આહવાન - 1 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 1

સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું.

આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અગિયાર નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે

સફરનાં સાથી

કરામત કિસ્મત તારી

મહેકતી સુવાસ

શાપિત વિવાહ

અતુટ દોરનું અનોખું બંધન

સંગ રહે સાજનનો

કળયુગના ઓછાયા

પ્રિત એક પડછાયાની

પ્રતિબિંબ

પગરવ

મિત્રો હજું પણ બાકી હોય તો અચૂક વાંચશો...આપને ચોક્કસ મજા આવશે એની ગેરંટી છે.

આજે એક નવાં વિષય સાથેની એક નવલકથા લાવી છું જે એક સત્ય હકીકતોની નજીકની એક નવલકથા છે‌. એને સત્ય ઘટનાઓ કે કોઈ વ્યક્તિગત રીતે કોઈ સાથે કોઈ સંબંધ નથી. બસ આજનાં સમયમાં સત્તા અને સંપત્તિનો એટલી હદે પ્રસરી ચૂક્યો છે માણસ બધું જ ભૂલી જાય છે. જ્યારે માનવજાત પણ જાનલેવા સંકટ આવી પડે છે ત્યારે આવા સમયમાં પણ લોકો કોઈક જગ્યાએ રાજકારણ, તો કોઈ જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ તો ક્યાંક સત્તા માટેની રમતો રમાય છે ત્યારે પ્રમાણિક અને સત્યનિષ્ઠા ધરાવતાં માણસોએ પોતાની જગ્યા ટકાવી રાખવા માટે કેટલો સામનો કરવો પડે છે....એનો સત્યતાની નજીકનો અહેસાસ કરાવતી થોડો રોમાન્સ, થોડું રોમાંચ, થોડાં રહસ્યોને ગૂંથતી એક અદ્ભૂત નવલકથા છે‌‌...મને વિશ્વાસ છે કે આગળની બધી જ નવલકથાઓની જેમ આ પણ મારાં વહાલાં વાચકમિત્રોને ચોક્કસથી ગમશે... આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો....!!

**********

આજે જાણે વર્ષો બાદ આ રસ્તાઓ જાણે સુમસામ બની ગયાં છે...સડકો જાણે દૂર દૂર સુધી ભેંકાર વર્તાવતી હોય એવું ભાસી રહ્યું છે. જાણે રસ્તાનો પરનો ડામર પણ હવે કોઈનાં પગરવને શોધવાં આતુર બન્યો હોય એમ શણગાર સજીને ચકિચકિત બનીને ઝગારા મારી રહ્યો છે...!! કે પછી કદાચ સતત આમતેમ દોડતી આજની ભાગમભાગ ભરી જિંદગીમાં કેટલાય લોકોએ પોતાની જ ધૂનમાં એને કેટલીવાર ચાલી ચાલીને તો ક્યાંક વાહનોનાં પૈડાંઓએ ઘસી નાખી હતી પણ કોઈને એની ચમક જોવાંનો સમય જ ક્યાં હતો ?? અરે સમય એટલો બદલાયો છે આજે કે કેટલાં વર્ષો બાદ તો જાણે ચકલીનું ચીં ચીં...ને કાબરોનો કકળાટ એ સ્કુલમાં કહેતાં માસ્તર સિવાય ફક્ત સાંભળવા પૂરતો જ રહ્યો હતો.... !! એ આજે ગલીએ ગલીએ ગૂંજી રહ્યો છે... ક્યાંક મોરનો ટહુકો તો કોયલનું કુંજન...આજે સઘળું મનમુકીને ખીલ્યું છે.

વર્ષોબાદ જાણે પશુ પક્ષીઓને એક મુક્ત આઝાદીનું જીવન મળ્યું છે..!! આ એક બુદ્ધિશાળી માનવીએ સૌનું બાકીનાં સૌ જીવોનું જીવન અને સ્વતંત્રતા છીનવી લીધી છે...અરે વાતાવરણ તો જો કેટલું શુદ્ધ બન્યું છે !! એક નિર્મળ હવાનો જાણે લસરકો જોતજોતામાં પસાર થઈ જાય છે !! પણ આ શું ?? ચહેરાં બંધાઈ ગયાં છે માસ્કના કવરથી...!!

જ્યારે આ દુનિયા પોલ્યુશન નામનાં ભયંકર હથિયારને રોજેરોજ બાદ ભીડતી હતી ત્યારે સહુનાં ચહેરા ખુલ્લા હતાં ને આજે જ્યારે શુદ્ધ વાતાવરણ બન્યું છે ત્યાં જ ચહેરાં બંધાયા છે માસ્કથી, પોતીકાંને કરવાં પડે છે અળગાં વ્હાલથી... શું આ કુદરતની જ એક કરામત નથી ?? કારણ કે આજે એક જીવલેણ વાયરસ જેણે એક બે દેશ નહીં પણ પૂરી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે !! પોતીકાંઓ પણ એકબીજાંથી નજીક આવતાં ગભરાઈ રહ્યાં છે...

આ બધાં વચ્ચે એક વ્યક્તિ પોતાની અલગ જ દુનિયા બનાવીને કંઈ નવું કરીને દુનિયાને બચાવવાનું એક બીડું ઉઠાવીને એક નાનકડી આધુનિક લેબમાં પોતાની જરાં પણ પરવા કર્યાં એકધારું મથામણ કરી રહ્યો છે...એ છે સ્મિત પાટીલ !!

ખાવા પીવાનું તો જાણે એને કોઈ પરવા જ નથી...અરે વતનમાં રહેલાં પરિવારને બે મહિનાથી મળ્યો પણ નથી. બસ એને કરવી છે એક એવી શોધ કે જેનાથી આ પીડાઈ રહેલાં લાખો, કરોડો લોકોની પીડા શમી જાય...!! લોકો ફરી પોતાની પહેલાં જેવી જિંદગી શરું કરી શકે...!!

એણે ત્યાં એ માઈક્રોસ્કોપમાં જોતાં જ બાજુમાં રહેલાં એક મશીનમાં એક લીલી લાઈટ થતાં જ એ પાગલની જેમ કુદકા મારવા લાગ્યો...ને બોલ્યો, " ઓ મોય ગોડ યુ રિઅલી હેલ્પ મી..." ને ત્યાં જ રહેલાં એનાં બ્લેક કલરનાં મોબાઈલમાં જાણે મોટે મોટેથી રીંગ સંભળાઈ..." તુજે મેં ઢૂંઢ લૂંગા કહીન કહી..."

ને ફોન ઉપાડતાં જ સ્મિત બોલ્યો, " અબે ડફર મિકીન !! કુછ મિલ ગયાં હૈ આખિર મેં..."

મિકીન : " બોલ ભાઈ હવે ગુજરાતીમાં જ... શું મળી ગયું તને ?? "

સ્મિત : " અરે જે વેક્સિન શોધવાની હું રાત દિવસ મથામણ કરી રહ્યો હતો..."

મિકીન : " શું વાત કરે છે ?? ઈટ્સ સક્સેસ એક્સેપેરિમેન્ટ ?? "

સ્મિત હસીને બોલ્યો, " મિકીન ઉપાધ્યાય...આટલો મોટો સાહેબ બન્યો પણ હજું એવો જ રહ્યો.‌..!! હજું તો એનિમલ પર સફળ થયું છે....!! "

મિકીન : " તો સ્મિત પાટીલ, ગ્રેટ સાયન્ટિસ્ટ હવે આ માણસોનું શું છે ?? "

સ્મિત : " અબે મને લાગે છે થઈ જશે સફળ...કારણ માણસો ય આજકાલ માણસો જેવાં ક્યાં રહ્યાં છે ?? વધારે પડતાં પશુઓ જેવાં જ લક્ષણો ધરાવતાં થઈ ગયાં છે ને ?? એટલે બહું વાંધો નહીં આવે... " કહીને સ્મિત જોરજોરથી હસવા લાગ્યો.

મિકીન : " શું યાર તું પણ....!! તને આવાં ગંભીર વાતાવરણમાં પણ હસવું આવે છે... હું તો અહીં આટલી વિશાળ એસીવાળી ઓફિસમાં પણ હસી પણ નથી શકતો... મારાં એક ખડખડાટ સ્મિતને કેમેરામાં કેદ કરીને ફેલાવવા હજારો મિડીયાવાળા બહાર હાજર જ છે !! "

સ્મિત : " એટલે જ તો મારી જેમ સાયન્ટિસ્ટ બનાય ને ?? હા પણ એનાં માટે દિમાગ જોઈએ...બરાબરને ચકલી ?? જો કે તારી પાસે તો અા બુદ્ધિ છે લોકોની સાથે ડીલ કરવાની...એક સરસ રીતે ચપળતાથી બોલવાની...એ બધું આપણને ન ફાવે...!! "

મિકીન : " કુદરત દરેકને કંઈને કંઈ આગવી શક્તિ આપે જ છે...બસ આપણે એને પીછાણવી પડે છે...!! પણ આપણો વિકાસ તો જો ?? બિચારો લોકોની સેવામાં પેલી કોરોનાની ઓપીડીમાં સિવિલ હોસ્પિટલમાં લોકો માટે ઝઝુમી રહ્યો છે...!! "

સ્મિત : " હા એની સાથે તો કોઈ સંપર્ક જ નથી મારે તો બે મહિનાથી...પણ તને તો ખબર હશે કે એ ઠીક તો છે ને ?? "

મિકીન : " આ તો વસ્તુ જ એવી છે કે અત્યાર સુધી તો એ હેમખેમ રહીને ઈમરજન્સી વિભાગમાં એ લોકોને મોતનાં દ્વારેથી યમરાજા પાસેથી જાણે લડી લડીને પાછાં લાવીને લોકોને ફરીવાર હસતાં રમતાં કરીને ઘરે પહોંચાડી રહ્યો છે....બસ ભગવાન એને હંમેશા સલામત રાખે....!! ખબર છે એનાં ઘરે એક દીકરી બાદ બીજાં દીકરાનો જન્મ થયો છે એક મહિના પહેલાં... હજું સુધી એણે પોતાનાં દીકરાનું મોઢું સુદ્ધાં નથી જોયું.... ફક્ત ફોનમાં એક ફોટો જોયો છે...!!

સ્મિત : " ઓહ...યાર !! પણ શું થાય ?? બસ ભગવાન જલ્દીથી બાપ દીકરાનું મિલન કરાવે...!! "

મિકીન : " હમમમ...ચાલ હવે તારું કામ આગળ ધપાવ...!! જલ્દીથી સારાં સમાચાર આપ...પછી આ બધું કંઈ ઠારે પડે તો ત્રિપુટી ફરી ભેગા મળીને મહેફિલ જમાવીએ...!!

સ્મિત : " હા એ તો છે...પણ આપણે પ્રોફેશન જ એવાં પસંદ કર્યાં છે કે અત્યારે જ આપણી ખરી જંગ છે...આપણે લોકો માટે લડવાનું છે... સામાન્ય માણસોની જિંદગી સવારવાની છે....કારણ કે આ અનુભવો આપણાંથી વધારે કોણ સમજી શકે ?? "

મિકીન : " એ જિંદગી તો આપણને આપણાં પ્રોફેશન પસંદ કરવામાં અને આજે આ ભ્રષ્ટાચારી લોકોની વચ્ચે પણ આપણે એક સાચાં દેશનાં ઈમાનદાર અને જવાબદાર નાગરિક બનીને સાચી રીતે લોકોની જિંદગીની દોર હાથમાં લીધી છે...!! "

સ્મિત : " યાર એટલે જ જાત અનુભવથી મોટો કોઈ અનુભવ નથી...." ત્યાં જ ફોનમાં કોઈ ટોળાંનો મોટો મોટેથી અવાજ આવવા લાગ્યો...પણ સ્મિત પરિસ્થિતિ સમજી ન શક્યો. એટલે એ બોલ્યો, " મિકીન શું થયું ?? આ શેનો શોરબકોર છે ?? "

મિકીન : " પછી વાત કરું...મને પણ નથી ખબર...!! " ને ફોન મૂકાઈ ગયો.

ફોન મુકીને સ્મિત બોલ્યો, " ખબર નહીં શું થયું હશે ?? જોઈએ હવે‌..." કહીને એ પોતાનાં કામમાં આગળ વધવા લાગ્યો.

સ્મિતે ફરી એક ફોન લગાડીને કહ્યું." સર સ્મિત પાટિલ સ્પીકિંગ...એક્સપિરિમેન્ટ ઓન એનિમલ સક્સિડ... નાઉ આઈ વોન્ટ પરમિશન ફોર હ્યુમન...."

ડૉ. ચટોપાધ્યાય : " લેકિન અભી તુજે હ્યુમન કહાં સે લાકે દૂ ?? મેરે પાસ એસી કુછ અવેઈલિબીલીટી નહીં હેં...."

સ્મિત : " પર સર...આપને તો બોલા થાય કી મેં અગર યે ઢૂંઢ લૂંગા તો આપ મુજે મેરી સબ રિક્વાયરમેન્ટ કે મુતાબિદ સબ કુછ પ્રોવાઈડ કરેંગે...તો ફિર અબ?? ઓર આપને તો શ્યામ મુખર્જી કો તો હા બોલા હૈ...તો ફિર મુજે ક્યો નહીં ?? "

ડૉ. ચટોપાધ્યાય : " તું બહોત સવાલ કરતા હૈ યાર સ્મિત...તુજે કરવા હૈ તો ઠીક તો અપને આપ સબ કુછ ઈતજામ કર...વરના યે છોડ દે... ઓર યે સબ કે લિયે ગવર્નમેન્ટ થોડી પૈસે દેગી ?? વો તો પૂરા સફલ હોને કે બાદ હી કુછ દેને કે લિયે કહેગી....યે રિસ્ક તો હમ થોડા ઉઠા શકતે હૈ...?? "

સ્મિતનું મગજ હવે હટી ગયું. એણે પછાડીને ફોન મુકતાં કહ્યું, " સર આપકા પોલિટિક્સ મુજે સમજ મેં નહીં આ રહા હે....પતા નહીં ક્યુ આપકો ઈતને લોગો કા દર્દ સમજ મેં નહીં આ રહા હૈ‌... મેં આપકે જિતની પોઝિશન પે તો નહીં હું પદ આજ મેં આપકો ચેલેન્જ દેતાં હું કિ યે વેક્સિન સબસે મેં પહેલે હ્યુમન પે પ્રુવ કરકે એક સક્સેસ કોરોના વેક્સિન બનાકે દુનિયા કે સામને રખૂંગા...!! " ને ફોન મૂકાઈ ગયો...

સ્મિત કોરોનાની વેક્સિનનું સફળ પરિક્ષણ કરી શકશે ખરાં ?? મિકીનની ઓફિસ ધસી આવેલું ટોળું શેનું હશે ?? કંઈ આવેલી આફત હશે કે મોટા માણસોનું કંઈ નવું રાજકારણ હશે ?? ડૉ. વિકાસ વિરાણી લોકોની જિંદગી બચાવવામાં જિંદગીને માત આપીને પોતાના વ્હાલસોયા પુત્રનું મોઢું પણ જોઈ શકશે ખરાં ?? શું થશે આગળ વાંચો, એક જોરદાર સંઘર્ષની ત્રણ દોસ્તોની અપ્રતિમ કહાની...!! સંગાથ - ૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......