સફર-એક અનોખા પ્રેમની... - 15 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર-એક અનોખા પ્રેમની... - 15


(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ અને અજય અંકલ વચ્ચે ઝઘડો થાય છે. વિરાજ પોતાના પિતાને વધું પડતાં કડવા વચનો કહે છે. જેથી અજય અંકલ વિરાજને તેનાં સાચા ભૂતકાળમાં લઇ જાય છે. હવે આગળ...)

આટલું બોલી અજયભાઈ થૉભ્યા. ટેબલ પર મુકેલ પાણીનો ગ્લાસ એકજ શ્વાસે ગટગટાવી ગયા. અને પોતાની આંખોમાંથી ખારા પાણીનાં ઝરણાને વહેવા દીધાં.

વીરાજ તો ધડ કરતો જમીન પર બેસી ગયો. તે તેની સૂઝ-બૂઝ ખોઈ બેઠો. શું કરવું? શું બોલવું? કાંઈજ સમજાતું નહતું.

વિરાજનાં રૂમની ચારેય દિવાલો સાથે દરવાજા અને દરવાજાનાં કાન દ્રારા પોતાના કાનમાં આ બધી વાતો સમાવતિ પ્રિતીની આંખોમાં પણ અજયભાઇનું બલિદાન જાણી પાણી આવી ગયા.

થોડી ક્ષણો માટે તો જાણે સમય પણ થંભી ગયો હોય તેવું લાગતું હતુ. થોડી વાર બાદ વિરાજ ઉભો
થયો, અજયભાઈ સામે બેસી ગયો, "ડેડ,આઈ એમ સો....સો...રી...રી.." આટલું બોલતાં વિરાજે પોતાનુ માથું અજયભાઈનાં ખોળામાં ઢાળી દીધું. અજય ભાઈએ તેની પીઠ પર એક હુંફાળો હાથ ફેરવ્યો અને બોલ્યા, "બેટા, વિરાજ..આમાં તારો વાંક નથી, તું તો હકીકત જાણતો જ નહતો."

'ડેડ..એ જ તો હું કહું છુ કે આઇ એમ સોરી, કારણકે હું હકીકતથી અજાણ હોવાં છતા, તમને જ અપરાધી માની બેઠ્યો." વિરાજે પોતાના આસુંઓથી અજયભાઈની ગોદને ભીની કરી દીધી.

અજયભાઇ બોલ્યા, "બેટા, તું તો બાળક છે."
વિરાજ ઉભો થયો અને પોતાના ડેડનાં પગ પકડતા બોલ્યો, "ડેડ,તમે કેટલા મહાન છો, તમારી સાથે મેં આટલા વર્ષોથી આવુ વર્તન કર્યું છતાં તમે મને માફ કરી દીધો!? પરન્તુ...મોમ..મોમ મને માફ કરશે?"

"બેટા, સંતાનથી તો ભુલ થાય ત્યારે માતા-પીતાએ તેમને સાચો રસ્તો બતાવવો જોઈએ અને જો સંતાન તે રસ્તે ચાલી અને પોતાની ભુલ સુધારવા માંગતા હોય, તો પછી માતા-પિતાએ તેમને માફ કરી દેવા જોઈએ." આટલું બોલી અજયભાઈએ વિરાજને ઉભો કર્યો અને પોતાની બાજૂમા બેસાડી, તેનાં આસું લુંછ્યા અને તેને પાણી આપતાં બોલ્યા ,"બસ હવે રડવાનું બંધ કર." અને થોડીવારનાં મૌન બાદ વિરાજ બોલ્યો, "ડેડ,તમને એવું શું કામ લાગ્યું કે મારી તબિયત સારી નથી?"

અજયભાઇ બોલ્યા,"અરે, એ તો મને નીચે પ્રિતીએ કહ્યુ."

"પ્રિતીએ!શું?" વિરાજ નવાઇ સાથે બોલ્યો.

અજયભાઈએ વિરાજને નીચે પ્રિતીએ કહેલી બધી વાત કહી.

"ડેડ,મને કંઈ જ નથી થયુ, મારી તબિયત સારી છે, પ્રિતીને એક પ્રોજેક્ટની ફાઇલ જોઇતી હતી આથી હું અહીં તે ફાઇલ લેવા આવ્યો હતો. પણ ડેડ, પ્રિતી ખોટું શું કામ બોલી?" વિરાજે નવાઈ સાથે પુછ્યું.

અજયભાઈ થોડીવાર વિચાર્યા બાદ
જોરથી હસવાં માંડ્યા. આ જોઇ વિરાજ કાઈ સમજી નાં શક્યો, તેણે અજયભાઈને પુછ્યું, "ડેડ,તમે આમ હસો છો, શા માટે?"

"અરે, બૂધ્ધુ હજું નાં સમજ્યો? આપણને એક સાથે બંધ રૂમમાં રાખી અને એક બીજાની હકીકતથી વાકેફ કરવાનો પ્લાન પ્રિતીનો જ હતો. " અજયભાઈ હસતા-હસતાં બોલ્યા.

પોતાની પોલ હવે ખુલી ગઇ છે તેમ જણાતા પ્રિતી ફટાફટ ત્યાંથી નીકળવા માંડી. તે હજું સીડી ઉતરી ને જતીજ હતી કે વિરાજ સીડી ઉતરતી સમયે પકડવા માટેના સ્ટેન્ડ પર સ્લાઈડ થઈને તરતજ પ્રિતીની સામે આવી ને ઉભો રહી ગયો.
પ્રિતી પાછળની બાજુથી ભાગવા માટે ફરી તો પાછળ અજયભાઈ ઉભા હતાં. હવે બચવા માટેનો કોઈજ રસ્તો જડવાનો નથી તેવું લાગતા તેણે બાજી સંભાળવાની કોશિશ કરતા અજયભાઈને પુછ્યું, "અંકલ,વિરાજે દવા લીધી?"

"ઓ,મેડમ..મેં તો દવા લઇ લીધી, હવે તારો વારો." આટલું બોલી વિરાજે પ્રિતીનો કાન ખેંચ્યો અને બોલ્યો,"આ કાન જ દરવાજા પર ધરી અને અમારી વાતો સાંભળી રહી હતી, કેમ?"

"આહ..દુઃખે છે, બ્રો છોડ.." પ્રિતીએ પોતાનો લાલ થયેલો કાન છોડાવ્યો.

"સાચેક તું મારી સાચી બહેન જ છે. તે મારા ડેડ પ્રત્યેના વર્ષો જુના ગેરસમજણનાં પડદા ને કાઢીને ફેંકી દીધો. તારો આ ઉપકાર હું કોઈ દીવસ નહીં ભૂલી શકીશ. થેન્ક યુ પ્રિતી. થેન્ક યું સો મચ." વિરાજે પ્રિતીનાં હાથ પકડતા કહ્યુ.

"વિરાજ, મને એક સવાલનો જવાબ આપ, જ્યારે આપણે પાર્ટનરશીપમાં બિઝનેસ કરતાં હોઇએે ત્યારે દરેક પાર્ટનરોને એક બીજા પાસેથી શાની અપેક્ષા હોય છે?" પ્રિતીએ વિરાજને સવાલ કર્યો.

"પૈસા."વિરાજ બોલ્યો.

"હે!ભગવાન,તને કોઈ દિવસ પૈસા સીવાય જીવનમાં કશું દેખાણુ છે? અરે, બીજુ શું જરુરી છે?" પ્રિતીએ વિરાજને ગુસ્સા સાથે પુછ્યું.

"વિશ્વાસ." અજયભાઇ બોલ્યા.

"હા, વિશ્વાસ,અંકલ ઇઝ રાઇટ. જેમ આપણે પાર્ટનરશીપમાં એક બીજા પર વિશ્વાસ મુકવો જરૂરી બની જાય છે, તેવીજ રીતે સંબન્ધોમાં વિશ્વાસ જરૂરી છે. અને પાર્ટનરશીપ પણ એક જાતનો સંબન્ધ જ છે ને. તને તારા ડેડ પર વિશ્વાસ નહતો. આથી તને તેમનાં પ્રત્યે ગેરસમજ ઊભી થઈ હતી." પ્રિતીએ વિરાજને તેની બિઝનેસની ભાષામાં વિશ્વાસની વ્યાખ્યા સમજાવી દીધી.

"વાહ, બેટા, તું ખુબજ સમજદાર અને હોશિયાર છોકરી છો." અજયભાઈએ પ્રિતીનાં માથા પર વ્હાલભર્યો હાથ ફેરવતા કહ્યુ.

વિરાજે જોયું કે પ્રિતીની આંખોમાં આસું છે, તેણે પુછ્યું, "અરે, પાગલ રડે છે શું કામ?"

"વિરાજ, જીવનમાં આજ પહેલા કદી માતા-પીતાનો વ્હાલભર્યો હાથ આ અનાથના માથા પર ફર્યો નથી, એટ્લે રડવું આવી ગયુ." પ્રિતીએ પોતાના આસું લૂછતાં કહ્યુ.

"કોણે કહ્યુ તું અનાથ છો?" અજયભાઇએ પ્રિતીને મીઠો ઠપકો આપતાં કહ્યુ.

બહુ ભાવુક થયેલા વાતાવરણને હળવું કરવા વિરાજ બોલ્યો,"બસ..બસ..જો આમ જ તું રડતી રહીશને તો પછી અહીં આંસુના પૂર આવી જશે"

"હા, પોતે રડતો હતો તો કાઈ વાંધો નહતો તને કેમ?" પ્રિતીએ મોં બગાડતા કહ્યુ.
પછી ત્રણેય હસવા માંડ્યા.

પ્રિતી ઘડિયાળમાં સમય જોતા બોલી, "ચાલો વિરાજ,ઓફિસે આવે છે ને ? મોડું થાય છે."

વિરાજ બોલ્યો, "નાં, તું આજનો દીવસ ઓફીસ સંભાળી લેજે. હું અને ડેડ આજે ફરવા જઈશું."

અજયભાઈએ વિરાજને પૂછ્યું, "પણ બેટા તારી મિટિંગ્સ ?"

વિરાજે કહ્યું, "ડેડ, મીટીંગ તો થતી રહેશે, હવે મારે તમારી સાથે સમય પસાર કરવો છે. અત્યાર સુધી કરેલી ભુલને હવે હું સુધારવા માંગુ છુ."

પ્રિતી બોલી, "હા અંકલ, આટલા વર્ષો પછી તમે એક બીજા સાથે સરખું બોલ્યા છો તો ફરવા તો જવુંજ જોઈએ. આજે તો આનંદનો દીવસ છે તમારે માટે. તો ફરો અને મજા કરો. હું ઓફિસનું કામ સંભાળી લઈશ."

અજય ભાઈ સહમતી આપતા બોલ્યા, "તમારી વાત સાચી છે."

પ્રિતી ત્યાંથી નીકળતા બોલી, "તો ચાલો હું જાવ છુ. જય શ્રી કૃષ્ણ."


અજય ભાઈએ વિરાજને પૂછ્યું, " પણ વિરાજ આપણે ફરવા જઈશું ક્યાં?"

વિરાજ વિચારતા બોલ્યો, "એ બધું સિક્રેટ છે. પહેલા તમે તૈયાર થઈ જાઓ. અને હા હું હમણાં તમારાં રૂમમાં જે કપડા મૂકાવુંને તે જ પહેરજો."

અજય ભાઈ પોતાના રૂમમાં જતા બોલ્યા, "હા, ભાઈ જેમ તું કહે તેમ."

અને બન્ને તૈયાર થવા જાય છે.

વિરાજ તૈયાર થઈ ને નીચે ઉભો હોય છે અને ત્યાંજ અજયભાઇ આવે છે. અજયભાઈ સીડીએથી ઉતરતા-ઉતરતા પણ બગડેલા મોં એ પોતાના કપડા જોતાં આવે છે. અને નીચે ઉતરતાજ વિરાજ પર ત્રાટકી પડે છે, "વિરાજ,આ શું પહેરાવ્યું છે તે મને?"

"જીન્સ અને ટીશર્ટ."વિરાજે સહજતાથી જવાબ આપ્યો.

"એ,દોઢા.. એ તો મને પણ ખબર છે, પણ આવડી ઉંમરે આવુ શું પહેરવાનું?" અજયભાઈએ વિરાજને સમજાવતા કહ્યુ.

"ડેડ, તમે વિરાજનાં કુલ ડેડ લાગવા જોઈએને? અને જીન્સ-ટીશર્ટ પહેરવામાં વળી ઉંમર ક્યાંથી વચ્ચે આવી? કેટલાં કુલ લાગો છો આ કપડામાં." વિરાજે સામું પોતાના ડેડને સમજાવી દીધાં.

"હા, ભાઈ તારી સામે વળી કોણ જીત્યું છે? હવે તો બોલ ક્યાં જવાનું છે?" અજયભાઈએ વિરાજ ને પુછ્યું.

બન્ને બઁગ્લોની બહાર જતાં જતાં વિરાજે અજયભાઈને પૂછ્યું "ડેડ કાર ચલાવશો?"

"અરે, ચોકકસ." આટલું બોલી અજયભાઈએ વિરાજનાં હાથમાંથી ચાવી લીધી અને કારમાં બેસી ગયા. વિરાજ પણ કારમાં અજયભાઈની બાજુની સીટ પર બેસી ગયો.

"પણ.. જવાનું છે,ક્યાં?" અજયભાઈએ પુછ્યું.

"સિદ્ધિ વિનાયક મંદિર." વિરાજ આટલું બોલ્યો ત્યાં અજયભાઈ તો જાણે પોતાના ભૂતકાળમાં ચાલ્યા ગયા, વિરાજ તેને વર્તમાનમાં લાવતા બોલ્યો, "ડેડ,તમે મોમ ભેગા અહિં સવારે દર્શન કરવા જતા ને?"

"હા બેટા" આટલું કહેતાં અજયભાઈએ કાર સ્ટાર્ટ કરી અને સિદ્ધિ વીનાયક મંદિર પહોંચ્યા. ત્યાં ગૌરી પુત્રનાં દર્શન કરી અને પછી તેઓ મરીન ડ્રાઇવ પહોંચ્યા. ત્યાં પાળી પર ચાલતા-ચાલતા બન્ને બાપ-દિકરો વાતો કરતા જતા હતાં. અજયભાઈને ભૂતકાળમાં મરીન ડ્રાઇવ પર શાલિની સાથે હાથમાં હાથ નાખી અને કલાકો સુધી વાતો કરતા હતાં અને પાળી પર ચાલતા હતાં તે ક્ષણો તાજી થવા લગી

અજયભાઈ અચાનક ઉભા રહ્યાં અને ત્યાંજ પાળી પર બેસી ગયા. વિરાજ પણ કાંઈ બોલ્યા વગર તેનાં ડેડની નજીક બેસી ગયો. અજયભાઈ અનંત દરિયાની સામે પોતાની સ્થિર આંખોને ટેકવીને બોલ્યા, "વિરાજ"

વિરાજ અજયભાઈની સામું જોઈને બોલ્યો , "હમ્મ.."

અજયભાઈ પોતાની તે જ પરિસ્થિતિમાં બોલ્યા, "તારી મોમ અને હું ઘણીવાર અહિં આવતાં, આ સ્થળ તેને એટલું ગમતું કે અમે અહિંજ આસપાસ ઘર લેવાના હતાં.પણ..." આટલું બોલતાં જાણે અજયભાઈની જીભ અટકી પડી.

વીરાજે પુછ્યું,"પણ??"

"પણ તેની પહેલાજ તે આપણને છોડીને ...."આટલું બોલતાં અજયભાઇ અટકી ગયા.

"ડેડ, જે થઈ ગયુ છે, તેને કોણ રોકી શકવાનું હતુ?પણ હવે જો તમે મોમને યાદ કરીને આમ દુઃખી થશો તો પછી મોમ ને પણ નહીં ગમે." વિરાજ અજયભાઈનાં હાથને પોતાના હાથમાં લેતા બોલ્યો.

"હા, બેટા ચાલ હવે ક્યાં જવાનું છે?બોલ." અજયભાઈ વિરાજ સામું સ્માઈલ કરતા બોલ્યા.

"હવે,મુવી ટાઈમ." વિરાજ આટલું બોલી ઉભો થયો.
અને બન્ને બાપ-દિકરાની સવારી નીકળી પડી થિયેટર તરફ.. થિયેટરમાં મુવી જોયું. મુવી જોયા બાદ તેઓ તાજ હોટેલ લંચ માટે ગયા. ત્યાં લંચ કર્યા બાદ. તેઓ ગેટ-વે ઓફ ઈન્ડિયા ગયા. ત્યાં બન્નેએ ખાસો સમય વિતાવ્યો, સેલ્ફીઓ પાડી, આજુબાજું ફર્યા અને ખૂબ મજા કરી.

સંધ્યાનો સમય હતો તેઓની સવારી જુહુ બીચ પર અટકી, ત્યાંની રેતી પર ખુલા પગે ચાલ્યા. વિરાજ રેતીને પોતાના પગ વડે રમાડતો, ત્યાં નાનાં છોકરાઓ ભેગો બેસીને રેતી નો કિલ્લો બનાવતો જાણે કેટલા વર્ષો પછી તે પોતાનુ બાળપણ ફરી જીવી રહ્યો હતો. અને વિરાજને ખુશ જોઇને આજે કેટલા વર્ષો બાદ અજયભાઇ પણ ખુશ હતા.

બન્ને થોડી વાર પાળી પર બેસ્યા, વાતાવરણ ખુબજ શાંત અને નયનરમ્ય હતું, બાળકોનો મીઠો કલરવ આ શાંતીને ચીરતો જતો હતો. વીશાળ દરિયાની ઉપર રહેલા આકાશમાં કેસરી અને પીળો રંગ મિશ્રિત થવાથી વાતાવરણ વધું સુંદર લાગી રહ્યુ હતું, દરિયા કિનારે બેસી અને આથમતા સૂરજનું દ્રશ્ય જોવું ખુબજ આહલાદક અનુભવ હોય છે, જે અજયભાઈ અને વિરાજ અનુભવી રહ્યાં હતાં. રાત થવા આવી હતી બન્ને ત્યાં પાણી-પુરીનાં થેલા પાસે પહોંચ્યા અને બન્ને બાપ-દિકરાએ શરત લગાડી કે કોણ કેટલી વધું પાણી-પુરી ખાઈ શકશે? તેમની વચ્ચેની શરતે એટલો તો જોર પકડ્યો કે ત્યાં આજુ-બાજુંના ઘણાં લોકો ત્યાં આવી ગયા અને અંદાજો લગાડવા માંડ્યા કે કોણ જીતશે? અંતે અજયભાઈ જીત્યા અને જાણે કોઈ મોટો એવોર્ડ મળી ગયો હોય તેમ ખુશ થતા હતાં. ત્યાં ઉપસ્થિત બધાએ તેમને તાળીઓનાં ગળ-ગળાટથી વધાવી લીધાં.

છેલ્લે ગોલો ખાઇ, અને તેઓ આખા દીવસની સુવર્ણ યાદો પોતાની સાથે લઇ અને ઘરે પહોંચ્યા.બન્ને ખુબજ થાકી ગયા હતાં ,આથી થોડીક વાર સાથે બેસી અને પોત-પોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા.

રૂમમાં પ્રવેશતાની સાથે જ વિરાજની નજર સામે પેલું બ્લેક બેગ આવ્યુ. તે પ્રોજેક્ટની ફાઇલ શોધતો હતો ત્યારે આ બેગ તેનાં હાથે આવ્યુ હતું. પરન્તુ ડેડ સાથેના ઝઘડાને કારણે તેણે ખોલ્યું જ નહીં.

બન્ને બાપ-દિકરાએ આંખો દીવસ મુંબઈમાં ફરી ખૂબ મજા કરી, અને સાથે તમે પણ..તેમણે પોતાની જૂની યાદો તાજા કરી, પણ આ બ્લેક બેગમાં શું હશે?જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની..

નીચે પ્રતિભાવ આપતાં જજો✍, આ વાર્તાને વધુને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચના પોસ્ટ કરું તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