Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 14

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|14|

દરીયો જોતા બપોરની સાંજ કેમ થઇ ગઇ ખબર જ ન પડી. આજની બપોર મારા માટે ભારે પડવાની હતી. હુ હજી એજ વીચારમા ખોવાયો છુ કે ફોન કરુ કે ન કરુ અને જો હા તો હુ કેવો લાગીશ.

બીચ ઉપર તડકો વાય છે એટલે હુ પાણીની નજીક આવી ગયો. ઠંડા રેતાળ પટમા પાણી ઘડી-ઘડી પગને પલાળી જાય છે અને ઠંડી હવા ગજબની વાતો કરી જાય છે. પવનમા ઘડીભર પગ પલાળીને ઉભા રહેવાની મજા પડે છે. આવી શાંતી અને આવુ વાતાવરણ શહેરમા નથી મળતુ.

ત્યાં ફોન વાગ્યો. નામ જોઇને મારા હોશ ઉડી ગયા. પીયાનો કોલ હતો. રીપ્લાય કરી શકીશ કે નહી એના માટે હુ તૈયાર નહોતો. એકવાર તો મારા હાથમાંથી ફોન પડી ગયો. મારા ધબકારા વધવા લાગ્યા જેની રાહ જોતો તો એવુ જ બન્યુ. થેંક ગોડ. મે હીમ્મત કરીને ફોન ઉપાડયો.

“હ....લો....” ગઇ કાલ જેવો જ મીઠો અવાજ આવ્યો. મને ગમતો અવાજ સંભળાયો. થોડીવાર તો હુ કાંઇ બોલી જ ન શકયો. “આનંદ હીઅર....” હુ ફરી કાંઇ ન બોલી શક્યો.
“મીસ્ટર અકડુ.” હુ એની પાસેથી આજ સાંભળવા માંગતો હતો. સારુ થયુ કે આગળ કાંઇ ન બોલ્યો.

ગમતી વ્યકિત પાસેથી ગમે તે સાંભળવુ ગમે. ખબર પણ ન પડે ને કોઇ ગમવા લાગે ત્યારે બધુ બદલાઇ જાય છે.

“ઓહ સોરી. હા....ય....મોર્નીંગ.” માંડ-માંડ હુ બોલી શક્યો.

જેટલી મજા કોઇને પામવાની હોયને એનાથી વધારે ડર એને ખોવાનો હોય છે.

“ગુ...ડ મોર્નીંગ. મે ફરીથી ડરાવ્યો રાઇટ. ઓહ ગોડ તારો આ ફીઅર. ચીલ આઇ એમ ગુડ વેમ્પાયર.” એને કહ્યુ. હુ ફોન કાન પર રાખીને સાંભળુ છુ. “આઇ એમ સોરી. ઉઠવામા થોડુ લેટ થઇ ગયુ. હજી હાલ જ ઉઠી અને જ યાદ આવ્યુ તને ફોન કરવાનુ જ્યારે તમે બીઝી હતા વોટસ્એપ પર મેસેજ ટાઇપ કરીને ઇરેઝ કરવામાં. મને થયુ મીસ્ટર ડરપોક સામેથી તો કોલ કરશે નહી. એટલે મારે જ કરવો પડયો.”
“નો નો ઇટસ ઓકે.” એટલે મે ઇટસ ઓકે કહીને કનફર્મ કર્યુ અને મને ખબર પણ ન પડી.
“એટલીસ્ટ સેન્ડ તો કરે માણસ.”
“સી આઇ એમ રાઇટ. યુ આર લુઝર.” એના અવાજમા કાંઇ અલગ જ આનંદ હતો.
“યેસ. આઇ એમ અ લુઝર.” બ્લસ કરતો હુ મારા શુઝ સામે જોઇ રહ્યો. મારા માટે કેટલુ સરળ હતુ આ એક્સેપ્ટ કરવુ.
“ડફોળ કેટલા દીવસ આવો ને આવો રહીશ. કોઇપણ છોકરી કાંઇપણ ક્યે એટલે માની લેવાનુ. મારે ખાલી એટલુ કેવાનુ હતુ મેસેજ ટાઇપ કરે છે તો સેન્ડ કેમ નથી કરતો. ફ્ટટુ. બે ડોગ લાવીને સીધા મોકલી દઇશ તારી પાછળ. એના કરતા બેસ્ટ મારી હોટલની બાજુની શેરીમા આજે ડોગનુ રીશેપ્સન છે અને તને ઇનવાઇટ કર્યો છે. એટલો ગુસ્સો આવે ને તારા પર.” એક સાથે બોલી ગઇ.
“મેસેજ સીન કરતા હોય તો સામેથી પણ મોકલી શકાય.” મારાથી બોલાઇ ગયુ.
“ઓવવ્. મેલ ઇગો રાઇટ. હા....ચોર પકડા ગયા આખીર. હેં. ગર્લ્સને સામેથી મેસેજ કરી તો ઇગો હર્ટ થાય રાઇટ. હાઇનો મેસેજ તો મોકલી શકતો તો ને.” મારા હાવભાવ મારા હાથમા નહોતા. મારા ગાલ પર બ્લશીંગ જોઇને લાગે કે હમણા દરીયાને પણ શરમ આવશે. રીયા હોત તો આ ફેસ એના કેમેરામા કાયમ માટે રહી જાત.
“ના....એવુ કાંઇ નથી. પ્લીઝ હા.” છોકરી સાથે વાત કરવામા મને કાયમ વર્ડ્ઝ ઓછા પડે. પણ આ છોકરી અલગ છે. મારુ દીલ એવુ ક્યે છે. એ બધી છોકરી જેવી તો નથી. કાંઇક તો અલગ છે એનામા બીજા કરતા.
“આયહાય. બ્લસીંગ તો જો. જુનીયર.” એને અચાનક કહ્યુ. “ડીમપલ્સ બઉ ક્યુટ છે. તારી જેમ.”

એને ખબર કઇ રીતે પડી કે હુ બ્લસ કરુ છુ. મે ફરી ફોનમા ચેક કર્યુ ક્યાંય વીડીયો કોલ ચાલુ નથી ને. કેમેરો તો બંધ હતો તોય એને ખબર કઇ રીતે પડી.
“હાઉ ડુ યુ નો.” મારાથી બોલાઇ ગયુ. “આઇ મીન એવુ કાંઇ નથી.”
“ઓહ મીસ્ટર મને તારો ક્યુટટટ... ફેસ દેખાય છે.”
એને મને ક્યુટ કહ્યો.
“મજાક રેવા દેને હોશીયારી.”
“તુ સાચે ક્યુટ છે. મારા પર ભરોસો નથી.”
“ના....એટલે હા....”
“પરાણે હા નહી કે. આઇ કે નથી.”
“ના મે એવુ કીધુ તને. હું તો ખાલી....” બોલીને હુ અટકી ગયો.
“શું.”
“કાંઇ નહી.”
“નો વે. શું છુપાવે છે બોલ-બોલ જલ્દી. માનમોંઘો થામા અકડુ તો આમેય છે.”
“તને ફેસ ન કરી શકુ.”
“એમ...આ વાત છે. હવે તો તારો ડર દુર કરીને જ રહેશે આ પીયા. ચા પીવા તો આવીશ ને બાજુના ટેબલ પર બેસજે. આઇ ડોન્ટ માઇન્ડ.”
“ડીલ સારી છે.”
“બોલ હવે મને ફેસ કરી શકીશ. અકડુ....”
“સ્પેક્ટ પહેરી લઇશ. તને ખબર ય નહી પડે.”
“રોજેર ધેટ.”
“ક્યારે.”
“આજે સાંજે છ વાગે. વેવ લાઇફ કેફે ચાલશે. મે સાંભળ્યુ છે બઉ મસ્ત જગ્યા છે.”
“ડન.”
“બાય સીક્સ. ડોન્ટ બી લેટ. સી.યુ સુન. મીસ્ટર ક્યુટ.”
“બાય....” બોલ્યો ત્યાં બંધ થયો.
“ટેક કેર એન્ડ બી લેટ. પ્લીઝ....” એના મીઠા અવાજમા સંભળાયુ.
યસ....યસ....મે ફોનને રેતીમા ફેંક્યો અને ઠેકડો માર્યો.

આઇ વોન્ટ ટુ ટેલ રીયા એન્ડ રાહુલ કે આઇ એમ નોટ સ્ટુપીડ.

આજુબાજુ કાંઇપણ રાહ જોયા વગર મે રીયાને ફોન કર્યો.

“લીસ્ટન. મારી પાસે તારી સ્ટુપીડીટી માટે કોઇ જ ટાઇમ નથી અને હુ તારા માટે કોઇપણ કામ નથી કરવાની. એના શીવાય કાંઇ હોય તો બોલ.” સીધુ મને આ જ સાંભળવા મળ્યુ.
“કાલ રાતનો ગુસ્સો છે.”
કાંઇ જવાબ ન આવ્યો. “સોરી યાર. આઇ એમ રીઅલી સોરી. આઇ ડોન્ટ મીન ધેટ એટ ઓલ. તુ મને ઓળખે તો છે. તુ જ આવુ કરીશ તો મારે ક્યાં જવાનુ. તારા વગર તો મારી લાઇફ ઓલવેઇઝ અધુરી છે જાનેમન અને તુ જ વાત ન કરે તો મારી લાઇફ અટકી જાય યાર.”
“યુ નો અત્યારે મારી સામે હોત ને તુ તો ગળુ દબાવી દેત.” બે હોઠ ગુસ્સાથી દબાવીને એણે કહ્યુ.
“આ જાનેમન બોલીને એવો ફસાવી દે છે ને કે ન કરવી હોય તોય વાત કરવી પડે છે. ઇડીયટ. આ ટેલેન્ટ તારામા આવ્યુ કેવી રીતે એ કઇશ એકવાર. મને એજ નથી સમજાતુ કેટલી વાર મે તને ના પાડી છે કે આજથી આપણા રીલેશન પુરા પણ ખબર નહી તારા અને રાહુલ્યા પાસે એવી કઇ કળા છે ને કે બધો ગુસ્સો ભુલાવી જાય છે. યુ નો મને એટલો ગુસ્સો આવે ને તારા પર કે કોઇ દીવસ બોલાવુ ય નહી. બોલાવુ શું સામુ ય નો જોવુ પણ પછી તારુ પપી ફેસ. સીરીયસલી યાર. તુ અને તારી વાહીયાત ટ્રીક્સ.”
“તારો મારો તો જન્મો જનમ નો નાતો છે જાનેમન એમ કાંઇ થોડી તને રુઠવા દઉ.”
“ઇડીયટ. બટર પોલીશ રેવા દે. કામ બોલ.”
“આયહાય ફરી બોલને એકવાર.”
“શું?”
“ઇડીયટ. સુકુન છે તારા અવાજમા ઇનફેક્ટ તારા વગર મને ગમતુ જ નથી.”
“હું ફોન મુકુ છુ.” એણે મોટેથી કહ્યુ.
“એ એનો ફોન આવ્યો બાકીનુ રાતે કઇશ.” મે ફોન મુકવાનુ બહાનુ કર્યુ.
“એ ડફોળ નામ તો કેતો જા.”
“પીયા....પીયા પટેલ.” મે ફોન રાખ્યો.
“મને વીશ્વાસ નથી તારા ઉપર.”
“બાય.”
“સાચુ બોલ.”
“બા.....ય.....અવાજ કપાય છે. હુ પછી વાત કરુ.” મે ફોન મુક્યો.

કસમથી અડધી ચા બીચ પર મુકીને હુ હોટેલ તરફ દોડયો. ઘરેથી નીકળ્યો ત્યારે આટલો ઉત્સાહ મને નહોતો જેટલો અત્યારે છે. પાગલની જેમ દોડતો પાછળના દરવાજેથી રુમ સુધી પહોંચ્યો. ઉત્સાહમા ને ઉત્સાહમા ટાઇમ જોવાનો ય ભુલી ગયો. ઘડીયાળ મા જોયુ નાનો કાંટો લગભગ ચાર પર છે અને મોટો કાંટો ચાર પર આવવાની તૈયારીમા છે. થોડીવાર તો વીચાર્યુ કે આનો મતલબ સાડા-ચાર જ થાય ને. હુ એટલો ઘેલો થઇ ગયો છુ ને કે ઘડીયાળ પર વીશ્વાસ નથી આવતો. મે તરત કનફર્મ કરવા માટે ફોનમા ટાઇમ જોયો અને સાડા-ચાર મા એક મીનીટની વાર હતી. ત્યારે મારો શ્વાસ નીચે બેઠો.

પછીની નવી રામાયણ ચાલુ થઇ હુ કેવા કપડા પહેરુ. રીયાને તો પુછાય નહી. ઉધડો લઇ લેશે. રાહુલ્યાના કાઠીયાવાડી માસ્ટર ક્લાસ મારે પાછા અટેન્ડ નથી કરવા. ગ્રીન પેન્ટ ની ઉપર રેડ શર્ટ પોતે પહેરે છે.

ક્યા કપડામા કેવો લાગીશ એવા હજારો તો મે ઇમેજીનેશન કરી નાખ્યા. મારી મમ્મી હાજર હોતને તો તરત પકડી પાડત કે છોકરીને મળવા જાઉ છુ અને કેત “સગા મામાના લગનમા કપડાના ઠેકાણા નહોતા અને ઓલી આજકાલની છોકરીઓને જોઇને ઘેલો થઇ ગયો. વાહ બઉ મોટો થઇ ગયો હો.” અને “રામ જાણે બરોડા જઇને બગડી ગયો છોડીયુ હારે રય-રય ન. ગયો હાથમાંથી આ તો.”

મહા મહેનતે ફાઇનલી પાંચ વાગે હુ તૈયાર હતો. બધાથી ઇમ્પોર્ટન્ટ કામ તો મારે એ કરવાનુ છે કે કોઇ સ્ટુપીડીટી નથી કરવાની. “ઉતાવળમા મે પેલા ય મે બઉ ભાંગરા વાટયા છે.” અને આ એક જ કામ એવુ છે જે મારાથી થતુ નથી એ મને બરોબરની ખબર છે.

નેવીગેશનમા મે લોકેશન ચેક કરી. કેફે મારી હોટેલથી થોડે જ દુર વોકીંગ ડીસ્ટન્સ પર છે. આ કેફે જેની વાત અમીત પણ કરતો હતો. મેઇન રોડ પર કેબ અને ટ્રેક પર સાયકલ પણ મળે છે દરીયાને મુકીને જાય એને માણસ નો કહેવાય. કેબમા તો રોજ ફરવુ છે. દરીયો છે તો દરીયે ફરાય.

કોરી રેતી પર હાલવાને બદલે મે પાણીનો રસ્તો લીધો. ઘુંટણ સુધીના પગ પાણીમા ડુબાડીને ચાલવાનો આનંદ જ અલગ છે. ઠંડુ પાણી આવીને અડધા પગ સુધી વાછટ ઉડાડી જાય અને એ કપડા ભીના ય નો કહેવાય અને કોરા પણ નો કહેવાય. હુ ખુલ્લા પગે હાલતો હતો.

બીચ પર જે માણસ શુઝ પહેરીને ફરવા આવે એ કેટલુય મીસ કરે. ભીની રેતીની અને પાણીની ફીલ ન આવે તો દરીયાકાંઠે શું કરવા આવવાનુ. સવારે મે પોતે જ આ ભુલ કરી અને એ તો ચા વાળા એ કીધુ ત્યારે ખબર પડી.

ગઇકાલ રાતનો થાક જાણે ભુલાઇ ગયો. થોડીવાર આમતેમ રખડીને હાલતો થયો. સાડા પાંચ વાગ્યા એટલે ગુગલ મેપ ઓન કરીને કેફે તરફ ચાલવાનુ શરુ કર્યુ. પાણીમા ખુલ્લા પગે ચાલવામા મોજ પડે છે. પગમા કાંકરા લાગે ને લોહી નીકળે તોય બહાર આવો પછી જ ખબર પડે. દરીયા દેવની દયા છે આ બધી. દરીયાકીનારે ફરવા તો નસીબદાર હોય એને જ મળે. પાંચ-સાત મીનીટ ચાલ્યો ત્યાં મને એક રેતીમા ખોડેલુ પાટીયુ દેખાયુ. કેફે જેવુ કાંઇક કોતરેલુ છે આખુ નામ તો માંડ વંચાય છે. પણ એવુ જ કાંઇક નામ લાગે છે.

પાછળ કેફે જેવુ તો કાંઇ દેખાતુ નથી પણ થોડે દુર કાંઇક છે. થોડો નજીક ગયો ત્યારે કેફે જેવુ કાંઇક લખેલુ દેખાયુ. નેવીગેશન માર્ક પણ એ જ જગ્યા બતાવે છે.

બીચથી થોડે દુર એક જુપડી જેવુ છાપરુ કરેલુ છે અને ત્યાં કાંઉટર જેવુ કાંઇ છે. જોઇને એમ લાગે કે કોઇ દેશી ઢાબા છે. થોડીવાર તો મને સમજાયુ નહી કે આ જગ્યામા એવુ તે ખાસ છે શું વળી. અમીતને ગાળ આપવાનુ મન થઇ ગયુ મને કાલનો જીવ ખાય છે. થોડો આગળ ગયો ત્યારે મને ઝાડથી બીજી બાજુ દેખાણી અને મને મારા બોલેલા બધા શબ્દ પર અફસોસ થયો. જ્યારે મને ખબર પડી કે એ તો ખાલી સર્વન્ટ ક્વાટર્સ છે.
ગોડ ડેમ્ન ઇટ.

ઝાડની બીજી બાજુ છે મારા સપનાની દુનીયા. મારુ તો ધ્યાન સીધુ ટેબલ પર ગયુ. પાણીની વચ્ચે બેસીને ચા પીવાની કેવી મોજ પડે. નસીબદાર માણસને જ આ નજારો જોવા મળે. મારા પગની થોડે આગળથી ધીમો ઢાળ છે. ઢાળ ઉતરવા માટે પગથીયા. પગથીયે ઉતરો એટલે દરીયામા ઉતરવા જેવી જ મોજ આવે. જેટલા પગથીયા ઉતરો એટલા દરીયામા ઉતર્યા એવુ લાગે. પગથીયા ઉતરીને હુ નીચે પહોંચ્યો.

ઝુપડી જેને હુ કેફે સમજતો હતો એ મારા ડાબા ખભ્ભા પાસે દેખાય છે. હુ તો પગથીયે પાછો ચઢયો અને નીરવ શાંતીમા દરીયાનો અવાજ સાંભળતો રહ્યો. રાહુલ્યા અને રીયાને બતાવવા ઘણા ફોટોસ પાડયા. મે તો નક્કી કરી લીધુ આવતા વર્ષે રાહુલ્યા અને રીયા સાથે ફરી આવીશ. શું ખબર બીજુ કોઇપણ સાથે હોય.

માણસોના મેળાથી ભરાયેલી બીચ છે તોય દરીયા દેવની હાજરીમા નીરવ શાંતી છે. જાણે બધાના મનનો કકળાટ અને ભાવનાને પોતાની અંદર સમાવી લે છે અને મોજા પર મુકીને ઉંડે પાણીના પેટાળમા ઠલવી આવે છે. ચા પણ શાંતી આપે છે અને દરીયો પણ.

સારો એવો ટાઇમ પગથીયે વીતાવ્યો અને હુ હાલતો થયો. અડધો કલાક તો થઇ ગઇ લગભગ. પહોંચવામા હુ મોડો ન પડુ એટલે હુ દોડીને કેફે તરફ ગયો. પછી અચાનક મારુ ધ્યાન મારી વોચ પર ગયુ તો હજી પુરી પાંચ મીનીટ પણ નહોતી થઇ હુ આવ્યો એને અને મને લાગ્યુ કે અડધો કલાક થઇ ગયો. મારા માનવામા ન આવ્યુ એટલે મે ફરી ચેક કર્યુ કે ટાઇમ ખોટો નથી ને પણ બધુ બરોબર જ હતુ.

આયાં તો ટેમ જ ટેમ સે ભાય. શું કઉ તને કુદરત પાહે તો ટેમ જ ટેમ સે. આયા તમારી ઘડીયાલુ નો માય.

ક્યારેક કોઇ સંત એ કહેલી વાત મને આજે સમજાય છે.

રેતીના પટમા અડધા ખોડાયેલા ટેબલોના અડધા કટાયેલા પાયા સુધી પાણીની લહેરો આવે છે અને ઘડી-ઘડી ટેબલને હલાવી જાય છે. ક્યારેક મોર્ડન કેફેની જેમ બનાવેલા બીલ્ડીંગ ના કાચના દરવાજા સુધી પાણી અડી જાય છે. મસ્ત મજાના ધીમા ગીતો વાગે છે અને ફરતી બાજુ ટમટમીયા કરતી અડધી ચાલુ લાઇટો હવામા હીલોળા લ્યે છે. કેફેની ફ્રન્ટ લોબીના વુડન ફ્લોરીંગ પર ઉભા રહીને આ માહોલ જોવાની મજા જ અલગ છે. અત્યારે તો ઘણા ખરા ટેબલો ખાલી છે પણ મેનેજર ના કહેવા પ્રમાણે સાંજ પડ્યે માણસો વધતા જાય છે.

વહેલી તકે હુ પાણીની સૌથી નજીકના ટેબલ બેઠો અને મે ચા મંગાવી. પીયાને આવવાને હજી વાર હતી.

***
“આયા તો મોયજુ પડે બાપુ મોયજુ.” દુર સુધી જ્યાં નજર પડે દરીયો જ દરીયો અને વાદળાની સપાટી હાયરે મોજા વાતુ કરે.
“હા...ઇ....” ક્યુટ સ્માઇલ આપીને કોઇએ મારી સામેની ચેર પર હાથ રાખ્યો. મારુ એના હાથમા ચમકતી ક્યુટ રીંગ પર પડયુ. મે એના ચહેરા પર નજર કરી અને હુ ગયો કામથી અને નામથી.

બ્લેક ટી-શર્ટ અને સાથે બ્લુ જીન્સ એના નામ કરતા પણ વધારે ક્યુટ લાગે છે. બ્લેક આઇવોચની સ્ક્રીન પરથી લાઇટ રીફ્લેક્ટ થઇને એના ગાલ પરના ડીમ્પલ્સ તરફ ફરી-ફરીને મારુ ધ્યાન ખેંચે છે અને વારે ઘડીએ મારે ધ્યાન રાખવુ પડે છે કે મારાથી કાંઇ ભુલના થઇ જાય. એના સોનેરી ગાલ અને સ્પેક્ટ તો આહા.

ક્ષણવાર પુરતી મારી અને એની આંખો સ્થિર થઇ. પાંપણના પલકારામા જ જાણે એકબીજાને મનની વાત કરી નાખી.

મારા કાન પાસે કોઇએ બે વાર ક્લેપ કર્યુ. “એક્સક્યુઝમી સર. ઓહ. હેલો...”
“ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઇ સીટ હીઅર.” તરત જ મારા કાને પડયુ ને હુ જડપાઇ ગયો. મારા બધા ઇથીક્સ અને એટીકેટસ સેકન્ડ પુરતા દરીયાના ખારા પાણી મા ધોવાઇ ગયા.મે તરત જ ઉભા થઇને એના માટે ચેર પુલ કરી.

“આઇ એમ રીઅલી સોરી યાર.” જે મારે નહોતુ બોલવાનુ. રીયાએ મને હજાર વાર ના પાડી છે. જરુર વગરનુ કોઇ છોકરીને સોરી નહી બોલવાનુ અને મે તો શરુઆત જ ત્યાંથી કરી.

“ફ....હા....હા....ફની....” બોલશે એવી મને આશા હતી અને મને ડર હતો કે આ વખતે પણ મારી લાગણી એકતરફી જ રહેવાની છે. એની સાથે એ વાતની મજા છે કે આર. જે. આનંદ તો હુ પોતે છુ તો પછી ચીંતા શેની.
“આયહાય,
દીલ તુટયા પછી એકલા ચા પીવાની આદત પડી ગઇ લાગે છે.” મને સાંભળવો ગમતો મધુરો અવાજ દરીયાના મોજે સવારી કરતો મારા કાને પડયો. “આવુ ત્યારે થાય જ્યારે કોઇ છોડીને ચાલ્યુ જાય.”

થોડીવાર પછી મને સમજાયુ કે મને જગાડવા માટે એણે એમ કહ્યુ.

હુ આઉટ થઇ ગયો. મારી બધી સમજણ દરીયે નહાવા જતી રહી.
“ના એવુ કાંઇ જ નથી.....પ્લીઝ હેવ અ સીટ.” મે અડધેથી વાત ફેરવી નાખી.
પણ એ મારી સામુ જોઇને હોઠ બંધ રાખવા ટ્રાય કરે છે પણ મને ખબર છે અંદરથી હસે છે. થોડી સેકન્ડ માંડ રોકી શકી ને ત્યાં હસી પડી. “આ તે ગુગલ પરથી સર્ચ કર્યુને.”
“શું?” મને ખબર હતી તોય પુછયુ.
“હાઉ ટુ ટ્રીટ એ ગર્લ. ખાસ કરીને કોફી માટે મળીએ ત્યારે.”
“નો વે.”
“એટીકેટસ.” ચાલતી ગાડીએ હુ પણ ચઢયો.
“સાઉન્ડસ ગુડ. મીસ્ટર એટીકેટ.” હુ બસ એના ચહેરા પરના ડીમપ્લસ જોઇને મરતો હતો. હુ જે બોલુ એનો એની પાસે જવાબ હતો. એની સરળતા ખાલી દેખાવમા જ નથી એ હુ બરોબર સમજી ગયો છુ. એના સ્વભાવની સરળતા એના દેખાવ કરતા કયાંય વધારે છે. ગમે તેવી સીરીયસ વાતને નીખાલસતાથી હસીને કાઢી નાખવી આ બધુ મને મારો સ્વભાવ યાદ કરાવે છે. ક્યાંક એમ થાય કે હુ આવો હતો અને અત્યારે આવો બની ગયો છુ.સપના હકીકત બની ગયા અને હકીકત જીવાઇ ગયેલા દીવસો બની ને રહી ગઇ.
“તારે તો આર.જે. બનવુ જોઇએ.....” થોડીવાર કાંઇ વીચારીને “ના યાર એક આર.જે. આનંદ તો ઓલરેડી છે. ઇડીયટ આનંદ.”
“હું?” હુ વચ્ચે બોલ્યો.
“ના હવે ટયુબલાઇટ.” મારા હાથ પર મસ્તીમા માર્યુ. “આર.જે. ની વાત કરુ છુ. એક કામ કર તુ આર.જે. બને ને તો તારુ નામ આપણે ચેન્જ કરી નાખશુ.”
“ના...મ....” હુ બોલ્યો ત્યાં એણે મને વચ્ચેથી અટકાવ્યો.
“એક મીનીટ શાંતી રાખીશ.” મારા હાથ પર ચીડાઇને માર્યુ. “કાંઇ વીચારુ છુ ને હુ.
“પણ...”
“સહહહહ....” આંખ બંધ કરીને નાક પર આંગળી રાખીને મને ઇશારો કર્યો. મને તો જે જોઇતુ તુ એ મળી રહ્યુ હતુ. મારે બસ વધારે મા વધારે ટાઇમ એની સાથે સ્પેન્ડ કરવો તો જે થઇ જ રહ્યુ હતુ. મારા મનની ઉંડી ઇચ્છા હતી જે પુરી થઇ રહી છે.

“એન્ડી જુનીયર આજથી તારુ નામ. બીજાને જે કહેવુ હોય એ કે મારા માટે તો તુ મારો એન્ડી જુનીયર જ છે. ક્યુટ એન્ડી.” મારુ નાક પ્રેમથી ખેંચ્યુ.

હુ શરમાઇ ગયો. “આયહાય બ્લસીંગ તો જો મારા હીરોનુ. શરમાઇ ગયો છોકરો.”

નજર બચાવવા માટે મે પાછળ જોયુ અને વેઇટરને ચા લઇ આવવા કહ્યુ. પશ્ચિમમા સુરજ નારાયણે આથમવાની શરુઆત કરી દીધી છે. અજવાળાની માથે અંધારાએ નજર પડે એનાથી પણ દુર-દુર સુધી ચાદર ઢાંકવાની શરુઆત કરી દીધી છે. સાંજ પડતા-પડતા પાણી ઠંડુ થતુ જાય છે.

પાણીમા મોજા વધારે ઉછળવા માંડયા. એકવાર તો ચા સુધી પાણી પહોંચી ગયુ.
“હાયયયય કેટલો કુલ વ્યુ છે.” એને પાણીનો ફોટો લેતા કહ્યુ.
“શું?” મે અભણની જેમ પુછ્યુ.
“પાણી ઇડીયટ.”
“ઓહ આઇ સી.”
“ચલ આપણે સેલ્ફી લઇએ.” એણે યાદ કર્યુ.
“અત્યારે.” હુ થોડો શરમાતો હતો.
“હા...તો....” કહીને મને એની તરફ ખેંચ્યો. શરુઆતમા હુ અચકાયો. “હુ વેમ્પાયર નથી. ડોન્ટ વરી. મારાથી ડરવાની જરુર નથી મને ખબર છે તને છોકરીથી ડર લાગે છે.”
એકવાર મે પાછો જવાની ટ્રાય કરી એને મને રોક્યો. “ચાલ આજે તારો ડર દુર કરીએ. ખાલી તુ એમ સમજ કે હુ તારી જી.એફ. છુ.” કહીને મને મારો હાથ એની તરફ ખેંચ્યો. ફાઇનલી મે એના સોલ્ડર પર હાથ રાખ્યો અને એને મારી સાઇડ આર્મ પર.
આ ફીલીંગ જ અલગ છે. આટલુ રીલેક્સ મે ક્યારે પણ ફીલ નથી કર્યુ. એના ટચમા ખરેખર કોઇ જાદુ છે. અત્યાર સુધીના મારા છોકરીઓને લઇને બનાવેલા કેટ-કેટલા અનુમાન પીયા એ દુર કરી નાખ્યા.

“સ્માઇ...લ...” હોઠ બીડાવીને મને કોણી મારી. પછી તો અંધારુ થયુ ત્યાં સુધી અમે કેટલાય અડવીતરા ફોટોસ પાડયા. મે એના ચશ્મા પહેરીને ને એને મારુ જેકેટ પહેરીને કાંઇક ખેલ કર્યા.

“સી આટલુ સીમ્પલ છે. આ ઇડીયટ દુનીયાનુ કોઇપણ કામ એવુ નથી જે તુ ન કરી શકે. સો મીસ્ટર ઇડીયટ ડોન્ટ વરી હુ છુ ને તને ગાઇડ કરવા.” એને મારી સામે જોઇને કહ્યુ. “ચલ સેન્ડ વોલ્ક કરીએ. ખુલ્લા પગે. પેલા થરમોસ ભરી લઇએ ચા થી.”

“પેલા એ કે મારા કેટલા નામ પાડીશ. ફૈ બા. લીસ્ટ આપી દે એક મને.” મે કહ્યુ.

“વોટસઅપ કરી દઇશ ચલને હવે.” એણે મારી તરફ હાથ લંબાવ્યો અને મારા મનમા ગીત વાગવાના શરુ થઇ ગયા.

“થાકી ગયો યાર.”
“બે ચલને હોશીયારી.”
“સાચુ કઉ છુ હવે.”
“ગર્લફ્રેન્ડની કસમ.”

ના છુટકે મે પણ હાથ આગળ કર્યો. બેયના હાથ મજબુત થયા અને અમે પાણી બાજુ લડતા-ઝઘડતા ચાલીને નીકળા.

“એમ નહી મેસેજ ટાઇપ કરે તો સેન્ડ કરી શકે. ઇડીયટ.” એના ચહેરા પર થોડો અણગમો દેખાયો. “મેલ ઇગો ને. સાચુ કેજે. સામેથી ન કરાય.” ટમટમીયા કરતી લાઇટો ના અજવાળામા અમારા મીઠા ઝઘડાનો અવાજ રેલાતો રહ્યો.

“એવુ કાંઇ નથી હો આઇ એમ ઇવેન સ્ટ્રેઇટ ફોરવર્ડ.” ધીમેથી હું બોલ્યો.

“ચલ-ચલ હવે. દીવમા મારાથી વધારે તને કોણ ઓળખે.” મને માથામા મારીને કહ્યુ. “ચલ લેસન નંબર ટુ. છોકરીનો હાથ પકડીને વોલ્ક કેમ કરાય.”

એની વાત માનવા શીવાય કાંઇ સોલ્યુશન નહોતુ મારી પાસે. આખો રસ્તો અમે બેય એકબીજાનો હાથ પકડીને ચાલ્યા. હુ એનો બોયફ્રેન્ડ અને એ મારી ગર્લફ્રેન્ડ એવો અમારે રોલ કરવાનો હતો.

બપોરના તડકામા ઠંડક આપતી રેતી પર રાતે બરફ પર હાલતા હોય એવુ લાગે છે.
“આ છે તારી સેન્ડ વોલ્ક.”
“હા. જસ્ટ ઇન્જોય.”
મોડી રાત સુધી અમે ચાલતા રહ્યા. અવનવી ચા પીધી અને વાતો કરતા રહ્યા. મોડી રાત થઇ ગયા પછી અમે પાછુ વળવાનુ નક્કી કર્યુ. મારા મનમા એક જ વાત છે આવતી કાલે પણ મળીશુ કે નહી. મારે ખાલી એજ જાણવુ છે.

કેટલાય દુર સુધી ચાલ્યા પછી એક જગ્યા એ ઉભા રહ્યા. સાયકલ પર થરમોસ લઇને નેપાળી દેખાતો માણસ નીકળો. મે રોક્યો. અમે થોડા દુર પાણી પાસે હતા. નજીક આવ્યો અને મારુ અનુમાન સાચુ પડયુ. બસ વાળો નેપાળી જ નીકળ્યો. હુ અને પીયા એકબીજાની સામુ જોઇ રહ્યા.

“નમસ્થે સાહબ. ક્યુત કપલ. મે તો બોલ હી રહા થા આપકો.” મને જોઇને જ એને કહ્યુ.

“બે કેટલા બીઝનેઝ છે તમારે.” અમે બેય હસી પડયા એની બોલેલી વાત મે સાંભળી ન સાંભળ્યા જેમ જવા દીધી અને એને શાંતી રાખવા કહ્યુ.
“એ આ આજની છેલ્લી ચા હો. બઉ ચા પીવડાવી તે આજે બાબા. મને થોડી ઓછી આપજો.”

અડધી રાતે ચા પીવાની મજા જ કાંઇ અલગ હતી. દરીયો એની વાતો કરે છે અને અમે અમારી.

મને કાન પાસે આવીન્ ધીમેકથી પુછયુ. “સો કેવો રહ્યો મીસ. પીયા નો માસ્ટર ક્લાસ.”

“અમેઝીંગ.” એકાંત રાતે ટમટમીયા કરતા તારાના અજવાળે એની ભીની આંખમા હુ જોઇ રહ્યો. “થેંન્કસ.”

મારા ખભ્ભા પર માથુ ટેકવીને “એની જરુર નથી.”

“મને એ કહે કે આવતી કાલનો શું પ્લાન.” મારી તરફ નજર કરી અને મે પણ એના ખભ્ભા પર હાથ મુક્યો અને કાનમા કહ્યુ.“હાલ તો કોઇ પ્લાન નથી. તુ કે એમ.”

દરીયો એના ગીતો ગાતો રહ્યો અને અમારા ગીત ગાતા હોટેલ તરફ ચાલ્યા.

ક્રમશ: