Apradhi koun ?? - 1 books and stories free download online pdf in Gujarati

અપરાધી કોણ ?? - 1

પાત્રો....

નવલ અગ્રવાલ (અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના મલિક)
નીલમ અગ્રવાલ (નવલ અગ્રવાલ ના પત્ની)
આયાન અગ્રવાલ (નવલ અગ્રવાલ નો પુત્ર)
રુચિતા અગ્રવાલ (આયાન અગ્રવાલ ની પત્ની)

ઇન્સ્પેકટર રાણા (ઇનવીસ્ટિગેશન ઓફિસર)

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

સ્થળ : (મુંબઇ)અગ્રવાલ વીલા

અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક નવલ અગ્રવાલ રોજ સવારે 5 AM પર ઉઠી , શ્રી કૃષ્ણ ની પૂજા કરી પોતાની ફેકટરી જવું આ તેનો નિત્યક્રમ રંતુ આજે તેના નિત્યક્રમ માં ભંગ પડ્યો હતો સવાર ના 6 :30 થયા પણ આજે નવલ અગ્રવાલ ન ઉઠ્યા ત્યારે તેના ઘરમાં કામ કરતો વિશ્વાસુ વ્યક્તિ રામજી કાકા તેને ઉથડવા જાય છે અને તે રૂમ નો દરવાજો ખોલે છે અને અંદર નું દ્રશ્ય જોઈને દંગ રાજી જાય છે અને તેના ઘરના અન્ય સભ્ય ને બોલાવી લાવે છે ત્યારે તેના (નવલ અગ્રવાલ) ના પત્ની અંદર નું દ્રશ્ય જોઈ ને ત્યાં જ ફસડાઈ પડે છે અંદર નવલ અગ્રવાલ ની લાશ બિસ્તર પર પડેલ છે તેની કોઈએ ચાકુ મારી હત્યા કરી છે આ જોઈ ને આયાન અગ્રવાલ ઇન્સ્પેકટર રાણા ને ફોન કરે છે અને સમગ્ર ઘટના થઈ વાકેફ કરે છે થોડી વાર માં ઇન્સ્પેકટર રાણા અને તેની ટીમ ત્યાં આવી પહોંચે છે અને સમગ્ર ઘટના ની તપાસ કરે છે.

ઇન્સ.રાણા : મિસ્ટર આયાન (નવલ અગ્રવાલ નો પુત્ર) તમને શું લગે છે કે મિસ્ટર નવલ અગ્રવાલ ની હત્યા કોણ કરી શકે છે.

આયાન : નહીં પાપા ની કોઈ સાથે આપસી દુશ્મની નહતી કે કોઈ બિઝનેસ ને લઈને ઝગડો પણ નહોતો .

ઇન્સ.રાણા : ઓકે .

ત્યારેજ ઇન્સ રાણા સાથે આવેલ એક વ્યક્તિ (રિધમ ) આવે છે

ઇન્સ.રાણા : ચાકુ પરથી કોઈ ફિંગરપ્રિન્ટ કે કોઈ પુરાવા મળ્યા કે કોઈ સાબૂત મળ્યા ???

રિધમ : જી ના સર કોઈ ફિંગપ્રિન્ટ કે કોઈ પુરાવા નથી મળ્યા.

ઇન્સ.રાણા : આયાન ને કહે છે કે તમને કોઈ વ્યક્તિ પર શંકા છે.

આયાન :ના મને કોઈ વ્યક્તિ પર શંકા નથી કે કોઈ પાપા ની હત્યા કરી શકે

ઇન્સ.રાણા : રિધમ ને બોલાવે છે અને કહે છે

ઇન્સ.રાણા : રિધમ ઘરના દરેક સભ્યો ના સ્ટેરમેન્ટ લાઇ લે ...

રિધમ :જી સાહેબ

સ્થળ : બાંદ્રા પોલીસ સ્ટેશન

ઇન્સ રાણા પોતાની ઓફીસ માં રિવોલવિંગ ચેર માં બેઠા હતા

ઇન્સ.રાણા : (મનમાં) કોણ હોઈ શકે કે જે નવલ અગ્રવાલ નું ખૂન કરી શકે અને નવલ અગ્રવાલ ને મારવાથી તે વ્યક્તિ ને શુ મળે છે.

ઇન્સ.રાણા પોતાની ઓફિસમાં વિચારમગ્ન હતા ત્યારેજ તેમની ઓફીસ ના બરણે ટકોરા પડ્યા અને ઇન્સ.રાણા ની ઓફીસ માં રિધમ આવે છે.

ઇન્સ.રાણા : આવ રિધમ મારા કહ્યા પ્રમાણે બધા ના સ્ટેટમેન્ટ લાઇ લીધા ??

રિધમ : હ સાહેબ દરેક સભ્યો ના સ્ટેરમેન્ટ લાઇ લીધા .

ઇન્સ.રાણા : તો કોઈ સુરાગ કે કોઈ પુરાવા કાઈ મળ્યું કે જેનાથી મદદ મળી શકે.

રિધમ : ના સાહેબ , કોઈ સુરાગ કે કોઈ પુરાવા મળ્યા નથી કે જેના આધારે કોઈ વાત જાણી શકાય

ઇન્સ.રાણા : ત્યાની દરેક જગ્યા ની તલાશી લાઇ લીધી .

રિધમ : હા સાહેબ દરેક જગ્યા ની તલાશી લીધી પણ કઈ જાણવા ન મળ્યું...

(બીજો દિવસ સવારે 10 વાગ્યે )

સ્થળ : બાંદ્રા પોલીસ સ્ટેશન

ઇન્સ રાણા પોતાની ઓફીસ માં બેઠા હતા ત્યારેજ તેના ડેસ્ક પર રાખેલ ટેલિફોન રણકી ઉઠે છે તે ફોન ઉઠાવે છે અને ટેલિફોન માંથી થતી વાત સાંભળી તેના મુખ ની રેખા તંગ થવા અલગે છે અનેફોન મુકતા ની સાથે જ પોતે ઝડપથી અગ્રવાલ વીલા જાવા નીકળે છે .....


(ક્રમશ.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED