આગળ ના ભાગ માં આપડે જોયું કે રુચિતા અગ્રવાલ નું કોઈ ખૂન કરી નાખે છ અને ત્યાર બાદ આરવ કોઈ મિશન પર જવા નીકળે છે હવે આગળ ...
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
આરવ ગાડી ચલાવતા ચલાવતા MARALBORO કમ્પની ની સિંગરેટ ના ધુમાડા કાઢતો વીચારતો હાતો
આરવ : (મનમાં) સાહેેે દર તે આવું કરે છે પોતે મને એકલોો મોકલી દેે મીશન પર બસ એટલું બોલ્યા કે મિશન પર જવાનું કેવું મિશન છે કોઈ જાણકારી જ ન આપે...
આરવ પોતાને આપાયેલ એડ્રેસ મુજબ હોટેલ "WHITE FEATHER" પર પહોંચે છે અને ત્યાં પોતાના નામ પર એક રૂમ બુક કરે છે
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
【આ તરફ】
ઇન્સ.રાણા પોતાની ઓફીસ માં વિચારમગ્ન થઈ બેઠા હતા ત્યારેજ તેમની ઓફીસ ના દરવાજે ટકોરા પડ્યા ...
ઇન્સ.રાણા : કમ ઇન...
અંદર પ્રવેશનાર વ્યક્તિ : શુ થયું સર ખૂબ ચિંતા માં લાગો છો
ઇન્સ.રાણા માથું ઉંચુ કરે છે અને સામે ની વ્યક્તિ ને જોઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે.
ઇન્સ.રાણા : અરે રિયા આવ હું તારી જ રાહ જોતો હતો એક તું જ મને મદદ કરી શકે એમ છે આ કેસ સોલ્વ કરવામાં .
રિયા (ઇન્સ રાણા ના ડિપાર્ટમેન્ટ ની લેડી IPS ઓફિસર): જી સર કહો હું શું મદદ કરી શકું આપની.
ઇન્સ.રાણા : રિયા એક ખૂબ અટપટો કેસ આવ્યો છે જેમાં એકજ ઘરના એકજ પરિવાર ના બે સભ્યો ના ખૂન થઈ ગયા છે અને તે પણ ચાકુ મારી હત્યા કરવામાં આવી છે અને તે પણ બે જ દિવસ માં.... અને ખૂની નો કોઈ પતો નથી લાગતો કોઈ ફિંગરપ્રિન્ટ કે કોઈ પુરાવા પણ નથી મળ્યા .
રિયા : હમ કેસ તો જટિલ છે તો હવે આગળ શું કરવાના ચો સર તમે .
ઇન્સ.રાણા : મને કંઈજ નથી સૂઝતું કે હું શું કરું માટે જ તને બોલાવી છે અને હવે તું જ મને કોઈ મદદ કરી શેકે તેમ છે .
રિયા: ઠીક છે પણ સર મારે ફરીથી તે ઘર ની તલાશી લેવી છે કદાચ કોઈ પુરાવા કે સાબૂત મળી આવે ..
ઇન્સ.રાણા : ઠીક છે તો ક્યારે લેવી છે તલાશી..
રિયા :હમણાંજ લેવી છે ચાલો જઈએ...
ઇન્સ.રાણા : ઠીક છે ચાલો
અને ત્યાર બાદ ઇન્સ રાણા અને રિયા અગ્રવાલ વીલા જવા નીકળે છે
તે લોકો ત્યાં પહોંચે છે અને ત્યાં હાજર દરેક લોકો ની પૂછતાછ શરૂ કરે છે અને રિયા ઘર અને તે રૂમ ની તલાશી લે છે . અને કોઈ સાબૂત ગોતવાની કોશિશ કરે છે .
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
આ તરફ આરવ ને તેના બોસ નો મેસેજ આવે છે અને તે વાંચી અને આરવ તેના બોસ (મી.ખૂરાના)ને ફોન કરે છે
આરવ: જી સર મને આપનો મેસેજ મળ્યો
મી.ખૂરાના : તો હવે કહ્યું તે જગ્યાએ પહોંચી જજે અને કહ્યા પ્રમાણે કામ થઈ જાવું જોઈએ ..
આરવ : જી બોસ આપના કહ્યા પ્રમાણે જ થશે
(આટલું કહી આરવ ફોન મૂકે છે )
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
આ તરફ રિયા જ્યારે તલાશી લાઇ ને આવે છે ત્યારે જોવે છે કે નીલમ અગ્રવાલ ઇન્સ.રાણા જોડે ઉગ્રતાથી વાત કરી રહ્યા હતા આ જોઈ રિયા કહે છે
રિયા : જુઓ મિસિસ અગ્રવાલ હું સમજી શકું છું આપણી પરિસ્થિતિ કેવી હશે પણ ભરોસો રાખો અમે અમારું કાર્ય કરી રહ્યા છીએ ભરોસો રાખો અમે તમારા પતિ અને તમારી પુત્ર વધુ ના ખૂની ને જલ્દી જ પકડી પાડીશું....
એટલુંજ કહી અને નીલમ અગ્રવાલ કાઈ કહેવા જાય છે ત્યારે ઇન્સ.રાણા તેને પૂછે છે
ઇન્સ.રાણા :તમે લોકો ક્યાંય જાઓ છો ???
નીલમ અગ્રવાલ. :હ હમણાં ઘરમાં તણાવભર્યો માહોલ છે તો અમે અને મારા પુત્ર આયાન ના બે મિત્રો બહાર જઈએ છીએ.
ઇન્સ.રાણા આગળ કાઈ બોલે તે પહેલાં રિયા તેમને ચૂપ રહેવા ઈશારો કરે છે અને ત્યાંથી નીકળી જાવા કહે છે અન તે લોકો ત્યાંથી નીકળી જાય છે તે લોકો ત્યાંથી નીકળે છે અને થોડી આગળ જતાં રિયા જીપ ને પછી અગ્રવાલ પાછા જાવા કહે છે આ જોઈ ઇન્સ.રાણા કહે છે ...
ઇન્સ.રાણા : કેમ ત્યાં પાછું જવું છે
ત્યારે રિયા કહે છે
રિયા : હું રૂમ ની તલાશી લાઇ રહી હતી ત્યારે મને ત્યાંના અમુક નોકરો પર શાક ગયો હતો અને તે રૂમ માં પુરાવા પણ મળ્યા હતા ......
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
【ક્રમશ.】