આપરાધી કોણ ?? 5 PUNIT SONANI "SPARSH" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપરાધી કોણ ?? 5


પાછળ ના ભાગ મા આપડે જોયું કે આરવ મી.મહેતા ની સાથે જાવા નીકળે છે અને એક સુમસાન રસ્તા પર લઇ આવે છે હવે આગળ...

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

આરવ મી.મહેતા ને લઈને પોતે સુમસાન રસ્તા પર ગાડી લઈ જવા કહે છે અને તે મી.મહેતા ને કહે છે.

આરવ : તો મી.મહેતા આપનું અહીં આવવાનું કરણ જણાવશો..

મી.મહેતા : જી તમને તો ખબર છે કે હું શુકામ અહીં આવ્યો છું

આરવ : જી હું જાણું છું અને કહું છું કે આપ અહીંથી ચાલ્યા જાઓ અને હું આપની જગ્યાએ ત્યાં જાવા માંગુ છું.

મી.મહેતા :જી હું સમજ્યો નહીં

આરવ: વાત સાફ છે કે આપ આ મિશન છોડી ચાલ્યા જાઓ.

મી.મહેતા : જી હું શુકામ આ મિશન માંથી નીકળી જાઉં આ મિશન પછી મને કરોડો રૂપિયા મળવાના છે તો હું આ મિશન માંથી શુકામ નીકળું.

આ સાંભળી આરવ પોતાની પાસે રાખેલ રિવોલ્વર કાઢી અને રિવોલ્વર નું નાળચુ મી.મહેતા ના માથા પર મૂકે છે અને માત્ર ડરાવવાના ઉદેશ્ય થઈ તેમને ગોળી મારવા ની ધમકી આપે છે આ વાત થઈ ડરી ને મી.મહેતા કાર પર પોતાનું બેલેન્સ ગુમાવે છે ત્યારે સમય સુચકતા વાપરી ને આરવ કાર ની બહાર કુદી પડે છે અને મી.મહેતા ની કાર ખાઈમાં જઇ પડે છે અને મી.મહેતા નું આકાલ મૃત્યુ થાય છે આ દ્રશ્ય જોઈ પોતે આરવ થરથરી ઉઠે છે અને પોતે સ્વસ્થ થઈ અને ત્યાંથી નીકળી જાય છે અને તે મી.ખૂરાના ને ફોન કરે છે .

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આ તરફ રિયા અને ઇન્સ રાણા બધી તપાસ કરી અને પોલીસ સ્ટેશન પહોંચે છે અને ઇન્સ રાણા રિયા ને પૂછે છે.

ઇન્સ.રાણા : રિયા તને ક્યાં સાબૂત મળ્યા હતા

રિયા : સર મને સાબૂત તો નહોતા મળ્યા પણ જ્યારે હું તપાસ કરતી હતી ત્યારે તે ઘરના નોકરો ઉપર મને શંકા ગઈ હતી તો મેં પૂછતાછ કરી .

ઇન્સ.રાણા :તો શું લાગે છે કોણ ખૂન કરી શકે નવલ અગ્રવાલ અને રુચિતા અગ્રવાલ નું .

રિયા : ના સર મેં બધા ની પૂછતાછ કરી પણ લાગ્યું નહીં કે કોઈ નવલ અગ્રવાલ નું મર્ડર કરી શકે .

ઇન્સ.રાણા : તો હવે શું કરીશું ???

રિયા :જોઈએ સર કે આપણે શું કરી શકીએ.

◆ ◆ ◆ ◆ ◆ ◆◆◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

(આ તરફ )

આરવ પોતે મી.મહેતા ની જગ્યા લઇ ને હોટેલ "BLUE BIRD" પહોંચે છે અને તેને મળેલ માહિતી મુજબ તે રૂમ નમ્બર 509 નો દરવાજો ખખડાવે છે અને અંદર થઈ એક પુરુષ નો આવાજ સંભળાય છે "કોણ" ત્યારે આરવ પોતાની ઓળખ મી.મહેતા તરીકે આપે છે અને અંદર થઈ આવાજ આવે છે "પાસવર્ડ" ત્યારે પોતાને મળેલ માહિતી મુજબ આરવ કહે છે "મિશન ફ્રન્ટ બે" કહે છે આ સાંભળતાજ જાતક સાથે દરવાજો ખુલી જાય છે અને અંદર એક વ્યક્તિ રિવોલવિંગ ચેર પર બેસેલ હતો તેની સામે જય આરવ ઉભો રહે છે તે આરવ ને કહે છે

વ્યક્તિ : આવો મી.મહેતા સ્વાગત છે તમારું.

આરવ : જી મી.શેખ .

મી.શેખ :તો તમે તૈયાર છો.આપડા મિશન માટે...

આરવ : હા મી.શેખ.

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

(ક્રમશ)