અપરાધી કોણ ?? 4 PUNIT SONANI "SPARSH" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધી કોણ ?? 4

આગળ ના ભાગ માં આપડે જોયું કે રિયા ને કોઈ પુરાવા મળે છે અને તે પુરાવા મેળવવા તે અગ્રવાલ વીલા જાય છે હવે આગળ.....

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આયાન અને નીલમ અગ્રવાલ ત્યાંથી નીકળી ગયા છે એ વાત નો લાભ લઇ ને રિયા અને ઇન્સ.રાણા અગ્રવાલ વીલા જય ને દરેક નોકરો ની પૂછતાછ કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે રામજી ભાઈ ત્યાં વારસો થઈ કામ કરતા હતા આ જાણી રિયા તેમની સાથે વાત કરે છે ...

રિયા :જી તમે અહીંયા કેટલા સમય થી કામ કરો છો

રામજી ભાઈ : જી મારે અહીંયા કામ કરતા તેર વર્ષ થઈ ગયા

રિયા : તો તમારા મત અનુસાર નવલ અગ્રવાલ ને કોઈ સાથે દુઃમની કે કોઈ વેર છે

રામજી ભાઈ : ના મેડમ સાહેબ ને કોઈ સાથે કોઈ દુશ્મની નથી અને તેમના પહેલા પત્ની ના સ્વર્ગવાસ પછી તો તે ઘણું દાનપુણ્ય નું કાર્ય કરતા હતા ....

રિયા : એક મિનિટ એટલે તમારા કહેવાનો અર્થ છે કે નીલમ અગ્રવાલ નવલ અગ્રવાલ ના બીજા પત્ની છે ??

રામજી ભાઈ : જી હા આ તેમના બીજા પત્ની છે સાહેબ ના પહેલા પત્ની અને આયાન સાહેબ ના માતાશ્રી તો આજ ત્રણ વર્ષ પહેલાજ કેન્સર ના કારણે મૃત્યુ પામ્યા હતા પછી સાહેબે નીલમ મેમસાબ સાથે લગ્ન કર્યા .

રિયા : હમ તો નવલ અગ્રવાલ ના પહેલા પત્ની નું નામ શું હતું ???

રામજી ભાઈ : જી તેમના પહેલા પત્ની નું નામ ઉર્વશી અગ્રવાલ હતું તેમના મૃત્યુ પછી સાહેબે નીલમ મેડમ સાથે લગ્ન કર્યા હતા

રિયા : જી તો તમને કોઈ શંકા કે કોઈ તેમની હત્યા કરી શકે

રામજી ભાઈ : ના મેડમ કોઈ નથી કે જે સાહેબ ની હત્યા કરી શકે..

રિયા : જી ઘરમાં દરેક નોકર ચાકર હાજર છે ??

રામજી ભાઈ : જી ના એક વ્યક્તિ રાધા તેમની સાથે ગયેલ છે

રિયા : ઠીક છે પછી આપણી કોઈ જરૂર પડશે તો આપને તકલીફ આપશુ .


રામજી ભાઈ : જી મેડમ.

◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

આ તરફ આરવ પોતાને મળેલ એડ્રેસ હોટલ "BLUE BIRD"
પર પહોંચી જાય છે અને પોતાને મળેલ એડ્રેસ પર પહોંચી અને વિચારે છે

આરવ: (મનમાં વિચારતા થોડા સમય પહેલા )

મી.ખૂરાના : આરવ તું અત્યારે જ્યાં હોય ત્યાંથી નીકળી ને હોટલ "BLUE BIRD" પહોંચ

આરવ : કેમ શુ થયું સર કોઈ પ્રોબ્લેમ છે ??

મી.ખૂરાના : ના પરંતુ મારા ખબરી દ્રારા મને જાણ માલી છે કે તે લોકો પોતાના પ્લાન મુજબ હોટલ "BLUE BIRD" પહોંચી ગયા છે

આરવ :જી સર હું હમણાંજ ત્યાં પહોંચું છું.

આરવ ફોન મૂકે છે

(વર્તમાન સમય માં )

આરવ વિચારતો હોય છે ત્યારે તે જોવે છે કે દૂર થઈ એક કાર તેની તરફ આવે છે અને આરવ તે કાર રોકવા ની કોશિશ કરે છે અને કાર આરવ ની બાજુમાં આવી ને ઉભી રહે છે
તે કાર ચલાવનાર વ્યક્તિ આરવ સાથે વાત કરે છે

આરવ: જી આપ મી.મહેતા છો ??

કાર ચલાવનાર વ્યક્તિ : જી હા હું જ ચુ મી.મહેતા આપ કોણ ??

જી આપ જે મિશન પર જાઓ છો તેના લીડર સરે મને મોકલ્યો છે આપે મારી સાથે આવવાનું છે .

આટલું કહી આરવ તે કાર માં બેસી જાય છે અને કાર ને સુમસાન રસ્તા પર લઈ જાવ નું કહે છે

(ક્રમશ.)