લાઈટમલાઈટ Meera Vala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈટમલાઈટ

વૈભવ વીલાસ નો પયાઁય ગણાતી એવી આલીશાન માયાનગરી મુંબઈ અનેક ફીલ્મી સીતારાઓ ના વસવાટ ને લીધે દેશભરમાં પ્રખ્યાત છે.
આ સીતારાઓ ની સાથે સાથે અમુક લોકો એવા પણ છે ,જે સીતારાઓ ની જીવનશૈલી ને જ વળગી રહે છે.હર રોજ નવાનવા લોકો ને મળવું , વધું પડતો હોટેલ ફુડ નો આગ્રહ, નાઈટ પાર્ટી, ધીરે ધીરે આલ્કોહોલ અને ડ્રગ્સ તરફ વળવું , તેની કાયમી આદત પડી જવી અને એ નશીલી વસ્તુ ન મળતા પોતાનું સંંતુલન ખોઈ બેસવું છેવટે આ બધા કારણો મોત ને આમંત્રણ આપે છે.
એકવીસમી સદીમાં યુવા પેઢી ને આ બધી બાબતો માંથી બાકાત રાખવા એ પણ એક મોટો પડકાર છે. છેવટે આ બધું અજમાવી ને પણ એ માનસીક સંતોષ મેળવી શકે છે ખરા ..?? એ પણ એક મોટો સવાલ છે.
આજ ની આ લાઇટમલાઇટ વાળી દુનિયા માં અમુક સીતારાઓ જ એવા છે કે જેનું પોતાનું તેજ છે બાકી તો પડદા પાછળ અંધકાર જ છવાયેેેલો છે.
આવી જ એક ઝગમગાટ ભરી દુુનિયા માં નમન અને અગ્રીમા ની અકસ્માતે મુુુુલાકાત થાય છે. ઓફીસ ના કારણોસર ફોન નંબર ની આપ લે થાય છે. અને ધીમે ધીમે સમય જતા વિચારો ની પણ આપ લે થાય છે. તથા સમય જતા કેફેટેરીયા માં પ્રથમ મુલાકાત ગોઠવાય છે. આ યાદગાર કોફી ડેટ બંને માં લાગણીઓ નું સિંચન કરે છે .
છેવટે કોફી ડેેટ, દોસ્તો ની બથૅડેપાર્ટી અને અવારનવાર મુલાકાતો ને અંતે આ પ્રણયસંબંંધ મેરેજ માં પરિણમે છે.બંંને ખુબ જ મસ્ત રીતે પોતાની મેરેજલાઈફ એન્જોય કરે છે.
આખરે લગ્ન ના પાંંચ વર્ષ પછી અગ્રીમા પ્રેગનન્ટ થાય છે.પ્રેગનન્સી માં પણ તેેણી ઓફીસ જતી અને નમન ને આર્થીક રીતે મદદ કરતી હતી. બધું વ્યવસ્થીત ચાલતું હતુું સવાારે ઓફીસ , સાંજે કયાંક ને કયારેક પાર્ટી અને રાત્રે થાકયાપાકયા આવી ને સુઈ જવુું. આ એનો રોજીંદો કાર્યક્રમ.
પરંતુ આ બધા ની વચ્ચે તેણી પોતાના ગર્ભ માં વિકાસ પામી રહેલા પોતાના બાળક ને ભુલી ગઈ હતી. આવી અવસ્થામાં માતા ના વિચારો, તેણી ની લાઈફસ્ટાઈલ , તેનું બાળક પ્રત્યે નું વર્તન આ બધું જ આવનારા બાળક પર અસર કરે છે અને તેના ભવિષ્ય ના પાયા નું સિંચન કરે છે.
તેથી જ પ્રેગનન્સી માં સારા પુસ્તકો નુું વાંંચન કરવું, પોતાના બાળક સાથે સમય વીતાવવો અને સૌથી મહત્વ ની વાત પોતાના બાળકને પ્રેમ આપવો.જેેેથી શરીર ની સાથે સાથે માનસીક વિકાસ પણ સારો થાય.
અને આખરે એ સમય આવી જ પહોોંચ્યો. જેેેનો નમન અને અગ્રીમા ને ધણા સમય ની ઈંતેજાર હતો. પોતાના અંશ ને જોવા માટે ની આતુરતા હર એક માં-બાપ ને હોય છે. અગ્રીમા એ એક ફુલ જેવી કોમળ દીકરી ને જન્મ આપ્યો. બંંને ના આનંદ નો પાર નહોતો.
એ પરી જેેેવી દીકરી નું નામ રાખવામાં આવ્યું મીસરી. નામ એવો જ ગુણ . નમન ની કાર્બન કોપી , જાણે બીજો નમન જ જોઈ લો. સ્વભાવે પણ રમતિયાળ અગ્રીમા જેવી.
મીસરી ને કોઈ વાત ની કમી નહોતી. એની હર એક માંગ પુરી કરવામાં આવતી હતી.
તેના ઉછેર માટે એક કેરટેકર પણ રાખવામાં આવી હતી.મીસરી ને બધુું જ મળતું હતું પણ કમનસીબે પોતાના પેરેન્ટ્સ નું મોઢુું પણ કયાારેક જ જોવા મળતું હતું. જયારે નમન અને અગ્રીમા આવતા ત્યાં સુુધીમાં મીસરી બંને ની રાહ જોતી જોતી સુઈ જતી હતી.
તેણી હર રોજ પોતાના કાલીઘેલી ભાષામાં કેરટેકર ને કહેતી , મારા મમ્મી પાપા કયાં છે?એ કયારે આવશે...!! કેરટેકર હર રોજ એને કાંઈક નું કાંઈક બહાનું આપી ને મનાવી લેતી.
જયારે પણ તેણી ગાર્ડન માં કેરટેેેકર સાાથે ફરવા જતી અને એની ઉંમર ના છોકરાઓ ને એમના પેરેન્ટ્સ સાથે જોઈને એ રડવા લાગતી. શું કોઈ બીજી વ્યકિત દ્વારા રાખવામાાં આવતી સાર સંભાળ માં-બાપ ના પ્રેમ ની પ્રતીતી કરાવી શકે ખરી..?
આગળ જતા તેેણી બથૅડે નજીક આવ્યો. તેણી ના બથડેપાર્ટી નું ભવ્ય આયોજન થયું અને બહું શાનદાર રીતે એનો બથૅડે ઉજવવામાં આવ્યો.
આજે તેણી બહું જ ખુશ હતી કારણકે તેના મમ્મી અને પપ્પા આખો દિવસ તેની સાથે હતા. આજે બંને જણા એ ઓફીસ માંથી રજા લીધી હતી.
પપ્પા એ બધા મહેમાનો ની હાજરી માં પોતાની નાની પરી ને એના જેવડા કદ નું ટેડી બીયર ગીફ્ટ માં આપ્યું , મીસરી એ ટેડી બીયર લેવાનો ઈનકાર કરી દીધો અને જોર જોર થી રડવા લાગી.
કારણ પુછયું તો પોતાના કાલીઘેલી ભાષામાં કહયું , " પપ્પા આ શું આપી ને જાય છે ? મને ટેડી સાથે નહી, પાપા સાથે રમવું છે. સવારે મને મુકી ને નહી જાવ ને પાપા...!!!"
અને આખી બથડેપાર્ટી માં એક ઉંડું ઘડીભર નું મૌન છવાઈ જાય છે.
ખાલી સગવડો પુરતી નથી , પ્રેમ પણ મહત્વ ધરાવે છે બાળક ના ઉછેર માં. એમને એનાથી વંચિત ના રાખો. પુરતો પ્રેમ અને સમય આપો બાળક ને. એ પણ એની સાર સંભાળ નો જ એક ભાગ છે.

( ફ્રેન્ડસ, પ્રતીભાવ જરૂર થી આપજો. )
આભાર.


-Meera Vala