· વેલેન્ટાઇન ડે
પહેલો વેલેન્ટાઇન ડે આવ્યો. બધાને એમ જ હતુ કે આ વખતે મીરા શ્યામ બન્ને એકબીજાને પ્રપોઝ કરશે. સામાન્ય રીતે એવુ જ હોય કે કોલેજમાં જે પણ બે વચ્ચે સારી દોસ્તી હોય એની અનેક ધારણાઓ થવા લાગે. અમુક ધારણાઓ તો, ક્યારેક હદથી પણ આગળ નિકળી જાય છે.
રોજની જેમ જ વેલેન્ટાઇન ડે ના દિવસે રેગ્યુલર આવે એમ જ વાઇટ ટિ શર્ટ અને બ્લુ જીન્સ, સ્પોર્ટ શુઝ આમ તો શ્યામનો કાયમનો લુક આ જ હોય. આવીને પોતાનુ સ્ટડી શરૂ કરી દિધુ. થોડિવારમાં સુદિપ અને વીર આવી ગયા. વેલેન્ટાઇન ડે હોય એટલે સામાન્ય રીતે બધા જ રેડ અથવા પીંક કપડા પહેરીને આવે.
આજે બધા સમય કરતા વહેલા આવી ગયા હતા. સુદિપ શ્યામને જોતા જ કહે છે,
એ વીર શ્યામલો આવ્યો, જોટો એવો ને એવો જ રહ્યો આજે પણ રેગ્યુલર જ પેરીને આવ્યો છે…
શ્યામની બાજુમાં જઈને કહે છે, લ્યા આજે ટને ખબર ની હટી કે વેલેન્ટાઇન ડે છે કમસે કમ રેડ કે પીંક પહેરીને આવવુ જોઇએ ને
શ્યામ પોતાનુ અસાઇનમેન્ટ લખતા લખતા જ તેની સામે જોયા વગર કહિ દિધુ,
આમ તો મને યાદ જ ન હતુ કે, આજ વેલેન્ટાઇન ડે છે અને મારી પાસે રેડ કે પીન્ક ટી શર્ટ નથી.
વીર નવાઇ સાથે શ્યામને કહે છે,શ્યામ્લા લોકો વાટ જોતા હોય ને તુ એમ કે સો કે મને યાદ નથી જો તને કવ આટલુ બધુ હુશિયાર બનવુ ય નો હારુ હો.
શ્યામ એ જ અદામાં પાછો કહે છે, એમા શુ સિન્સીયર લે નોતી ખબર તો હુ શુ કરૂ ?
શ્યામ સાથે સાથે બીજી સિક્સર વીરુ પર ફટકારે છે, પણ તુ તો કે કોને પ્રપોઝ કરવાનો રીયા ને કે પછી નિશાને?
વીર ડર સાથે કહે છે, એ ભઈ તુ સેને અમારા વાહા ભંગવીશ એવુ લાગે સે મારે કોઇ ને પ્રપોઝ નથી કરવો એવુ હશે તો આવતા વર્ષે કરીશ પણ તુ કરી દે જે. જો સુરતી લાલો તો કરવાનો સે.
શ્યામ ખુશીથી કહે છે, શુ વાત કરે ? સુદિપ કોને પ્રપોઝ કરવાનો છે ?
સુદિપ દયામણુ મોઢુ હોય એમ, હા વરી અમારી ગરીબની લાઇફ હોય ને હુ ટીનાને પ્રપોઝ કરવાનો સુ.
શ્યામ શંકાશીલ સ્વાભાવથી કહે છે, સારૂ પણ તને એ જ કેમ ધ્યાનમાં આવી ? થોડુ…..
સુદિપ શ્યામને શાંત્વના આપતા કહે છે, એ બઢુ છોડ શ્યામલા ટુ મારુ ભલુ ઇરછે છે એટલે ટુ ચિંતા કરે મને ખ્યાલ જ છે પણ ટુ પ્રપોઝ કરવાનો કે ની? એ ટો કે
શ્યામ અકળાઇને કહે છે, કોને પ્રપોઝ કરૂ હુ ? પ્રપોઝ કરવાનો ? પ્રપોઝ કરવાનો ? પુછીને જીવ ખાવ છો પણ ચોખવટ પાડો હરામીઓ
મીરા અને નિશા આવતી દેખાય છે પણ, આ વાતનો દોર યથાવત ચાલુ જ રહે છે. મીરા આવીને સીધી જ આ ગ્રુપમાં ઉભી રહી જાય છે. સંજોગવશાત એણે પણ વ્હાઇટ ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલુ.
વીર તો મીરાને જોઇને જ ચમકી ઉઠે છે. સીધો જ એક્શનમાં આવીને બોલે છે, ઓ તેરી !! મેચીંગ છે પેલેથી જો જો બેયનુ, હવે તો પ્રપોઝ કરવાનો
શ્યામ તો, શુ બોલવુ ન બોલવુ એ મુંઝવણમાં હતો. છતા બોલ્યો, અરે ભાઇ એક્સીડેન્ટલી છે, અમારુ કોઇ પ્રિ પ્લાનીંગ નથી.
વીર મીરા પાસે પહોચી ગયો અને પુછવા લાગ્યો, મીરા હુ કે સો તુ બોલ ? શ્યામ પ્રપોઝ કરે તો તુ હુ રીપ્લે આપે ?
મીરા પાસે જવાબ તૈયાર જ હોય એમ સીધુ ફાયરીંગ કર્યુ, મારી પાસે ના કહેવાનુ કોઇ કારણ નથી.
શ્યામ તો આ સાંભળી તેની સામે એકીટશે જોયા જ કરે છે.
વીરને તો જે જોઇતુ હતુ એ મળી ગયુ શ્યામ પાસે જઈને શ્યામને કહે છે, હવે મને એમ તો નો કેતો કે કોને પ્રપોઝ કરુ
શ્યામને સૌથી વધુ ગુસ્સો વીર પર આવતો જ હશે પણ મીરા પ્રત્યે કુણી લાગણી જન્મી તો હતી પણ વેલેન્ટાઇન ડે ને દિવસે જાહેરમાં પ્રપોઝ કરવો એ બધુ તેના સ્વભાવથી વિપરીત લાગતુ હતુ .
છતા શ્યામના દિલમાથી મીરા માટે શબ્દો નિકળ્યા
‘મીરા માટેનો મારો પ્રેમ એક દિવસનો ન હોઇ હર પલ અને હર હંમેશ હોય, આઇ ડોન્ટ બિલિવ ધીસ ડે.’ કહેતો સીધો ક્લાસની બહાર નિકળી જાય છે.
ક્લાસની બહાર લોબીમાં ઉભો રહે છે. બીજા માળેથી કોલેજની હરીયાળી અને વેલેન્ટાઇન ડેની અસર વાળી હરીયાળી જ દેખાતી હતી. કોઇ ગાર્ડનમાં બેઠા હતા. ક્યાક બાઇકના સ્ટેન્ડ પર ચડાવી કપલ એકબીજા સાથે પ્રેમ સંવાદ ચાલુ હતો.
આ બધુ અચાનક જ આજે શ્યામને ગમવા લાગ્યુ હતુ.
એક પછી એક ઘટના બાદ શ્યામ પોતાને અનેક સવાલ પુછી રહ્યો હતો કે,
ક્યાય ખોટી દિશામાં આગળ નથી જઈ રહ્યો ને?
તે પોતાના ગોલ સુધી પહોચવાના રસ્તામાં રોડા તો નથી નાખી રહ્યો ને?
પાછુ મનમાં તરત જ વિચાર આવ્યો કે,ના હજુ સુધી તો આવુ કઇ થયુ જ નથી.
મીરાને જ્યારે પણ મળુ તો મન પરનો ભાર હળવો થઇ જાય. એની હાજરી મને કાયમ ગમે છે.જો મીરાનો સાથ મળે તો જીંદગીમાં દરેક સુખ દુઃખ હસતા હસતા જીવી લઈશુ.
બધા જ તાળીઓ પાડી શ્યામ શ્યામ નામની બુમો પાડતા હતા. આ અવાજથી વિચારોના વમળ વચ્ચે અટવાયેલો શ્યામ થોડો બહાર આવ્યો. અચાનક જ કોમળ હાથ શ્યામને પાછળથી જકડીલે છે એ મીરા હતી કહે છે, શ્યામ તારી વાત તારા દિલથી નિકળે અને મારા દિલમાં ઉતરી જાય.
શ્યામ પણ આ બધુ માત્ર માણી રહ્યો હતો મહેસુસ કરી રહ્યો હતો. થોડો સ્વસ્થ થઈ શ્યામ એક હાથ લંબાવે છે, મીરા તેમા તેનો હાથ મુકે છે શ્યામ મીરાના મુકેલો હાથ હોઠ પાસે લઈ જઈને ચુંબન કરે છે.
ત્યા જ પાછળથી વીર બોલતો બોલતો આવે છે, ઓ હેલો જવાબ હુ આવ્યો હા કે ના? પેલા ઇ ચોખવટ કરો પસી જે કરવુ હોય ઇ કરજો.
શ્યામ જાણી જોઇને અજાણ્યો બનતો હોય એમ શેનુ હા કે ના? ક્યા સવાલનો જવાબ?
મીરાને લાગ્યુ કે,વીરને વધુ કન્ફ્યુઝ કરવો હતો એટલે એ જ શ્યામના ખભા પર હાથ મુકતા કહે છે, સવાલ પુછયા પહેલા જવાબ સમજી જાય એ જ તો સાચો પ્રેમ. તમને ન ખબર પડે ચલો હટો એમ કહિને એ પણ ત્યાથી નિકળી ગઈ.
શ્યામ પણ વીરને ચાલો હટો એ કહેતો નિકળી જાય છે.
વીર તો જોઇ જ રહ્યો કે, હુ બોલે સે બેય? આ બેય આટલુ હારુ બોલતા ક્યાથી શીખ્યાવા હશે?
કોલેજમાં આજ તો એકદમ સુંદર વાતાવરણ બધે જ ગુલાબી અને લાલ કલર જ દેખાય. જેને કોઇ પ્રપોઝ નથી કરવાના એ પણ બીજાને પ્રપોજ કરાવવાના સેટીંગમાં લાગ્યા હશે એટલે એ પણ ખુશ હતા.
બહાર કેન્ટીન પાસે શ્યામ કોઇ સાથે ફોનમાં વાત કરતો હતો. મીરા તેની તરફ આવતી દેખાય છે, તરત જ શ્યામ ફોનમાં કહે છે. તને પછી કોલ કરુ ભાઇ, સુરત આવે ત્યારે મળજે. કદાચ કોઇક ગામડાનો મિત્ર હશે.
ચાલ આપણે ડ્રાઇવ પર જઈએ, મીરા આવીને સીધુ જ શ્યામને પુછે છે.
શ્યામ પાસે ના કહેવાનુ કોઇ કારણ ન હતુ એટલે સવાલ પુછે છે કે, ક્યા જઇશુ ?
મીરા કહે, તુ સવાલ નહિ કર, તે જે પણ સારી જગ્યા જોઇ હોય ત્યા જઈએ.
શ્યામ કહે, ઓકે પણ તારી પાસે કેટલો ટાઇમ છે?
શ્યામ મારી પાસે તારા માટે તો લોટ ઓફ ટાઇમ છે. મને કોઇ બંધન નથી.
ઓકે ચાલ તને એક સુંદર જગ્યા પર લઈ જાઉ.
શ્યામ સ્પોર્ટસ બાઇક લઇને આવ્યો હોય છે.શ્યામ ગાડિ પર બેસવા મીરાને ઇશારો કરે છે.
મીરા બાઇક જોઇને કહે છે, નાઇસ યોર બાઇક
શ્યામ હસવા લાગે છે અને કહે છે, અરે મારે આવી બાઇક ક્યાથી હોય? મારી ગાડી સર્વિસમાં હતી તો મારા ફ્રેન્ડની ગાડી લઇ આવ્યો છુ.
મીરા કહે ભલે ને તારા ફ્રેન્ડની હોય પણ તારી પર મેચ થાય છે.
શ્યામ હસવા લાગે છે અને કહે છે હવે બેસીસ કે અહિ જ વાતો કરીશ.
મીરા શ્યામની પાછળ બેસી જાય છે.
શ્યામ કહે તારી પાસે વધુ સમય હોય તો હુ તને એક એવી જગ્યાએ લઇ જાવ કે તને એમ જ થશે કે હુ સ્વર્ગમાં આવી
મીરા કહે તુ છો એ મારે માટે સ્વર્ગ જ છે પણ હુ સાંજે ૯ વાગ્યા સુધીમાં ઘરે તો પહોચી જાઉ તો ચાલે, એમ ન પહોચુ તો કોઇ પ્રોબ્લેમ ન થાય. તુ લઇ જા તારે જ્યા પણ જવુ હોય ત્યા.
મીરા પાછળ બેસી જાય છે, શ્યામ અને મીરા વાતો કરતા કરતા સુરત શહેરની બહાર નીકળી જાય છે.
મીરાના મનમાં એમ હતુ કે, તે ક્યા લઇ જશે? તેની પસંદગી કેવી જગ્યા છે?
સુરત શહેરના બિલ્ડીંગ દેખાતા બંધ થઈ ગયા. પછી ગામડાઓ આવવા લાગ્યા. એ પણ દેખાતા બંધ થઈ ગયા હતા. હવે તો માત્ર જંગલ આવતુ હતુ.
મીરા શ્યામને પુછતી હતી કે, હવે કેટલો સમય લાગશે શ્યામ?
શ્યામ કહે કેમ થાકી ગઈ છો?
શ્યામ કહે, હમણા તારો થાક પણ ઉતરી જશે અને ભુખ પણ મટી જશે.એક અલગ જ તાજગી સાથે સ્ફૂર્તિ નો અનુભવ કરાવું.
જંગલમાં આગળ વધતા એક નાનકડુ પૌરાણીક ગામ આવ્યુ,ગામ ના લોકો પણ પુરાના જમાના હોય એવું તેમના કપડાં અને દેખાવ પરથી લાગતું હતું.રોડ પર થી પસાર થતા દેખાતા મંદિર અને મકાનો ની બાંધકામ શૈલી અને કોતરણી પણ જુના જમાના લગતા હતા,ધીમે ધીમે આગળ પસાર થતાં ગામ પુરુ થયુ એટલે કુદરતી સૌદર્યનો ખજાનો ચાલુ થયો. ઉંચી ઉંચી પર્વતમાળાઓ ,અને તેના પરથી ધોધ બની વહેતા સુંદર મજા ના નાના મોટા ઝરણાં સાથે ચારે તરફ પથરાયેલી હરીયાળી આ જંગલ અને પહાડના વાંકાચુંકા ભયજનક રસ્તાઓ સફરને વધુ રોમાંચક બનાવી રહ્યો હતો.જંગલ નો રસ્તો ઉબડ ખાબડ હતો.જેના લીધે બાઈક ને પણથ
થડકા લાગતા હતા ,પડવાની બીક ના લીધે મીરા પણ શ્યામને રોમેન્ટીક અદાથી જકડી બેસી ગઈ હતી.આ બધુ મનભરી ને માણી રહિ હતી. થોડા આગળ જતા શ્યામે દૂર આંગળી ચિંધતા કહ્યુ, જો મીરા ત્યા પર્વત પરથી ધોધ પડી રહ્યો છે.
મીરા માત્ર નાઇસ વંડરફુલ જેવા શબ્દો જ બોલ્યે જતી હતી.
કુદરત ના સૌન્દર્ય નું રસપાન કરતાં અમે જંગલ માં પાંચેક કિલોમીટર અંદર આવી ગયા.આખરે મારી મનપસંદ જગ્યાએ પહોચી ગયા. મીરા અનેક કલ્પનાઓ માં ખોવાયેલી હતી. શ્યામ પોતાની ગાડી પાર્ક કરી મીરાને એ જગ્યા સુધી લઈ જાય છે.જ્યાં પાણી નું એક સાંકડું વહેણ અને છીંછરું પાણી વહી રહ્યું હોય છે. એ પાણી ના વહેણ માં ચાલતા ચાલતા શ્યામ મીરા નો આંખ પર કંઈ દેખાય નઈ તેમ હાથ રાખી દે છે ,ને વહેતા પાણી માં સંભાળી ને થોડે દૂર આગળ સુધી લઈ જાય છે.અને અચાનક એક જગ્યા પર આવી ને બને ઊભા રહી જાય છે.થોડીવાર માટે મીરા વિચાર માં પડી જાય છે કે શું થયું? કેમ શ્યામ ઊભો રહ્યો હશે? અને શ્યામ ના બને હાથ આંખ આગળથી દૂર થાય છે.
બરાબર સામે ના પર્વત પર થી એક સુંદર, નયનરમ્ય પાણીનો ધોધ પચાસેક ફુટ ઉપરથી પડતો હતો.નીચે પડતાં ની સાથે જ એક મોટા ઝાકળની નાની નાની બુંદો માં ફેરવાઈ જતો હતો. આજુબાજુમાં પણ બીજા અનેક નાના ધોધ પડી રહ્યા હતા. બધાનુ પાણી ઝરણા સ્વરુપે વહિ રહ્યુ હતુ. પેલી નજરે જ મનને ગમી જાય આહલાદક વાતાવરણ હતું.
મીરા તો ખુશખુશાલ થઈ જાય છે. એ તો આ દ્રશ્ય જોઇને આનંદમાં આવી જાણે ગાંડી બની ગઈ હોય તેમ શ્યામ ઉપર પાણી ની છોળો ખોબે ખોબે ઉછાળવા લાગે છે.
વાહ કેટલુ સુંદર મનોરમ્ય વાતાવરણ અને કેટલી અપાર શાંતિ? એમ થાય કે બસ હવે અહીં જ રોકાઈ જાઉ.
શ્યામ પણ મીરા ને આટલી આનંદમા જોઇ હરખાતો હતો મીરાને કહે છે, હા આ જગ્યા એ હુ મારી ઓફિસમાંથી ઘણા સમય પહેલા આવેલો.
વહેતા પાણીમાં ગોઠણ થી નીચે ડુબે તેટલા પગ રાખીને બન્ને એક મોટા પથ્થર પર બેસે છે.
મીરા શ્યામને પણ આજ એકદમ બિન્દાસ્ત થઇ ગયેલો જોવે છે.થોડી મન માં ચાલતી ઉથલપાથલ બાદ શ્યામને કહે છે,શ્યામ માત્ર મારા મનનુ સમાધાન કરવુ છે. મારે તને કેટલાક સવાલ પુછવા છે.ઘણી બધી વાતો પણ કરવી છે. કદાચ એના કારણે આપણા આવનારા સમયમાં એકબીજાને સમજવામાં વધુ સરળતા રહેશે.હુ પણ વ્હેમમાં ન રહુ અને તુ પણ નહી.
શ્યામ હસતા હસતા કહે છે, અરે પણ એમા અહિ થોડી અવાય. ત્યા ને ત્યા જ મને પુછયુ હોય તો પણ તને જવાબ આપી દેત.
બોલ શુ સવાલ પુછવા છે?બેફિકર થઈ બિન્દાસ્ત તારા સવાલ પૂછ. તારા દરેક સવાલનો હુ જવાબ પ્રમાણિકતાથી આપીશ. તારા મનનુ પણ સમાધાન કરીશ. બોલ જે હોઇ તે?
મીરાં ના થોડી ગંભીર બની જાય છે અને પ્રશ્નો પુછવા લાગે છે, તુ મને પ્રેમ કરે છે ?
માત્ર હા કે ના બીજુ કઇ જ નહિ.
શ્યામ અચાનક જ આ પ્રશ્નથી ડઘાઈ જાય છે, એટલે એમ તો (આટલુ બોલે ત્યા મીરા મો હલાવે એટલે શ્યામ ઝડપથી બોલી જાય છે તો હા.
જવાબ સાંભળતા મીરા ના હાવભાવ માં કોઇ ફેરફાર નહિ,ઝડપથી બીજો પ્રશ્ન પુછે છે, જો હુ તને એમ કહુ કે હુ તને પ્રેમ નથી કરતી તો ?
હજુ વાક્ય પૂરું થાય ત્યાં તો શ્યામ નો પીતો જાય છે.અને નારાજગી સાથે મીરાની સામે જોઇને બોલે છે, તો પણ હુ તને પ્રેમ કરીશ. મીરા મારા પ્રેમની વ્યાખ્યા જુદી છે.પ્રેમ તો ત્યાગ અને સમર્પણ નું બીજું નામ. કોલેજ લાઇફ માં છોકરો છોકરી શરીર ની ભુખ મિટાવવા પ્રેમ નામ નો સહારો લે છે.પણ મારા પ્રેમની વ્યાખ્યામાં વાસનાને સ્થાન નથી.મારા પ્રેમની વ્યાખ્યા એટલે તારી સુરક્ષા અને તારી હર પલ સંભાળનો સમાવેશ થાય છે અને દરેક પ્રેમનો અંત જરૂરી પણ નથી કે લગ્ન જ હોઇ. આપણો પ્રેમ પવિત્ર રહેશે તો આજીવન આજે જેવો છે એવો જ રહેશે. મને એવુ લાગ્યુ કે તુ મને શંકાની નજર થી જોઇ રહી છો. નહિ તો સવાલ કરવા ના પડે. માત્ર મારા વ્યવહારમાં તને એના જવાબ મળી જવા જોઇએ.
મીરા શ્યામને ને ભેટી ને તેની બાહોમાં ઝકડી લે છે.અને આંખોમાં આસુ આવી જાય છે. શ્યામ તો મુંગો હોઇ એમ બધુ જ કોઇ પણ પ્રતિક્રિયા વગર માત્ર જોયા અને અનુભવ્યા જ કરે છે.
થોડીવાર પછી પોતાને સ્વસ્થ કરતા મીરા શ્યામને કહે છે, તે મારા મન માં ઉઠતા દરેક તોફાન ને જવાબ આપી ડામી દીધા.કદાચ મારા મનમાં જ ખોટ હશે. તુ તો મારા કરતા પણ વધુ પવિત્ર છે.
શ્યામ સ્પષ્ટતા કરતા કહે છે, હુ કોઇને ગેરલાભ ઉઠાવવો કે ઇમોશ્નલ બ્લેક મેઇલ કરનાર નથી. એવુ સહન કરનાર નમાલો પણ નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી તારી મિત્રતા અને પ્રેમ બન્ને સાચા દિલ થી નિભાવીશ.i promiss to you, મારા પ્રેમમાં જુદાઇ નહિ આવે ગમ નહિ આવે. ટુંકમાં કહિશ તો દેવદાસના દર્દ એ દિલ જેવો નહિ પણ રાધા અને ક્રિષ્ણ જેવો એકબીજા ને સમર્પણ વાળો હોવો જોઇએ.
મીરા પથ્થર પરથી ઉભી થઇને બીજા મોટા પથ્થરને ટેકો દઈ અદબ વાળી ને ઉભી રહિ. શ્યામ હજી ત્યાજ બેઠો હતો. મીરા પોતાનો ભુતકાળ વાગોળતા કહે છે કે, હું જયારે પણ ઘરે હોઉં ત્યારે એકલતા જ અનુભવું છુ. પપ્પા તો બિઝનેસ ના કામ થી મોટાભાગે દેશ વિદેશના ટુર પર હોઇ મમ્મી એના કામમાં વ્યસ્ત હોઇ એટલે જયપુર મને મોકલેલ. જયપુર સીટિ સારૂ છે પણ ત્યા અમારી એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવેલ. સામાન અને બધુ મુકી અમે માંડ માંડ બચ્યા હતા.
ત્યાર થી હું મારા અંતરમન ને એક જ સવાલ કર્યા કરતી,કે ખરેખર મારા માટે કોઇ કોઈનો સાથ નહિ હોય ? શું આમજ એકલવાયું જીવન પસાર કરવાનું રહેશે? પણ ત્યા તુ મળ્યો. ખરેખર મે જ્યારે તને પહેલી જ વાર જોયો ત્યારથી એવુ લાગ્યા કરતુ હતુ કે, આ વ્યક્તિ મારા માટે પરફેક્ટ છે.મને મારો મનગમતો સાથ મળ્યો. એ પણ પોતાની મસ્તી અને એકલતામાં રહેનાર છે અને સમય અને સંજોગોએ આપણને ભેગા કરી દિધા.
શ્યામ વળતો જવાબ આપતા કહે છે, હા, મારો સ્વભાવ સમય સંજોગની સાથે ઢળી જવાનો છે. કુદરત અને ગરીબી સામે સમજવા શીખ્યો ત્યારથી જીંદગી સામે બાથ ભીડી છે, સમય ને સુધારવો છે. પરીવારને ભરપુર સુખ આપવુ છે. બસ આ જ સંકલ્પ છે. મને તારી પ્રત્યે કોઇ લાગણી હતી જ નહિ કેમકે, પરિસ્થિતિ એ મને લાગણીહીન બનાવી દિધો હતો. મારી લાઇફ સ્ટાઇલ બ્લેક એન્ડ વાઇટ મુવીની જેમ સીધી અને સાદી છે પણ, તુ મારી જીંદગીમાં આવીને એમા કલરની પીછીથી રંગો પુરવા લાગી. તારો ખુબ ખુબ આભાર. મને તો એ પણ નથી ખબર આ પ્રેમનો અંત શુ હશે? ભવિષ્ય પણ છે કે નહિ? છતા મારૂ સર્વસ્વ તુ જ હો એવો એહસાસ થવા લાગ્યો છે.
શ્યામ પણ ઉભો થઇ મીરાની બાજુમાં પથ્થરના ટેકે ઉભો રહી જાય છે. મીરા શ્યામના ખભે હાથ મુકિ કાન શ્યામની છાતી પાસે લઈ જાય છે અને કહે છે, પ્રેમનો અંત આવે તો, એ પ્રેમ ન હોય. એની ચિંતા ન કર એ કુદરત પર છોડી દે. હુ તારા સંકલ્પમાં તારા ભવિષ્યના લક્ષ્યમાં ક્યારેય બાધારૂપ નહિ બાનું
હવે તો મોત પણ આવે તો સાથે જ આવે ,મક્ક્મ થઈ મીરાં ની આંખ માં જોતા શ્યામ કહે છે.
મીરા છાતી પાસેથી કાન હટાવી કહે છે, શ્યામ મને તો તારા હ્દય અને આ પાણીના ધોધ કંઇક સમનવય હોય તેમ એક સરખા સુરે ચાલી રહ્યા હોય,એવું સંભળાય છે.
શ્યામ મીરાને પોતાના હાથ ફેલાવી બાથમાં જકડી લે છે. પગથી લઈ માથા સુધીનો દરેક ભાગ એકબીજાને સ્પર્શી ગયો હતો.જેમ નર અને માદા સર્પ એકબીજા ને વીંટળાઈ ને મંત્રમુગ્ધ હોય. ઘણીવાર સુધી બન્ને એકબીજાના શ્વાસ અને એકબીજા શરીરની ગરમીનો અનુભવ કરતા હતા. શ્યામ મોહક અદાથી મીરાના હોઠ પાસે હોઠ લઈ બોલ્યો, એટલે જ મારા હ્દય અને ધોધ બન્નેની બાજુમાં સુંદરતા નું સઘળું સામ્રાજ્ય છે.
જ્યા કુદરતે મહેરબાન હોય એવી સુંદર જગ્યા હોય. જ્યા એકદમ નિરવ શાંતિ એકબીજાના દિલની વાત કરતા હોય તો, ત્યાના વૃક્ષો અને વહેતા ઝરણા, કર્ણ પ્રિય કલ્લોલ કરતાં પશુ પંખીઓ પણ જાણે સુર સાથે સુર પુરાવતા હોય એવો અહેસાસ થાય છે અને આ બધા વચ્ચે એકલતા આમ તો એકલતા ન કહેવાય કેમ કે અહિ માણસો નથી પણ ઝરણા, વૃક્ષ, વેલા આ બધુ તો છે જ અને બાકિ હતુ એમ વારંવાર વરસાદના ઝાપટા પણ આવતા હતા એટલે આવા ઉત્તર અને પ્રત્તિ ઉત્તરના અંતે મીરા ના અઘરો પર પોતાના અઘરો ને જકડી દઈ શ્યામે લાંબા ચુંબનનો અંતિમ ઉત્તર આપી દિધો હતો.
બે ત્રણ કલાક ના અવિસ્મરણીય મિલન પછી અહિથી પરત ફરવાનુ હતુ. આ ધરતી ના ખોળે પડતાં ધોધ અને આ સોળે કળાએ ખીલેલું કુદરત અનેક જગ્યાએ હોય છે પણ આજ આ દ્રશ્ય અને આ મંત્રમુગ્ધ કરતું વાતાવરણ, આ મનોદશા પહેલા ક્યારેય માણેલી ન હતી. આ ઘટના એના જીવનનો સૌથી સોનેરી પ્રસંગ હશે.
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતો. શ્યામને એ પણ ખબર જ હતી કે, આજે સર્જાયેલી અણમોલ ઘડી ફરી ક્યારેય નહિ આવે. આ એ પળો છે જે સંભારણા સ્મૃતિ પટમાં આજીવન માટે કંડારાઇ જ જશે.
શ્યામ અને મીરા એકબીજા ના હાથ ના આલિંગન સાથે વહેતા ઝરણામાંથી બહાર નીકળતા હતા. શ્યામ પાછળ ફરીને હજી એ રમણીય ધોધને જ નિહાળી રહ્યો હતો.
મીરા વિસ્મય સાથે શ્યામને આંખોથી ઇશારો કરે છે કે, શુ?
શ્યામ હસતા હસતા ધોધ તરફ જોઇને કહે છે, “ફરી મળીશુ”
મીરા અને શ્યામ એક બીજાના હાથ પકડીને ત્યાથી બહાર નિકળીને પોતાની બાઇક પાર્ક કર્યુ. જંગલ ઝાડી વાળો રસ્તો એકલા કપલને જોઇને ત્રણ બાઇક વાળા પાછળ પાછળ આવે છે. બન્ને બાઇકમાં ત્રણ ત્રણ જણ બેઠા હોય છે. દારૂમાં ચિક્કાર થયેલા અને ટપોરી જેવા લાગતા હતા અને જોરજોરથી બુમો પાડતા હતા કે હમે ભી આઇ લવ યુ બોલો બોલો, ઓ લેલા ઓ મજનુ.
મીરા પાછળ જોઇ ડરતી ડરતી કહે છે કે, શ્યામ પેલા લોકો આપણી પાછળ પાછળ આવે છે અને આપણને જોઇને જ બોલે છે.
શ્યામ તો જાણે કઇ જ ન થયુ હોય એમ તુ ટેન્શન ન લે, બસ ચુપચાપ બેસી રે હમણા કઈક કરુ છું.
શ્યામ એકદમ સ્પીડમાં ગાડી ચલાવે છે અને તેની સાથે પેલા ટપોરીઓ પણ ગાડીને સ્પીડ પકડાવે છે પણ સ્પોર્ટ બાઇકને તો ન જ આંબી શકે પણ પીછો કરવાનુ છોડતા નથી
કદાચ શ્યામ પણ એવુ જ ઇરછતો હતો કે એ લોકો પીછો કરે એટલે એ ખુલ્લા મેદાન જેવી અવાવરી જગ્યા આવે, ત્યા ગાડી ઉભી રાખે છે.
મીરાને કહે છે, તુ ગાડી પાસે જ પાંચ મીનિટ વેઇટ કર. હુ થોડુ કામ પતાવી આવુ.
શ્યામ તો એકદમ કઈ જ ન થયુ હોય એમ વર્તન કરતો હતો.
મીરા ડરતા ડરતા કહે છે, પણ એ લોકો ભયંકર છે. તને નુકશાન પહુચાડશે ચાલ અહિથી જતા રહિએ શ્યામ તુ જોતો ખરો એ નવ જણ છે અને તુ એકલો
શ્યામ માત્ર એને ઇશારો કરીને કહે છે, હુ છૂ ને તારે કોઇ ચિંતા નથી કરવાની.
પેલા લોકો પાછળ જ હતા. એણ શ્યામની ગાડિ જોઇને ગાડિ ઉભી રાખી અને એક પછી એક નીચે ઉતર્યા.બધા સ્થાનિક ટપોરી જેવા દેખાતા હતા.
અવાવરો રોડ ખબર જ છે કે, અહિ કોઇ મદદ માટે આવવાનુ જ નથી. બધા પંજાદાર અને દારૂ પી ને ચિક્કાર થઈ ગયા હતા.
એમાથી એક બોલે છે, યે મજનુ તો રાસ્તે મે ખડા રહ ગયા. હમસે લડેગા ઔર માર ખાયેગા.
શ્યામ તો સામે જવાબ આપવાના મુડમાં હતો જ, મજનુ હોગા તેરા બાપ અભિ એક બાર આ જાઓ સબ ફિર કોન માર ખાયેગા દેખતે હૈ.
શ્યામ કરાટે માં બ્લેક બેલ્ટ હતો એને તો, જોઇતુ હોય એવુ જડી ગયુ. શ્યામ પોતાની પોઝિશન લઈને કહે છે, તુમ સબ એક સાથ આના.
બધા એક જ સાથે શ્યામ પર તુટી પડે છે, બધાને ધુડ ચાટતા કરી છે. પોતાના કરાટેના કૌશલ્યથી કોઇનો હાથ ભાગ્યો તો કોઇ નો પગ ભાગ્યો કોઇ તો ચાલી જ નથી શક્તો. બધા ધુળમાં આળોટતા હોય છે. શ્યામના હાથનો પંચ પડે કે એવુ લાગે કુહાડીથી માર મારવામાં આવ્યો હોય. બધા પીડાથી બુમાબુમ કરતા હતા.
શ્યામ ગાડી પાસે આવી ને પુછે છે, મીરા કેટલો ટાઇમ થયો.
મીરા પ્રાઉડ ફિલ કરતા કરતા કહે છે, ચાર મિનીટ.
બન્ને ગાડી લઈને નીકળે છે. રસ્તામાં મીર શ્યામના ખભા પર માથૂ રાખીને કહે છે કે, મારી રક્ષા કરનાર મજબુત બાવડા વાળો બોયફ્રેન્ડ મારે જોઇતો હતો અને એવો મને મળી ગયો.
શ્યામ હળવા મુડમાં જ કહે છે, હા તો પેપરમાં આપવુ જોઇએ ને કે, જોઇએ છે બોયફ્રેન્ડ તો, જલ્દી મળી જતે.
મીરા જોર જોરથી હસવા લાગે છે. તે આજે ખરેખર ખુશ હતી. તેને વિશ્વાસ હતો કે, શ્યામ મારા માટે બધી જ રીતે પરફેક્ટ છે. આજે શ્યામને મનથી સંપુર્ણ માણી લીધો હતો. આજ સુધી શ્યામનુ વર્તન જોયુ હતુ પણ આજે તો શ્યામની પસંદગી જોઇ શ્યામની તાકાત પણ જોઇ.
શ્યામના ફોનમાં રીંગ વાગે છે. મીરા પોકેટમાંથી ફોન કાઢીને કહે છે, વીરુ છે.
રીસીવ કર અને સ્પીકર પર રાખ, શ્યામ કહે છે.
વીરનો ફોન આવ્યો કે અરે ભાઇ તુ તો મીરાને લઈ ક્યા વયો ગયો. આજે હોટલમાં જાવાનુ ગોઠવ્યુ તુ ને પછી આવ્યો જ નહિ. એલા ભાઇ ભલે મને કોઇએ હા નો પાડિ પણ હાલ્ય હુ તને લઈ જાવ.
શ્યામ કહે, વીરુ લગ્ન પેલા જ રોટલો આપવો છે કે શુ?
વીર હસતા હસતા કહે એટલે પાક્કુ છે ને એમ, આવો આવો જલ્દી
વીરુ એક કામ કર સુદિપને પણ બોલાવી લે, અમને અડધો કલાક થશે હુ બાઇક ચલાવુ છુ ફોન મુકુ શ્યામ એટલુ બોલે છે ત્યા મીરા ફોન કટ કરે છે
સુરત વીરુ જણાવેલ કોલેજની સામેની કેન્ટીન પાસે પહોચ્યા અને ગાડી પાર્ક કરી. આજે તો આખો દિવસનો સેલીબ્રેશન હતુ એટલે સાંજના ચાર વાગ્યા પણ કોલેજનો માહોલ લાલ ગુલાબીમય અકબંધ હતો.
મીરાને તેની એક ફ્રેન્ડને જોઇ ગઈ એટલે “એક મિનીટ શ્યામ હુ આવી” કહિ ને તેને મળવા દોડિ ગઈ.
શ્યામે કરેલી ફાઇટથી તેના હાથમાં ઘા લાગ્યો હતો અને એમાથી સતત લોહિ નિકળતુ હતુ એટલે શ્યામ સુદિપ ને ઇશારો કરે છે કે, પાણી લઈ લે તો
સુદિપ પાણીની બોટલ લઇને આવે છે એટલે શ્યામ ઢાંકણ ખોલીને પાણીની ધાર કરે છે. ઘા વધુ ઉંડો હોવાથી લોહિ બંધ જ નહોતુ થતુ. શ્યામ સતત પાણી નાખ્યા જ કરતો હતો અને સાથે લાલ રંગનુ પાણી નિકળતુ હતુ.
સુદિપ કહે છે, ચાલ ક્લિનીકમાં ડ્રેસિંગ કરાવી લઈએ.
શ્યામ કહે, ના હમણા સારુ થઈ જશે, લોહિની પ્રકૃતિ છે વહેવુ. એમ કહિ હસવા લાગે છે.
વીર કહે પણ શ્યામા કેટલુ લોહિ નિકરે છે. તા હુ ઠીયુ હટુ એ તો કે ને તમે ગેલા કાં?
શ્યામ કોઇ જવાબ નથી દેતો. જ્યા સુધી બોટલમાં પાણી ત્યા સુધી વહાવ્યા કર્યુ પછી ખીચામાંથી હાથ રૂમાલ કાઢીને બાંધી દિધો.
અમે ગરૂડેશ્વર વોટર ફોલ ગયા હતા તો રસ્તામાં થોડિ બબાલ થઈ ગઈ હતી.
શ્યામ હવે સ્પષ્ટતા કરે છે.
વીરૂનુ ધ્યાન ફરીવાર રૂમાલ તરફ જાય છે, એલા શામલા તારો રૂમાલય ભીનો થઈ ગયો સે હાસુ કવ આપડે ડ્રેસીંગ કરાયાવી.
મીરા તો ફર્સ્ટ એડ કીટ અને દવા લઈને સીધી જ શ્યામ પાસે આવીને ઉભી રહી ને પાછળથી ગુસ્સામાં બોલી તારો રૂમાલ તો ભીનો થઈ ગયો હોય તો મારો રૂમાલ આપુ. શ્યામ તને મગજ જેવુ કઇ છે જ નહિ
મીરા શ્યામનો હાથ તેના બન્ને હાથમાં પકડીને તેના હાથ વિટેલા રૂમાલને ગુસ્સામાં જ ખેચે છે.
આહ મીરા દુઃખે છે, શ્યામ જોરથી બોલે છે
મીરાનો ગુસ્સો હજુ સાતમાં આસમાને જ હતો, “વેરી નાઇસ વેરી બ્રેવ” એમ કહિ ને દાંત ભીસતી નાખોરા ફુલાવતી મલમ અને ટ્યુબ લગાવી હાથમાં ડ્રેસિંગ કરી દિધુ. લોહિ નિકળતુ પણ બંધ થઈ ગયુ હતુ.
