Featured Books
શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 13

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|13|

“ગુ...ડ....મોર્...નીં..ગ્....વ...ડોદરા એ.કે...એ બરો....ડા...
ઘીસ ઇઝ 93.5 રેડ એફ એમ.
હુ છુ આર.જે રી....યા....એકેએ રીયા.
આપ સુન રહે હે મોર્નીંગ નંબર વન વીથ રીયા...
આઇ કે, આઇ કે ગર્લ્સ તમારો હોટ ફેવરીટ ગોસીપ આનંદ નથી આજે અને આઇ એમ સોરી ટુ સેય થોડા દીવસ વીકેન્ડ પર છે.
ઓવવ હવે શુ કરશુ....
પણ ગર્લ્સ હુ સમજી સકુ છુ તમારા દીલની હાલત
જબ કોઇ બીના બતાયે દીલ તોડ કે ચલા જાતા હે તો કેસા લગતા હે....કેસા લગતા હે....કેસા લગતા હે....
પર ક્યા કર શકતે હે હમ ભી ઠહેરે આદત સે મજબુર.....
તોય હુ તમારા તરફથી એને રીકવેસ્ટ કરીશ કે હવે તો પ્રોફાઇલ પીક્ચર અપલોડ કર. પણ અફસોસ મારી વાત થોડો માનવાનો.”

“બટ આઇ હેવ સમથીંગ ફોર....યુ....
વો નહી તો ક્યાં ઉસકી આવાઝ હી કાફી હે....
હી લીવ મેસેજ ફોર યુ ગાય્ઝ. ઓહ સોરી ગર્લ્સ. જી હા તમારા લવગુરુ એ તમારા માટે વોઇસમેસેજ મોકલ્યો છે.
પર એસે હી નહી સુના શકતી થોડા સ્પેશયલ હે ના....ક્રસ લાઇક થીંગ....
ઇફ યુ વોન્ટ ટુ હીઅર અપ. જસ્ટ ટેક્સ્ટમી ઓન રેડ એફ એમ વોટસઅપ નંબર ગીવેન ઓન અવર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ.”
“ધીસ ઇઝ રીયા ફ્રોમ રેડ એફ એમ બજાતે રહો....
“મીલતે હે એક બગર આનંદ કે હો...ટ...કોફી બ્રેક કે બાદ....”

“સાચુ કઉને તો મનેય આનંદ વગર ચા પીવાની મજા નય આવતી. આમ ચા માંથી કોઇએ ક્લાઇમેક્સ કાઢી લીધો હોયને એવુ લાગે છે.
ખરેખર એના જેવો ટી પાર્ટનર બીજો છે જ નહી. બેસ્ટ ટી પાર્ટનર એવર.
નજીક આવો....નજીક આવો....એક સીકરેટ કઉ.
એ છેને એના સૌરાષ્ટ્રના ફાફળા જેવો છે. બેસ્ટ ટી પાર્ટનર.”

“સો યેસ. હીઅર ઇઝ સોંગ ફોર ધેમ વુ રીઅલી મીસ હીમ.

હે અપના દીલ તો આવારા ન જાને કીસ પે આયેગા.
હે અપના દીલ તો આવારા ન જાને કીસ પે આયેગા.
હસીનો ને બુલાયા ગલે સે ભી લગાયા.
બહોત સમજાયા યે હી ના સમજા....
સવારના પહોરમા ધીમો રેડીયો રેલાતો રહ્યો.
***

બીચ પર માણસો વધવા લાગ્યા. વહેલી સવારે કોઇ નહોતુ. અજવાળુ વધતુ ગયુ એમ જોગીંગ ટ્રેક પર માણસો દેખાવાના શરુ થયા. હુ વહેલો ઉઠીને ફરી એજ પગથીયે બેસી રહ્યો. રેડીયોના કારણે ટાઇમે જાગવુ જ પડે પછી ભલે સુતો હોય એને અડધો કલાક જ થઇ હોય.

ગઇકાલે રાતે મોડે સુધી ઉંઘ ન આવી. એ વીચારીને રીયાને ફોન કર્યો તો કારણ કે એના વગર આ વાત મા કોઇ મારી હેલ્પ નહી કરી શકે પણ એવુ કાંઇ જ ન બન્યુ. બાય લક મને ચા તો મળી ગઇ હતી રાતે એટલે થોડી રાહત થઇ પણ ફરી-ફરીને મારા મનમા એજ વીચાર આવ્યા કરે છે કે “પીયા...” એટલે આવીને અટકાઇ જઉ છુ.

‘સોરી ડીસ્ટર્બ કરવા માટે પણ આવી હાલત મારી ત્યારે-ત્યારે થઇ છે જ્યારે મને કોઇ સાથે પ્રેમ થયો હોય. એ વાત અલગ છે કે મને ખબર મોડી પડી અને જ્યારે વાત કરવાની આવી ત્યારે ગેમ ઓવર થઇ ગઇ. આ જ રીઝન હોઇ શકે મારુ લાઇફથી ડરવાનુ? એનીવેઇઝ યુ ઇન્જોય ધ સ્ટોરી’

રીયા પાસે એવો સુપરપાવર છે કોઇને ઓવરથીંકીંગ કરવા જ ન દે. એની પાસે ગોડ ગીફ્ટેડ એબીલીટી છે. મારી ઉપર તો એની નજર કાયમ હોય અને હોય જ. મારા બીહેવ્યર મા થોડો ઘણો ય ફેરફાર થાય એટલે પેલી ખબર એને પડે. થેંન્ક ગોડ કે અત્યારે એ હાજર નથી. જો મને આવી રીતે શાંતીથી બેસેલો જોઇ જાય એટલે થઇ ગઇ વાત. પછી કાં તો ચા આવે કાં તો એકબીજાના કોર્લર પકડીને ઝઘડો.

મારે એને ફોન કરવો છે. ડેમ્ન ઇટ. એને કહી દેવુ છે હાઉ મચ આઇ લવ હર. ડેમ્ન ઇટ. કોઇ જઇને એને મારા દીલની વાત કરો પ્લીઝ.

દસ વાગ્યા સુધી રાહ જોવાનુ મે નક્કી કર્યુ છે. ટ્રાવેલીંગ પછી માણસ થાક્યા હોય તો જાગવામા મોડુ થાય અને આમ પણ બધા મારી જેમ વહેલા ઉઠીને રાતે જાગવા વાળા બેટમેન થોડા હોય કે રાતે રખડે અને સવારે કામ પર જાય.

કોની રાહ જોવાનુ કહુ છુ ખબર પડીને? ઇડીયટ પીયાની. એ ઇડીયટ નથી હુ પોતે છુ. સોરી.

અમીત હવે તો ભાઇબંધ થઇ ગયો છે. રુમના લેન્ડલાઇન પરથી ફોન જાય ત્યાં એ ચા લઇને હાજર થઇ જ ગયો હોય. અત્યાર સુધીમા લગભગ સાત કે આઠ કપ ચા તો પીવાઇ ગઇ છે. એક સેકન્ડ એવી નથી જેમા રીયાની વાતો યાદ નથી આવતી. કારણ કે આઇ રીઅલી મીસ હર.

સોરી અગેઇન, આઇ મીન હુ એવા ટ્રુ ફ્રેન્ડની વાત કરુ છુ કે જે એવરી સેકન્ડ તમારી સાથે હોય અને જેના વગર તમારી લાઇફ અટકી જાય. લાઇફ એ લાઇફ જેવી જ ન લાગે. આર.જે. ના કેસમા રીયા છે આઇ થીંક.

વાત તો એ છે કે મે આટલી ચા પીધી હોય અને રીયા જોઇ જ જાય. ગમે તેમ ન દેખાડવાની ટ્રાય કરુ એને ખબર પડી જ જાય. તો પેલા તો એક જાપટ આવે અને તરત “નામ બોલ એનુ?”.

અમીત પાછો ચા લઇ આવ્યો. બારીમાંથી દરીયો જોઇ-જોઇને કંટાળો આવ્યો. મે એને સાથે ચા પીવા આગ્રહ કર્યો પણ એની નાઇટ સીફ્ટ પુરી થવાની છે.

“સર દસ વાગવા આવ્યા. કાલ રાતના તમે એકને એક જગ્યા પર બેસી રહ્યા છો. તમારો ઇન્જોય કરવાનો ટાઇમ નીકળી જશે. બહાર ઘણી બધી બીચ છે ફરવા માટે....” બોલીને જુના કપ પાછા લેતી વખતે અટક્યો. મારે જવાબ આપવામા વાર લાગી એટલે વધારે બોલી ગયો એમ સમજીને “માફ કરજો. પણ મારાથી નો રહેવાણુ એટલે કહી નાખ્યુ.” હુ સહમત હતો એની વાત થી કે કાલ રાતનો હુ એકની એક જગ્યા પર બેઠો છુ અને દારુડીયાની જેમ ચા નો નશો કર્યા કરુ છુ.
“નો....નો....ટોટલી ફાઇન. સલાહ નો આપે એ ગુજરાતી શુ કામના.બરોબરને....” કહીને મે એની સામે જોયુ.
“તમે ક્યો એમા કાંઇ ખોટુ હોય.” એ બોલ્યો.
એક નંબરનો ગુજરાતી સાલો. એય બીહેવ યોર સેલ્ફ. ઓકે સર, સોરી સર. આઇ રીપીટ. એક નંબરનો કાઠીયાવાડી સાલો.

બીચ પર તો હુ જઇશ પણ એકલો નહી. ગમે તે થાય એકલો તો નહી. આર.જે. આનંદ જશે બીચ પર.
ઓહ ડેમ્ન ઇટ મને એની સાથે પ્રેમ થઇ ગયો છે. ઓહ ગોડ પ્લીઝ એને જઇને કઇ દયો કે આઇ લવ હર. નોટ અગેન યાર. ડેમ્ન ઇટ. ઇટ હર્ટઝ ઇડીયટ.

છેલ્લો કપ પુરો કરવામા હુ પતી ગયો. હવે એકપણ ચા વધી ગઇ એટલે હાલત ખરાબ. કાલ રાતથી નહી પણ કાલ સાંજનુ આમેય કાંઇ ખાધુ નથી અને ઉપરથી આટલી ચા.

મારા મનમા તો સતત એક જ વીચાર આવે છે. મને એ નથી સમજાતુ કે આ બધી મોહમાયા ભુલવા માટે તો વીકેન્ડ પર આવ્યો અને ફરી એજ કથા શરુ થઇ ગઇ. ખરેખર તો હુ કોઇનાથી નહી મારા સ્વભાવથી થાકી ગયો છુ. રીયા અને રાહુલ્યાની મારે સૌથી વધારે જરુર છે અને હુ એનાથી જ દુર ભાગી આવ્યો.

બીચ પર ચક્કર મારી થોડે દુર સુધી પણ પાણી સુધી જવાનુ મન ન થયુ એટલે પાછો આવી ગયો. બપોર થવા આવી અને લંચનો ટાઇમ થઇ ગયો એટલે જમવા માટે બહાર ભટકવાને બદલે હોટેલ પર જ આવી ને જમ્યો.

મને હતુ કે ગઇકાલની ફ્રેન્ડશીપ પછી આજે ફરી મળીશુ. વહેલી સવારથી અત્યાર સુધી હુ ફોન બાજુમા રાખીને બેસી રહ્યો. ખબર નહી કેટલી વાર વોટ્સએપ મેસેજ ટાઇપ કરીને ઇરેઝ કરી નાખ્યા. લાસ્ટસીન તો હાઇડ કરેલો છે એટલે કાંઇ જ ખબર નથી મને એના વીશે. મને થયુ મારે ભુલી જવુ જોઇએ.

આટલી મસ્ત જગ્યા પર મને બહાર જવાની ઇચ્છા નથી થતી. હવે મારે ઇગોને સાઇડમા રાખીને રીયાને ફોન કર્યા વગર કોઇ જ સોલ્યુશન નહી મળે.
અત્યાર સુધી મે એના કોલ રીસીવ ન કર્યા હવે થોડીવાર એ મારા કોલ રીસીવ નહી કરે.
***

ભરતીનો પાણી સાથે ભટકાવાનો અવાજ, સાંજના હળવા તડકાની ગરમ હવાની ઠંડી હવાથી ધકેલી કાઢતો દુર-દુર નજર કરો ત્યાં સુધી પાણીમા પથરાયેલો રેતાળ પટ અને એને અડીને તરત આવેલુ કેફે મારા મનમા ઘર કરી ગયુ છે. ગમે એટલો મોટા સોનેથી મઢેલા ઠંડી હવા ફેંકતા એસીવાળા રુમની દરીયા સાથે શુ સરખામણી. જોઇને તો એક જ વાત મનમા આવે “આયાં તો ભુરા મોયજુ પડે મોયજ.”

ભરતીનો પાણી સાથે ભટકાવાનો અવાજ, સાંજના હળવા તડકાની ગરમ હવાની ઠંડી હવાથી ધકેલી કાઢતો દુર-દુર નજર કરો ત્યાં સુધી પાણીમા પથરાયેલો રેતાળ પટ અને એને અડીને તરત આવેલુ કેફે મારા મનમા ઘર કરી ગયુ છે. ગમે એટલો મોટા સોનેથી મઢેલા ઠંડી હવા ફેંકતા એસીવાળા રુમની દરીયા સાથે શુ સરખામણી. જોઇને તો એક જ વાત મનમા આવે “આયાં તો ભુરા મોયજુ પડે મોયજ.”

મને થયુ કે મને ભણકારો વાગ્યો. ચા પીતા દરીયો જોવામા એટલી મોજ પડે છે કે પાછળ ફરવામા આળસ આવે છે.

“આયહાય
દીલ તુટયા પછી એકલા ચા પીવાની આદત પડી ગઇ લાગે છે.” મને સાંભળવો ગમતો મધુરો અવાજ દરીયાના મોજે સવારી કરતો મારા કાને પડયો. “આવુ ત્યારે થાય જ્યારે કોઇ છોડીને ચાલ્યુ જાય.”
“મને એ નથી સમજાતુ કે દીવ કોઇ ખાલી ચા પીવા તો ન જ આવે....” ફરીથી એજ અવાજ અને કોઇએ સામેની ખુરશી આગળ કરી ત્યારે મે આંખ ખોલી. હળવી સાંજનો તડકો આંખમા ફેલાઇ ગયો અને સપના માથી કોઇ બહાર આવે એમ એક પડછાયો દેખાયો.

નાવ ગેઇમ ઓન.
“મારા માટે ચા નહી મંગાવે.”
“ઈડીયટ....”

ક્રમશ: