રહસ્ય Meera Vala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય

સાંજ ના શણગારે, સમુદ્ર કિનારે લહેરાતા તરંગ રુપી મોજાંઓ માં કોમળતા નો પયાઁય એવા એના પગ ને પલાળતી એ કયાંક પોતાના વિચારો ને પણ ભીંજવી રહી હતી.
કહેવાય ને ,એક હસતા ચહેરા પાછળ અનેક ગુઢ રહસ્યો છુપાયેલા હોય છે.એ હસતો ચહેરો કયારેય પોતાના રહસ્યો બધા સામે ખોલતો નથી. અને એ રહસ્યો આખરે એ વ્યકિત સાથે જ મરે છે.
એક ખુશ વ્યકિત જેેેેેને કયારેય કોઈ એ દુુુઃખી નથી જોઈ કે નથી કયારેય રડતા જોઈ , જેના ચહેેરા પર હંમેશાં હાસ્ય છવાયેલું રહેતું હોય, શું એ વ્યકિત ને કયારેેય કોઈ મુુુુશ્કેલી નો સામનો નથી કરવો પડતો..? સદાયે હસતા ચહેરા નો મુખોટો ધારણ કરેલ એ વ્યકિત હકીકત માં ખુશ હોય છે ખરી..??
ના , એ વ્યકિત કયારેય પોતાના વિચારો ને જાહેર માં પ્રદર્શીત કરતી નથી. એ ફકત એકલા જ મથી ને સમસ્યા નું નિવારણ લાવે છે. અમુક રહસ્યો એ વ્યકિત સાથે જ દફન થઈ જાય છે.
આવા જ કંઈક વિચારો ના વાવાઝોડા એ કંઈક વધારે જ પોતાનું જોર પકડયું હતું . સાગર કીનારેે લહેરાતી પવન ની લહેરખીઓ સાથે વાતો કરતા એના લાંબા સોનેરી , વિખરાયેલ વાળ , રહસ્ય મયી આસમાની રંગ ની આંખો, આકર્ષક બાંધો , ડાબા પગ માં પહેેરેલો કાળો રેશમ નો દોરો એને હર એક બુરી નજર થી બચાવતો હતો.
પોતાના મનપસંદ એવા વ્હાઈટ કલર ની સલવાર-કમીઝ સાથે નવરંગી બાંધણી નો દુુુુપટા માં એ કોઈ સફેેદ પરી નું સ્વરુપ લાગતી હતી.સાથે સાથે આંંખો નું સોંદયૅ વધારતું કાજળ, આછા ગુલાબી રંગની લાલી અને કપાળ પર મરૂન કલર ની નાની બીંદી એના સૌંદર્ય માં ચાર ચાંદ લગાવતા હતા.
કાન ના ઝુમખા અને નાક પર ની ચુંંક જાણે કે એની સુંદરતા ને નવો ઓપ આપી રહયા હતા. સાથે જ તેણી ની મન ની સુંદરતા પણ અપ્રતીમ હતી. સદાયે હસતો ચહેરો ,બીજા ની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેેેવું આ સદ્ગગુણો એની નિખાલસતા અને એના વિરાટ વ્યકિતત્વ નો પયાઁય હતા.
ખુુશ હોવું અને ખુશ રહેવું આ બંને માં જમીન - આસમાન નો તફાવત છે. એની સાથે પણ એવું જ હતું એ ખુશ રહેતી હતી દુનિયા સામે, હતી નહી વાસ્તવ માં..
એ પ્રમાણ માંગવા આવી હતી સાગર પાસે , મનોમન સવાલ કરી રહી હતી એ સમુદ્ર ને ," શું પ્રમાણ છે તમારી પાસે તમારી આ વીશાળતા નું ? , લોકો હર એક વાત નું પ્રમાણ માંગે છે પ્રેમ નું પણ .."
સામે સમુદ્ર એ પણ એના ઘુઘવાટ ભર્યા સ્વર માં જવાબ આપ્યો, " મારી વિશાળતા નુું કોઈ જ પ્રમાણ નથી ,પરંતુ આખી જળસૃષ્ટી મારા માં સમાયેલી છે અને એ બધા ને આશરો આપવો બસ એ જ મારી વિરાટતા છે. એ જ રીતે જે પ્રેમ કરતા હોય ને એ કયારેય પ્રમાણ નથી માંગતા અને જે પ્રમાણ માંગે ને એ કયારેય પ્રેમ નથી હોતો."
ફરી એક વાર સવાલ પૂછી લીધો મન ના સમાધાન ખાતર ," પ્રમાણ માંગતા સંબંધ ને કેવી રીતે સાચવવો ..?"
જવાબ આવ્યો, " બસ ત્યાં જ છોડી દેવો. પ્રમાણ એને જાતે જ મળી જશે , આપવાની જરૂર નથી . "
હજી એક સવાલ બાકી હતો, આખરે પુુછી જ લીધો સાગર ને, " મન ને કેેમ તૈયાર કરવું આ બધા માટે..? "
મળી ગયો એ પણ જવાબ, " પોતના હદય ની વિશાળતા ને કયારેેય ભુુુલવી નહી."
બસ હવે શું ..!!એના હર એક સવાલ નો જવાબ મળી ગયો હતો એને. હવે તો પહેલા કરતા પણ વધારે મજબુત અને ખુશ હતી એ. ગમે તેવા તોફાન ને શાંત પાડવા સક્ષમ થઈ ગઈ હતી.
આ રહસ્ય હતું એ બંંને વચ્ચે નું. જેેે એના મૃત્યુ સાથે જ દફન થયું.


-Meera Vala

(ફ્રેન્ડસ, પ્રતીભાવ અને રેટીંંગ જરૂર થી આપજો.
આભાર.)