Sky Has No Limit - 63 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-63

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-63
ઠડીં ઠંડી સવાર હતી.. વાદળો તો ક્યાંય સંતાયા હતાં આખુ અવકાશ સ્વચ્છ સ્વચ્છ દીસ્તુ હતું ક્યાંય વાદળ નહોતાં. ભૂરાં ભૂરાં આકાશમાં ધીમે ધીમે સૂર્યનારાયણ. આવી રહેલાં કુમણાં કિરણો વૃક્ષોનાં પર્ણ અને ફૂલો પર પડી રહેલાં. ફૂલોનાં રંગ ઉજાસમાં ચમકી રહેલાં.. સુવાસ પ્રસરી રહી હતી. પારીજાતને ફૂલોની બીછાત બંગલાનાં કમ્પાઉન્ડમાં બિછાઈ ગઈ હતી.
પંચતત્વની અનોખી જુગલબંધી કંઇક અવનવા એહસાસ કરાવી રહી હતી. મોહીત ઉઠીને ખુલ્લી અગાશીમાં યોગાસન કરી રહેલો. એની માઁ મોનીકાબેન અહી નાહીધોઇ પરવારીને તુલસીને જળ ચઢાવી સેવા માટે ફૂલો છાબડામાં ચૂંટીને ભેગા કરી રહેલા. નીરવ શાંતિ હતી ફ્કત પક્ષીઓનો કલરવ સંભળાઇ રહ્યો હતો.
અને બંગલાનાં કમ્પાઉન્ડનાં વિશાળ પ્રવેશદ્વારમાં બે કારનો પ્રવેશ થયો અને ધૂળનાં થોડાં ગોટા ઉડયા. શાંતિમાં જાણે વિઘ્ન આવ્યું અને જમીન પર ફરતાં ચણતાં પક્ષીઓ ઉડ્યાં અને એક સામટાં પક્ષીઓનાં ઉડવાનાં અવાજ અને પ્રવેશેલી કારનો ઉભા રહેવાંના અવાજ સાંભળી મોહીત ધ્યાન ભંગ થયો અને એણે ઉભા થઇને અગાશીમાંથી જોયુ તો કોઇ બે અજાણી કાર પોતાનાં કમ્પાઉન્ડમાં પાર્ક થઇ છે અને એમાંથી જાણીતા ચહેરાં ઉતરી રહ્યાં છે.
કારનો અવાજ સાંભળીને મોનીકા બહેન પણ ફૂલો ઉતારેલાં વરન્ડાની પાળી પર છાબ મૂકીને આવનારાં મહેમાનો તરફ જવા લાગ્યાં અને મોહીતને બૂમ પાડી કહ્યું "મોહીત દીકરા જોને કોણ આવ્યુ છે ? સવાર સવારમાં ?
મોહીતે અગાશીમાંથી જવાબ આપતાં કહ્યું "માં તમે દેવસેવામાં જાઓ હું નીચે જ આવું છું અને મહેમાનોને ઘરમાં લઇ આવું છું.
મોહીતે જોયું છે અને સાંભળ્યુ છે એવું જાણીને મોનીકાબહેન હશે કોઇ મોહીતને મળવા આવ્યું હશે એમ માનીને તેઓ ઘરમાં જતાં રહ્યાં અને ફૂલો લઇને દેવસેવામાં ગયાં.
મોહીત અગાશીમાંથી બંગલામાં ભોંયતળીયે ગયો અને ડ્રોઇગરૂમ વટાવીને મુખ્ય દરવાજેથી આંગણમાં આવ્યો. કારમાંથી એણે મલ્લિકા, હિમાંશુ, શિલ્પા, સોનીયાને ઉતારતાં જોયાં અને કાર ચલાવનાર ફાલ્ગુનને જોયો બીજીકારમાંથી ડ્રાઇવરે દરવાજો ખોલ્યો અને મલ્લિકાનાં પાપા મંમી ઉતર્યા.
મોહીતને ખૂબ જ આશ્ચર્ય થયું અને એણે ફાલ્ગુનને ઉદ્દેશીને કહ્યું "ફાલ્ગુન આમ અચાનક ? તારી સાથે ગઇકાલે તો વાત થઇ છે તેં મને કંઇ કહ્યું જ નહીં ?
ફાલ્ગુન કંઇ બોલે એ પહેલાં જ મલ્લિકા દોડીને મોહીતનાં પગમાં પડી ગઇ એ ધુસ્કે ધૂસ્કે ખૂબ રડી રહી હતી મલ્લિકાનાં માં બાપ એની પાછળ આવીને ઉભા રહ્યાં અને બંન્નેનાં હાથ જોડેલાં હતાં.
એલોકોની પાછળ હિમાંશુ રડમસ ચહેરે માથું નમાવીને ઉભો હતો. સોનીયા અને શિલ્પા બાજુમાં ઉભા રહેલાં એ લોકોનાં ચહેરાં પડી ગયેલાં હતાં.. કોઇ કંઇજ બોલી રહ્યું નહોતું. એક પ્રકારનાં અગમ્ય કોરી ખાનારો સન્નાટો હતો. મોહીતને એક ક્ષણ શું કરવું સમજાયુંજ નહીં એણે મલ્લિકાનાં હાથ પાસેથી એનાં પગ પાછાં ખેંચી લીધાં અને અંદરથી મોનીકાબેન બોલતા બોલતાં બહાર આવ્યાં છે "દિકરા કોણ આવ્યુ છે ? અને એમની નજર મલ્લિકા ઉપર પડી.. એ દોડીને મલ્લિકાને ઉભા કરવા ગયાં પણ મોહીતે હાથ આડો દઇ દીધો અને બોલ્યો "માં તમારે કંઇજ કરવાનું નથી બોલવાનું નથી જ્યાં તમારું કે પાપાનું માન સન્માન નથી જળવાયું જ્યાં તમારી લાગણીઓનો શિરચ્છેદ થયો છે એ વ્યક્તિઓને તમારે બચાવવાની નથી વાત કરવાની નથી. તમે શાંતિથી ઉભા રહો.
માં તમને ખબર છે મારી સાથે મારી પત્નિ કે જેનાં પર મેં ઇશ્વર જેટલો ભરોસો રાખ્યો એણે મારો ભરોસો તોડ્યો મને દગો દીધો... જે મિત્રને મેં મારાં ભાઇથી અધિક ગણેલો એટલો વિશ્વાસ મૂકેલો એણે મારી પીઠ પાછળ ધા કર્યા છે માં તું કેટલાં ધા ગણીશ ? કેટલી માફી આપીશ ? હજી બધાં ઘા લીલા લોહી નીતરતા છે દરેક ઘા પાછળ ફરેબ અને દગાની કથા છે. કયું મોઢું લઈને અહીં આવ્યા છે?
માં તને ખબર છે ? જેને તું પુત્રવધુ કરતાં દીકરી ગણતી એ છોકરીએ આપણાં... તને શું કહુ માં તારો વંશવેલો આગળ ના ચાલવા દીધો નાનાં કુમળા જીવને દુનિયામાં આવે પહેલાં આ સ્ત્રીએ પોતે જાતે જ નિર્ણય લઇને મારી નાંખ્યો છે એણે મારાં મિત્ર સાથે... મારી પીઠ પાછળ રંગરેલીયા મનાવ્યાં છે. હું જેને અપાર પ્રેમ કરતો હતો એ આ કુલટા સ્ત્રી અત્યારે મને મોઢું કેવી રીતે બતાવે છે એ નવાઈ છે અને નફ્ફટ ચરિત્ર છે. બંન્ને મારાં ભરોસોનાં હતાં બંન્ને પર હું આંધળો વિશ્વાસ રાખીને ચાલ્યો... અરે મારી સાથેનાં લગ્ન પણ છળ હતું માં.. દરેક વસ્તુની કોઇ લીમીટ હોય માં આ લોકોએ ખોટું કરવામાં પાપ આચરવામાં કોઇ લીમીટ નથી રાખી.
માં આપણે કહીએ દરકે વસ્તુમાં કે સ્કાય ઇઝ ધ લીમીટ.. અવકાશની ક્યાં કોઇ હદ હોય છે માં મેં આ છોકરીને એવો પ્રેમ કરેલો આપેલો એને કહેવાય મારાં પ્રેમને તો.. સ્કાયહેઝ નો લીમીટ... પણ મારાં પ્રેમની છોડ એ લોકોએ પાપાચાર અને દગા દેવામાં કોઇ લીમીટ નથી રાખી. માં એલોકો કહ્યું મોઢું લઈને અહીં આવ્યાં છે ? એ લોકોને આવકારતા પહેલો પૂછ માં.. કે આંગણું આપણું કેમ અભડાવ્યુ છે ? કેમ ? અને બોલતાં બોલતાં મોહીતની આંખમાંથી આંસુ પડી રહ્યાં.
ફાલ્ગુને કહ્યું "મોહીત મેં તને બધી વાત કરી છે પણ આ વાતતો મને પણ ખબર નહોતી. તું શું બોલી રહ્યો છે ?
મોહીતે કહ્યું "તેં મને કીધુ એ હું અમુક જાણતો હતો અમુક નહીં.. માત્ર ભાગની સસ્પેન્શ રાખેલી એ એમની પાપની જુગલબંધીની વાતો મલ્લિકાનાં ફોન. મારી સજાગતા અને ડીવાઇસીસ પુરી પાડી છે બાકી થોડીકતો મારામાં બુધ્ધી છે ભાઇ જેને ભાઇથી અધિક ગણ્યો એ આ હિમાંશુ સૌથી મોટો પિશાચ અને દગાખોર નીકળ્યો...
હિમાંશુનું નામ લેતાં જ ફાલ્ગુન, સોનીયા અને સૌથી વધુ શિલ્પા ચોંકી ગઇ. મોનીકાબહેનતો મોહીત શું બોલી રહ્યો છે એ સમજી જ નહોતાં રહ્યાં. મોં વકાસીને એ સાંભળી રહેલાં. મલ્લિકાનાં પેરેન્ટસ તો મોં નીચું કરીને મોહીતની એક એક વાત સાંભળી રહ્યાં એક એક વાગબાણ સહી રહેલાં.મારી સાથેનું લગ્ન પણ છળ હતું હિમાંશુ અને મલ્લિકા જ પહેલેથી એકબીજાનાં શારીરીક સંબંધમાં હતાં મને તો મલ્લિકાએ એની સગવડ માટે ફસાવેલો અને હું એમાં ફસાઇ ગયો હતો એ લોકો અમારાં લગ્ન પછી પણ સુધર્યા નહોતાં ક્યાંથી સમય કાઢીને ઓફીસમાંથી નીકળી કે ક્યાં ક્યાં બહાને મળતાં હતાં મારી જાણ બહાર જ્યારે બધાં મળતાં ત્યારે જાણે હિમાંશુ તો જાણે રામ અને મલ્લિકા સીતા જેવો વ્યવહાર કરતાં હું ડફોળ કંઇજ સમજી કે ઓળખી નહોતો રહ્યો.
મારી ધરમપત્નિ બનેલી મલ્લિકાને તો અમેરીકન થવું હતું. અમેરીકાની સૌથી વધારે હવા હિમાંશુ અને મલ્લિકાને ચઢી હતી. મારી બઢતી થઇ હું ન્યૂયોર્ક આવ્યો પછી આપણે ત્રણે કપલ મારાં કોટેજ પર ભેગાં થયાં ત્યારે મને હિમાંશુ અને મલ્લિકાનાં સંબંધની ખબર પડી ગઇ હતી મલ્લિકાએ ડ્રીંક લઇને એનો ફોન અમારાં બેડ પર મૂકેલો એ ઘસઘસાટ ઊંઘી ગયેલી એ થાકેલી હતી ઉપરથી ડ્રીંક લીધેલું એ દિવસે બધોજ ધટસ્ફોટ મને થઇ ગયેલો એનાં ફોનમાં એ લોકોનું ચેટ, ફોટાં, ઉઘાડા વીડીયો.. હું જોઇ નહોતો શક્યો. હિમાંશુ? અને આ સાચું નહોતું માની શક્યો. અને એટલો આધાત લાગેલો કે હું શું કરું ? અમે લગ્ન કર્યા ત્યાં સુધી મને ક્યારેય એલોકોનાં આવાં લફરાની ગંધ સુધ્ધાં નથી આવી..
