લોસ્ટેડ - 27 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 27

લોસ્ટેડ - 27

રિંકલ ચૌહાણ

"તું ક્યાં હતો? તારા ગયા પછી એક પણ દિવસ એવો નથી ગયો કે મે તને શોધ્યો ન હોય. તું મને કીધા વગર ક્યાં ગયો હતો બોલ..."આધ્વીકા એકીશ્વાસે બધું બોલી ગઈ.
"અરે અરે... શાંતી શાંતી... હું તને બધું જ કહીશ કે હું ક્યાં ગયો હતો, કેમ ગયો હતો પણ એના પહેલા હું તને એક ખાસ માણસને મળાવવા માંગું છું." રયાન એ રસોડાના દરવાજા તરફ જોઈને હળવું સ્મિત કર્યું.
"કોને મળાવવા માંગે છે તું??" આધ્વીકા પોતાની પાછળ ઉભેલા માણસને જોવા પાછળ ફરી.
"મીટ રાહુલ ચૌધરી, માય યંગર બ્રધર." રયાન આધ્વીકાનો હાથ પકડી એને રાહુલ જોડે લઈ ગયો અને ફરીથી બોલ્યો,"આ છે રાહુલ મારો નાનો ભાઈ, અને આ છે આધ્વીકા મારી ગર્લફ્રેન્ડ."
"હું ઓળખું છું મિસ આધ્વીકા રાઠોડને..." રાહુલના અવાજમાં દુખનો રણકો આધ્વીકા સ્પષ્ટ સાંભળી શકી. રયાન એ વારાફરતી બન્ને તરફ પ્રશ્નસૂચક નજરે જોયું.
"એકચ્યુઅલી હું અને રાહુલ...."
"લોસ્ટેડ મર્ડર કેસ જે હું હેન્ડલ કરી રહ્યો હતો, એમાં એક વિક્ટિમ આમનો ભાઈ જીગર રાઠોડ પણ છે. એટલે ઓળખું છું હું મિસ રાઠોડને." આધ્વીકાની વાત વચ્ચે રાહુલ બોલી ઊઠયો. આધ્વીકા ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી, રસોડામાં એક વજનદાર મૌન છવાઈ ગયું.
"તમે બન્ને હોલમાં બેસો, ડિનર હું બનાવીશ આજે. તું પણ અહીં જ ખાઈ લેજે આજે કેમકે તને તો રસોઈ કરતા આવડતું નથી." રયાન એ બન્ને જણને રસોડાની બાર ધકેલ્યાં. આધ્વીકા રાહુલને ખેંચીને કોરીડોરમાં લઈ ગઈ.
"આ શું હતું રાહુલ? કેમ ખોટુ બોલ્યો તું? હું રયાનને આપણા વિશે બધું કેવા જ જતી હતી પણ તું વચ્ચે બોલી ઉઠ્યો કેમ?"
"કેમકે હું મારા ભાઈને દુખી નથી કરવા માગતો, એ તને પ્રેમ કરે છે આધ્વીકા. છેલ્લા છ મહિના થી મારો ભાઈ નિર્જીવ બની ગયો હતો, ઇંજેક્શન ઉપર જીવતો હતો. અને જ્યારે એ ઠીક થયો ત્યારે એણે મને ફોન કર્યો અને કીધું કે એને એની ગર્લફ્રેન્ડ ને મળવું છે. એ તને બહુંજ પ્રેમ કરે છે, તારા વગર નહી જીવી શકે." રાહુલ નું ગળું ભરાઇ આવ્યું.
"અને તું? તું જીવી શકશે મારા વગર?"
"કોઈ કોઈના વગર મરતું નથી આધ્વીકા, બસ તમે કોઈના વગર ખુશ રહેવાનું ભૂલી જાઓ છો. કોઈના વગર જીવવાનું ભૂલી જાઓ છો. કોઈ એક ના હોય તો જીવન નિરસ બની જાય છે." રાહુલ એ આકાશ તરફ જોઈ સપાટ ચહેરે જવાબ આપ્યો.
"આપણો સંબંધ આપણા બંન્નેની મંજૂરીથી બંધાયો હતો, તો મારી મંજૂરી વગર તે એકલા એ જ આ સંબંધ કઈ રીતે તોડી નાખ્યો? મારી જીદંગી ના નિર્ણય તું ક્યા હક થી લે છે? આધ્વીકા એ રાહુલના કોલર પકડી તેને હચમચાવી નાખ્યો.

***

"મામી 2 સેકન્ડ લાગત તમને કોલ કરવા માં, મારી મા બેહોશ થઈ ગઈ, એને હોસ્પિટલ લઈ જવી પડી ને મને ફોન કરીને જણાવવું જરૂરી ના લાગ્યું તમને?" જીજ્ઞાસા એ ફરિયાદના સ્વરમાં કીધુ. જયશ્રીબેનનો ચહેરો ફીકો લાગતો હતો, સામે પક્ષે આરાધના બેન ના ચહેરા પર ભય ની લકીરો હતી.
"મા ડોં. એ શું કીધું?" જીવન થી ચુપ ના રહેવાયું.
"બેટા જયશ્રીફઇ વધારે ચિંતા કરવાથી બેહોશ થઈ ગયા'તા એવું કીધું ડોં. એ, તું તો જાણે છે ને ઘરનો માહોલ. તું ચિંતા ના કર તું થાકી ગયો હોઈશ જા ફ્રેશ થઈ જા હું જમવાનું ટેબલ પર લગાવી દઉ, જીજ્ઞા બેટા તું પણ જા."
"જયશ્રીબેન હકીકત તો હું પણ જાણવા માંગું છું, પણ મારા ખ્યાલથી હાલ તમારે આરામ કરવો જોઈએ." આરાધના બેન એ ઊભા થઈ રસોડા તરફ ડગ માંડ્યા.
"ભાભી આધ્વીકા ને આપણા ભૂતકાળ વિશે બધી ખબર પડી ગઈ છે, એણે મને ફોન કરીને પુછ્યું કે મોટાભાઈ-ભાભી રાજેશ ચૌધરીને ઓળખતા હતા કે નઈ...." જયશ્રીબેન માંડ આટલુ બોલી શક્યાં, એમનો ચહેરો ફિકો પડી ગયો હતો. આરાધના બેન ના પગ ત્યાં જ ખોડાઈ ગયા, એમના દિલમાં ધ્રાસકો પડ્યો.

**"

જિજ્ઞાસા પોતાના રૂમમાં આંટા મારી રહી હતી, એનું મન બેચેન હતું. રહી રહીને એના મનમાં અમંગળની આશંકાઓ મંડરાતી હતી. ચકરાવે ચડેલુ મન અને પગ ને મેસેજની ટોન થી બ્રેક લાગ્યો, જીજ્ઞાસા એ ફોન ચેક કર્યો.
"આ છોકરી ગાંડી થઈ ગઈ છે નક્કી..." આધ્વીકાનો મેસેજ જોઈ જીજ્ઞાસા મનોમન બોલી અને આધ્વીકાને ફોન લગાવ્યો.
"મને ખબર હતી તું ફોન જરૂર કરીશ." આધ્વીકા એ તરત ફોન રિસિવ કરી લીધો.
"તું ગાંડી થઈ ગઈ છે? તને ભાન છે તે શું કામ કરવાનું કીધું છે મને?" જીજ્ઞાસા ખરેખર અકળાઈ હતી.
"હા મને બરોબર ભાન છે કે હું શું કરી રહી છું, બસ આજે જ મારું કામ પુરું થઈ જવું જોઈએ." આધ્વીકા એ જીજ્ઞાસાનો ફોન કાપી પાછી દિવાનખંડ માં આવી ગઈ. રયાન અને રાહુલ સાથે ડીનર શાંતિથી પતી ગયું. અચાનક આધ્વીકાને કઈ યાદ આવ્યુ ને ઘરની બાર આવી એણે જયેશને ફોન લગાવ્યો. ફોન સ્વિચ ઑફ આવતો હતો એટલે એક મેસેજ ટાઇપ કરી તરત જયેશને મોકલ્યો એક નજર રાહુલ અને રયાન પર નાખી, બન્નેનું ધ્યાન આધ્વીકા તરફ નહોતું. મોકાનો ફાયદો ઉઠાવી આધ્વીકા ત્યાંથી નીકળીને પોતાના ઘરે આવી ગઈ.
ઘરે આવી આધ્વીકા સીધી બાથરૂમમાં ગઈ, બાથરૂમના કાચ પર લોહીથી એક શબ્દ લખેલો હતો, "લોસ્ટેડ"
"પહેલો દાવ સફળ રહ્યો, હવે મજા આવશે આ રમત રમવામાં." લોહીથી ખરડાયેલો કાચ જોઈ આધ્વીકાના મોઢા પર વિજયી મુસ્કાન ફરી વળી.

ક્રમશ: