Featured Books
શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 3

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|3|

અમે બે કંઇ બીજી વાત કરતા હતા. ત્યા અચાનક જ રીયા આવી ગઇ એટલે એને તો મારે કહેવાય નહી કે “રીયા, આઇ નો યુ આર માઇ બી.એફ.એફ. ફોરેવર બટ નાવ ઇઝ નોટ ગુડ ટાઇમ ટુ ટોલ્ક અવર રેગ્યુલર લવારી.”.

હાલો વાત કરી પણ દઉ કારણકે એને અને મારે સામ-સામે ઝઘડવાનુ રોજનુ છે. માઇકનો વાયર ખેંચી લેવો, રીસીવરના પ્લગ કાઢી લેવા, કોમપ્યુટરનો પાસવર્ડ બદલાવી નાખવો એવા ઝઘડા અમારા રોજના થઇ ગયા છે. પણ અમે બી.એફ.એફ. છીએ એ વાત આ બી.એફ.એફ. ને ખબર પડશે તો સાલો કંકોત્રી છપાવ્યા વગર નહી રહે. અત્યારે ખેંચશે એ અલગ.

પાછી આ મસ્તીખોર સમજવા તૈયાર નથી. બરોડા બચાવી લે મને આ બેય ત્રાસવાદીઓથી...

“અરે બાપ રે, આઇ નો ધીસ લુક. આઇ નો ધીસ લુક યાર....” મારો ફોટો લેવા માટે એણે ફોન ઉપર કર્યો. “ક્યારેક કામ લાગે ને આ ફોટો....” મને ધમકી આપી હોય એમ એણે ધીમેકથી મને કહ્યુ.

“બે શુ કરે છે યાર તને કોઇ મળ્યુ નથી લાગતુ સવારનુ કેમ. મારુ લોહી પીવા આવી ગઇ.” હુ બબડયો.

“બે મેમોરીઝ કેવાય આને. તને ન ગમે તો તને નહી આપુ પણ ફોટોસ તો પડશે થાય એ કરી લેજે. આ સામે જો ડફોળ સેલ્ફી લઉ છુ.”

“પણ વારે ઘડીએ મને જ હડફેટમા લેવાનો. બીજા કોઇ કેમ નહી. જો પેલા ટેબલ પર કાકા બેઠા એના ફોટોસ લે. પછી કેપ્સન મુકજે વીથ અંકલજી હે...હે...હે...પછી દાંતારા ઇમોજી મુકજે.” હુ બોલતો જતો હતો.

“વેલ....નો વે...નો હેલ વે....ફોટોસ તો હુ તારા જ લઇશ અને એ પણ વીયર્ડ જ બધા....ઓકે...” એ એવી રીતે હસવા લાગી જાણે એને મારી વાતનો કોઇ ફેર જ ન પડતો હોય.

“બે મારા ફેસમા હીરા-મોતી ટાંકેલા છે. લગ્નના ફોટા વાડા પણ મને સાઇડમાથી ક્રોપ કરી દે છે ને તુ યાર મારા ફોટોસ કેમ લે છે…” મારાથી બોલાઇ ગયુ.

“કારણ કે તુ સ્પેશ્યલ છે મારા માટે....” એણે મારી આંખમા જોઇને બસ એટલુ જ કહ્યુ.

“એવુ છે. લે લઇ લે ફોટો તારા માટે તો જાન પણ હાજર છે જાનેમન...” ખબર નહી કેમ મારાથી આ શબ્દો કહેવાઇ ગયા. બોલી ગયા પછી થોડીવાર અફસોસ થયો.

રાહુલ્યો આ બધી ભાગવત સપ્તાહ વારાફરતી સાંભળતો હતો. અજાણ્યા માણસો સાથે પોતાના ભાઇબંધની વાતો સાંભળવામા એને એવો તે શુ વળી રસ પડતો હશે એ મને સમજાતુ નથી. રીયા જાય પછી રાહુલ્યો પેલો શબ્દ શુ બોલવાનો છે એ મને ખબર છે અને હુ એને શુ જવાબ આપીશ એ પણ એને ખબર છે. એને પણ એ વાત ખબર છે છતા એ બોલશે એટલે એ મારા મોઢાની બે સાંભળશે. એનો વાંક આમા વધારે છે એટલે મને કાંઇ અફસોસ થવાનો નથી.

ત્યાં તો રાહુલ્યો જોરથી ઉભો થઇને બેસી ગયો. ટેબલ પર હાથ પછાડીને હસવા લાગ્યો. મારો મગજ ગયો ને સામુ જોયુ એટલે મોઢા પર રુમાલ રાખીને હસ્યો.

થોડીવાર માટે રીયા કંઇ જ બોલી. પછી અચાનક “એય તુ હસ્યો, રુમાલ દુર કર...” એણે રાહુલને કહ્યુ. તોય એણે રુમાલ ન હટાવ્યો.

“ઉભો રહેજે....” કહીને રીયાએ રુમાલ ખેંચી કાઢયો. “હવે જો ચોર પકડાયો. શેના માટે હસ્યો.?” એણે નીર્દોષતાથી પુછી નાખ્યુ. જાતીય ભેદભાવ વગર ગમે તે ઉમરના માણસો સાથે એકસરખી રીતે વર્તન કરવુ એ વારસાગત હોય છે. આ દુનીયામા હજી પણ એવા માણસો છે જ એનુ જીવતુ-જાગતુ ઉદાહરણ મારી સામે છે. ફેર એટલો છે કે કોઇ નીર્દોષતાને સમજી શકે અને કોઇ એને સાવ નીચો દરરજો આપે છે.

રાહુલે મારી સામે જોયુ. “હા તમને જ કહે છે વડીલ, ચાલુ કર્યુ હવે પુરુ પણ તમે જ કરો.” હુ કટાક્ષમા બોલ્યો.

“ક....કા...ઇ નહી એમજ...વોટસએપ પર આવ્યુ...” રાહુલ્યાથી બોલાઇ ગયુ.

“શુ આવ્યુ વોટસઅપ પર.” આંખ નાની કરીને રાહુલ સામે એક નજરે જોયુ. રાહુલ્યા માટે એક-એક સેકન્ડ અઘરી થવા લાગી.

મને અંદરથી હરખ થયો કે કોઇ એ તો એનો ક્લાસ લીધો. મને થયુ કે હજી આને કઉ કે બરોબરનો લ્યે.

“એટલે....” રાહુલ્યો થોડો ગભરાયો હોય એવુ મને લાગ્યુ.

“શુ એટલે....એટલે શુ વળી...આગળ બોલ...” સેકન્ડના પલકારામા જ એને સરળતાથી પુછયુ.

“સોરી...આ વોટસઅપના લીધે” રાહુલ ને હવે ખરી બીક લાગી અને એનાથી કહેવાઇ ગયુ. એ રીયાને બરોબર રીતે ઓળખતો નથી એટલે લાગ્યુ હશે કે એણે લીમીટ ક્રોસ કરી દીધી.

“સોરી....” અવાજ થોડો ખેંચીને એ બોલી. “ફોર વોટ...”

“તમને લાગ્યુને કે મારા પર હસે છે એટલે મે કીધુ...” એ થોડો શરમમા બોલ્યો.

“ફુલ તેમા...પેલા તો આ તમે કહેવાનુ બંધ કર બઉ ચીપ લાગે. ઓકે...” ટેબલ પર ધીમેથી હાથ પછાડીને કહયુ.

“ચા ઢોળાસે....માતાજી....” વાતને ઠંડી પાડવા માટે હુ બોલ્યો.

“તમે બેય ભાઇબંધને એક જ સરખા ડફોળ છો....” બે હોઠ ફફડાવીને ઇશારાથી મને કહ્યુ. પણ મને સમજાયુ નહી.

“એ ભલે હો....” મે કટાક્ષમા કહ્યુ.

“એક મીનીટ...” એને હોઠ વચ્ચે દાંત ભીસ્યા અને અચાનક કાઇ યાદ આવ્યુ હોય એમ “એટલે તુ એવુ કહેવા માંગે છે કે મારી એજ વધારે છ એમ, હુ આન્ટી છુ એમ...”

“ના....ના એવુ નહી યાર...” રાહુલ્યાને સુજ્યુ એ બોલી ગયો.

“ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરે છે મને....જો અત્યારથી જ કહી દઉ વધારે સ્માર્ટના બનવાની કોશીશ ના કરતો.” અચાનક જ એ ગુસ્સે થઇ ગઇ.

“ના વાત તો સાંભળો મારી...” રાહુલ્યાના ધબકારા વધી ગયા. એક તો એને ક્યારેય કોઇ અજાણતી છોકરી સાથે વાત નથી કરી કે નથી એને કરતા આવડતી. તો પછી આવી રીતે કોઇ આવી ઇન્ફોર્મલ જગ્યાએ અને એમા છોકરી સાથે ચા તો નસીબ થઇ હોય.

“ચા પીવાના બહાને લાઇન મારે છે.” રીયા ઉભી થઇને બોલી પડી. “દુર જ રહેજે મારાથી...સ્ટુપીડ...”

“મા ના સમ ખાઉ મારા મનમાય નથી કાઇ આનંદ યા તુ તો કાઇ સમજાવ...” કાંઇ ખોટુ થયાની એની બીક વધતી જતી હતી.

“સટ ધ હેલ અપ...” રીયા છેલ્લી લાઇન બોલી.

પછી બધુ એકદમ શાંત થઇ ગયુ. થોડી સેકન્ડો સુધી અમારા ત્રણમાથી કોઇ કાંઇ ન બોલ્યુ. ત્રણેય એક-બીજાની સામુ જોતા રહ્યા.

થોડીવાર આમને આમ ચાલ્યુ. કોઇ કાંઇ જ નક્કી ન કરી શક્યુ કે વાત ક્યાથી ક્યા પહોચી ગઇ. રાહુલને એના સ્વભાવ પર ગુસ્સો આવવા લાગ્યો. આટલા વર્ષોથી કમાયેલી ઇજ્જત પળવારમા જ કોઇએ ખોટા આરોપથી હતીને નહોતી કરી નાખી.

“આવુ આપણા આર.જે. આનંદ સાથે થયેલુ છે. મારે એ કહેવાનુ હતુ. અને એમજ કહી દેત તો મજા ન આવે. એટલે અનુભવ કરાવ્યો મે તમને.” એને રાહુલની સામે જોઇને કહ્યુ.

થોડીવાર બધુ શાંત હતુ. અચાનક જ રીયા જોરથી હસી પડી. અત્યાર સુધી તો કેમ કરીને શાંત રહી શકી એતો એ જાણે. હસતા-હસતા એ બેસી ગઇ. ટેબલ પર માથુ રાખવુ પડયુ તોય એના હસવાનુ બંધ ન થયુ.

આ સેકન્ડે રાહુલ્યાનો ચહેરો જોવાલાયક હતો. એણે ઘડીકવાર તો સમજાયુ નહી કે ચાલે છે શુ આ બધુ.


“ઓ કાકા ચા આપો ને યાર અને આ વીલાયતના મેડમને કોફી આપજો.” બાજુના ટેબલ પર સાફ-સફાઇ કરતા એક કાકાને મે બોલાવ્યા.

“એય વીલાયતી કોને કહે છે એક છુટુ શુઝ ફેંકીને મારીશને....” હવે અમે બેય અમારા સાચા રુપમા આવી ગયા.

“બેસી જા લાલા....ચા આવે છે પછી તને બધુ જ સમજાઇ જવાનુ....” હુ બોલ્યો.

“એટલે આ બધુ નાટક હતુ. હુ નો માનુ તુ કે તોય મને હવે તમારા બેય ઉપરથી વીશ્વાસ ઉઠી ગયો.” એ માનવા તૈયાર નથી કે આ બધુ નાટક હતુ.

“ઓ આર.જે. સાહેબ હવે વીલાયતી કીધુને તો સાચે ચા છોડી દઇશ. પછી ભટકજો નવા-નવા કેફે પર ઓલા મેડમની યાદમા એકલા...” કાંઇ પણ વીચાર્યા વગર એને મારી પોલ ખોલી નાખી. “સોરી, રાહુલ તુ પહેલીવાર છેને એટલે આને તો રોજનુ થયુ.”

“સાચુ કયો છોને હવે...” એણે ફરીથી વીચારીને પુછયુ.

“હા હવે...ફરીથી સ્ટાર્ટ કરીએ ચલ...” રાહુલ સાથે હાથ મીલાવીને... “માઇ સેલ્ફ રીયા...આર.જે. બરોડા એ બનાવી. કહેવા પુરતા આર.જે. આનંદ ના ટી-પાર્ટનર જો એ માને તો બાકી કેફે પર મળતા રહીએ ચા પીવા અને ક્યારેક કોફી પીવા. વધારે નહી દીવસમા ખાલી ત્રણ-ચાર વાર...” એ હસવા લાગી.

“માઇ સેલ્ફ રા...રાહુલ....” એ એટલુ બોલ્યો.

“કેમ બીવે છે આટલો બધો મારાથી....” બોલીને એ અટકી... “હુ છોકરી છુ એટલે...”

“ના એવુ કાંઇ નથી....” એ શરમાઇને બોલ્યો.

“તો પછી શરમાય છે કેમ આટલો બધો...” એણે કહ્યુ. “મને આનંદ પહેલો દીવસ યાદ કરાવ્યો તમે ફરીથી. તમારી જગ્યાએ એ હતા ત્યારે જ્યારે અમે પહેલી વાર મળ્યા હતા. બેઇ ભાઇબંધ સરખા જ છો સ્વભાવે....એક એ દીવસ જોવો અને આજનો આ દીવસ જોવો કેટલો ફરક છે બેયમા...”

“તુ ક્યા જુની યાદો ખોલવા બેસે છે ફરીથી....” મારી હકીકત તો હવે કદાચ એને ખબર પડી જ ગઇ છે. જેને હુ અત્યાર સુધી ખુલ્લી પાડવા નહોતો માંગતો. આવી રીતે તો આવી રીતે વાત બહાર પડી ગઇ. આર.જે. આનંદ વાસ્તવમા કોણ છે અને કેમ છે એ આજે રાહુલને ખબર પડી તો કાલે બીજા કોઇને ખબર પડશે પણ જે થાય એ સારા માટે જ થતુ હશે.

રાહુલ્યાને ખબર હતી પણ અડધી જ વાત...આર.જે. આનંદની કોઇ છોકરી પણ બી.એફ.એફ છે એ એને ખબર કદાચ હાલ જ પડી. અને રોજ ચા પીવા માટે કોઇ છોકરી સાથે જાય એ વાત કદાચ તરત એના ગળે નહી ઉતરે પણ એ વહેલો કે મોડો સમજશે તો ખરો એની મને ખાતરી છે.

“ના હવે નીકળી જ છે તો વાત કરવા દે....આજે રોકીશ નહી. એ દીવસે તમારી જેમ મળેલો એ ખાલી કવિ હતો જેને આઘાત અને પ્રત્યાઘાત જ સમજાતો. એણે ક્યારેય અનુભવ નહોતો કર્યો. એ કદાચ કોઇ છોકરી સાથે વાત પણ ન કરતો પણ આજે જેને રોજ મળુને એ આર.જે. તો એકતરફ પણ ખરેખરો આનંદ છે. જેણે આઘાત સહન કર્યા છે અને બીજાને સહન કરતા પણ શીખવાડયા છે.” મારી સામે જોઇને એ બોલતી રહી.

“ના યાર છોડને જુની વાતો બધી, લખવાનુ બંધ થયુ એ ફરી મને યાદ આવશે...એક તો માંડ ભુલ્યો છુ...” હુ ફરીથી એ દીવસો યાદ કરવા લાગ્યો. મારા મન પરથી મારો કાબુ ગયો.

“સાચુ છે એ સાચુ જ છે અને કાયમ રહેવાનુ, બીકોઝ યુ ડીઝર્વ ઇટ.”

કોઇ દીવસ કોઇનુ ન સાંભળનારો રાહુલ્યો આજે શાંતીથી બેસીને સાંભળતો રહ્યો.

એટલામા મારો ફોન વાગ્યો. મે ટેબલ પરથી ફોન ઉપાડયો.

“યસ આનંદ હીઅર....ઓકે ટુમોરો ઇવનીંગ.....નો યાર પ્લીઝ ટેક બાય રોડ....બટ આઇ નો કી એક દીન કા ફર્ક પડતા હે....મગર આઇ વોન્ટ ટુ ગો બાય રોડ પ્લીઝ કેન્સલ બાય ફ્લાઇટ.....યા ઓકે....ફાઇન....થેંનકસ....” કહીને મે ફોન મુક્યો.

“આનંદ ક્યાંય બહાર જાય છે. તે કીધુ પણ નહી યાર....” રીયા બોલી ઉઠી.

“હા એલા કેવાય તો ખરાને...” રાહુલ્યા એ ઉમેર્યુ.

“હા યાર, કંટાળ્યો છુ આ લાઇફથી થોડા દીવસ દુર જવુ છે આ જગ્યાથી જ્યાં કોઇ મને ઓળખતુ ન હોય....મારી લાઇફના પાર્ટ અધુરા છે. એના જવાબ શોધવા જઉ છે.” હુ ઉભો થઇને બોલ્યો.

“આ કવિની ભાષા તુ આજકાલ ફરી બોલવા લાગ્યો છે. સીધી રીતે કહેવુ હોય તો કે નહીતર હવે નહી પુછુ.” મારા જવાની વાત સાંભળીને થોડી ઉદાસ થઇ ગઇ હોય એ રીતે એ બોલી.

“પણ ક્યાં જાય છે એ તો કહેતો જા આમેય ફોન તો તુ ઉપાડવાનો નથી પેલા તારા મેડમ કદાચ માની જાય તો તારી પાસે લઇને આવવા થાયને....” રાહુલ્યો નીરાશ થઇને બોલ્યો.

“પ્લેસના કહેવી હોય તો કાંઇ નહી ખાલી એ તો કહી દે પાછો ક્યારે આવીશ...” એક-એક સેકન્ડે એના ચહેરા પર ફેલાતી નીરાશાને હુ જોઇ શકતો હતો પણ હુ મજબુર હતો.

“અમે બંન્ને એક તારથી જોડાયેલા છીએ ભલે એ માને કે ન માને જો મળી જાય ક્યાંક તો એને પુછજે કદાચ એની પાસે જવાબ મળી જાય....” મારાથી હદયનો બધો અવાજ એક સાથે નીકળી ગયો.

“મળીએ જલ્દી, થેંન્કસ ટુ બોથ ઓફ યુ ટુ બીંગ માઇ એન્ટીવાઇરસ ફોર-એવર....” કહીને હુ હાલતો થયો.

એ બન્નેના ચહેરાની ઉદાસી જોઇને પાછુ ફરવાની મારામા હીમ્મત નહોતી.

પછી કોઇએ કાંઇ પુછયુ નહી.

મને જતો જોતા બેય બેસી રહ્યા.

ક્રમશ: