One and half café story - 2 books and stories free download online pdf in Gujarati

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 2

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|2|

“ગુ...ડ.... મોર્નીન્ગ વડોદરા....”
“આઇ નો....આઇ નો થોડો લેટ થઇ ગયો છુ. આખા ગામની લવ સ્ટોરી સેટ કરાવી દઉ છુ. કયારેક મને તો કોઇ પુછી જોવો કે તમારો શુ પ્લાન છે લવ ગુરુ...”
“પછી શુ થયુ ખબર છે બેઠો તો મારી જુની ગર્લફ્રેન્ડ સાથે....” બધાનુ દુ:ખ પહેલા વીચારુ એમ મારુ તો ક્યાંક ખોવાઇ જાય. મને સંતોષ થાય જ્યારે કોઇ અચાનક જ મળે અને મારી જ પ્રેમની વાતો મને યાદ કરાવી જાય અને કોઇ તો એવા પણ મળે જે જેને મને પોતાનો લવ ગુરુ માની લીધો છે. હમણાની વાત કરુ તો હુ મારો શો પતાવીને પાર્કીંગ માથી બહાર નીકળ્યો કે મારી કાર ની સામે રસ્તા વચ્ચે આવી ગયો. એને કામ ખાલી એટલુ જ હતુ કે મને થેંક્સ કહેવા આવ્યો હતો.

આવી બધી વાતો મારા મન કાયમ ચાલ્યા જ કરતી હોય. કેમ એ તો ખબર નહી પણ મને જીવતો રાખવે છે એનાથી વધારે મારે કાંઇ જ જોઇતુ નથી.

માઇક થોડુ ઉપર કરીને હુ જોરથી હસ્યો.

“ગઇ કાલે રાતના હુ એટલો ડીસ્ટર્બ હતો કે આખી રાત સુતો નથી. પછી પાર્કમા જઇને સવાર સુધી બેસી રહ્યો. અને સવારે સીધો તમારી સેવામા...
બટ અબ ગુસ્સા ભુલ જાયેંગે ઓર....આપકે ઓર આપકી Weirdo કે ચહેરે પે ફીર સે વો સ્માઇલ લા દેંગે...”

“ચાલો તો કરીએ શરુઆત. ફોન ચાલુ થઇ...ગયો છે. આઇ એમ વેઇટીંગ ફોર યોર કોલ....કમ ઓન....આપડી પાસે ટાઇમ સાવ ઓછો છે....”

“મારા પછી રીયાનો શો છે. એક મીનીટ પણ વધારે લીધીને તો સાલી ખુન કરી નાખશે મારુ....” વાતાવરણને ઠંડુ પાડવા મે ઉમેર્યુ.

ટરરરર....ટરરરર....ટરરરર....ત્યા જ ફોન વાગ્યો.

“હેલો....માઇ ડીઅર....” હુ મસ્તી ભર્યા અવાજે બોલ્યો.
“કયા હતા તમે અત્યાર સુધી યાર...”

“હેલો...હેલો.....હેલો....” બે-ત્રણ વાર સંભળાયુ. મને અજાણ્યો માણસ જાણીને થોડી ગભરાઇ રહી હતી.

“યસ...હેલો વોટસ યોર નેમ...” મે સામો સવાલ કર્યો. થોડી સેકન્ડ કોઇ કાઇ ન બોલ્યુ પછી અચાનક “ઓહ...માય ગોડ હુ આર.જે. આનંદ સાથે વાત કરુ છુ.” ખુશ થઇને એકદમ જ હસવાનો અવાજ સંભળાયો.

બાકીની વાતો કરએ એક નાનકડા બ્રેક પછી....
ત્યા સુધી આ મસ્ત મજાનુ ગીત સાંભળો...
હુ છુ...આર.જે. આનંદ...
ટયુનઇન કરો મોર્નીંગ નંબર વન...”
“લવનો રેડીયો Aka આનંદ....નો રેડીયો...”

“.....!....!..!.....!....અરે હેય.....લાલા...લાલાલા....લાલાલાલા........
...!..!..!..!...મેરે સામને વાલી ખીડકીમે એક ચાંદ કા ટુકડા રહેતા હે....
અફસોસ યે કે વો હમસે...કુછ ઉખડા,ઉખડા રહેતા હે....
જીસ રોઝસે દેખા હે ઉસકો હમ સમા જલાના ભુલ ગયે...” ગીત વાળુ વોલ્યુમનુ સ્લાઇડર વધારીને માઇકના સ્લાઇડરનુ વોલ્યુમ મે ધીમુ કર્યુ.

દીવસે-દીવસે વીકસતી જતી આ નગરીમા ચારે તરફ વનરાજી પથરાયેલી છે. એ તો મજા છે આ શહેરની, નજર પડે ત્યા સુધી છવાયેલા લીલાછમ ઝાડની ઉપર સોનેરી તડકો વધતો જાય છે. એસીની આવતી ઠંડી ની સામે લહેરાતા મોટા થડને જોવો એટલે એમ જ લાગે કે કોઇએ નજર કેદમા રાખ્યા છે.

બારીની બહાર જોતા આરામથી હુ ગીત સાંભળતો હતો. ત્યા સ્ટુડીયોનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.

“કેમ હવે ભઇનો ફોન ય નઇ ઉપાડે એમ....” હુ કાઇ બોલુ એ પહેલા આવીને સીધો મારો કોર્લર પક્ડયો. “આ મોબાઇલ છે ને બેટા....એમા ફોન આવે...ખબર તને એમાથી સામે વાળાનો અવાજ ય સંભળાય....ખબર ને તને....” એક તો આ રાહુલ્યાની બોલી સાવ કાઠીયાવાડી અને પાછો ગામઠી માણસ. બરોડામા ગમે તે જગ્યાએ જઇને થોડીવાર ઉભો રહે એટલે કહ્યા વગર જ ગમે તેને ખબર પડી જાય કે આ માણસ કાઠીયાવાડી જ હોઇ શકે.

થોડી સેકન્ડ માટે શાંત થઇને પાછળ હટયો.

“તો ભઇનો ફોન કેમનો ઉપાડયો....” અચાનક જ એને બુમ પાડી અને મારા કોર્લર ફરી પકડયા. અમદાવાદ અને બરોડા આટલા વર્ષ રહ્યા પછી એની બોલી એ અમદાવાદ, બરોડા અને સૌરાષ્ટ્રની તીવ્રતા નો મેળાપ છે. એટલે “ભાઇ” ને પણ એ “ભઇ” કહેવા લાગ્યો છે.

“એલા ભાઇ કામમા હતો શુ કહુ તને...” મારા ભાવહીન ચહેરાની પાછળ હાસ્યને રોકવા હુ મથી રહ્યો હતો.

“મે કીધુ તુ પ્રેમમા પડીશ એટલે ભુલી જઇશ અમને,જો સાચુ નીકળ્યુ ને...
માણા ભુલવાનુ શુ તુ તો ચા પીવા ય નથી આવતો હવે તો...
પડ હજી કોફીના ચક્કરમા....” હવે ગમે તે શરતે વાત બદલાવી પડે એમ જ હતી.

“રાહુલ્યા....હાલ ચા પીવા જઇએ....” વાતને વીરામ આપવા મારે કહેવુ પડયુ.

“ઓલી સાથે પી તુ...
રોજ જજે હો કોફી પીવા...
એનો એક ફોન આવે એટલે ભાઇ હાલી નીકળે...”

“અલ્યા એવુ કાઇ નથી કઉ તને હમણા આયા આ રામાયણ રહેવા દે, જો પેલી સ્વાતિ ત્રાસી નજર કરીને સાંભળે છે. થોડી તો રહેવા દે મારી....જો જો ઓલી જો ટેબલ નીચે મોઢુ કરીને હસે છે.” કેટ-કેટલા બહાના કરીને મારે એને સમજાવો પડયો.

લીફ્ટની રાહ જોતા અમે બન્ને ઉભા રહ્યા. થોડી સેકન્ડમા લીફ્ટ આવી એટલે અમે સૌથી ઉપરના ફ્લોર પર પહોચ્યા.

“નય હો આ તારો નેસ્કેફ....નેસ્કેફો....કે નેસ્કોફી....નહી હો પેલા જ કહી દઉ. એક તો આ ડફોળોને નામ રાખતા નો આયવડા તો ચા કેમના બનાવવાના....”

હુ હસવાનુ રોકી ન શક્યો. “નેસ્કોફી સારુ રહેશે. શુ કેવુ રાહુલ્યા. કે તને કોફીની લારી જ ફાવશે.”

“હા હવે.”

“મારે છે ને તારા પર એક નવલકથા લખવી છે.”

“નામ તો કે....”

“ચાની લવારી....
કોફીની જબાની....” હુ એકધારો જ હસી પડયો.

એકવીસ નંબર દેખાયો અને લીફ્ટનો દરવાજો ખુલ્યો.

“મજા આવી ગઇ બોસ હવે મજા આવી ગઇ. ખુલ્લુ આકાશ...સોનેરી તડકો અને આ હરીયાળી, કોઇ જ રોકટોક નહી. ન રેડીયો, ન રીસીવર ખાલી હુ....અને હુ....પોતે....” મારાથી બોલાઇ ગયુ.

“વાત તો હાવ હાચી હો આનંદયા...તને યાદ આપણા સૌરાષ્ટ્રનો ફેમસ શબ્દ., હા....મોજ હા....” એકાએક જ બન્નેના મનમા આનંદ છવાઇ ગયો.

“રાહુલ્યા ચા કે કોફી શુ ચાલશે...” મે તરત પુછયુ.

“કાઠીયાવાડીનુ અપમાન કરેશ હો હવે તો.” એનો અધીકાર કોઇ એ છીનવી લીધો હોય એમ એને મારી સામે જોયુ.

“સારુ આપી દે ગયા હોય તો વળી...” સામેથી રસ્તો અને હરીયાળી દેખાય એવા ટેબલ પર જઇને હુ બેઠો. રાહુલ્યો ચા લેવા માટે ત્યા જ ઉભો રહ્યો.

હુ ઘડીભર વાદળાને તો ક્યારેક હરીયાળીને જોતો રહ્યો.

ત્યા સામેથી ખુરશીના પાયાનો ઘસડાવાનો અવાજ આવ્યો.

“આવી ગઇ છે બોસ...આપણી મસાલેદાર ચા...” ચા ના બે કપ મારી સામે મુક્યા.

“ઓય....ઓય....સેન્ટીમાસ્ટર....” મને બોલાવવા એને કહ્યુ.

ખબર નહી કેમ પણ હુ ખુલ્લી આંખે સપનામા ગળાડુબ થઇ ગયો. આવુ મારી સાથે છેલ્લા બે-ત્રણ વીકથી ચાલતુ આવે છે. કેમ, કોના માટે કે કાઇપણ હોઇ શકે. મે જાણવાની ક્યારેય કોશીશ જ નથી કરી. અને હુ જાણવા માંગતો પણ નથી.

ભુતકાળમા મને એટલા અનુભવો થઇ ગયા છે કે હવે આઘાતને મનમા દબાવી રાખવાની આદત થઇ ગઇ છે. મને ખબર નથી સામેવાળો માણસ એ સમજી શકે કે નહી પણ; કદાચ જેને અનુભવ હોય એને જ સમજાય. કાયમ તમારી સાથે રહેતા માણસને ઇશારો મળી જ જાય પણ એને સમજવો હોય તો.

“એય....શુ કરે છે...” ઉંઘમાથી ઉઠયો હોય એમ મે અચાનક જ રાળ નાખી. સામે જોયુ તો રાહુલ્યો પાણીની બોટલ ખોલીને મારી સામે ઉછાળતો હતો.

“ઓલીની યાદમા ખોવાઇ ગયો ને પાછો...
મે કીધુ તુ ને બકા ચાલ ડાઇરેક્ટ જ એને મળી લઇએ. વાત નો ધી એન્ડ થાય. પછી જે થવુ હોય એ થઇ જાય બોલ...
તુ મારો એકનો એક પાક્કો ભાઇબંધ છો. તને દુ:ખી થતા મારાથી નથી જોવાતુ....” ભાઇબંધીના કારણે એ કદાચ એના શબ્દોને રોકી નથી શકતો. આટલા સમય પછી હુ જે ભુલવા મથ્યો તે મારી આંખ સામે ફરી આવીને જીવતુ થઇ ગયુ. વાત એમ પણ છે કે જે માણસ ને લોકો સામાન્ય કહીને દુર રાખે છે એ માણસ જ કોઇના મનના ભાવ ક્ષણવારમા સમજી શકે છે.

“રાહુલ્યા લવગુરુને પણ સલાહ આપનાર ક્યારેક તો કોઇ મળી જ જાય....” મારાથી કહેવાઇ ગયુ. આ સેકન્ડે હુ વીચારોથી ભરેલી અંધારી નગરીમા ખોવાઇ ગયો છુ. જ્યાથી નીકળવાનો રસ્તો મને ખબર નથી.

“છોડ ને ડોફા બધુય....
જ્યારથી તે રેડીયો જોઇન કર્યો ને ત્યારથી અમારો ભઇબંધ ખોવાઇ ગયો....
એ જ્યા છે ત્યા ખુશ રહેશે. હુ સામે ચાલીને વાત કરીશ એની સાથે બસ....
પણ અત્યારે તારી જુની એક્સ ગર્લ ફ્રેન્ડ ચા રાહ જોવે છે....” રાહુલ એ વાત ફેરવી કાઢી. થોડી વાર તો મને એમ થયુ કે એ આર.જે. છે કે હુ.

“આ રહી....અરે....રે.....રે....કયા ખોવાયા તા તમે....આયા મારી હાલત ખરાબ થઇ ગઇ તી જાનેમન....” હુ પુરેપુરા કરંટમા આવી ગયો.

“આનંદયા પેલી આર.જે. રીયા સારી છોકરી છે હો....
તારે ને એને તો આમેય સારી એવી ફ્રેન્ડશીપ છે....
હુ શુ કઉં છુ....
તારે ને એને....” એકનો સાર મળ્યો નથી ત્યા એને બીજી કથા ચાલુ કરી.

“કાંઇ જ નથી કહેવુ હો....ચા પીવા માંડ શાંતીથી હોશીયારી....”

“જો ખાલી વીચાર કે તને કુતરાથી બીક લાગે છે. તુ પાર્કીંગના ગેટ પાસે ઉભો છો બરોબર....” મારા ક્લાસ લેવાની શરુઆત થઇ ગઇ હતી. મને ખબર જ હતી કે બે મીનીટનો સમય મળશે એટલે આ રબર-બેન્ડ એવોને એવો જ હશે. એને લવગુરુ માનવાના વીચારનો મને સારો એવો અફસોસ થયો.

“કાઇ નવી સ્ટોરી ન બનાવતો હો. મારી હાફ સ્ટોરી ક્યારેક પુરી થાય તો બસ છે.” મે એની સામે હાથ જોડયા.

“હા હવે ક્યા હતા આપણે...હા ગેટ પાસે તુ ઉભો છો બરોબર, ત્યા આર.જે. રીયાની કાર આવીને ઉભી રહી. કાર પાર્ક કરવા વોચમેનને આપી ત્યા તેને ચાર પાંચ કાળીયા કુતરાવે ઘેરી લીધી....” કોઇ ડાઇરેક્ટર ફીલ્મની સ્ટોરી કોઇને સમજાવતો હોય એમ એ ચાલુ થઇ ગયો.

“એલા એય જડભરત શુ કાંઇપણ બોલે છે...”

“અટકાય નય. આ તારો રેડીયો નથી. આર.જે. રીયાને ચાર કાળીયા કુતરાવે ઘેરી લીધી. બધા એકદમ ભસા ભસ કરે છે. ભાઉ....હહહહહ....ભાઉ...... એક ઉપર એક ફ્રી. ગમે-તેમ બચીને એ તારી પાસે દોડીને આવી જાય છે. તુ એનાથી એટલો દુર ઉભો તો તોય એ તારી પાસે કેમ આવી. પેલા નેપાળી કાકા એની પાછળ જ હતા. વીચાર કાંઇક તો વીચાર એનો પ્રેમ જો તારા માટે અને આંયા તુ અક્કલ વગરનો કાંઇ ફરક છે. લવગુરુ ક્યે તને ગામ, મોઢુ જોઇ આવ એક વાર....” કહીને એણે મોઢુ બગાડયુ.

“તારી હમણા કઉ એ મા......” હુ આટલુ બોલ્યો.

મારી પાછળથી અવાજ સંભળાયો. રાહુલ્યાની આંખો ચાર થઇ ગઇ “આર.જે. રીયા ને કોણે ઘેરી લીધી....” આશ્ચર્ય સાથે એકધારુ હસીને એણે કહ્યુ.

હુ પાછળ ફર્યો. પાછળ જોયુ તો રીયા ઉભી છે. હુ શરમના લીધે તરત જ ફરી ગયો.

“હેય આનંદ....કેમ છે....” એ મારી સામે આવીને બોલી. “હુ હમણા જ કોઇ ટી-પાર્ટનર શોધતી હતી ત્યા ધ ગ્રેટ આનંદ પોતે જ મળી ગયા.”

“હેલો....કેમ છો....” રાહુલ્યા થી બોલાઇ ગયુ.

“રાહુલ રાઇટ....નાઇસ ટુ મીટ યુ. હુ અહી બેસી શકુ....” એણે પુછયુ.
“મારા જીવનના બેય હથોડા ભેગા થઇ ગયા છે. હવે બરોડા બચાવી લેજે....” હુ મનમા બોલ્યો.

“આર.જે. રીયાને ઘેરી લીધી એ શુ હતુ....” આશ્ચર્યની સાથે એણે પુછ્યુ.

અમે બેય એકબીજાને શાંત રાખવા ઇશારા કરતા રહ્યા.

“કાઇ નઇ નો કહેવુ હોય તો એઝ યોર વીસ...” એણે ચહેરાનો કલર બદલાવી ને કહ્યુ.

“કાઇ નહોતુ એટલે રાહુલ્યાને....શુ કહેવાય.....શુ કહેવાય વાર્તા બનાવવાની સ્પર્ઘામા ભાગ લેવો તો એટલે આપણા બેયની.....આમ સમજી લે વાત ફીટ કરતો હતો.” હુ બોલ્યો.

“વોટ.....ધીસ ઇઝ ટુ ફની યાર.....” એ તો એકદમ રાજી થઇ ગઇ. હસતા-હસતા એને ઉધરસ ચઢી ગઇ “થેંન્કસ રાહુલ...રીઅલી અપરીસીએટેડ....”

કોઇ છોકરી પાસેથી એના વખાણ સાંભળીને રાહુલ્યાનો ચહેરો જોવા લાયક હતો.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED