પાતાળ Meera Vala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાતાળ

આજ ફરી થી પાછો એ સમય આવ્યો હતો, જેનો ઘણા લાંબા સમય થી તેણી ને ઈંતજાર હતો. કોઈ પોતાની ફેવરીટ
ચીજ ને કેવી રીતે છોડી શકે..! અને એ પણ જયારે એ એના વગર બિલકુલ ના રહી શકતી હોય . હા , તો પણ એ એની જીવ થી પણ વહાલી એ વાનગી ને છોડવા તૈયાર થઇ ગઈ હતી. પછી ભલે ને એના મોં માં લાળરસ નું પ્રમાણ કંઈક વધારે પડતું જ કેમ ના થઈ જાય.એને એ વસ્તુ પર પુરતો કાબુ મેળવી લીધો હતો . કદાચ કોઈ તેણી ની સાવ નજીક જ કેમ ના મુકી દે , તેણી ને કોઈ જ ફરક નહોતો પડતો .
શરુઆત ના એ દિવસો માં પરીસ્થિતિ કંઈક એવી હતી કે એણે આ લડાઈ માં એકલા જ લડવું પડે એમ હતું કારણકે એ લડાઈ એની પોતાની જાત સાથે હતી. કોઈ ને સામેલ કરવું, પરાજય ને આમંત્રણ આપવા જેવું હતું .આખરે મન ને મકકમ કરી ને એણે એકલા લડવાનો નિર્ણય લીધો અને વીજયી બનવાનો પણ.
લડાઈ ના એ દિવસો માં ફરી એ વિચારો તેણી ના મન પર હાવી થવાની કોશિશ કરતા પણ તેણી ના મન નો કાબુ એ વિચારો ને જીતવા નહોતો દેતો. કયારેક ગળે ડૂમો બાઝી જતો પણ એ કોઈ દિવસ રડતી નહી.એવા મતલબી માણસો માટે કયારેય ના રડવું , જેને એ લાગણી થી ભરપુર આંસુ ની કીંમત ખબર ન હોય., ના બીલકુલ રડવું નહી .
ઇશ્વર પર વીશ્વાસ કરવાનુું બંધ કરી દીધું હતું તેણી એ. અને કઈ રીતે વીશ્વાસ પણ કરે જયારે એની પોતાના માનેલી વ્યકિત જ જતી રહી હોય, અને એ પણ કંઈ કહ્યા વગર. ભગવાન પર ની શ્રદ્ધા પુરી રીતે ડગી ગઈ હતી તેણી ની.જેણે ખરાબ કરવું તો દુર ની વાત, કોઇ દિવસ કોઈ નું ખરાબ સુધ્ધાં વિચાર્યું ના હોય એની સાથે ઈશ્વર આવું કઈ રીતે કરી શકે ..!! પણ કહેવાય ને ઈશ્વર પણ એવા અમુક લોકો ની જ કસોટી કરતા હોય છે.અને એવું જ થયું.
માંડ માંડ પોતાની જાત ને સાંત્વના આપતી એ ફરીથી અડગ થઈ ને ઉભી જતી. આખરે ગમે તેમ કરી ને વિજય મેળવવો હતો તેને. જીવ હતી એ પરીવાર નો .કેમ કરીને એ એમને કેવી રીતે નિરાશ કરતી..! તેણી એ લડાઈ પોતાના માટે નહી , પરંતુ પરીવાર માટે લડવા તૈયાર થઈ જતી.
કયારેક હીંમત તુટી જતી , રાતે ઉંઘ ન આવતી , વિચારો હાવી થઈ જતા , આત્મહત્યા સુધી ના વિચારો આવતા પણ એ જ ઘડી એ પરીવાર નજર સામે આવી જતો અને ફરી પાછી એ અનેક ગણી હીંમત ભેગી કરીને ઊભી થઈ જતી.એની હીંમત હતો એનો પરીવાર , અને બસ એજ કારણ હતું એની હીંમત નું. ફરી ફરી એ લડવા તૈયાર થઈ જતી એ વિચારો સામે.
ધીમે ધીમે એ વિચારો માંથી સંપુર્ણ રીતે બહાર આવી ગઈ હતી. તેણી એ સંપુર્ણ રીતે કાબુ મેળવી લીધો હતો. અને એ વીજયી બની ગઈ હતી. આખરે એ ખરાબ દિવસો ને પણ તેણીની સામે હાર સ્વીકાર કરવી પડી.
એ દિવસો પસાર થવા લાગ્યા.એ પોતાના કામ માં વ્યસ્ત રહેવા લાગી. આખો દિવસ અને મોડી રાત સુધી એ મહેનત કરતી , ઊંઘ તો માત્ર નામ જ હતું. એ સમય પહેલા જાગી જતી. એની સફળતા એ બધું જ કહી દીધું હતું. બસ ખાલી નામ જ કાફી હતું.
ધીરે ધીરે એક દાયકા જેટલો સમય પસાર થઈ ગયો. એ પોતાની રોજીંદી લાઈફ માં વ્યસ્ત થઈ ગઈ. ફરી પાછું હતું એવું બધું જ થઈ ગયું. તેણી ને મન એ વ્યકિત મરી પરવારી હતી. આમ પણ મરેલા માણસ ને જાજો સમય યાદ ના કરાય, દુઃખ સીવાય કાંઈ જ ન મળે. એ ખુશ હતી એની લાઈફ માં, હવે તેણી ને તેના પરીવાર સીવાય કોઈ ની પણ જરૂર નહોતી.
બધું વ્યવસ્થીત ચાલી રહયું હતું ત્યાં.... ફરી... , ફરી પાછું એ ધટના નું પુનરાવર્તન થવા જઈ રહયું હતું. સમય પણ એ જ હતો સાંજ નો . ખાલી જગ્યા અલગ હતી. એમ. એસ. ધોની નું સોંગ વાગી રહ્યું હતું , क्यूँ रोशनी तूँ... बाहर तलाशे ,तेरी मशालें अंदर तेरे... ; क्यूँ ढूंढना पैरों के निशान..., जाये वही ले जाये जहाँ, बेसबरीयाँ.... बेसबरीयाँ...



( આગળ ની સ્ટોરી આવતા અંકે..)
(ફ્રેન્ડસ, પ્રતીભાવ જરૂર થી આપજો.
આભાર.)


-MEERA VALA