One and half café story - 4 books and stories free download online pdf in Gujarati

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 4

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|4|

“ગઇકાલે મોડી રાત સુધી નીંદર ન આવી એટલે પાર્કમાં બેસી રહ્યો. ત્યાંથી ઉભો થઇને પાછો ઘરે આવીને ક્યારે સુઇ ગયો એનુ મને ધ્યાન ન રહ્યુ.

હળવે-હળવે કરીને એક પછી એક મારા સપના પુરા થાય છે. એમ કહેવાય કે સપના જાણે હમણા પતી જશે પણ એમા એક જ વાત મને કાયમ ખટકતી. “મારી હાફ કેફે સ્ટોરી” શુ કાયમ હાફ જ રહેશે. મારી જરુર કરતા વધારે કાયમ મને મળ્યુ છે પણ તોય કાયમ લાગ્યુ કે કાંઇ ખુટે છે. કોઇ મારુ એવુ જે કાયમ મારુ જ રહે. કોઇક એવુ જેના માટે બધુ છોડી શકાય. કોઇ એવુ પાર્ટનર જે કાયમ મારી સાથે હોય.

એવુ નથી કે મને મોકો ન મળ્યો. મને પુરતી તક મળી હતી પણ હુ કદાચ સમજવા તૈયાર નહી હોય એ વખતે. હવે એ બોજ સાથે બાકી રહેલી લાઇફ અફસોસ કરતા વીતાવવી પડશે. આ વાત મને શાંતીથી જીવવા નથી દેતી.

એના પછી પણ શક્ય કદાચ હોઇ શકે. પણ મારુ મન કેટલુ જીદ્દી એ તો મને ખબરને....આનંદની વાત છે બાકી કોઇ શુ જાણે....ફેર એટલો છે કે હવે હુ માનવા તૈયાર નથી કે મને ફરી ક્યારેય પ્રેમ થાય. મનમાં આંટી વળી ગઇ છે કોઇના નામની.....

મને ખબર છે કે આ લેટર તારા હાથમા પડી ગયો છે એટલે ડફોળની જેમ હસવાનુ બંધ કર અને શાંતીથી સાંભળ. આજ સુધીના કોઇ એવા ટોપ સીકરેટ નથી જે મે તારાથી દુર રાખ્યા છે. આ વખતે પણ મન નહોતુ પણ વાત જ કાંઇ એવી છે. દીલના તાર તુટયા છે ગીટાર ના હોત તો હજી બદલી નાખેત.

એની વેઝ કાલ કીધા વગર નીકળી ગયો એના માટે સોરી અને તે કાંઇ ન પુછયુ એના માટે થેંન્કસ મારી જાન. આગળ શુ લખ્યુ છે એ તુ બરોબર સમજી શકે એમ છે. લખ્યા પછી મે નથી વાંચ્યુ એટલે શુ છે એ મને કદાચ જ ખબર હશે. આઇ હોપ કે થોડા દીવસ માટે તુ એકલી ચા પીવાની ટેવ પાડી લઇશ. ના પાડમા મને દેખાય છે નહીતર કોફી બંધ કરી દઇશ હુ.

એય એના કરતા એક કામ કરને રાહુલ્યા સાથે આમેય તારી ભાઇબંધી તો થઇ જ ગઇ છે. જરુર લાગે તો એને બોલાવી લેજે આમેય એને તારા જેવા ગુરુની ખાસ જરુર છે.

સારુ ચાલ મળીએ. જલ્દી થી....

રાહુલ્યાને સાચવી લેજે કારણ કે મારા બેય ભાઇબંધ દીલ ની નજીક છે. એકેય ને હર્ટ થાય એ મારાથી નહી જોવાય....

બાય....
ટેક કેર જાનેમન....
રાહુલ્યાને કઇ દેજે....
આર.જે. આનંદ ”

રીયા ને મોકલાય કે ઓવર થઇ જશે. સૌથી પહેલો જ વીચાર મને આવ્યો.

આટલુ ટાઇપ કરીને હુ અટક્યો. ઓકે કરતા પહેલા થયુ એકવાર વાંચી લેવુ જોઇએ. મારુ લેખક હોવુ અને લેખકની જેમ વર્તવુ વાત-વાતમા મારી સામે આવી જાય છે. મનને મનાવીને વાંચવાનુ ટાળ્યુ; અને ઓકે કરી નાખ્યુ.

જો એ મેસેજ મે કદાચ વાંચ્યો હોત તો મોકલી ન શકેત; મોકલી ન શકવાનો અફસોસ મારા માથે પડવાનો હતો. જો એવુ થાય તો મારા બધા આયોજન પર પાણી ફરી જાય જે ક્યારેય મારી ઇચ્છા ન હોય શકે.

ઓવરથીંકીંગ પતી ગયુ. પછી હુ પથારી માથી ઉઠયો. થોડુ અંધારા જેવુ લાગ્યુ એટલે પડદો આઘો કર્યો. વરસાદી વાદળા ચોમેર પથરાઇ ગયા છે. વડોદરાની વનરાજી મા નજર કરતા લાગે કે કોઇ એ ગ્રે રંગ પુરી દીધો છે. માનવ મહેરામણના મનનો બધો ભાર આ વાદળા ઉચકી જવા આવ્યા છે.

આવુ સરસ વાતાવરણ ની એક ક્ષણ પણ માણી ન શકે તો કયા માનવ ને અફસોસ ન થાય. “એમાય કાઠીયાવાડી જીવડો જાયલો થોડી ને રેવાનો....” આ જ તો સમય છે એકબીજામા ઓતપ્રોત થવાનો....

મારા બધા ભાવો વીસરાઇ ગયા. કોણ આનંદ? કયો રેડીયો? કોની શોધ? જેવા અનેક સવાલો જેની સામે નાના પડે એને તો પ્રક્રુતિ કહેવાય. લાઇફને લગતા બધા સવાલો ને મે બાજુ પર છોડી દીધા છે. ખુરશી લઇને હુ તો પોર્ચમા બેઠા લગભગ કલાક સુધી જોયા કર્યુ.

મેસેજ રીયાને મોકલીને મને ભુલાઇ ગયુ. આટલા સરસ વરસાદી વાતાવરણમા મારો ફોન ક્યા હતો એ મને જ નહોતી ખબર. અંદર જઇને જોયુ તો રીયાના અઢાર મીસ્ડકોલ અને રાહુલ્યાના સાડત્રીસ.

પણ એ વાત નકકી છે કે હુ ઉદાસ થઇને નથી જવાનો. ગમે તેમ તોય હુ મારા મનની મરજીનો માલીકને; દુ:ખી થઇને જાય એ બીજો, હુ તો મોજે-દરીયો અને દીલથી દીલ ફર્યો. ભલે કોઇક સમજી ન શક્યુ પણ હુ તો આનંદનો દરીયો, મોજ કરુ અને કરાવુ, હુ દાંત કાઢુ તો બધાને કઢાવુ, રોઇ પડુ તો રોવડાવી પણ દઉ. આવુ તો કેટકેટલુ સંઘરી રાખ્યુ છે મે મનમા....બસ આ જ મારુ મોટીવેશન છે અને કાયમ રહે એવો દીલાશો છે. બાકી શુ જોય આ કાઠીયાવાડી જીવડા ને....

ફોન મારા હાથમા જ છે. આટલા મીસ્ડકોલ જોઇને હુ હસી પડયો. થોડીવાર તો મને એવુ લાગ્યુ કે હુ સાસરે જવાનો છુ. મનની વાત મનમા રાખો એટલી વધારે સચવાય. અમુક સંબંધો જ એવા હોય છે જેનુ વર્ણન કરવામા કાયમ હુ ટુકો પડયો છુ. દુનીયા આવા ભાવુક લોકોનુ માન ઘણુ ઓછુ જોવા મળતુ હોય છે. મને એની કીંમત સમજાય છે ભલે એ પ્રમાણે વર્તનમા થોડી ઉણપ હોઇ શકે.

હસીને મે ફોન સાઇડ પર મુક્યો. સાંજના સાડા-ત્રણ વાગ્યાની બસ છે. એક તો અત્યારે જ વાગી ગયો છે. બીજુ કાંઇ પણ વીચારુ એ પહેલા મને યાદ આવ્યુ કે મારુ પેકીંગ કરવાનુ તો બાકી છે.

“ડબલ્યુ. ટી. એફ.... પેકીંગ કોણ કરશે. લાગી ગઇ વાટ આપણી તો લાગી ગઇ હવે....બસ છુટી જશે તો...ઓહ ગોડ....શુ કરવુ હવે...” હુ માથે હાથ રાખીને ઉભો રહ્યો. “રાહુલ્યાને ફોન કરુ. ના વળી ભાવ ખાશે ખોટો...સીટ...રીયા ને બોલાવુ....નહી જાવા નહી દયે. રાહુલ્યાને નહી બોલાવો યાર...ડેમ્ન ઇટ...હાલને ફોન કરી દઉ....”

છેલ્લી સેકન્ડના સોલ્યુસન માટે રાહુલ્યા શીવાય કોઇ ઉધાર જ નહોતો. દોડાદોડી કરવામા મે ઘરમા પથારો કરી નાખ્યો. બધી વસ્તુઓ આમથી તેમ થઇ ગઇ છે. થોડીવાર તો ફોન ન મળ્યો. જેવો ફોન મળ્યો કે તરત જ કોઇએ ડોરબેલ મારી....

“બે નથી કોઇ જવા દયો...” ઉતાવળમા મે બુમ પાડી.

“કુરીયર હે...” બહારથી અવાજ આવ્યો.

“બે શુ મગજની કરે છે મે કાંઇ નથી મંગાવ્યુ.” મે ફરી બુમ પાડી. એકબાજુ મારી બસ જવાની હતી અને બીજી બાજુ આ કુરીયર ની મગજમારી ચાલુ થઇ.

“ગીફ્ટ હે....” અવાજ આવ્યો ત્યા હુ દરવાજા પાસે પહોંચી ગયો હતો.

ગુસ્સે થઇને મે દરવાજો ખોલ્યો. નજરમા આવે કે કોણ છે ત્યા તો મારા ગાલ પર જોરથી એક જાપટ આવી. મારા કાનમા તમરા બોલી ગયા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED