Featured Books
શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 12

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|12|


પહેલી, બીજી અને ત્રીજીવાર મા ફાઇનલી કોલ રીસીવ થયો. મે અડધી રાતે ફોન કર્યો. રીયા સુઇ ગઇ છે એ મને ખબર છે. હુ બરોડા નથી એટલે મારો મોર્નીંગ શો રીયા ને આપ્યો છે. બે જ પોસીબ્લીટી છે કા તો ફોન નહી ઉપાડે અથવા તો મારે એનો ગુસ્સો સહન કરવા તૈયાર રહેવાનુ. મારુ ઓવરથીંકીંગ નો અડધા રસ્તે એન્ડ આવ્યો.
“હેય જાનેમન.” મારા ઉત્સાહ પર કાબુ રાખતા હુ બોલ્યો.
થોડીવાર કોઇ બોલ્યુ નહી. મે ફરી કહ્યુ. “ટેરોરીસ્ટ બોલ રહા હે. આપકો કીડ્નેપ કરના હેય બોલો કહાં લેને આ જાઉ.”
“સુપરમેન...” જેવો મારો અવાજ ઓળખાયો ઉંઘમાથી ઉઠી ગઇ. “હોશીયારી, ક્રસ સામે આવે ત્યારે તો ઉભુ રહેવાની હીમ્મત નથીને મને કીડનેપ કરીશ એમ. ચલ કર. ડરપોક. કાંઇ નો થાય તારાથી. પ્રેમ કરે છે એનાથી દુર ભાગે છે એવુ વીચારીને કે એને હર્ટ....” થોડીવાર કોઇ કાંઇ ન બોલ્યુ. હેપી મુડ અચાનક જ સ્વીંગ થઇ ગયો.
જેવુ એને લાગ્યુ કે વાત જરુર કરતા વધારે આગળ નીકળી ગઇ તરત જ “એય સોરી યાર હુ શું બોલી ગઇ મને ખબર જ નથી. પ્લીઝ યાર આઇ ટેક ઇટ ઓલ બેક. પ્લીઝ આનંદ. કાંઇ તો બોલ. આઇ એમ રીઅલી સોરી. આઇ ડોન્ટ મીન ધેટ.”
થોડીવાર મને ખરાબ લાગ્યુ પણ પછી મજા આવવા લાગી. ધી ગ્રેટ આર.જે. રીયા પાસેથી સોરી રોજ સાંભળવા ન મળે. મે રેકોર્ડીંગ ઓફ કર્યુ.
“ઇટસ ઓકે.” કહેતા મારે નહોતુ હસવાનુ ને મારાથી હસાઇ ગયુ. જોકે એને તરત ખબર પડી ગઇ. એ વાતને લઇને કલાક એક તો ઝઘડો ચાલ્યો અને સમાધાન પણ થયુ.
“આર.જે. આર યુ ઓકે? શું થયુ તને? આટલી રાતે.” એનો અવાજ અચાનક ગંભીર થઇ ગયો.
“અરે ચીલ મારી મા કાંઇ નથી થયુ મને. તારા સુપરમેનને હાથ લગાવવાની તાકાત છે કોઇની.”
“શુ કામ છે એ તો બોલ સીરીયસ્લી આઇ એમ ટાયર્ડ. સવારે મોર્નીંગ શો છે મારે....”
“જરુર જ છે. ખબર પડેને સવારે કેમ વહેલુ ઉઠાય.”
“આઇ હેટ યુ યાર સુપરમેન....” ઉંઘમા કહીને ફોન મુકી દીધો.
મે ફરી ફોન લગાવ્યો. ફરીથી બે-ત્રણ વાર મારે રાહ જોવી પડી ત્યારે એને ફોન ઉપાડયો.
“બે ડોફા સુવા દે ને નહીતર ત્યાં આવીને જાપટ મારીશ એક. કામ છે એ બોલતો નથી.” ઉંઘમાંથી ઉઠીને થોડી સેકન્ડ અટકીને પછી બોલી. “હા બોલ શુ હતુ.”

“તારા સુપરમેને કોઇ સાથે વાત કરી. ફાઇનલી.” હુ બોલ્યો. મે કઇ વાતનુ ગર્વ લેવા ફોન કર્યો એ મને નથી સમજાતુ.
“બઉ મોટા થઇ ગયા સાયબ તમે તો.”
“હેં....હેં....ટુ ફની....તને શું લાગે અડધી રાતે મને ઉંઘમાંથી ઉઠાડીને કે એટલે હું માની લઉ એમ.”
“તુ પ્રપોઝ કરતા કે ને તોય નો માનુ. એટલે ખોટુ હેરાન કરવાનુ રેવા દે. તુ નવરી બજાર છો થોડા દીવસ.” કહીને મોટેથી “બાય...”
“સાંભળ તો ખરા.”
“બાય....” એણે ફરી મોટેથી કહ્યુ.
“વાત તો સાંભળ.”
“બાય....” કહીને મારી વાત કાપી નાખી.
“નહી સાંભળેને....”
“ન....નો....નો હેલ વે.”
“મને સીરીયસલી ક્યારે લઇશ.”
“મરવુ છે મારે....”
“એનુ નામ પીયા છે.”
“ડબલ્યુ.ટી.એફ.”
“ઉંઘ ઉડી ગઇ. હુ તો ખોટુ જ બોલતો હોય.”
“ના આ વખતે સાચુ છે.”
“હુ સાચુ બોલુ કે ખોટુ તને બઉ ખબરને કાં....” મે વચ્ચેથી એને અટકાવી.
“તને આટલુ ક્યુટ નામ ઇમેજીન કરતા આવડે જ નહી.
“હવે ઇનકમીંગ બંધ છે આ નંબર પર.”
“એય એય સોરી યાર. હવે તુ અડધી રાતે ઉંઘમાંથી જગાડીને આવી વાતો કર તો શું થાય.”
“ઓકે...” કહીને મે ફોન કાપી નાખ્યો. ફરી પાછો બે-ત્રણ વાર કોલ આવ્યો જે મે રીસીવ ના કર્યો. મને ખબર છે હવે એને ઉંઘ આવવાની નથી. આખી રાત વીચાર્યા કરશે અને સવારે ફરી ફોન પર ફોન કરશે. મને ક્યારેક તો લાગે કે મારી નકામી વાતો સાંભળવા જ ભગવાને એને મારી પાસે મોકલી છે. દાંત કાઢવામા બધુ જવા દે પણ એનાથી વધારે મને કોઇ સમજી નથી શકતુ. અમે બેય રોજ સવાર સાંજ ચા પીવા જાય. હુ બોલ્યા કરતો હોય અને એ વચ્ચે-વચ્ચે મજાક કરતા સાંભળ્યા કરે.

પ્રેમના કારણે અને લાઇફ પાર્ટનરના કારણે જ્યારે હુ ઉદાસ હોઉ ત્યારે એ તરત જ સમજી જાય અને મને કહે “ડફોડ હુ તો છુ ટી પાર્ટનર તારી, જ્યાં સુધી બીજુ કોઇ ન આવે.” ફરી-ફરીને આ વાત કાયમ યાદ આવે જ્યારે હુ ઉદાસ હોય ત્યારે.

થોડીવાર પછી મને થયુ કે મે ખોટો ફોન મુક્યો. એ બીચાડી હેરાન થતી હશે મારા માટે. મે કાંઇ વીચાર્યા વગર પાછો ફોન કર્યો. બે-ત્રણ વાર ફરી કોલ કર્યો પણ ઉપાડયો નહી એટલે મને હાશકારો થયો. એટલીસ્ટ સુઇ ગઇ છે. મારા લીધે આખી રાત નહી જાગે. રીયાની એ વાત મને બઉ ગમે છે. અમારો ગમે તેવો ઝઘડો થયો હોય કે એકબીજાને ક્યારેય પાછા નહી મળવાની સપથ લીધી હોય પણ મારો કોલ જાય એટલે રીસીવ કરે અને કરે જ. ભલે અડધી રાતે હોય તોય એ મારો કોલ અવોઇડ ન કરે. ફોન ઉપાડીને ગાળ આપે એ અલગ વાત છે.

રુમની પાછળની બાજુ બીચ છે. દરીયાને માણવા માટે સૌથી સારામા સારી હોટેલ આ છે. વર્ષના કોઇપણ દીવસે આ હોટેલની ડીમાન્ડ એવરેજ હોટેલ કરતા વધારે હોય છે. મને એક રીલેટીવની ઓળખાણના લીધે જગ્યા મળી ગઇ. બાકી મીનીમન બે મહીના અગાઉ બુકીંગ કરાવુ પડતુ હોય છે.

રુમના મેઇન ડોરની સામે મોટો પડદો છે. પડદાની તરત પાછળ કાચ મા મઢાયેલી દીવાલ છે. કાચના દરવાજા અને બારીઓ ખોલી નાખો એટલે પાણીની બાજુમા તંબુ નાખીને બેઠા હોઇએ એવુ જ લાગે. ફેર એટલો છે પાણી થોડુ દુર છે પણ રુમ સર્વીસ માટે આવેલો છોકરો કહેતો તો ઓટ આવે ત્યારે પાણી રુમના પગથીયા સુધી પહોંચી જાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર સીધા બીચ પર ખુલે એવા રુમ ઓછા છે એટલે એ વધારે ડીમાન્ડમા હોય છે.

મારી ઇમેજીનેશન કરતા રુમ ક્યાંય મોટો નીકળ્યો. બે જણ આરામથી ક્રીકેટ પ્રેકટીસ કરી શકે એના માટે પુરતી જગ્યા છે.રુમ ખુલતાની સાથે જ મે તો સીધો જઇને પડદો હટાવ્યો. લાઇટ ચાલુ કરવા જેટલીવાર ય મને ટાઇમ બગાડવા જેવુ લાગ્યુ. પડદો હટ્યો. મે ડોર ઓપન કર્યા અને સીધા પગથીયા ઉતરીને રેતીમા કુદકો માર્યો. ઠંડી રેતીમા પગ પડતા જે અનુભવ થયો એ અવર્ણનીય છે. દરીયાના ઘુઘવાટા અને ઠંડો પવન જાણે કોઇ ગીત ગાય છે. દરીયા અને વાયરાની વાતો સાંભળતો હુ ઘડીભર તો પગથીયે બેસી રહ્યો.

થોડીવાર તો થયુ કે બધી મોહમાયા છોડીને દીવ રહેવા માટે આવી જઉ પણ એ શક્ય નથી. આવા સરસ વરસાદી વાતાવરણમા આટલી મસ્ત રાતે દરીયે બેસવા બઉ ઓછા ને મળે. પગથીયાથી નીચે ઉતરીને રેતી નો કયારો છે અને ઠંડી રેતીના ક્યારામા થોડે દુર ટમ-ટમતી ઝુલતી લાઇટ પથરાયેલી છે. મોજાના અવાજ અને ટમ-ટમતી લાઇટો વાળો રસ્તો જોતા જ કોઇને ગમી જાય. થોડા-થોડા અંતરે બેસવા માટે બેન્ચ હોય એવુ દેખાય છે. મન થયુ કે પાણીમા પગ પલાળવા છે પણ ટ્રાવેલીંગના કારણે થાક લાગ્યો છે તો ઉભા થવાનુ મન નથી થતુ. એટલે ત્યાંજ બેસી રહ્યો.

આવા મસ્ત વાતાવરણમા કોઇ મને પુછે કે શુ જોઇએ તો મારો જવાબ એક જ હોય. ચા....અને ચા.....
હુ ઇચ્છતો તો કે ક્યાંકથી મને ચા મળી જાય પણ રાતના ત્રણ વાગ્યે હુ ક્યાં શોધતો ફરુ. હુ વીચારતો હતો ત્યાં પાછળનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. દરવાજો ખુલ્યો અને એક છોકરો દરવાજા પાસે ઉભો રહ્યો.
“હેલો, ઇઝ એનીવન હીઅર.” કહીને અંદર આવતા પહેલા દરવાજો ખખડાવ્યો. “સર, ધીસ ઇઝ રુમ સર્વીસ.” અંધારામા સામાન અને પાછળનો ખુલ્લો દરવાજો જોઇને એ અચકાયો હશે. હું કાંઇપણ બોલુ એ પહેલા લાઇટ ચાલુ થઇ અને મને પગથીયે જોઇને એ પાછળ હટી ગયો.“આઇ એમ સોરી સર, આઇ થીંક યુ....” એ કાંઇ બોલવા જતો હતો સાંભળ્યા વગર જ મે એને વચ્ચેથી અટકાવ્યો. “નો નો ઇટ્સ ટોટલી ફાઇન પ્લીઝ કમ ઇન.”

રુમનો સામાન મુકીને મને થોડા ઇન્સ્ટ્રક્શન્સ આપીને એ પાછો જતો હતો. દરવાજા પાસે પહોંચીને પાછો વળ્યો. “સર, નીડ એનીથીંગ.”

મને એ જ સીધો એજ વીચાર આવ્યો. “વીલ બ્રીંન્ગ સમ ટી.” હુ બોલ્યો.
“ગુજરાતી.” પુછતા મારી સામે જોઇ રહ્યો.
“કાઠીયાવાડી.” મે કહ્યુ.
“શુ વાત કરો. વેલ્કમ ટુ દીવ સર. હુ પણ કાઠીયાવાડી છુ.” એકદમ ખુશ થઇ ગયો.
બેય એ હાથ મીલાવ્યો. “ચા...” હુ બોલવા જતો હતો ત્યાં “ખાલી દસ મીનીટ સર લાવ્યો.” કહીને રાજી થતો દોડતો ગયો. ગુજરાતી જ ગુજરાતીને જોઇને આટલો ખુશ થઇ શકે એ વાત મને બરોબરની ખબર છે અને દીવ જેવી જગ્યા જ્યાં ભાગ્યે જ કોઇ ગુજરાતી બોલતો માણસ જોવા મળતો હોય. દીવમા આવી ને ચા માંગે એ માણસ ગુજરાતી જ હોય. મારુ એવુ માનવુ છે.

કહ્યા પ્રમાણે અગીયારમી મીનીટે ચા લઇને એ રુમમા આવી ગયો હતો. મે એને સાથે ચા પીવા આગ્રહ કર્યો પણ નોકરીની બીકે એને ના પાડી. મે બે-ત્રણ વાર કહ્યુ અને છેલ્લે ન માન્યો એટલે હુ મેઇનડોર બંધ કરી આવ્યો ત્યારે એને હા પાડી.

મોડી રાતે ચા પીતા અને દરીયો જોતા બેય ગુજરાતી બેસી રહ્યા.

ક્રમશ: