Devilry - 22 books and stories free download online pdf in Gujarati

જંતર મંતર - 22

પ્રકરણ :- 22


જેની ના મન ઉપર ડર એટલો હાવી થઈ ચૂક્યો હતો કે હવે જેની ને ધૂંધળા છાયા રૂપે આત્માઓ દેખાઈ રહી હતી. જેની નો ડર પણ સમયે સમયે ખૂબજ વધી રહ્યો હતો. જેની ના ચહેરા ઉપર માયુષી સાથે ડર પણ અઢળક પ્રમાણમાં રેલયેલો હતો. જેની ના ચહેરા સામે જોઇને જ તેના માતા પિતા હેરી અને ફેરી ડરી જતા હતા. અમથી બા પણ હવે થોડા ભાવુક થઈ ચૂક્યા હોય છે. કેમકે તે જેમને જેની ને નાનપણ થી લઈને અત્યાર સુધી ફક્ત હસતી જોઈ હોય છે. ને અચાનક તેની હાલત આવી થઈ જાય તો સ્વાભાવિક છે કે કોઈપણ માતાપિતા સહન ન કરી શકે.

“ હેરી જુઓ આપડી જેની શું હતી ને આજે એ શું બની ગઈ છે. હેરી જલ્દી કંઇક કરો હું મારી દીકરીની આવી હાલત જોઈ નથી શકતી. હેરી મારી દીકરી ને બચાવી લો. ( રડતાં રડતાં કહે છે. ) “ ફેરી

“ ફેરી મને પણ મારા ફૂલની ફીકર છે. હવે હું તેને દુનિયાના ગમે તે કોનામાં લઈ જઈશ પણ મારી પ્રિન્સેસ ને પહેલા જેવી બનાવીને જ રહીશ. “ હેરી

“ હેરી બેટા દુનિયાના છેડામાં જવાની જરૂર નથી, બેટા ફક્ત તાંત્રિક જ આપડી જેની ને ઠીક કરી શકે છે. આપડે જેની ને તેની પાસે લઈ જઈએ. “ અમથી બા

“ નહિ નહિ , પ્લીઝ મને છોડી દો. મે તમારું કઈ નથી બગાડ્યું. મમ્મી પપ્પા બચાવો મને. મમ્મી પપ્પા. ( જોરથી ચીખ પડે છે. ) “ જેની

“ જેની બેટા કંઇ નથી થયું. અમે બધા તારી પાસે છીએ દીકરા! તારે ડરવાની જરૂર નથી. દીકરા કોઈ અહી એવું નથી જે તને હાની પોહચાડી શકે. બેટા અમે બંને અને અમથી બા પણ તારી એકદમ પાસે છીએ. “ હેરી

“ પપ્પા મને બચાવી લો , આ મને લેવા આવે છે. પપ્પા બચાવો આની હાથમાં ભયાનક ખંજર છે. પપ્પા આ મારી ઉપર વાર કરવાની તૈયારીમાં છે પપ્પા બચાવો…. નહી…….( ફરીવાર જોરથી ચીખ પાડી) “ જેની

જેની ની હાલત ખૂબજ ખરાબ થઈ રહી હતી. હેરી અને ફેરી ના માથા ઉપર પણ ડરનો સહેલાબ છવાઈ ચૂક્યો હતો. હેરી અને ફેરી પાસે હવે તાંત્રિક નો જ રસ્તો બચ્યો હતો. હેરી પોતાની દીકરીની હાલત આગળ પોતાની જીદ હારી બેઠો અને પોતાની નજરો જુકાવિને અમથી બા ને કહે છે.

“ અમથી બા ચાલો હવે આપડે તાંત્રિક પાસે જેની ને લઈ જઈએ. મારે હર હાલ માં જેની ને ઠીક કરવી છે. હું જેની ની આવી હાલત જોઈ નથી શકતો. “ હેરી

“ હા ચાલો આપડે તાંત્રિક ભૈરવનાથ પાસે જઈએ. ત્યાં જઈને આપડે જેની ને બતાવી આવીએ. મને પૂરો વિશ્વાસ છે જેની ની તકલીફ ભૈરવનાથ તાંત્રિક જરૂર દૂર કરશે. “ અમથી બા

“ બા તમારો આભાર અમે જિંદગીભર પણ નહિ ભૂલીએ.” ફેરી

“ ફેરી જેની મારી પણ દીકરી છે. એ સલામત રહે એમાં જ મારી પણ ખુશી છે. તમે ચિંતા ન કરો ભૈરવનાથ તાંત્રિક આપડી જેની ને પહેલા જેવી બનાવી દેશે.” અમથી બા

અમથી બા ની વાત ઉપર હેરી અને ફેરી ને પૂરો વિશ્વાસ હોય છે. કેમકે હેરી અને ફેરી ને લાગતું હતું કે હવે તાંત્રિક જ આપડી જેની ને આ આત્મા ના છયામાંથી મુક્ત કરાવી શકે છે. અમથી બા જેની અને ફેરી સાથે તાંત્રિક પાસે જવા માટે નીકળી જાય છે. જીયા ઘરે જવાનું કહી ચૂકી હતી પણ બહાર જઈને તે અદ્રશ્ય થઈને પછી તેન જેની પાસે જ આવીને ઊભી હતી. જેની ને તાંત્રિક પાસે લઈ જવામાં આવે છે અને તેમની સાથે જીયા પણ તાંત્રિક પાસે જાય છે. હેરી અને ફેરી ખૂબજ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. જીયા જેની પાસે અદ્રશ્ય થઈને બેઠી હતી. જીયા ચાહતી હતી કે આ લોકો તાંત્રિક ભૈરવનાથ પાસે ન જાય. જીયા હવે જેની ને ડરાવવાની શરૂઆત કરી દે છે.

જીયા અદ્રશ્ય હતી એટલે તેને કોઈપણ જોઈ ન શકતું હતું; પણ જીયા અદ્રશ્ય રહીને પણ હાની પોહચાડી શકતી હતી. જીયા જેની ના બાલ ખેંચતી હતી. જેનું નું ગળું દબાવી દેતી હતી. જેની ની સાંસ પણ હવે ફૂલવા લાગી હતી. જેની અચાનક જ રસ્તામાં બેહોશ થઈ જાય છે. હેરી અને ફેરી તો ખૂબજ ડરી જાય છે અને જેની ને હોસ્પિટલ લઈ જવા માગે છે. પણ અમથી બા તેમને રોકી દે છે કેમકે એ જાણતા હતા કે આ છાયો જેની ને તાંત્રિક પાસે ક્યારેય લઈ જવા દે નહિ. એટલે અમથી બા તેમની સાથે ભૈરવનાથ તાંત્રિકે આપેલી ભભૂત લઈને આવ્યા હોય છે. આ ભભૂત થોડા સમય સુધી આ છાયા ને રોકી શકતી હતી. અમથી બા તરત જ જેની ના ચહેરા અને હાથ પગ ઉપર આ અભિમંત્રિત ભભૂત લગાવી દે છે.

“ હેરી અને ફેરી દીકરા તમે ચિંતા ન કરો. તમે તાંત્રિક પાસે જ ચાલો. મે બાબા ભૈરવનાથ ની ભભૂત જેની ને લગાવી દીધી છે. હવે પેલી આત્મા જેની ને થોડા સમય માટે પરેશાન નહિ કરી શકે અને એટલા સમયમાં આપડે તાંત્રિક ભૈરવનાથ ની ગુફામાં પોહચી જઈશું. “ અમથી બા


ભૈરવનાથ ની ભભૂત માં એટલી શક્તિ હતી કે જેના લીધે હવે જીયા જેની ને હાથ પણ ન લગાવી શકતી હતી. હેરી ગાડી લઈને હવે ભૈરવનાથ તાંત્રિક ની ગુફા સુધી પોહચી ગયો હતો. બાબા ભૈરવનાથ ની ગુફા એટલી પવિત્ર અને અભિમંત્રિત હતી કે જેના લીધે જીયા જેવી દુષ્ટ આત્માના શરીર ઉપર બળતરા ઉઠી હતી. જીયા થોડો પણ વધારે સમય અહી રોકાઈ તો તે જેની ના પરિવાર સામે આવી જશે. અમે થોડા સમય પછી તેનો નાશ પણ થઈ જશે. જીયાની માટે આ બળતરા અસહ્ય હતી એટલે તે ત્યાંથી ભાગવાની કોશિશ શીઘ્ર થી અતિશિઘ્ર કરે છે. જીયા ત્યાંથી ભાગવામાં સફળ થાય એની પહેલા ભૈરવનાથ ની અભિમંત્રિત ગુફા તેની શક્તિઓ છીનવી લે છે. જીયા ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે. જીયા હવે સાધારણ બની ચૂકી હતી. તેને કરેલી બધી જ કાળી સાધના પણ નિષ્ફળ થઈ ચૂકી હતી.

અમથી બા ગુફાની બહાર ઊભા રહીને બાબા ભૈરવનાથ નું આહવાન કરે છે. બાબા ભૈરવનાથ ની ગુફાના દરવાજા તરત જ ખુલી જાય છે. જેવા જ બાબા ભૈરવનાથ ની ગુફા ના દરવાજા ખુલે છે કે તેમાંથી એક કેશરી રંગ ની રોશની તેમના પરિવાર સુધી આવી જાય છે. આ રોશની એટલી તેજ હોય છે કે ત્યાં ઊભેલા દરેક લોકો તેમાં લીન થઈ જાય છે. અમથી બા હવે હેરી અને ફેરી ને જેની નો હાથ પકડવા માટે કહે છે કેમકે આ જગ્યા એટલી પવિત્ર હતી કે ત્યાં કોઈ કાળી શકતી ટકી ન શકે. જો જેની ને છૂટી મૂકવામાં આવે તો જેની ના અંદર રહેલી આત્મા જેની ને લઈને ભાગી જાય. જો જેની એકવાર ત્યાંથી ભાગી જાય તો સાયદ પેલી આત્મા જેની નો જીવ પણ લઈ શકે. એટલા માટે અમથી બા એ હેરી અને ફેરી ને ઈશારો કરી જેની ને પકડાવી દીધી. અમથી બા એ ફરીવાર ઈશારો કર્યો ગુફામાં જવા માટે અને હેરી અને ફેરી જેની નો હાથ પકડીને ગુફાની અંદર લઇ જાય છે.

ભૈરવનાથ તાંત્રિક ની ગુફા એટલી સુસજ્જ હતી કે તેમાં રહેલી રોશની ની અંદર જ એટલી તાકાત હતી કે તે આખા માણસ ના જીવને પવિત્ર કરી શકે. ગુફાની અંદર એક સુંદર ઝરણું વહેતું હતું જેને જોઈને આંખો ને સુકુંન મળે એમ હતું. ગુફાની અંદર એક અલગ જ માહોલ હતો જે બહારની દુનિયાથી ખૂબ જ અલગ હતો. ભૈરવનાથ તપમાં બેઠેલા હતા. તેમનો ઓમકાર નો નાદ બરાબર ગુફામાં ગુંજી રહ્યો હતો જે ત્યાં મોજુદ દરેકની આત્મા ને શાંતિ આપતો હતો. થોડા સમય પછી ભૈરવનાથ નું તપ પુરું થાય છે. અમથી બા , હેરી અને ફેરી તેમના પગે જઈને પડે છે.

“ બોલ બચ્ચા કયું આના હુઆ ? “ ભૈરવનાથ

“ બાબા આ જેની ને….” અમથી બા ( આગળ કઈ બોલે એની પહેલા જ ભૈરવનાથ બાબા હાથ કરીને તેમને રોકી દે છે. ભૈરવનાથ પોતાનું સ્થાન છોડીને ઊભા થાય છે. ભૈરવનાથ ની આંખો માં તેજ એટલું હતું કે જેની તેમની સામે આંખ ઉઠાવીને પણ જોઈ ન શકતી હતી. ભૈરવનાથ બાબા જેની ની આસપાસ ફરી ને જુવે છે. ભૈરવનાથ ને ખૂબ જ ભયાનક આત્મા નો અહેસાસ થઈ જાય છે. ભૈરવનાથ સમજી જાય છે કે જેની ના શરીર માં કોઈક દુષ્ટ આત્મા વાસ કરી ચૂકી છે. ભૈરવનાથ બાબા તેમના કુંડ પાસે જઈને અભિમંત્રિત જળ લઈ આવે છે. તે જળ ને મંત્રોચાર કરીને જેની ઉપર છાંટે છે. જેવું જ આ જળ જેની ના કુમળા શરીર ને છૂંવે છે. કે તરત જ જેની અજીબ વર્તાવ કરવા લાગે છે.

“ સો જા મેરી રાજ દુલારી , તું સો જા….. હાહાહાહા હાહાહાહા ( એક દમ ભયાનક હાસ્ય કરે છ.) થોડા સમય પછી ભયાનક રડવા પણ લાગી જાય છે. “ મે તુઝે નહિ છોડૂગા , તું અબ ખતમ. હાહાહાહા હાહાહાહા બાબા તું મેરા કૂચ નહિ બિગાડ શકતા. “ જેની

જેની ના વર્તાવ ઉપરથી સ્પષ્ટ થતું હતું કે જેની ના શરીરમાં એક ની જગ્યા એ બે આત્માઓ છે. એક પુરુષ જે ખૂબ ભયાનક હતો અને એક સ્ત્રી જે એક દીકરીની માતા હતી. જેની ની હાલત આ ભયંકર આદમી નાં લીધે હતી. પણ જેની ની હાલત એટલી પણ ખરાબ નોહતી જેટલી લાગતી હતી. જેની ની થોડી ઘણી સારી હાલત છે એના માટે જેની ના શરીરમાં રહેલી માતા ની આત્મા જવાબદાર હતી.




ક્રમશ……







આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED