રકત યજ્ઞ - 16 Kinna Akshay Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રકત યજ્ઞ - 16

ઓહ...તો મેના એ જ માયા છે...અને ઝીલે પણ પુનર્જન્મ લીધો છે.... રોહી ના રૂપ માં... આ કારણોસર જ માયા રોહી ની પાછળ પડી છે..પમ હવે મને તે હથિયાર વિશે ખ્યાલ છે જે માયા માટે નર્ક ના દ્વાર ખોલશે...રોહી એ ગયા જન્મ માં પોતાના પાંખો નુ બલિદાન આપી નર્ક ના દ્વાર ખોલાવ્યા હતા...."માયા ના ગયા જન્મ વિશે જાણી ને ગુરૂજી બોલ્યા...

આ તરફ આ બધા થી અજાણ રોહી આજાણતા જ માયા ને આઝાદ કરી ચુકી હતી...
અને માયા રોહી ને મારવા તેની પાછળ લાગી જાય છે..

માયા મહેલ થી નીકળી ને બધા વિધ્યાર્થી ઓ હોટેલ તરફ જવા બસ માં બેઠા....જંગલ વાળો વિસ્તાર આવતા જ ડ્રાઈવર એ જોર થી બ્રેક લગાવી...આખરે શુ થયુ એ જાણવા માટે બધા નીચે ઉતરે છે તો બધા ની આંખો આશ્ચર્ય અને ડર થી પહોળી થઈ ગઈ..
એમની સામે માથા થી પગ સુધી કાળા કપડા માં સજ્જ એક સ્ત્રી હવા માં લટકતી હસી રહી હતી...બધા ને ભાગવુ હતુ પણ જાણે તેમના પગ ત્યાં જ ચોટી ગયા હતા...

"મારી તમારા કોઈ સાથે લેવા દેવા નથી બસ આ છોકરી અને તેના આશિક ને મુકી ચુપચાપ અહીં થી ચાલ્યા જાઓ"રોહી ની નજીક હવા માં ઊડતી માયા બોલી....

અનિચ્છા એ પણ બાકી લોકો ના પગ બસ તરફ ઉપડયા..

"એય...તમને બન્ને ને તમારો જીવ વહાલો નથી?સાભળ્યુ નહી મે શુ કહ્યું... જાઓ અહી થી..."લગભગ ચીસ પાડતા અવાજે માયા બોલી....
"નહી અમે રોહી અને રાજ ને મુકી ને નહી જઇએ"મક્કમ અવાજે રીના બોલી..

"રીના ,જૈના તમે બન્ને જાઓ..પોતાના જીવ જોખમમાં ન મુકશો પ્લીઝ..."રોહી એ એ બન્ને ને કહ્યું.. પણ તે ના ગયા અને બસ ત્યા થી નીકળી ગઈ...


"ઓહ...આ લાગણી......ચાલો તો પહેલા કોનો શિકાર કરુ?"જાણે મુજવણ માં હોય એવુ નાટક કરતા માયા બોલી..


"જુઓ....મને નથી ખબર તમે કોણ છો...પણ જો મારા થી તમારો કોઇ ગુનો થયો હોય તો હુ સજા ભોગવવા તૈયાર છુ પણ આ ત્રણ ને અહીં થી જવા દો..." રોહી હાથ જોડી માયા ને આજીજી કરવા લાગી



"મને વિશ્વાસ નથી થતો કે તારા જેવી અડિયલ અને જીદ્દી પણ હાથ જોડી શકે...પણ મને આ જોઈ બહુ રાહત થઈ.... ચાલ તારી વાત નુ માન રાખુ..પહેલા તને જ ખતમ કરુ જેથી તારે આ લોકો ના મોત પર આંસુ ના સારવા પડે..."માયા

પોતાના જાદુ થી ઘાતક લીલા વિષ નો ગોળો ઉત્પન્ન કરી ને માયા એ રોહી તરફ ફેક્યો ..રોહહી હજુ પોતાની શક્તિ વાપરવા જ જતી હોય છે પણ તે આ શુ જુએ છે તે ગોળો હવામાં જ નષ્ટ થઇ ગયુ...આ કોણે કર્યુ એ જોવા તેણે પાછળ જોયુ તો એ રીના હતી.....

"ઓહ....તો તમે જાદૂગર છો...વાહ શાબાશ..."માયા તાળી પાડી ને હસતા બોલી..


"હા....અમે જાદુગર છીએ અને રોહી ના રક્ષક પણ...."માયા પર વાર કરતી જૈના બોલી.....

અકળાતી માયા તેમની સાથે યુદ્ધ કરવા લાગી...પણ ત્યા જ રીના પર પાછળ થી વાર થતા તે બન્ને નુ ધ્યાન ભટક્યુ અને માયા એ રોહી પર હમલો કરી દિધો..પણ એ વાર રાજે પોતાના પર લીધો...

"રાજ......."રોહી રાજ નનુ માથુંખોળામાં લઈ રડવા લાગી....
"ઓહ..આ શુ થઇ ગયુ...બિચારી દર વખતે પોતાના પ્રેમ થી દુર થઇ જાય છે.."રીના પર પાછળ થી હમલો કરનાર શેતાન બોલ્યો..

"હવે આનો પણ ખેલ ખતમ કરીએ"માયા બોલી....
"એમ નહી માયા...હજી અમે જીવિત છીએ"દુર થી આવતી લાવણ્યયા બોલી...

"લવુ...મારી પ્યારી સાતેય બહેનો આવી ગઈ.... ચાલો અજે તો અઃખો પરિવાર ફરી એક થયો"કુટિલતા થી હસતી માયા બોલી...

પણ ત્યા જ લાવણ્યા એ એક ભભૂત તેના તરફ ફેકી અને માયા ને આખા શરીરે બળતરા થવા લાગી...શેતાન માયા તરફ આવી ને ભભુત તેના દેહ પર થી હટાવવા લાગ્યો...ભભુત હટતા માયા ને રાહત થાય છે પણ આજુબાજુ જોતા જ તેની આંખો માં ગુસ્સો ડોકાયો.."લાવણ્યા.. ક્યા સુધી બચાવીશ એને....."