શ્યામ મીરા સામે જોઇને, થેન્ક્સ મીરા.
મીરા શ્યામને એક થપ્પડ ગાલ પર મારીને પોતે પણ રડવા જેવી થઈ જાય છે. શ્યામને બાથ ભરી ગઈ.
વીર અને સુદિપ બન્ને હસતા હસતા, અરે આજ તો પિંક ને બદલે બ્લેક ડે સેલિબ્રેટ થશે એવુ લાગે છે.
મીરા હુ થયુ ? તુ કેમ નારાજ થઇ ગઇ.?
મીરાની આંખોમાં હજુ આંસુ હતા એ કહેવા લાગી, તારો ફ્રેન્ડ છે ને એ પાગલ છે. એને હુ પ્રપોઝ કરવા લઈ ગઈ હતી. પાછા આવતા હતા તો ટપોરી અમારી પાછળ આવતા હતા. શ્યામે બધાને ખુબ માર્યા અને એના હાથમાં ત્યારે વાગી ગયુ તો મને કહ્યુ નહિ. બાઇકમાં લોહિના ટીપા પડેલા જોયા ત્યારે મને ખબર પડી ગયેલી એટલે મે સીધી ફર્સ્ટ એડ કીટ લીધી અને સીધી જ અહિ આવી.
શ્યામે મીરાને કહ્યુ, સોરી તુ ડરેલી હતી.તને વધુ ડરાવવા નહોતો માંગતો એટલે મે તને ના કિધુ પણ તુ મારા માટે પરફેક્ટ છે મારી કેર કરે છે. આમ પણ તુ આજે કેટલી ખુશ હતી? આમ નાના એવા ઘા થી તારા ગાલના એ ખાડા પડતા બંધ થઇ જાય એ કેમ સહન થાય?
મીરા હજી આઘાતમાં બોલી, પણ શ્યામ તને કઈ પણ થઈ શકતે?
વીર ગર્વ સાથે શ્યામના મસલ્સ પર હાથ રાખીને કહ્યુ મારા શ્યામાને હુ થાઇ તને નથ ખબર લાગતી કે એ કરાટેમાં ડબલ બ્લેક બેલ્ટ સે
જો કે હવે તો ખબર પડિ જ ગઈ હસે
સુદિપ વચ્ચે બોલ્યો, એ જાડિયા ટારોની મીરાનો,
મીરા અને શ્યામ બન્ને એક બીજાની સામે જોઇને હસવા લાગ્યા.
લ્યા શામલા ટે પ્રપોઝ કઈરો કે ની એ ટો કે, બીજુ ટો ઠીક પન આ વખટે કઈ હમજાય એવુ બોલજે યાર ટુ ટો ક્લાસમાં બઢાને કન્ફ્યુઝડ કરટો નિકરી ગીયો, સુદિપ કહે છે
પણ આવી મજા હો ઓલ્યા મેઘલાને તો ઘુવાડા નીકળી ગ્યા હો, વીર કહે છે
મીરાના મોં પર એક સ્માઇલ આવી અને કહ્યુ, હા પ્રપોઝ શ્યામે કર્યો
અને મે હા કહ્યુ.
વીર સુદિપની સામે જોઇને બોલ્યો, વાહ વાહ એકનુ સેટીંગ પાડિ દિધુ હવે સુદિપ્યા તારો વારો સે જો કે તારુય આમ તો ગોઠવાય જ ગયુ સે પણ આપડે પાકે પાયે કરી નાખવી
શ્યામ વીરને કહે છે એલા તે બધાના કોન્ટ્રાક્ટ લીધા કે બધાની બાધા રાખેલ છે.
મીરા વચ્ચે જ હસતા હસતા બોલી લવ ગુરુ પોતે જ બાકી ન રહિ જાય એ પણ જોજે.
વીર મીરાને કહે છે, તુ તારી બે ચેલકી સે એને હમજાવને તો હુ એને પ્રપોઝ કરૂ.
મીરા કહે તુ રહેવા દે નહિ તો, તારે કોલેજ મુકિ દેવી પડશે એટલી ડેન્જર છે. એના કરતા ફ્રીડમ સારુ. પછી મને જ કઇશ કે મે તારૂ શુ બગાડ્યુ હતુ? તને ખબર છે અમે જયપુર હતા અને છોકરાએ છેડતી કરી તો બન્ને હાથ બોલપેન લઈને પાછળ દોડિ એક તો જ્યા હાથમાં આવ્યો ત્યા ડોકટર ઇન્જેકશન મારે એમ બોલપેનના ટાંક મારતી હતી
વીરૂ તારે તો ચાલશે જ તને કાંઇ એવી બોલપેન અસર થાઇ નહિ, શ્યામ હસતા હસતા કહે છે
વીરૂ બે હાથ જોડિને માથુ નમાવી ને “ભાઇ સલાહ આપવા બદલ આભાર હવે સહકાર નથી જોઇતો” ફરી મીરા સામે માથુ નમાવે છે .
શ્યામ બન્ને હાથ તેના હાથમાં લઈને ભેટી જાય છે અને કહે છે,
વીરૂ ભલે તને કોલેજમાં છોકરી ના મળે પણ હુ જ તને છોકરી શોધી આપીશ.લવ નહિ તો અરેંજ મેરેજ પણ હુ છોકરી શોધી આપીશ.
હાલ હાલ હવા આવવા દે તમારે બધાને લફરા કરીને લગન કરવા ને અમારે અરેન્જ કરવાના? હુ હાલી નિકળો સો, વીર કહે છે
બધા હસવા લાગે છે.