પ્રેમનું વર્તુળ - ૧૬ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમનું વર્તુળ - ૧૬

પ્રકરણ-૧૬ રેવાંશનું વિચિત્ર વર્તન

વૈદેહીને ત્રણ મહિના પુરા થઇ ગયા હતા. રેવાંશ અને વૈદેહી બંનેનું જીવન બરાબર ચાલી રહ્યું હતું. રેવાંશની મમ્મીને પણ હવે રીટાયર થવામાં માત્ર એક જ વર્ષ બાકી રહ્યું હતું. અને એ છેલ્લાં વર્ષમાં જ એમને શાળાના પ્રિન્સીપાલ તરીકે પ્રમોશન મળ્યું હતું. ટૂંકમાં, આ આવનાર બાળક બધાના માટે ખુબ સારા સમાચાર લઈને આવ્યું હતું. મહેકના પણ લગ્ન એ જ વર્ષ દરમિયાન ગોઠવાયા. એના લગ્ન પણ રંગેચંગે લેવાયા. મહેકના પતિને પોતાનું કલીનીક હતું. મહેકનો સાસરી પરિવાર પણ પૈસેટકે સુખી પરિવાર હતો. મહેેેકના સસરાને ફર્નીચરનો બીઝનેસ હતો. અને એમના જેઠ પિતા સાથે બિઝનેસમાં હતા. જેઠની પત્ની એટલે કે, મહેકની જેઠાણી કુશળ ગૃહીની હતી. એમને એક દીકરો હતો. મહેકના લગ્નને એકાદ મહિના જેટલો સમય થઇ ગયો હતો. વૈદેહી એ પણ એની પી. એચ. ડી. ની થીસીસ લખવાનું ચાલુ કરી દીધું હતું.
બધું બરાબર ચાલી રહયું હતું. પરંતુ એક દિવસ-
રાતનું ભોજન પતાવ્યા પછી રેવાંશએ વૈદેહીને કહ્યું, “પ્લીઝ, તું મને છોડી દે.”
વૈદેહી માટે તો રેવાંશનું આવું વર્તન અકલ્પનીય હતું. પેલા તો વૈદેહીને લાગ્યું કે, રેવાંશ મજાક કરે છે. પણ પછી એને સમજાયું કે, એ મજાક નહોતો કરી રહ્યો. એ તો સીરીયસ હતો.
વૈદેહીએ પૂછ્યું, “કેમ?”
રેવાંશ એ પ્રત્યુતર આપતા કહ્યું, “બસ, તું મને છોડી દે. હું તારા કે આ બાળક માટે કઈ કરી શકું એમ નથી. જે પ્રકારનું ભવિષ્ય હું એને આપવા માંગું છું એ ભવિષ્ય નહિ આપી શકું. પ્લીઝ, તું મને છોડી દે. સોરી, મેં તારી જીંદગી બરબાદ કરી નાખી. મને માફ કરી દે. પણ તું મને છોડી દે.”
વૈદેહીને લાગ્યું, અત્યારે રેવાંશની માનસિક સ્થિતિ સારી નથી. એટલે એણે માત્ર એટલું જ કહ્યું, “અત્યારે તમે સુઈ જાવ. આપણે કાલે વાત કરીશું.”
“પણ રેવાંશ તો એ જ રટણ કરી રહ્યો હતો કે, “પ્લીઝ, તું મને છોડી દે. આઈ એમ સોરી. મને માફ કરી દે. મેં તારી જીંદગી બરબાદ કરી નાખી. પણ તું મને છોડી દે.”
આ હવે રોજનો નિત્યક્રમ બની ગયો હતો. રોજ રાત પડે અને રેવાંશ માત્ર આ એક જ વાતનું રટણ કર્યા કરતો. અને વૈદેહી એને માત્ર એટલું જ કહેતી, “ના, હું તમને નહિ જ છોડું. અત્યારે તમારી સ્થિતિ સારી નથી એટલે તમે એમ બોલો છો. વૈદેહી એને સમજાવવાના અથાગ પ્રયત્નો કરી રહી હતી. પરંતુ એને કોઈ જ પરિણામ મળી રહ્યું નહોતું. અત્યાર સુધી વૈદેહી શાંત રહી પરંતુ હવે એની પણ ધીરજ ખૂટી અને એ પણ થોડી ગુસ્સાવાળી તો હતી જ એટલે એણે પણ રેવાંશ ને કહી દીધું, “આમ પણ હવે વધુ સમય નથી. સીમંત પછી હું આમ પણ મારા પપ્પાના ઘરે જતી જ રહેવાની છું. તમને જો એવું લાગતું હોય તો મારી ડીલીવરી પછી તમે મને તેડવા ના આવતા. આ મેં તમને કહી દીધું. પણ જ્યાં સુધી હું અહી છું ત્યાં સુધી તો હું તમને સમજાવવાના પૂરતા પ્રયત્નો કરીશ જ.”
એમ કહી વૈદેહીએ રેવાંશને શાંત પાડ્યો. પણ એમ કઈ એ શાંત થોડો થવાનો હતો? હવે રેવાંશ એના માતાપિતાને પણ બ્લેમ કરવા લાગ્યો કે, તમે જ મને આવી છોકરી પરણાવી. એ જતી રહી ને ત્યારે જ એને પછી લાવવાની નહોતી. તમે શું કામ એને પછી લઇ આવ્યા? રહેવા દેવી હતી ને એને એના બાપના ઘરે. હું તો ત્યારે જ ના પડતો હતો. આ જે કઈ પણ થયું છે એ માત્ર તમારા બંનેના લીધે જ થયું છે.
રેવાંશનું પરિવારના દરેક સદસ્યો જોડે વર્તન હવે બદલવા લાગ્યું હતું. પરંતુ એના માતાપિતા એ ન સમજી શક્યા કે, આ જે કઈ ઘટનાઓ બની રહી છે એનું કારણ એમણે કરેલો રેવાંશનો ઉછેર છે. માત્ર વૈદેહી આ વાતને સમજી શકી કે, રેવાંશની અત્યારે માનસિક સ્થિતિ સારી નથી. એને ઈલાજની જરૂર છે પણ એ ઘરમાં પણ કોઈને કહી શકે એમ નહોતી આ વાત. કારણ કે, એ જાણતી હતી કે આ વાત કરશે એટલે રેવાંશની મમ્મી તરત એમ કહેશે કે, તારે મારા દીકરાને હવે ગાંડામાં ખપાવવો છે એમ ને? એટલે વૈદેહી એ ત્યારે કોઈને કઈ પણ કહેવાનું ઉચિત ન માન્યું. વૈદેહી માનતી હતી કે, હું મારા પ્રેમથી રેવાંશનું દિલ જીતી લઈશ. પણ એમાં એ સતત નિષ્ફળ જ જઈ રહી હતી.
આ હવે રોજનો નિત્યક્રમ બની ગયો હતો. રેવાંશ વૈદેહીને કહેતો, “તું મને છોડી દે” અને વૈદેહી રેવાંશને કહેતી કે, “ના, હું તમને નહિ છોડું.”
એમ કરતા કરતા બીજા ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો. વૈદેહીને હવે છઠ્ઠો મહિનો બેસી ગયો હતો. અને સાતમા મહીને એની સીમંતવિધિ હતી. સીમંતવિધિ ના માત્ર બે જ દિવસ પહેલા વૈદેહી એ એની પી. એચ. ડી. ની થીસીસ સબમિટ કરી દીધી. એટલે એણે રાહતનો શ્વાસ અનુભવ્યો.
અંતે વૈદેહીની સીમંતવિધીનો દિવસ આવી પહોંચ્યો.
શું સીમંત પછી વૈદેહી પિતાના ઘરે જતી રહેશે? શું રેવાંશ વૈદેહીને તેડવા આવશે? વૈદેહીનું આવનાર બાળક પોતાના પિતાનો ચેહરો જોશે? શું વૈદેહી અને રેવાંશ વચ્ચે સમાધાન થશે? એની વાત આવતા અંકે......

રેટ કરો અને રિવ્યુ આપો

Aamir Vahora

Aamir Vahora 3 અઠવાડિયા પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 3 અઠવાડિયા પહેલા

Sheetal

Sheetal 3 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 3 વર્ષ પહેલા

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા