગશીટનુ જે પણ ચાલુ હોય એની વિશે પુછે જ
આજે પણ પુછે છે શ્યામ સ્કેચબુકના ફિગર બની ગયા ?
શ્યામ કહેછે, સર માત્ર નમ્બરીંગ બાકી છે અને થોડુ ડિટેલ સમજવુ પડે એમ છે.
હુ તને સમજાવી દઇશ. એની ચિંતા ન કર, સર દિલાસો આપતા કહે છે.
પ્રોફેસર જાય છે એટલે સુદિપ અને વીર,શ્યામ પાસે આવી ને કહે છે કે, અમારા તો નામ પણ સરને નહી આવડતા હોય અને સર તને વ્યક્તિગત આટલુ ધ્યાન આપે.
સુદિપ હસતા હસતા કહે છે, વિરુ આપણે જે ટાઇમે હુતા હુતા સપના જોટા હોઇને એ ટાઇમે તો શ્યામલો એનુ કામ કરટો હોઇ. હુ ટો અહિ જ રહુ આ ટો છે કા’નો કાઠી અહિ પહોચી જાય.
બધા હસવા લાગ્યા.
શ્યામ તેની સ્કેચબુક બેગમાં મુકિને બધુ પેકઅપ કરે છે,
બન્ને ને કહે છે, ચાલો બહાર જઇએ. થોડા ફ્રેશ થઇને આવીએ.
હા ટુ ટો બાર જાય જ ને, અમારે કામ હોઇને યાર, સુદિપ કહે છે
શ્યામ સુદિપના હાથમાંથી પેન્સિલ લઈને કહે છે, તમારે ભણીને ક્યા જવુ છે ? હુ એક તો મહેનત કરુ જ છુ.
તુ તો હવે બધુય બોલીશ, અડધી રાતનો આયા આવી ને કામ કરે ને હવે અમને લલચાવે સે.
વીરુના ખભે હાથ રાખીને કહે છે, ચાલ ને હવે હુ તને કામ કરાવવા લાગીશ.
ટુ કામ કરાવહે એટલે ની પણ ટુ કેય સે એટલે આવી છીએ, સુદિપ સ્પષ્ટતા કરે છે
હા બરોબર સે સુદિપ્યા ગઈ વખતે મને કિધુ કે તને મદદ કરીશ છેલ્લે છેલ્લે રાતે બે વાગ્યા સુધી લખ્યુ ત્યારે પુરુ થયુ, વીરુ કહે છે
શ્યામ હસવા લાગ્યો, એ તો ત્યારે મારે પણ કામ હતુ એટલે
બધા ક્લાસની બહાર નિકળીને પેસેજમાં આગળ વધતા હતા. કોલેજમાં હજુ બધા આવતા હતા. કોઇક કોઇક બહાર ગ્રાઉન્ડમાં બેઠા હોય છે તો કોઇક ક્લાસરૂમ તરફ જતા હોય છે.
ત્યા જ પ્રિન્સીપલ ને જોવે છે. પ્રિન્સીપલ મેમ એટલે એને જોઇને બધા ગાઢ મોકળા થઇ જાય. સ્ટુડન્ટ તો શુ અમુક પ્રોફેસર પણ પોતાનો રસ્તો બદલી નાખે એવી ધાક. કોલેજમાં મોટા મોટા ટપોરીઓ પણ આ મેમની સામે આવે એટલે રસ્તો બદલી નાખે.
સુદિપ ડરતા ડરતા કહે છે, ઓહ નો શ્યામલા ચાલ ક્લાસમાં ની તો મર્યા હમજજે
શ્યામ સુદિપનો હાથ પકડતા કહે છે, મારી સાથે હોઇ ત્યારે ચિંતા નહી કરવાની. ચાલો હુ છુ ને ?
પ્રિન્સીપલમેમ એની ધુનમાં જ જતા હતા અને શ્યામ સામે અચાનક જ નજર જાય છે.
પ્રિન્સીપલ શ્યામને જોઇને કહે છે, કઇ બાજુ ચાલ્યો બેટા?
કેવુ ચાલે છે ભણવાનુ ?
શ્યામ તો બિંદાસ્ત જવાબ આપે છે, મેમ એકદમ સરસ, એ તો હમણા અસાઇનમેન્ટ કમ્પ્લેટ થઇ ગયુ અને લેકચર શરૂ થવાને હજુ થોડો સમય લાગશે એટલે થયુ કે થોડા ફ્રેશ થઇ જઇએ.
પ્રિન્સીપલ મોં પર બનાવટી હાસ્ય લાવતા કહે છે, સરસ સારુ સારુ મહેનત કરો, ખુબ આગળ વધો એમ કહેતા કહેતા એની સવારી આગળ વધે છે.
સુદિપ હસતા હસતા કહે છે, લ્યા શ્યામલા તુ ટો અઘરી આઇટમ નિકળ્યો આ વાવાઝોડુ સે એ પણ ટને આવી રીટે બોલાવે હારુ કેવાય
આમ તો દરરોજનો આ કોલેજનો નિત્યક્રમ છે. પોતાના સ્વપ્ન સાકાર કરવાના લક્ષ્યને લઇને નિકળેલા શ્યામને બસ કઇક કરવુ છે. કઠોર પરિશ્રમનો તો કોઇ વિકલ્પ જ નથી. એ વિચારી મહેનત કર્યા જ કરે. એક દિવસ સવારમાં નિત્યક્રમ મુજબ શ્યામ આવીને પોતાનુ કામ શરુ કરે છે.