જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-11 Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-11

(આગળના ભાગમાં જોયું કે મહેશને કોલેજમાં ફી ભરવાની ચિંતા છે અને તેને કોણ મદદ કરશે? અને તેને સાયકલ ની ઘંટડી સંભળાય છે, હવે આગળ)
' અરે' તમે અત્યારે અહીં ક્યાંથી? એવા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યા.
દીકરા હું કદાચ તારી પિતાના ઉંમરનો હોઈશ ,ભલે તું મને કંઈ ના કીધું હોય પણ મેં તારું મન કળી લીધું હતું,

એટલે જ હું અહીં આવ્યો છું, લે આ સાયકલ અને તારે ફી ના કેટલા પૈસા ભરવાના છે, હું તો અવાક્ થઇ સાભળી રહ્યો,
આ શું સાક્ષાત ભગવાન મારી મદદ કરવા આવ્યા છે,
મેં કહ્યું કાકા સાઇકલ તો બરાબર છે પણ આ પૈસાની મદદ , દિકરા તું બહુ ના વિચારીશ તારી પાસે ભણવાની તક છે, તું ના ગુમાવીશ લઈ લે પૈસા હું કોણ છું? અને કેમતારી મદદ કરું છું? હું તને મારી જિંદગીની કહાની પછી કહીશ, આજે તું તારી કોલેજ જઈ આવ,
પણ કાકા તમને કોને કીધું ?
મેં કીધું ને દીકરા તું તારું કામ પૂરું કરી આવ, રાતે હું જમવા આવું ત્યારે વાત કરીશું ,

અત્યારે તો તને અને મને બંનેને મોડું થશે, અને તે સાયકલ મૂકીઅને મને ફી ના પૈસા આપી ચાલતા થયા,
હું તો આશ્ચર્યથી વિચારતો જ રહી ગયો કે આ કાકા મને કેમ આટલી મદદ કરતા હશે!
ચાલ અત્યારે તો તૈયાર થઇ જાઉં અને 200 રૂપિયા બેગમાં મૂક્યા નાહીધોઈ તૈયાર થઈ ગયો, અને રઘુ ની રાહ જોવા લાગ્યો ,અને એટલામાં રઘુ પણ આવી ગયો, મેં રઘુ ને બધી વાત કરી,
રઘુ એ કહ્યું સાચું યાર" ભગવાન કોઇ ને કોઇ રીતે મદદ કરે જ છે" મારી આંખમાં હર્ષના આંસુ હતાં, હું કોલેજ જવા રવાના થયો ..
આજે મન એટલું પ્રફુલ્લિત હતું બસ કોલેજ નું સપનું પૂરું થવાનું હતું, અને હું કોલેજના ગેટ આગળ જઈ ઊભો રહ્યો હજી કોલેજ નો ગેટ ખોલવાની પાંચ મિનિટ વાર હતી,
હું જલ્દી પહોંચી ગયો હતો ધીરે ધીરે છોકરાઓ આવતા હતા, અને કોલેજનો ગેટ ખુલ્યો અમને બધાને રિઝલ્ટ જોવાની ઉતાવળ હતી, બધા સીધા ઓફિસ તરફ ગયા,
અને ત્યાં રીઝલ્ટ મૂકેલું હતું મેં જોયું તો મારું તો ફર્સ્ટ નામ જ હતું, હું તો ખુશીથી ઝૂમી ઊઠ્યો પહેલો પડાવ જાણે પાર કરી દીધો હોય તેમ,અનેને બીજા છોકરાઓ સાથેઔપચારિક પરિચય થયો,

આજે તો બહુ ઊત્સાહ હતો આજે તો મારા માટે સોનેરી દિવસ હતો, એટલામાં ક્લાર્ક આવી ગયા ,અને બધા લાઈનમાં ઊભા રહી ગયા, કોલેજની ફી ભરાઈ ગઈ અને ફીની પાવતી પણ મળી ગઈ
કોલેજ પહેલી જુલાઈથી શરુ થવાની હતી એટલે હજુ એકાદ મહિનો બાકી હતો, અને હું ફી ની પાવતી લઈ પાછો નીકળ્યો ,
પેલી પરી મને સામે મળી તે દિવસનો ગુસ્સો આજે પણ તેના મોં પર દેખાતો હતો,
અને હું સાઇકલ લઇને સ્થળ તથા ત્યાંથી ચાલી નીકળ્યો આજે તો વાતાવરણમાં કોલાહલ હતો ,બજાર બધું ધમધમતું હતું ,અને હું તો ખૂબ જ ખુશ હતો, થયું લાવ રસ્તામાંથી દસ રૂપિયાની મીઠાઈ લઈ લેવું,
. અને મીઠાઈ લઈને બેગ મુકી હું પાછો સાયકલ પર સવાર થયો અને સડસડાટ કરતો હોટલ પર આવી પહોંચ્યો ,હોટેલ પર આવ્યો એટલે રઘુ મારી રાહ જોતો હતો,
હું એકદમ નિરાશ હોવ તેમ ઉભો રહ્યો મને જોઈ રઘુ કળી ગયો કે નક્કી આજે કઈ લોચો થયો છે, તેને મને પૂછ્યું શું થયું મહેશ એડમિશનનું!
મેં કહ્યું ના થયું યાર, મારી કોશિશ અસફળ રહી, તે પણ મારી સાથે ઉદાસ થઈ ગયો,
અને મેં બેગમાંથી મીઠાઈ નું પડીકું તેની આગળ ધર્યું અને તે ખુશ થઈ ગયો, અને તે મને મારવા દોડ્યો, તું આવીને ખોટું બોલ્યો, આવી મજાક મારી સાથે કરવાની અમે બંને થોડીક મસ્તી કરી,
રઘુ એ કહ્યું તારું એડમિશન થઈ ગયું ,એ માટે પેલા કાકા આભાર માનજે,
'જો એ તારા બેલી ન થયા હોત તો કોણ તારો હાથ ઝાલત' થોડી વાર ચૂપ રહ્યો
પછી કહ્યુ મહેશ મેં પણ રાતે પૈસા ભેગા કરવાની કોશિશ કરી હતી પણ મારી પાસે 120 રૂપિયા જમા થઈ શક્યા, અને આ મારો ગલ્લો જો હું સાથે લઈને જ આવ્યો હતો ,
રઘુ એટલું બોલતા તો હું એને ભેટીપડ્યો ,
"લોહીના સંબંધો હોય, તો સૌને પોતાના લાગે અને સૌ તેનુ કામ પણ કરે છે, કારણકે તેમાં થોડો ઘણો સ્વાર્થ જ રહેલો હોય છે પણ અજાણ્યા પ્રદેશમાં જ્યારે કોઈ નિસ્વાર્થ ભાવે આપણને આપણું માને છે ત્યારે તેનાથી સારી જિંદગી બીજી કઈ હોઈ શકે"
હું અને રઘુ કામે લાગ્યા અમે કામ કરતાં કરતાં સાંજ પડી ગઈ બધા ગ્રાહકો જમવા આવવા લાગ્યા, પેલા કાકા આજે થોડા વહેલા આવી ગયેલા હતા,
તેમને પણ જાણવાની તાલાવેલી હશે કે શું થયું હશે તેમને જોઈને હું પહેલાં તો પગે લાગ્યો અને મીઠાઇ ખવડાવી, બીજા ગ્રાહકો જોઈ રહ્યા હતા, અને કહ્યું કે કાકા આજે તો જમીને થોડી વાર રોકાઈ જજો,
મારે તમારી સાથે વાતો કરવી છે, કાકાએ કહ્યું ભલે દીકરા,
કાકા જમીને ખાટલા માં બેઠા હું અને રઘુ બધું કામ પૂરું કરીને કાકા ની પાસે જઈને બેઠા મેં કાકા નો ખુબ ખુબ આભાર માન્યો,
તે હતા તો જ મારું કોલેજ નું પહેલું પગથીયું ચડી શક્યો, કાકાને કહ્યું કાકા પહેલા તો તમારું નામ જાણવું છે ,અને તમારા જીવન ની કહાની મારે સાભળવી છે,
તારું કામ થઇ ગયું દીકરા વિતી
ગયેલી વાત તું જાણીને શું કરીશ, પણ મેં જીદ કરી કે ના કાકા હવે તો મારે તમારી કહાની સાંભળવી છે પહેલા તો તમારું નામ શું છે તે કહો
કાકા : મારું નામ સખારામ છે અને સાંભળ મારી કહાની

મેં પહેલા મુંબઈ વિશે ઘણું સાંભળેલું મુંબઈ તો માયાવી નગરી તેની ઝાકમ ઝોર મુંબઈની રહેણીકરણી અને મુંબઈનું વ્યસ્ત જીવન ...
અમે નાના હતા એટલે અમારા ગામનાએક શેઠ જે મુબઇ માં રહેતા તે આવી નેકહેતા કે પૈસા કમાવવા હોય તો મુંબઈ જવાય, અને સાથે એવું પણ કહેતા મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો તો ના જ મળે, તેમની પાસે મુબઇ ની વાતો સાભળી ને ,
મુંબઈથી તો એટલો અંજાઈ ગયો કે બસ મારે તો મુંબઈ જ ભણવા જવું છે, ઘરે મારા બાપુ ના પાડતા હતા કે નથી જવું તું એકનો એક છે જો તું ત્યાં જઇને પાછો ના આવ્યો તો , અમારું શું થશે, છતાંય હું માન્યો નહીં અને બાપુ સાથે ઝઘડો કરી મુંબઇ આવી ગયો,
અહીં આવ્યા પછી ખબર પડી કે જે મેં સપનાં જોયેલા મુ્બઇ માટે તે તો કંઇ એમ જ પુરા થાય એમ નહોતા, હું પણરખડતો કુટાતો તો રહેવા લાગ્યો તકલીફો ઘણી પડી, કોલેજ જવું હતું પણ મારે પણ તારા જેવું હતું , મારી પાસે પુરતા પૈસા નહી ઘરેથી નિકળ્યો એટલે બાપુએ થોડા આપેલા તે તો રહેવા ખાવા માં વપરાઇ ગયેલા,

મને કોઈએ કોલેજની ફી ભરવા પૈસા નહોતા આપ્યા, મને કોઈએ મદદ ન કરી મારું સપનું રોળાઇ ગયું ,પણ હવે તો ઘરે પાછા જવાય તેવું નહોતું , પાછો ઘરે જઉં તો ઇજજત જાય ગામ આખુંયે વાતો કરે લેને મોટે ઉપાડે મુબઇ ગયો હતો, આપઘાત કરવાનો પણ વિચાર આવી જતો પણ નહીં એવું તો મેં ના જ કર્યું
જીવન તો આયુષ્ય હોય તેટલું જીવવું પડશે અને મે મુબઇ માં રહેવાનો નિર્ણય કર્યો એક વર્ષ સુધી માં કમાઈ પૈસા ભેગા કરી ભણીશુ એવો વિચાર કર્યો,
મારી જોડે થોડા પૈસા ભેગા થયા પણ પછી આગળ ના ભણી શક્યો,
"એક વાર જો લક્ષ્ય ચૂકાઇ જાય તો ફરીથી કદાચ નથી બેસતુ" એવું જ થઈ ગયું અને નાની મોટી નોકરી કરતાં હું એક મિલ ની નોકરી માં જોડાઈ ગયો ,

અને સાથે એક છોકરી ના પ્રેમ માં પડ્યો, હું તો તેને દિલ થી પ્રેમ કરતો હતો, પણ મને ખબર નહોતી કે તે મારી સાથે છેતરપિંડી કરે છે, તે મને ઉપરછલ્લો પ્રેમ કરતી હતી, અને તે મારા પૈસા કઢાવતી હતી , તે એક દિવસ મને છોડીને ચાલી ગઈ ત્યારે મને ખબર પડી,
પણ મે તો એને સાચો પ્રેમ કર્યો હતો, મને એટલો આઘાત લાગ્યો કે હું ડિપ્રેશનમાં સરી પડ્યો, પણ ભગવાન આપણને હરહંમેશ મદદ કરતા જ હોય છે, અને


એક મિત્ર રૂપે મળ્યા તેનું નામ ગોપાળ તેનો સહારો મળ્યો," આ દુનિયા ફક્ત ખરાબ માણસોથી નથી ભરી સારા માણસો પણ હોય છે"
ગોપાળ અને હું પાક્કા મિત્રો બની ગયા તેના સહારાથી હું પાછો મારું જીવન જીવતો થયો,
પણ મને સ્ત્રીજાતિ નફરત થઈ ગઈ ,
લગ્ન નહિ કરું એવો નિશ્ચય કર્યો,
પહેલાં તો કોઇ વાર ગામડે જઇ આવતો પણ મા બાપ બંને સ્વર્ગમાં સિધાવ્યા પછી ગામ પણ છુટી ગયું અને કાકા ની આખ ભીની થઇ ગઇ , અને અત્યારે
મારું જીવન હું પૈસા જે કમાઉ છું તે કોઈ જરૂરિયાત મંદ હોય તેમની સેવામાં આપું છું, અને રજા ના દિવસે તેવા વ્યક્તિ ઓ સાથે સમય પસાર કરું છું,
એક સમયનું જમવાનું મિલ માંથી મળે છે, અને એક ટાઈમ અહી જમી લઉં છું,
તને જોયો ત્યારથી મને મારું બાળપણ યાદ આવતું હતું અહીં આવ્યા પછી મને પડેલી તકલીફો યાદ કરતો હતો ,
આ કુમળો છોકરો અહીંની તકલીફોથી દબાઈ જશે,
દરરોજ એવું વિચારતો ભલે તું મને કંઈ ના કહે પણ તારો ચહેરો જોઈ હું કળી ગયો હતો, કે આ છોકરો ઘરેથી ભાગેલો જ હોવો જોઈએ ,
'ઘરેથી ભાગેલો' આ સાભળી ને રઘુ પણ સડક થઇ ગયો,
ગઈકાલ રાતે તે મને કંઈ ના કહ્યું, ત્યારે મેં રઘુ ને બોલાવી ને પૂછ્યું ,કે તારા મિત્ર ને શું તકલીફ છે,
અને તેને મને બધી હકીકત કહી
જો દિકરા તું તો મારા કરતાં વધારે હિંમત વાળો છે,
એટલે મારી જેમ તારી જિંદગી ના વેડફતો એવું કામ કરી બતાવ જે કે તારા ઘરે અને તારું ગામ તારા ઉપર ગર્વ કરે, ચાલ હું બીજું તો તને કંઈ નહિ કહુ મારી મદદની જરૂર હોય ત્યારે ખચકાટ વગર કહેજે ,
હું અને રઘુ તો સાંભળી ને દંગ રહી ગયા,અને કાકા એમની જિંદગી ની અનોખી વાત કરી સાઇકલ લઇને ચાલી નીકળ્યા,
જિંદગી કેવા કેવા વળાંક લે છે એ તો ખબર નહીં પણ સખારામ કાકાની વાતો સાંભળી ને તો મને થયું ,ઘરેથી ભાગ વાળા છોકરા તોહોય છે, પણ તેમાંથી તેમનું સપનું પૂરું કરનાર તો કોઈ એકાદ જ હીરો હોય છે,
શું થશે? હું મારું સપનું પુરું કરી શકીશ?
બસ એ જ વિચારોમાં ને વિચારોમાં બેસી રહ્યો ..
(મહેશ ભાઈ એ પોતાના સપનાના પહેલો પડાવ તો પાર કરે છે પણ આગળ જતાં શું થશે આગળના ભાગમાં )