સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-62 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-62

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-62
મલ્લિકા મોહીતનાં યુ.એસ. છોડી ઇન્ડીયા જવાનાં નિર્ણય સાથે સંમત નહોતી અને એણે મોહીતને સ્પષ્ટ કહી દીધુ કે હું તારાં નિર્ણય સાથે સમંત નથી હું ઇન્ડીયા નથી આવવાની મને અહીંની આઝાદી અને કલ્ચર ગમે છે. એ નેરોમાઇન્ડેડ અને ભૂખ્ખડ દેશમાં મને કોઇ રસ નથી તું જઇ શકે છે એમ બોલીને પોતાનાં રૂમમાં જતી રહેલી.
સવારે ઉઠીને મોહીત બધાં પોતાનાં નિર્ણય લઇને એ બહાર આવ્યો. એને થયુ. મલ્લિકા સાથે ફાઇનલ વાત કરી લે એને સમજાવે કે આપણો દેશ એ આપણો દેશ છે. વળી આપણે ત્યાં બંગલો -વાડી-જમીન-મિલ્કત બધુજ છે. હવે પાપાનાં ગયાં પછી માં ત્યાં એકલાં છે ત્યાં કોણ સંભાળશે ?
મોહીત નોકરી પણ નથી છોડી રહ્યો. બધીજ એની શરતો માન્ય કરીને કંપનીએ ઇન્ડીયાથીજ ઘરેથીજ બધુ હેન્ડલ કરવા છૂટ આપી છે. કોઇ નુકશાન નથી થઇ રહ્યું. આજનાં ડીજીટલ જમાનામાં તમે દુનિયાનાં કોઇ પણ ખૂણેથી તમારાં કામ-ધંધો કરી શકો છો. પછી કોઇ પ્રોબલેમ નથી...
મોહીત મનમાં વિચાર કરી રહ્યો કે આ બધાં સાથે મને વતનમાં રહેવાનું ગમે છે ત્યાં વાડી-ખેતર બધુ સંભાળીને એવુ જીવન આધુનીક સંસાધનો સાથે જીવવું જાણે વધું ગમશે. એ બધુ જ કહેવાં મલ્લિકાને સમજાવીને સાથે લઇ જવાનાં ઇરાદે એ રૂમમાંથી તૈયાર થઇને બહાર આવ્યો.
આવીને જોસેફે કહ્યું "મેમ તો સવારનાં ઉઠીને ક્યારનાં બહાર જવા નીકળી ગયાં છે. બોબ પણ નહોતો એ જાતે ડ્રાઇવ કરીને જતાં રહ્યાં છે. મને મેસેજ આવ્યો છે કે સરને કહેજે બેડરૂમનાં મારાં કાગળ પડ્યો છે એ વાંચીલે અને પછી વિચારીને નિર્ણય લે અને પછી ફોન કરે....
મોહીત તો વિચારમાં પડી ગયો. એણે જોસેફને કહ્યું "મારાં માટે ચા બનાવીને લાવ હું આવુ છું એણ કહીને એ મલ્લિકાનાં બેડરૂમમાં ગયો.
દરવાજો ખોલીને જોયુ તો એક કવર પડ્યું હતું અમે એણે કવર લીધુ એમાંથી કાગળ કાઢીને વાંચવાનો શરૂ કર્યો વાંચીને એ એકદમ ઉત્તેજીત થયો ગુસ્સાથી લાલ થયો.
મોહીતે કાગળ લઇને વાંચવો શરૂ કર્યો.. મલ્લિકાએ લખ્યું હતું "મોહીત, આટલાં આપણાં પ્રેમ વચ્ચે તને ઇન્ડીયા જવાનું શું સુજ્યું છે ? અહીં શું તકલીફ છે ? તને સ્પષ્ટ કરી દઊં છું મને ઇન્ડીયા પાછા ફરવામાં કોઇ રસ નથી અને ત્યાં મારાં કોઇ ફ્રેન્ડઝ નથી જે ફેમીલી છે એ લોકોને અહીં બોલાવી શકાય. અહીં આટલું મોટું ઘર છે. ત્યાં ઘર રહેવા દઇને બાકીની મિલ્લત વેચી નાંખ. રોકડા કરીને અહીં ઇન્વેસ્ટમેન્ટ કરી દે પણ આવી બાલીશતા કેમ બતાવે છે ?
અહીં શું નથી ? તારે- મારે બંન્નેને સારામાં સારી જોબ છે રહેવા ઘર છે દોસ્તો છે. અહીંનું કલ્ચર અહીંની મજા સ્વતંત્રતા કંઇક ઓરજ છે. અહીં બધીજ વ્યવસ્થા સગવડ બધાં સુખ છે શું ખુટે છે ? આપણી પાસે એટલો પૈસો છે અહીંનું આવું સગવડ ભર્યું આરામદાયક જીવન છોડીને ત્યાં કચરાનાં ઢગ વચ્ચે ગંધાતા ગામડામાં ભૂખ્યા દેશમાં શા માટે જવું છે ?
અને એક વાત સાફ કરી લઊં તું યુએસ કાયમ રહેવા તૈયાર થયો હતો એટલેજ મેં તારી સાથે લગ્ન કરેલા મને ઇન્ડીયામાં રસજ નથી.. પહેલાં પણ નહોતો હવે તારે વિચારવાનું છે તારે નિર્ણય લેવાનો છે મેં મારો અફર નિર્ણય કહી દીધો ટેઇક કેર.. વિચાર જે પછી નિર્ણય લેજે...
મલ્લિકા...
મોહીતે કાગળ વાંચીને ડૂચો કરીને ફેક્યો ગુસ્સામાં પણ પછી કંઇક વિચાર આવતાં કાગળને સરખો કરી ઘડી વાળીને પોતાનાં ખિસ્સામાં મૂકી દીધો.
મોહીતે બહાર આવી ડ્રોઇગરૂમમાં માથું પકડીને બેસી ગયો. એણે વિચાર કરવા માંડ્યાં પણ ક્યાંય સરખાણીનો વિચાર ના જ આવ્યો. માદરે વતન પોતાનાં ગામ સુરત જવાનો એનો નિર્ણય પણ અફર હતો.
એણે ચા પીધી સ્વસ્થ થયો અને મલ્લિકાને ફોન જોડયો. મલ્લિકા... અને પછી લાંબી વાત ચાલી અને છેલ્લે એણે કીધું બાય. ટેઇક કેર અને ફોન મૂક્યો. પછી એણે પોતાનાં સ્ટાફનો હિસાબ પતાવ્યો અને ફોન જોડયો.
મોહીતે ફોન જોડીને કન્ફર્મ કર્યું એની ટીકીટ બધું થઇ ગયું છે બોર્ડીગ પાસ વગેરે આવી ગયુ અને એણે જોસફ અને મેરીની મદદથી બધો સામાન પેક કર્યો. મીતાબહેનને ખાસ કામ સોંપ્યુ અને એમનાં હિસાબથી વધારે 1 હજાર ડોલર આપ્યાં ને બધુજ વિગતસર કામ સમજાવ્યું અહીં કોટેજમાં બધુજ કામ નીપટે નહીં ત્યાં સુધી એમણે અહીં રહેવું અને પછી એ જાણવા માટે ફોન કરશે એમ સમજાવ્યું.
***************
મોહીત સુરત આવી ગયાં પછી એણે એનાં વિશાળ બંગલામાંજ પોતાની ઓફીસ ચાલુ કરી દીધી. સુરત શહેરમાંથી જરૂરી માણસો નિયુક્ત કરી લીધાં જરૂરી ઓફીસમાં ઉપકરણો વાઇફાઇની સંપૂર્ણ કનેકશન લાઇન, હાઇ પાવર કેપેસીટી અને પોતાની બધીજ આગવી વ્યવસ્થા કરી દીધી લાઇટ ફેઇલીયરમાં પણ કામ ચાલુ રહે એનાં માટે ઇન્વર્ટર અને હેવી જનરેટર સીસ્ટમ લગાવી દીધાં.
આવતાં આવતાંમાં બધી વ્યવસ્થા થઇ ગઇ હતી. એને અમેરીકા યાદ નહોતું આવતું. જહોનસર અને રીચર્ડસે માનેલી બધી શરતો સામે એણે કામ પણ એવું કરવા માંડ્યુ જહોન સર તો એટલાં માટે ખુશ હતાં કે મોહીત બમણાં જોરથી કામ કરતો અને મોહીતે મોકલેલાં વીડીયો અને રીપોર્ટથી ગોઠવાયેલી વ્યવસ્થાથી સંતોષ હતો.
આજે માં સાથે થયેલી વાત મુજબ એણે મલ્લિકાને ફોન લગાવ્યો અને મલ્લિકાએ તુરંતજ ફોન ઉપાડ્યો. હેલ્લો હાં મોહીત બોલ... આઇ હોપ તારે ત્યાં બધુ સેટ થઇ ગયું હશે. હું બે દિવસમાં કોટેજ ખાલી કરી દઇશ મારી રીકવેસ્ટ માન્ય કરી હતી અને મને 15 દિવસનું એક્સટેન્સન મળી ગયું હતું.
મોહીત મને થાય છે તેં આટલાં દિવસ પછી ફોન કર્યો ? શા માટે ? આઇ એમ હેપી એન્ડ ઓકે હીયર... મોહીતને ઓકે એન્ડ હેપી કહેતી મલ્લિકાનો આજનો રણકો અને અવાજ કંઇક જુદોજ હતો. મોહીતે વધુ વાત કર્યા સિવાય ટેઇક કેર કહીને ફોન કાપી નાંખ્યો.
*************
ડોક્ટર પ્લીઝ માય હેલ્થ ઇઝ નોટ ગુડ મારી સ્થિતિ છે એ પ્રમાણે મારી માંગ છે એમજ તમે મને ટ્રીટ કરો પ્લીઝ આઇ કાન્ટ બેર ઇટ એની મોર નાઉ અને મલ્લિકા રડી પડી ક્યાંય સુધી ડોક્ટરે રડવા દીધી પછી એ સ્વસ્થ થયાં પછી એને આરામથી સૂઇ રહેવા કીધું...
સાંજે 7.00 વાગે ડોક્ટરે મલ્લિકાને કલીનીકમાંથી રજા આપી અને ખૂબજ અશક્તિ અનુભવી રહેલી મલ્લિકાએ ડોક્ટર તરફ આભારની નજર નાંખી અને કલીનીકનાં પગથીયા ઉતરી ગઇ....
મલ્લિકાને જતી જોઈ ડોક્ટર કંઇક મનમાં ને મનમાં બબડી અને પછી ફોન ઉપાડીને કોઇને ફોન કર્યો...
**************
મોહીતે ઓફીસનું કામ પતાવીને પછી યુ એસ ફોન લગાવ્યો અને એણે ક્યાંય સુધી વાતો કરી એ ઘડીએ એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહેલાં અને પછી કીધુ તું મારો આટલો નજીકનો ફ્રેન્ડ છે તો તે મને આટલી બધી માહિતી આપી.
"તને ખબર છે યુ એસ હું ભણવાં આવ્યો ત્યારથી આપણે સંર્પકમાં છીએ. ભણતાં ભણતાં આખી મિત્રતા ધાઢ બનતી ગઇ... આપણાં ગ્રુપમાં આપણે ત્રણ જણાં ખાસ મિત્રો બની ગયાં. એક બીજાને મદદ કરતાં રહ્યાં ફેમીલીથી જુદા રહીને પણ ફેમીલી જેવી લાગણી આપણી વચ્ચે બંધાઇ ગઇ.
મારે યુ.એસ.સેટલજ નહોતું થવું છતાં મલ્લિકાનાં આગ્રહ અને એનાં પ્રેમથી આકર્ષાઇને મારો નિર્ણય બદલ્યો. મારાં માં બાપનું એકમાત્ર સંતાન હતો છતાં મેં એ લોકોની લાગણી ના વિચારી અને મલ્લિકાનાં બહેકાવામાં આવી ગયો. તું પણ તારાં પ્રેમને પત્નિ બનાવીને સેટ થયો આપણાં ગ્રુપમાં બધાનાં લગ્ન એ રીતે થયાં. કેવો શરૂઆતનો પ્રેમ-વિશ્વાસ આપણે મિત્રો પણ કેવાં ? કેવાં કેવાં સંબંધ નિભાવ્યાં જેને હું સાવ નજીક ગણતો એજ મારો પ્રેમ વિશ્વાસ ટુટી ગયો... શું કહુ તને ?....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-63 અને છેલ્લું