મેં ક્યારેય મલ્લિકાનો ફોન નથી હાથમાં લીધો નથી ચેક કર્યો..હાં મને થોડી નવાઈ જરૂર હતી કે મલ્લિકા એનો ફોન લોક કેમ રાખે છે? પણ ક્યારેય એ તરફ મેં ધ્યાન નથી આપ્યું.
મારાં સંસ્કારે મને સ્વસ્થ કર્યો અને એટલેજ મેં ત્રણ મિત્રોને મારે ત્યાં ભેગાં કરેલાં અને એવી ગેઇમ ચાલુ કરી કે જે હોય એ અંગત સંબંધોનું પણ સાચું જ કહેવાનુ અને નવાઇની વાત છે કે એ સમયે આ બહુરૂપીયો જેને ભોળી શિલ્પા જેવી બૈરી મળેલી એ તો રામ પુરૂવાર થયેલો... વગર કારણે ફાલ્ગુન અને સોનીયા ઝગડી પડેલાં, સોનીયા થોડી જીવનમાં રેખા ચૂકી હતી પણ પાછળથી સંભલી ગયેલી પણ આ ડાબા હાથનો રામ નહીં.. હરામી બચી ગયેલો એ દિવસે રાત્રે પણ એ લોકો અડધી રાત્રે મારાં બગીચામાં.... મને કહેતાં બોલતાં શરમ આવે છે પણ મારાં કેમેરામાં બધુ જ કેદ થઇ ચૂકેલું હજી મારી પાસે છે બધાં જ પુરાવા.એ લોકો અમારાં લગ્ન પહેલાં પણ સંબંધમાં હતાં એમની ચેટ પરથી જ ખબર પડેલી...મને એ નથી સમજાયું કે તો પછી મારી સાથે શા માટે લગ્ન કર્યા ? એમાંય આ માં દીકરીનું ષડયંત્ર હતું કાલિન્દી આંટીએ મલ્લિકાને મારી સાથે લગ્ન કરવા ચઢાવી હતી..કે હિમાંશુ લૂખ્ખો છે એનું બેગ્રાઉન્ડ એટલું મજબૂત નથી આ મોહિત ગર્ભશ્રીમંત કુટુંબનો એકનો એક છોકરો છે ખૂબ ધનવાન છે રૂપકડો છે સૌથી વધું ભોળો છે એટલેકે મૂર્ખ છે અને હું સાચેજ મૂર્ખ સાબિત થયો મને આ ચરિત્રહીન સ્ત્રીએ એનાં રૂપ નખરાં અને વાસનાથી જીતી લીધો.
મને ખબર નહોતી કે મારો જ રૂમ પાર્ટનર સાથે પણ એનાં સંબંધો છે એ પિશાચે તો મને દગો દીધો અને ભોળી શિલ્પાને પણ ફસાવી. મલ્લિકા અને હિમાંશુ તમે બન્ને ખૂબ હુશિયાર સાબિત થયેલાં અને હું ડફોળ ..હૅને? હું તમારું લફરું જાણી ગયેલો છતાં મારે પાપાની તબિયત બગડી મારે ઇન્ડિયા આવવાનું થયું ત્યારે મેં તને અને ફાલ્ગુનને બન્નેને મારાં ઘરે રોકાવા કિધેલું..તને નવાઈ નહોતી લાગી?
હિમાંશુ અને મલ્લિકા નીચા મોઢે સાંભળી રહયાં અને મોહિત બોલ્યો..
વધુ આવતા અંકે પ્રકરણ 64 અને છેલ્લું...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED