Featured Books
શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 7

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|7|

નેપાળીને જોઇને મને આર્કીટેક્ચર પર તરસ આવ્યુ. કેવા ના પનારે પડી ગયુ બીચારુ. બસનુ એન્જીન અને બ્રેક પર પગ રાખીને બેઠેલો નેપાળી મારી જ રાહ જોવે છે એવુ મે માની લીધુ. પગથીયા ચઢીને ઉપર આવ્યો ત્યાં બસે ધીમે-ધીમે વેગ પકડયો.

“સાહબ થુમ બઠતે કયો નહી. અભી લંબા જાના હે.” નેપાળી બોલ્યો.

મે કાંઇ જવાબ ન આપ્યો. મને શુ મનમા આવ્યુ ખબર નહી. મે સીધો રીયાને ફોન કર્યો.

“હાઇ સ્વીટહાર્ટ...તને નહી ફાવે મારા વગર, ટોપા ઇન્જોય કરવા ગયો છે તો એ કરને ફોનમા કેમ ટાઇમ વેસ્ટ કરે છે. ચલ મુક ફોન....” હુ કાંઇ બોલુ એ પહેલા તો એ બોલી ગઇ અને ફોન મુકી દીધો.

“કયાં હો ગયા સાહબ ગર્લ ફ્રેન્દ ગુસ્સે હો ગઇ ક્યાં...” ગેર બદલાવતા એ હસ્યો.

“ઓ કાકા કામ કરોને તમારુ, આવી ગયા મોટા આર્કીટેક્ટ.” ગુસ્સામા મારાથી બોલાઇ ગયુ.

મે ફરીથી રાહુલ્યાને ફોન કર્યો. એણે તરત જ ઉપાડયો. “બે તમે એકેય એ પુછયુ કેમ નહી કે ક્યાં જાય છે.” મે સીધી મનની વાત કરી નાખી. રાહુલ્યો કાંઇ બોલવા જતો તો ત્યાં રીયા એ ફોન ખેંચી લીધો.

“વી આર ઓન ડેટ....નથી સમજાતુ...તુ દીવ જઇને મોજ કરને ડફોળ...”

“પણ તને કોને કીધુ હુ દીવ જાઉ છુ.”

“મને ગુજરાતી વાંચતા આવડે છે ઇડીયટ. બસમા આટલા મોટા અક્ષરથી લખેલુ છે. આંધળો તેમા....” બોલીને એ અટકી “હવે ફોન મુકને સેન્ટીમાસ્ટર...આઇ નો યુ સુપરમેન બહાના શોધે છે ફોન કરવાના. કેટલા દીવસ આવો ને આવો રહીશ યાર. ચલ હવે જલ્દીથી ફોન મુક અને નજર કર બસમા કોઇ તારા માટે રાહ જોતી હશે. કમઓન સુપર મેન યુ કેન ડુ ઇટ બડી....બાય....નક્કી થાય તો પેલી ગુડન્યુઝ મને આપજે.....”

“બાય...
સીયુ શુન...”

“બાય...
ટેક....” બોલ્યો ત્યાં ફોન કપાઇ ગયો.

“રુઠ ગઇના....બોલુ છુ જાજો ફોણ ના કરો....” નેપાળી મજા લઇ રહ્યો છે.

“એક કામ કરો ફોન તમને આપુ છુ. વાત કરી લ્યો શાંતી થઇ જાય. આ ખટારો હુ ચલાવી લઇશ.” હુ ગરમ થઇ ગયો.

“ચીડતે ક્યુ હો. આર્કીટેક્ચર મે થે ક્યા....” નેપાળી બોલ્યો. “ઓર ખતારા કેસે કહેતે હો. જાનેમન હે મેરી....મજાક કર રહા થા બુરા લાગા તો. સીટ પે બેઠોના....”

“ધંધા મા ધ્યાન આપોને કાકા. એ તમારુ કામ નહી.” મારાથી બોલાઇ ગયુ.

“અપની સીત પે બેથો....યા પુરી રાત ખદે રહો યહી પે....” એને મારા ગુસ્સાથી કોઇ ફેર જ ન પડયો. જાણે મારી વાત સાંભળીને એક તરફ કરી નાખી.

નેપાળી ભદો અરીસામા મને જોઇને સંતાઇને હસે છે. મને એટલો ગુસ્સો આવે છે કે બસ ઉભી રાખીને એક જાપટ નાખુ. અંદરથી એવુ થાય છે કે દસ-પંદર દાંત તો પાડી જ દેવા છે.

મારા ગુસ્સાને કાબુ કરતો સીટ તરફ હુ ગયો. બે કે ત્રણ જેટલી સીટ માંડ ખાલી છે. હુ મારો નંબર જોઇને મારી સીટ ગોતવા લાગ્યો. થોડીવાર તો થયુ કે ક્યાં આ ખટારાના ચક્કર મા પડયો. આના કરતા રીયા એ સાચુ કીધુ તુ ફ્લાઇટમા ગયો હોત તો નીરાંત હોત. ઓછામા ઓછુ આ નેપાળી કડીયો તો ન મળેત.

આને જોઇને મને કહેતા શરમ આવે છે કે હુ પણ આર્કીટેક્ટ છુ. થોડીવાર મનમા બોલ-બોલ કર્યુ.

ત્યાં મને મારી સીટનો નંબર દેખાયો. મારી અને એના બાજુની સીટ ખાલી હતી. જોઇને મને થોડો હાસકારો થયો. થયુ હવે નીરાંત દીવ સુધી કોઇ નામ નઇ લ્યે. નેપાળીને તો નીચે ઉતરે ત્યારે જોઇ લઇશ. બેગ બાજુમા મુકીને હુ બારી પાસે બેઠો. ઢળતી સાંજને બારીમાંથી જોવાની મજા આવે છે.

ફોન વગર વધારે રહી ના શક્યો. ઇયર ફોન લગાવીને બીજા બધાને સુતા જોઇને હુ પણ સુવાની એક્ટીંગ કરવા લાગ્યો. આંખ હજી માંડ બંધ થઇ ત્યાં જોરથી બસની બ્રેક લાગી. મારુ માથુ આગળની સીટ સાથે અથડાતા બચી ગયુ. “બે નેપાળી તારી તો...”મારાથી જોરથી બોલાઇ ગયુ. આજુ-બાજુ વાળા જોવા લાગ્યા. વચ્ચેની જગ્યા પછીની સીટમા એક ભુરીયો મારી સામુ હસે છે. એને જોઇને મને ગુસ્સો આવે છે. “કામ કરને તારુ ડોફા...”

ધોધમાર વરસાદ ક્યારે ચાલુ થઇ ગયો એ ખબર ન પડી. નેપાળી બારી માથી બહાર ડોકાયને કોઇકને કાંઇક ઇશારા કરે છે. થોડીવાર તો મને થયુ કે આ કોઇ નેપાળી માફીયા નથી ને, નહીતર કારણ વગરનો એક સારો આર.જે. કીડનેપ થઇ જશે.

મે બહાર બારીની બહાર કાન માંડયા.

“અંધર આ જાઓ....જલ્ધી આઓ....ભીગ જાઓગે....” નેપાળી કોકને અંદર બોલાવે છે. “ઇસ તરફ નહી....ઉસ તરફ ઘુમ...કે આ જાઓ....”

બહાર એક ગાડીની લાઇટ જેવી-તેવી દેખાય છે. વરસાદના કારણે રસ્તા પરની લાઇટ પણ બંધ હોય એવુ લાગે છે. ગાડી ફરીને દરવાજા બાજુ આવી. કોણ આવવાનુ છે મારી જેમ બધા એજ વીચારતા હોય એવુ લાગે છે.

આવી ઘનઘોર અંધારી અને વીજળીના કડાકા-ભડાકા વાળી વરસાદી રાતમા રસ્તાની વચ્ચે બસ આમ ઉભી રહી જાય તો બીક કોને ન લાગે. આ કોઇ હોરર ફીલ્મના ક્લાઇમેક્સ જેવુ છે. મારી ઇમેજીનેશન સાતમા આસમાને પહોંચી ગઇ છે. હુ ક્યાંનુ ક્યાં વીચારી રહ્યો છુ.

પણ એવુ કાંઇ થયુ નહી.

નેપાળીની કટાયલી બસનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. જેવો દરવાજો ખુલ્યો નેપાળી કોકને જલ્દી અંદર આવવાનુ કહેવા લાગ્યો. બસના પગથીયા ચઢીને કોઇ અંદર આવતુ દેખાયુ.

એક છોકરી હાથમા બેગ લઇને અંદર આવી. આગળના ભાગમા અંધારુ હતુ એટલે ચહેરો બરોબર દેખાતો નથી. આગળના ભાગમા નેપાળી સાથે કાંઇ વાત કરે છે. અચાનક પાછળ ફર્યો; અને મારી સામે ઇશારો કર્યો.

મને થયુ કે આ ચાલે છે શુ બધુ....જેવુ હુ કાંઇ વીચારુ એ પહેલા તો એ મારી જગ્યા તરફ આવવા લાગી. મને થયુ મારી બાજુમા ન બેસે તો સારુ....

જેમ-જેમ એ નજીક આવવા લાગી મારા ધબકારા વધવા લાગ્યા.

ક્રમશ: