Language of love books and stories free download online pdf in Gujarati

પરિભાષા, પ્રીત ની..

ન જાણે કેટકેટલાયે કવિ- કવિયત્રીઓ એ પ્રેમ ને પોતાની આગવી કલા થી વર્ણવ્યો છે . અને આ વિષય જ એવો છે કે પુસ્તકો ના પુસ્તકો લખી શકો તમે આ વિષય પર.
કોઈ કહે છે પ્રેમ એ એક એહસાસ છે જેની ફક્ત અનુુભૂતિ થઈ શકે ; તો કોઈ કહે છે કે પ્રેમ એ એક એવી સુુંદર પળ છે કે જેમાં માનવી ને જીવવું ગમે . પરંતુ શું ખરેેખર આપણે પ્રેમ ને ઓળખતા શીખ્યા છીએ..?
ના, બીલકુલ નહિ . આપણે હજી પ્રેમ ને પુરી રીતે ઓળખી શકયા જ નથી. વ્યકિત પોતાની જાત ને ભુલી ને બીજા માટે જીવવા નું શરૂ કરી દે ; બીજા માટે પોતાની જાત ને તરછોડી દે,
શું એને પ્રેમ કહેવાય? મારા મતે તો નહીં જ.
શુું પ્રેમ માં શરતો હોય ? આશા- અપેક્ષાઓ હોય ? ના, જો એ બધું વચ્ચે આવતું હોય ને તો એ પ્રેમ નથી. પ્રેમ એ પણ નથી જેમાં હું તને પ્રેમ કરું તો તુું પણ મને કરે જ . ના , એ પ્રેમ ની પરીભાષા નથી.
પ્રથમ પ્રેમ હંંમેશા પોતાની જાત સાથે થાય અને એ જ વ્યક્તિ
આગળ જતા બીજા ને પોતાંની તરફ પ્રેરીત કરે તથા અને તેની લાગણીઓ ને પારખી શકે.જયારે એ કસોટી માંથી પાર ઉતરે નેે
ત્યારે જ બે જીવ એકબીજાાની લાાગણીઓ ને ખરા અર્થમાં સમજી શકે અને ત્યારે જ પ્રેમ ની સાચી શરૂઆત થાય.
પ્રેમ નાં મુર્ત સ્વરૂપ માં હર કોઈ માને છે. ઈશ્વર ની મુુુુર્તિ બનાવી ને એને પુુુજે છે કારણકે એમાં એ ઈશ્વરરૂપી પરમ તત્વ ને જુુએ છે. ખરેખર એ શ્રદ્ધા છે પ્રેમ નહી. પ્રેમ માં કયારેય માંગણી ન હોય અને બસ માણસ એક પણ મોકો છોડતો નથી પ્રભુ પાસે માંગવાનો. પ્રભુ ને પણ કહેવુ પડે, બસ કર હવે માનવી તું.
પ્રેમ કરવો તો મીરા જેવો , જેેેમાં કંંઈ જ મેળવવા ની લાલસા ન હોય. શરીર સાથે નહી પરંતુ આત્મા સાથે પ્રેમ હોય અને પ્રેમ રૂપી સાગર માં બે આત્માઓ ગરકાવ થયેલી હોય.
લાગણીઓ રૂપી બંંધન એ પ્રેમ નથી ; પ્રેમ તો સ્વતંત્ર છે .એ કોઈ ને બાંંધતો જ નથી. અને જો બાંધવાથી જ બંંધાય નેે તો એ પ્રેમ બીલકુલ નથી. તમારા લાખ કહેેેવાથી જો સામે વાળી વ્યકિત રોકાતી હોય ને , તો તમે એને રોકી છે ,એની મરજી નથી રોકાવાની. જો ખરેખર એને પ્રેમ હોય નેે તો એ છોડી ને જવાની વાત જ ના કરે, કે ના તમારે એનેે રોકવાની નોબત આવે.
આજકાલ યુવાપેઢી માં પ્રેમ ના નામે ધતિંગો નો વ્યાપ વધુ વિસ્તરતો જોવા મળે છે. બર્થ ડે સેલીબ્રેશન ના થાય , વેલેન્ટાઇન ડે ના ઉજવાય તો તું મને પ્રેમ નથી કરતો. શું ખરેખર આ પ્રેમ છે..? શું લાગણીઓ ને વ્યકત કરવા માટે પૈસા , સારું સ્ટેટ્સ અને આકર્ષક દેખાવ હોવો જરૂરી છે? શું એક ગરીબ છોકરો કે છોકરી પ્રેમ ન કરી શકે? પ્રેમ કે પછી લાગણીઓ નો સોદો...!!
જયારે સામે વાળી વ્યક્તિ ના સ્વભાવ કે વિચારો થી જયારે પ્રેમ થાય ને, ત્યારે સમજવું કે ખરા અર્થમાં પ્રેમ થયો છે. પ્રેમ રક્ષે છે , નહી કે ભક્ષણ કરે છે.અમુક સંબંધ તો જાણે સ્ટેટ્સ જોઈ ને વિકસાવ્યા હોય એમ જો પરીસ્થિતી ખરાબ આવે તો તુટી જાય છે , કારણ એક જ નો સેકરીફાઇસ. બધાને સારો જીવનસાથી જોઈએ છે પણ એની વિકટ પરિસ્થિતિમાં સાથ ના નિભાવવો.એ સોદો છે એક પ્રકાર નો.
પ્રેમ જયારે પરાકાષ્ઠા એ પહોંચે ને ત્યારે કોઈ પણ પ્રકાર ની પરીસ્થિતી એને હરાવી શકતી નથી અને કોઈ પણ પ્રકાર નું દબાણ પણ. એ અમર છે ,મૃત્યુ પછી પણ..


-Meera Vala
(ફ્રેન્ડસ, વિચારો ને વ્યકત કરવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. જો પસંદ આવે તો જરૂર થી પ્રતિભાવ આપજો.)

બીજા રસપ્રદ વિકલ્પો