અહેસાસ પ્રેમનો Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહેસાસ પ્રેમનો

"મમ્મી, આજે મારે એક્સ્ટ્રા ક્લાસ છે એટલે આવવામાં થોડું લેટ થઈ જાશે."રાધિકા પોતાનું બેગ લઈ ઝડપથી દાદરો ઉતરતા બોલી.
"લેટ એટલે કેટલા વાગ્યે આવીશ?"મમ્મી રસોડામાંથી બહાર આવી પૂછ્યું.
" મે બી આઠ વાગી જશે.એટલે ખોટી કાંઈ ચિંતા ન કરતી." રાધિકા તેની એક્ટિવા ની ચાવી હાથમાં લેતાં બોલી.
" હા પણ, જમવાનું ? લંચ બોક્સ તો લેતી જા.હું નાસ્તો ભરી દઉં એટલી વાર લાગશે." મમ્મી લંચ બોક્સ ભરવાની તૈયારી સાથે બોલ્યા.
" ના..ના, આમ પણ મારે આજે લેટ થઈ ગયું છે.હું કેન્ટીન માં નાસ્તો કરી લઈશ. યુ ડોન્ટ વરી!!"રાધિકા શુ ડ્રોઅર માંથી ચંપલ પેહરી ફટાફટ દરવાજા બહાર નીકળી ગઈ.

રાધિકા એ એક્ટિવા પાસે જઈ જોયું તો એક્ટિવા માં પંક્ચર હતું.
" ડેમ ઇટ. આને આજે જ આવું થવું હતું."રાધિકા મોઢું બગાડતી એક્ટિવા ને પાટુ મારતાં બોલી.
" શું થયું બેટા?" મમ્મી બહાર આવી બોલી.
"કાંઈ નહિ. પંકચર છે.બસમાં જવું પડશે."રાધિકાએ ચાવી તેના મમ્મી ના હાથમાં આપતા કહ્યું.
" ધ્યાન રાખીને જાજે.અને કૉલેજ પહોંચીને કોલ કરવાનુ ભૂલતી નહિ." મમ્મી એ થોડી ચિંતા સાથે કહ્યું.
" એ હા!! કોલ પણ કરી દઈશ અને નાસ્તો પણ કરી લઈશ." રાધિકા બોલતા બોલતા ઝડપથી મેઈન ગેટ બહાર નીકળી ગઈ.

બસ આવી એટલે રાધિકા બસમાં ચડી ગઈ પણ બસમાં બહુ જ ભીડ હતી.ઊભા રેહવા ની જગ્યા પણ માંડ હતી. રાધિકાને કૉલેજ પહોચવાનું મોડું થતું હતું એટલે તે ભીડમાં પણ થોડી જગ્યા કરી ઊભી રહી ગઈ.રાધિકાની પાછળ એક મવાલી જેવો વ્યક્તિ ઊભો હતો.એક બે વાર તે રાધિકા સાથે ધક્કા મુક્કી નું બહાનું કરી અથડાયો અને રાધિકાની તે માટે માફી માંગી.રાધિકાએ પણ વધારે પડતી ભીડને કારણે ઈટ્સ ઓકે કહી દીધું.પરંતુ હવે તે મવાલી પોતાની હદ વટાવવા ની તૈયારી કરી રહ્યો હતો. તેણે ભીડનો લાભ લઈ પોતાનો હાથ આગળ કરી રાધિકાની કમર પર મૂકવા ગયો,પરંતુ હજુ તે રાધિકાની કમર પર હાથ મૂકે એ પેહલા જ કોઈક યુવકે તેનો હાથ પાછળથી પકડી લીધો અને તે મવાલી ના ગાલ પર એક તમાચો મારી દીધો.રાધિકા તો થોડી વાર હેબતાઈ જ ગઈ.પણ પછી તરત જ સવસ્થ થઈ ગઈ આમ પણ રાધિકાને જે સ્ટેશને ઉતરવાનું હતું એ આવી ગયું હતું એટલે તે ઉતરી ગઈ અને પેલો યુવક જેણે તેની હેલ્પ કરી હતી એ પણ ત્યાં જ ઉતર્યો.

બસ સ્ટોપ પર ઉતર્યા પછી રાધિકાએ તે યુવકનો આભાર માન્યો.પરંતુ પેલો કાઈ પણ બોલ્યા વગર ચાલવા લાગ્યો.રાધિકા એ બૂમ પાડી તેને ઊભા રાખતા કહ્યું,
" એક્સક્યુઝ મી, ટાઈમ મળે તો એકાદું કોમેડી મૂવી જોઈ લેજો."
પરંતુ પેલો યુવક કાંઈ પણ બોલ્યા વગર ફરીથી પોતાની દિશામાં ચાલવા લાગ્યો.
રાધિકા પણ ખભા ઉલાળતી પોતાની કૉલેજ તરફ ચાલવા લાગી.

રાધિકા અત્યારે MD in psychiatry કરી રહી હતી. રાધિકાને બાળપણથી જ શોખ હતો બીજાના મનની વાત જાણવાનો અને તેમના પ્રશ્નોના ઉકેલ લાવવાનો એટલે જ તેણે સાયકાટ્રિક બનવાનુ પસંદ કર્યું હતું.રાધિકા હિરેનભાઈ અને સીમા બહેનનું એક માત્ર સંતાન હતી. ઘરમાં હંમેશા રાધિકાની જ જોર હુકમી ચાલતી.હિરેનભાઈ ક્યારેય તેને કોઈ પણ વાતની ના કહેતા નહિ.હિરેનભાઈ એક બિઝનેસ મેન હતા. તેમનો મુંબઈમાં જ કન્સ્ટ્રકશન નો બિઝનેસ હતો. તેમનો પરિવાર ખૂબ ધનવાન હતો. રાધિકા પણ મોં માં સોનાની ચમચી લઈ ને જ જન્મેલી. પરંતુ રાધિકાને ક્યારેય પણ તેના પપ્પા ની સંપત્તિ નું અભિમાન નહોતું. તે હંમેશા દરેક વ્યક્તિ સાથે સરળતાથી જ વર્તતી.

આઠ વાગી ગયા હતા અને તેમના ક્લાસ પણ પૂરા થઈ ગયા હતા. રાધિકા એ જોયું કે તેની ફ્રેંડ જીયાની તબિયત સારી નહતી તેને ચક્કર આવતા હોય એવું લાગી રહ્યું હતુ.
" જીયા, હું તને ઘરે મૂકી જાવ. તારી તબિયત ઠીક નથી એટલે તું ગાડી નહિ ચલાવી શકે." રાધિકાએ જીયાના હાથમાંથી ગાડીની ચાવી લેતા કહ્યું.
"બટ, પછી તારે ઘરે પહોંચવામાં લેટ થઈ જશે."
" કાંઈ લેટ નહિ થાય.તો પણ પહોંચી જશ.તુ ચિંતા ન કર. અને ચાલ હવે ઝડપથી તને ઘરે મૂકી જાવ." રાધિકા જીયાનો હાથ પકડી દાદરો ઉતરવા લાગી.

" બેટા, હવે આજે અહીં જ રોકાય જાજે." જિયા ના મમ્મી રાધિકાને પાણીનો ગ્લાસ આપતા બોલ્યા.
" ના... ના... આંટી! પછી ક્યારેક રોકાવા આવીશ.મમ્મી પપ્પા ડિનર માટે વેઇટ કરતા હશે." રાધિકા ઘરે જવા માટે ઊભી થતા બોલી.
" ઘરે રોકાવા આવવાનુ તો હું પાંચ વર્ષ થી સાંભળું છું ખબર નહિ એનું મુહર્ત હવે ક્યારે આવે." જીયા હસતા હસતા બોલી.
" અરે યાર! સાચે આવીશ! બટ, તને ખબર ને હું ઘરે નહિ પહોંચું ત્યાં સુધી કોઈ ઘરે ડિનર નહિ કરે." રાધિકા જીયાને સમજાવતા બોલી. હિરેનભાઈ આખો દિવસ તો ઘરે ન હોય એટલે એમની કડક સૂચના કે સાંજે બધાયે ભેગા બેસી જ જમવું. જેથી તે થોડો સમય પરિવાર સાથે પણ વિતાવી શકે.
" ઓકે બાબા ઓકે! પણ તું મારી એક્ટિવા લેતી જા જેથી ઘરે પહોંચવામાં મોડું ન થાય." જીયા ગાડીની ચાવી આપતા બોલી.


રાધિકા જીયાની ગાડી લઈને જઈ રહી હતી.તેના માટે આ બાજુનો રસ્તો થોડો અજાણ્યો હતો. તેણે આગળ રસ્તા પર જોયું તો રસ્તો સૂનસાન હતો ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ બધી બંધ હતી. પણ રસ્તામાં એક નાનકડો ખાડો આવ્યો અને રાધિકા નું ધ્યાન ન રહ્યું અને તેના હાથમાંથી હેન્ડલ છુટી ગયું અને તે ત્યાં જ પડી ગઈ. રાધિકાને કોણી પર વાગ્યું હતું એટલે તેને હાથ સીધો કરવામાં પણ તકલીફ થઈ રહી હતી. તેનો પગ પણ ગાડી નીચે આવી ગયો હતો એટલે ઊભી થઈ શકે એમ ન હતી. તેણે આજુ બાજુ જોયું પણ કોઈ દેખાયું નહિ. રાધિકાએ દૂર નજર કરી તો કોઈક વ્યક્તિ ચાલીને જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.રાધિકાએ બૂમ મારી તે વ્યક્તિને હેલ્પ માટે બોલાવ્યા.તે યુવકે નજીક આવી રાધિકાની ઊભા થવામાં મદદ કરી અને પછી ગાડીને પણ ઊભી કરી.ગાડીની લાઇટનો પ્રકાશ પેલા યુવક પર પડ્યો અને રાધિકાએ જોયું તો તે યુવક એ જ હતો જેણે તેની સવારે બસમાં પણ હેલ્પ કરી હતી.
" યુ આર રીયલી માય એન્જલ!! સવારે પણ મારી હેલ્પ કરી હતી અને અત્યારે પણ..! થેંક્યું વેરી મચ!!" રાધિકા પોતાના હાથ અને કપડા સરખા કરતા બોલી.
પેલો યુવક તો ઇટ'સ ઓકે કહી ચાલવા લાગ્યો.રાધિકા તો તેને થોડીવાર એમ જ જોઈ રહી.પછી એક્ટિવા સ્ટાર્ટ કરી અને હેન્ડલ પકડવા હાથ સીધો કર્યો ત્યાં તેના ગળા માંથી નાનકડી ચીસ નીકળી ગઈ.રસ્તો એકદમ સૂનસાન હતો એટલે રાધિકા નો અવાજ પેલા યુવકે પણ સંભાળ્યો.તે રાધિકા પાસે આવ્યો અને કોણી પરનો ઘાવ જોયો પછી પોતાનો હાથ રૂમાલ કાઢી રાધિકાના હાથ પર બાંધી દીધો.પછી તે યુવકે થોડીવાર કંઇક વિચાર્યુ અને પછી બોલ્યો,
"તમને વાંધો ન હોય તો તમારા ઘર સુધી તમને મૂકી જાવ.અને તમે જાતે જઈ શકો એમ હોય તો વેલ એન્ડ ગુડ!!"
રાધિકા તો થોડીવાર તેની સામે જોઈ રહી ફાઈનલી તે કાંઈક બોલ્યો તો ખરો.
"તમે બોલી પણ શકો છો એમ ને!!" રાધિકા મજાકના સૂરમાં બોલી.
પરંતુ પેલા એ તો જી હા એટલો જ જવાબ આપ્યો.
"તો આમ જ બોલતા રેહજો.ઇટ'સ ગુડ ફોર યુ!!અને મને લાગે છે કે તમે ડ્રાવીંગ પણ સારું જ કરી લેતા હશો." રાધિકા ગાડીની ચાવી પેલાને આપતા બોલી.
પેલો યુવક રાધિકાને ઘર સુધી લઈ આવ્યો.તેના મમ્મી રાધિકા નો વેઇટ કરતા ત્યાં જ ઊભા હતા.રાધિકાને આવી રીતે જોયું એના મમ્મી તો દોડતા તેનો હાથ પકડી લઇ આવ્યા અને એકીસાથે બોલવા લાગ્યા,
"બેટા, આ બધું ક્યાં થયું? તને વધારે તો વાગ્યું નથી ને ? તારો મોબાઈલ ક્યાં છે? તને ક્યારની ફોન કરતી હતી ! અમને કેટલી ચિંતા થતી? આ તારા હાથ પર તો જો કેટલું વાગ્યું છે?"
" બસ મમ્મી, ધીમે પણ! હું ઠીક છું.મને એવું કાંઈ વધારે નથી વાગ્યું.તુ ચિંતા ન કર." રાધિકા થોડું પાણી પીતા બોલી.
" તો સારું,પણ તને અહી મૂકવા આવ્યું એ કોણ છે??" અજાણ્યા યુવકને જોતા તેના મમ્મીએ પૂછ્યું.
" એ તો........અરે !! મે તો તેનું નામ જ નથી પૂછ્યુ હજુ!! કાંઈ નહિ પેલા તેને અંદર તો બોલાવું આમ પણ આજે તેને મારી ખૂબ મદદ કરી છે."રાધિકા પાણીનો ગ્લાસ તેના મમ્મીનાં હાથમાં આપતા બહાર ગઈ.
રાધિકાએ બહાર જોયું તો ત્યાં કોઈ હતું નહિ.એક્ટિવા સાથે તેની ચાવી એમનામ હતી અને પેલો યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો.
"સાચે અજીબ છે આ વ્યક્તિ!" રાધિકા મનમાં જ બોલી.

રાધિકા સૂતા સૂતા આજે આખા દિવસમાં જે થયું હતું તેના વિશે વિચારી રહી હતી.અને તેમાં પેલો યુવક કોમન હતો.પેહલા તો રાધિકાને તે યુવક થોડો વિચિત્ર લાગ્યો પણ જ્યારે રાધિકાએ એક સાયકાટ્રિક તરીકે વિચાર્યુ ત્યારે તેને લાગ્યું કે તે યુવક ખુબ જ સ્ટ્રેસ માં હતો.તેના વર્તન પરથી લાગતું હતું કે તે ખૂબ ચિંતામાં હતો અને પોતાના જીવનથી જાણે હારી ગયો હોય એવું લાગી રહ્યું હતું. રાધિકાએ વિચારી લીધુ કે એ પોતાનાથી બનતી બધી મદદ કરશે. પરંતુ રાધિકા તે યુવક વિશે કાંઈ પણ જાણતી નહતી.રાધિકાએ તો એ યુવક નું નામ પણ પૂછવાનુ ભૂલી ગઈ હતી. કાંઈ નહિ નસીબમાં હશે તો જરૂર ફરી મળશે કરતી રાધિકા શાંતિથી સુય ગઈ આમ પણ તેને બે દિવસ રજા હતી.

"તારા હાથે કેમ છે હવે ,બેટા??"સવારનો નાસ્તો કરતા હિરેનભાઈએ પૂછ્યુ.
"નાઉ, આઈ એમ ફાઇન પપ્પા"રાધિકા પણ હજુ ઊઠીને નીચે આવી હતી.આજે સન્ડે હતો એટલે કાંઈ ચિંતા નહતી.
"મે તને કેટલીવાર કહ્યું છે કે તું કાર લઇને કૉલેજ જા. એવું હોય તો તારા માટે ડ્રાઈવર પણ રાખી લઈએ. એટલે કાંઈ ચિંતા નહિ."હિરેનભાઈ કોફી નો એક સીપ લેતા બોલ્યા.
" ઓકે પપ્પા!! પરંતુ ડ્રાઈવર ની કાંઈ જરૂર નથી. હું જાતે જ ડ્રાઇવ કરી લઈશ."

રાધિકા પોતાની કાર લઇને કૉલેજ જઈ રહી હતી. તેણે જોયું કે રસ્તા પર કેટલા માણસોની ભીડ જામેલી હતી. કાર આગળ જઈ શકે એમ હતું નહીં.રાધિકા બહાર નીકળી ત્યાં શું થયું છે એ જાણવા માંગતી હતી.ત્યાંથી પસાર થયેલા એક ભાઈને રાધિકા એ ભીડ વિશે પૂછ્યુ તો ખબર પડી કે કોઈ યુવક બેહોશ પડ્યો હતો અને એમ્બ્યુલન્સ ને કોલ કરી દીધો છે.રાધિકા કુતૂહલવશ તે યુવક કોણ છે એ જોવા ગઈ ત્યાં જઈને જોયું તો એની આંખો ફાટી રહી ગઈ આ તો પેલો જ યુવક હતો જેણે તેની બે વાર મદદ કરી હતી.તે ફટાફટ તેની પાસે ગઈ અને ગાલ થપથપાવા લાગી પરંતુ તેની કાઈ અસર પેલા યુવક પર થઈ નહી.
"પ્લીઝ કોઈ મારી હેલ્પ કરો આમને કાર સુધી લઈ જવામાં." રાધિકા ઉતાવળા સ્વરે બોલી.
" મેડમ, એમ્બ્યુલન્સ આવતી જ હશે."ભીડમાંથી એક વ્યક્તિ બોલ્યો.
"ખબર નહિ એમ્બ્યુલન્સ ને પહોંચતા હજુ કેટલી વાર લાગે, આમ પણ મુંબઇના ટ્રાફિકની તો ખબર જ છે બધાને."

રાધિકા પેલા યુવકને લઈને હોસ્પિટલ પહોંચી ચૂકી હતી. અડધા કલાક જેવું થઈ ગયું હતું.તે ડોક્ટર બહાર ક્યારે નીકળે એની જ રાહ જોતી હતી.થોડીવાર થઈ ત્યાં જ ડોક્ટર બહાર આવતા દેખાયા એટલે રાધિકા ડૉ.પાસે ગઈ.
"તો મિસ.રાધિકા મને પેલા એ કહો તમારો એ યુવક સાથેનો સંબંધ શું છે?" ડૉ.ગંભીર થઈ પૂછતા હતા.
"હિ ઇઝ માય બોયફ્રેન્ડ" રાધિકાએ કાઈ પણ વિચાર્યા વગર જવાબ આપી દીધો.
"મેડમ તમારા bf ને તમારા સાથની જરૂર છે" ડૉ. રાધિકાને પેલા યુવક વિશે માહિતી આપતા બોલ્યા.
"યાર કરણ,મજાક બંધ કર અને સીધી રીતે બોલ હજુ મારે કૉલેજ પણ પહોચવાનું છે." રાધિકા ડોક્ટર કરણને ટપલી મારતાં બોલી.
" મજાક તો તે શરૂ કર્યો હતો પેલાને તારો બોયફ્રેન્ડ કહીને"કરણ પણ હસતા હસતા બોલ્યો.
" એની વે, તેના બધા રીપોર્ટસ નોર્મલ જ છે.ચિંતાની કોઈ વાત નથી.થોડાક દિવસોથી તે કાઈ જમ્યો નહી હોય એવું લાગે છે.અને વીકનેસ જ કારણે તે રસ્તા પર પડી ગયો હશે."કરણ એ મજાક છોડી પેલા યુવકની સાચી માહિતી આપી.
" કાંઈ વાંધો નહી જે પણ કાઈ સિચ્યુએશન એ હું જાણી લઈશ આમ પણ તેણે મારી ઘણી મદદ કરી છે." રાધિકા કરણ સામે ગણગણી રહી હતી.
" ઓહ,તો તેનો મતલબ એમ કે તું આ યુવકને પેલાથી જ જાણે છે એમને? મને તો હતું તુ કોઈક અજાણ્યાની મદદ કરી રહી હશો."
કરણ પ્રશ્નાર્થ નજરે રાધિકા સામે જોઈ રહ્યો.
" અરે બાબા! મને હજુ એનું નામ પણ નથી ખબર પરંતુ તેણે મારી બે વાર મદદ કરી હતી.હું જ્યારે પેહલી વાર તેને મળી ત્યારે જ મને તે સ્ટ્રેસ માં હોય એવું લાગ્યું હતું. બાકી તુ વિચારે એવું કાઈ નથી પાગલ." રાધિકાએ સ્પષ્ટતા કરતા કહ્યું.
"ઓકે સાયકાટ્રિક મેડમ, આપ તો લોગો કો દેખકે જાન લેતી હૈ કી સામને વાલે કે દિમાગ મે ક્યાં ચલ રહા હૈ બસ કભી મેરે મન કી બાત પે હિ ગૌર નહિ કિયા!" કરણ મોં ફુલવતા બોલ્યો.
"નોટંકીબાજ નોટંકી બંધ કર અને તારા પેશન્ટ ને સંભાળ"રાધિકા મજાકમાં કરણ નું નાક ખેંચતા બોલી.
" અરે યાર તારા ચક્કરમાં હું એતો ભૂલી જ ગયો.પેલા તારા ફ્રેન્ડને ગ્લુકોઝનો ડોઝ આપ્યો છે હોંશમાં આવતા કલાક જેવું થઈ જશે.તુ હવે તારા ફ્રેંડને મળી શકે છે" કરણ તારા ફ્રેન્ડ એ શબ્દ પર ભાર આપતા બોલ્યો.
"કાંઈ વાંધો નહી,હું મારા ફ્રેન્ડ ને મળી લઈશ અને તેની સારી એવી સંભાળ પણ રાખીશ હો ને!"રાધિકા પણ એવા જ સૂરમાં બોલી.
"સારું બાય,કાઈ કામ હોય તો બોલવજે અથવા કોલ કરજે." કરણ પોતાનું સ્ટેથોસ્કોપ સરખું કરતા બોલ્યો.
" ઓકે બાય, મારે પણ કૉલેજ જવાનું છે"
કરણ અને રાધિકા સ્કૂલ ફ્રેન્ડ હતા.આમ તો કરણ રાધિકાનો સિનિયર હતો.પરંતુ કરણ નો સ્વભાવ એકદમ મસ્તીખોર હતો એટલે એ બધા સાથે મજાક કર્યા કરતો.

ધીમે ધીમે પેલા યુવકે આંખો ખોલી અને જોયું તો તે હોસ્પિટલમાં બેડ પર સૂતો હતો.તેને હોંશ આવ્યો એટલે નર્સે ડોક્ટરને બોલાવ્યા.
"વોટ્સ યોર નેમ?"કરણ એ તેને ચેક કરતા પૂછ્યું.
"અભય" અભય બેડ પર બેઠો થતા બોલ્યો.
"વેલ મિ.અભય, યુ આર ઓલ રાઇટ નાઉ બટ થોડા દિવસ રેસ્ટ ની જરૂર છે અને પૂરતો ખોરાક લેજો."
"ઓકે ડોક્ટર, આઈ વિલ!! ડૉ. મને બિલ વિશે અત્યારે માહિતી મળી શકે જેથી મને કેશ અરેંજ કરવાની ખબર પડે." અભયે થોડા અચકાટ સાથે પૂછી લીધું.
" ઓકે,હું ડીસચાર્જ પેપર અને બિલ બન્ને મોકલું છું તમે એ ફીલ અપ કરી આપો એન્ડ ટેક રેસ્ટ ઓકે!!" આટલું કહી કરણ ત્યાંથી ચાલ્યો ગયો.
ડૉ.ના ગયા પછી અભયે પોતાનું વૉલેટ કાઢ્યું અને જોયું તો તેમાં ફક્ત 500 રૂપિયા હતા.અભયને સમજમાં નહોતું આવતું કે તે બધું કેવી રીતે મેનેજ કરશે હજુ તેને પોતે જ્યાં રેહતો હતો ત્યાંનું રેન્ટ ચૂકવવાનું હતું અને તેની પાસે ફક્ત 500રૂપિયા જ હતા. એટલામાં નર્સે પેપર લઈને આવી એટલે અભયે પોતાનું વૉલેટ બંધ કરી મૂકી દીધું.અભયે ફોર્મ ભર્યું અને પછી બિલ જોયું તો તે દંગ રહી ગયો કારણ કે બિલ નીચે પેઇડ લખ્યું હતું. તેણે નર્સને બિલ પાછું આપતા કહ્યું,
"તમારી કાંઈ ભૂલ થઈ લાગે છે મે હજુ બિલ પે નથી કર્યું."
"સર,તમારું બિલ એક મેડમે પે કર્યું છે અને આ ચિઠ્ઠી આપી છે."નર્સે ચિઠ્ઠી અભયને આપતા કહ્યું.
અભયે ચિઠ્ઠી ખોલી તો લખ્યું હતું...
આઈ એમ રિયલી સોરી! મારે આજે ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો એટલે તમને મળવા માટે રહી શકી નહોતી.તમે તે દિવસે મારી ખૂબ જ મદદ કરી હતી તેના બદલા માં મારી આ મદદ સાવ નાની કેવાય.
પ્લીઝ ટેક રેસ્ટ એન્ડ બી હેપી.......
રાધિકા.
*

અભય હોસ્પિટલમાંથી જઈ રહ્યો હતો ત્યાં જ ડૉ.કરણ તેને મળ્યા,
" હેય મેન, ટેક કેર" કરણ એકદમ તાજગીભર્યા આવજે બોલ્યો.
" હા, થેંક્યું સો મચ સર" અભયે હેંડશેક માટે હાથ લંબાવ્યો અને આગળ બોલ્યો
" મારું બિલ પે કર્યું એ મેડમ નો નંબર કે કાઈ મળી શકે?"
" કેમ નંબરનું શું કામ છે?" કરણે પોતાનો એક નેણ ઉચો કરતા પૂછ્યું.
" આઈ ડીડન્ટ મીન ધેટ" અભય સ્પષ્ટતાં કરતા બોલ્યો.
"અરે યાર, હું મજાક કરું છું.મને ખબર છે તારે ફક્ત થેંક્યું જ કેહવુ છે.રાધિકા મારી ફ્રેન્ડ છે તેનો નંબર છે મારી પાસે." કરણ અભયના ખભા પર હાથ રાખી હસતા હસતા બોલ્યો.

રાધિકા ક્લાસમાં હતી તેનો મોબાઇલ વાઈબ્રેટ થયો તેને જોયું તો કોઈ અનનોન નંબરમાંથી કોલ હતો.સર ક્લાસમાં હતા એટલે ફોન કાઈ રિસિવ થયો નહિ.કલાક પછી બ્રેક માં રાધિકાએ મોબાઈલ ચેક કર્યોતો તે નંબર માંથી મેસેજ પણ હતો.
થેંક્સ ફોર યોર બિગ હેલ્પ!!!! તમારા પૈસા હું ઝડપથી જ તમને રિટર્ન કરી આપીશ. ---abhay
રાધિકાના મોં પર સ્મિત આવી ગયું અને મનમાં જ બોલી ગજબ છે યાર આ વ્યક્તિ. રાધિકા હજુ નંબર ડાયલ કરવાનુ જ વિચારતી હતી ત્યાં જ સરે બધાને લેબમાં જવાની સૂચના આપી એટલે રાધિકા મોબાઈલ પર્સ માં મૂકી લેબ તરફ જતી રહી.

રાધિકા કલાસમાથી બહાર નીકળી ત્યાં તેને કાંઈક યાદ આવ્યું અને મોબાઈલ હાથમાં લઈને અભયને એક મેસેજ છોડી દીધો.
અભય હજુ પોતાની રૂમ પર જ પહોંચ્યો હતો ત્યાં તેના ફોનમાં મેસેજ પડ્યો એટલે તેણે જોયું તો રાધિકાનો મેસેજ હતો...
લોટસ ગાર્ડન માં હું પાંચ વાગ્યે વેઇટ કરું છું.મારે પૈસા આજે જ જોઈએ એટલે જલદી પરત કરી દેવા વિનંતી..
આટલું વાંચતા તો અભય મુંઝવણ માં મુકાય ગયો.તેને સમજાતું ન હતું કે તે પૈસાનું અરેંજમેન્ટ કેવી રીતે કરશે.અભયે ઘડિયાળમાં જોયું તો ચાર વાગી ચૂક્યા હતા. તે ઊભો થયો અને ગાર્ડનમાં જવા માટે નીકળી ગયો.

અભય ગાર્ડનમાં બેઠો બેઠો વિચારી રહ્યો હતો કે પોતે રાધિકાને શું જવાબ આપશે? રાધિકાએ તેની મદદ કરી હતી અને ખરા દિલથી તે તેના પૈસા પાછા આપવા માંગતો હતો પરંતુ અત્યારે તે પૈસા પરત નહિ કરી શકે તો રાધિકા તેના વિશે શું વિચારશે..?
"હાય..અભય!!" રાધિકા અભય ની બાજુ માં આવીને અચાનક જ બોલી.
"હાય...!!" અભય થોડી વાર તો ઝબકી ગયો અને પોતાના વિચારમાંથી બહાર આવ્યો.
"ઇફ યુ ડોન્ટ માઈન્ડ! આપણે ચાલતા ચાલતા વાત કરીએ?? જો તમારી તબિયત સારી હોય તો જ હં!!" રાધિકાએ અભયની તબિયત નો ખ્યાલ રાખતા પૂછ્યુ.
"ઓકે, આઈ એમ ફાઇન નાઉ!!"અભય ઊભો થયો અને રાધિકા જોડે ચાલવા લાગ્યો.
"હું સાયકાટ્રિક સ્ટુડન્ટ છું. બસ હવે એક વર્ષ બાકી રહ્યું છે.તમે શું કરો છો??" રાધિકા ફ્રેન્ડલી વાત શરૂ કરી.
"હું.....હું...હું..." અભયને કાંઈ સમજાયું નહી કે પોતે શું જવાબ આપે.કારણકે પોતે અત્યારે કાંઈ જ કરી રહ્યો ન હતો.
રાધિકા અભયની સ્થિતિ સમજી ગઈ અને તેને એક બેન્ચ પર બેસાડ્યો અને પોતાની બેગ માંથી પાણીની બોટલ કાઢી પાણી આપ્યું.થોડીવાર અભય ને એમ જ બેસી રેહવાં દઇ રાધિકા બોલી,
"જો તમે કાઈ કેહવા માંગતા હોય તો કહી શકો છો.પ્રોબ્લેમ શેર કરવાથી સોલ્યુશન મળે કે ના મળે પણ મનનો ભાર જરૂર હળવો થાય છે."
અભય થોડીવાર એમનામ જ બેસી રહ્યો અને પછી બોલવાનુ
શરૂ કર્યું,
"હું નાસિક થી MBA પૂરું કરી મુંબઈ જોબ કરવા માટે આવ્યો. મારી ફેમિલી નાસિક જિલ્લાના વસલી નામનાં ગામમાં રહે છે. પપ્પાનું પાંચ વર્ષ પહેલાં હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થયું એટલે ઘરની બધી જવાદારી મારી પર આવી ગઈ હતી. મમ્મી અને બહેન ત્યાં ગામમાં કાંઈક કામ મળી રહે એ કરે.
મુંબઈ મે એક કોમરશિયલ કંપની માં જોબ શરૂ કરી હતી. સેલરી પણ સારી એવી હતી.મારું મેઈન કામ પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનુ હતું.એક પ્રોજેક્ટ હતો અને તેનાથી કંપની ને ઘણો ફાયદો થાય એવું હતું.પરંતુ મે જે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી એ ખબર નહિ પરંતુ કોઈક એ તેની કોપી કરી લીધી અને બીજી કંપની ને સેલ કરી દીધી.આથી સામે વાલી કંપની એ અમારી પર કેસ કરી દીધો અને મારા બોસ ને લાગ્યું કે તે બ્લૂ પ્રિન્ટ મે જ લીક કરી હતી એટલે મને કંપની માંથી કાઢી નાખ્યો.
ત્યાર પછી બીજી ઘણી કંપની માં મે જોબ માટે અપ્લાઈ કર્યું પણ પેલી કંપની તરફથી ખરાબ રિવ્યુ ને કારણે કોઈ પણ કંપની મને જોબ આપવા માટે તૈયાર ન થઈ.અહી રૂમ રાખીને રહું છુ એનું રેન્ટ પણ બે વખતથી ચૂકવવાનું બાકી છે.બહેનના લગ્ન છ મહિના પછી છે.મને એ નથી સમજાતું હું બધું સાંભળીશ કઈ રીતે?
દીદી અને મમ્મી તો લગ્નની તૈયારી માં પણ લાગી ગયા છે એમને એમ જ છે કે મારી તો અહી જોબ એકદમ સરસ ચાલે છે અને કાઈ ચિંતા જેવી વાત નથી.એટલે જ મને તેમને બધી સાચી હકીકત જણાવવામાં ડર લાગે છે.જો એમને મારા વિશે ખબર પડશે તો એમની ખુશીઓ પર પાણી ફરી જશે."
આટલું કહી અભય એમનામ જ બેસી રહ્યો પછી કાંઈક યાદ આવતા ફરી બોલ્યો,
" અને હું તમારા પૈસા પણ જલદી પરત કરી દઈશ પરંતુ મારે એ માટે થોડો ટાઈમ લાગશે."
રાધિકા એ અભય સામે જોયું તો અભય મુંઝવણ ના લીધે બેબશ થઈ બેઠો હતો અને રાધિકાએ નોધ્યું કે તેની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.રાધિકા એ પોતાનો હાથ અભય ના હાથ પર રાખી તેને સધિયારો આપતા કહ્યું,
" મારે એવી કાઈ પૈસાની જરૂર નથી.અને મે અહી તમને પૈસા માટે નહિ પણ એકચ્યુલી થેંકસ કેહવા માટે જ બોલાવ્યા હતા. તમારી એ મદદ સામે તો મારી એ મદદ તો સાવ નાની જ કેવાય."
" થેંક્યું" અભય સ્વસ્થ થતાં બોલ્યો.
"તો એક કામ કરો ને કાંઈક ખુદનો જ બીઝનેસ શરૂ કરી દ્યો એટલે કાઈ પ્રોબ્લેમ જ નહિ." રાધિકા થોડો વિચાર કરતા બોલી.
" પેલા મે પણ આવું કાઇક જ વિચાર્યુ હતું.પરંતુ સેવીંગ એટલી પણ નથી કે કાંઈ લોસ થયો હોય તો એમાંથી બહાર આવી શકું. એટલે જેટલા છે એટલા બહેનના મેરેજ માટે બચાવી રાખ્યા છે."
"હા ,એ પણ છે!!"રાધિકા એ ડોકું હલાવી હા પાડી.
"એ તો કાંઈ થઈ જશે.હવે ઘણો ટાઈમ થઇ ગયો છે તમારે ઘરે પહોચવામાં મોડું થશે." અભય બેન્ચ પરથી ઊભા થતા બોલ્યો.
" ઓહ, સાત વાગી ગયા." રાધિકા ઘડિયાળ માં જોતા બોલી.
"હું તને ડ્રોપ કરી દઉં."રાધિકા કાર ની ચાવી પર્સ માંથી કાઢતાં બોલી. પછી કંઇક યાદ આવતા જીભ બહાર કાઢતા હસતા બોલી,
" વી આર ફ્રેન્ડ્સ નાઉ,રાઇટ? સો, આઈ ડોન્ટ લાઈક ' તમે ' . ઇફ યુ ડોન્ટ માઈન્ડ!"
" ઇટ્સ ઓકે. નો પ્રોબ્લેમ. ફ્રેન્ડ!!" અભય ચેહરા પર સ્મિત લાવી બોલ્યો.

અભય સવારમાં ઊઠ્યો દરરોજની ટેવ મુજબ તૈયાર થયો પરંતુ તેની પાસે ખાસ કાઈ કામ તો હતું નહીં એટલે ન્યૂઝ પેપરમાં જોબ માટેની કોઈ એડ જોઈ ત્યાં ઇન્ટરવ્યુ માટે જવાનું વિચારતો હતો ત્યાં જ તેના ફોનમાં કોઈ અનનોન નંબરમાથી કોલ આવ્યો.
"હેલ્લો સર, હું રોયલ કંસ્ટ્રકશન માંથી વાત કરું છું.તમારે આજે ઈન્ટરવ્યુ માટે દસ વાગે આવવાનુ છે. એડ્રેસ મેસેજ કરું છું."
"ઓકે, પણ......" અભય હજુ આગળ કાઈ બોલવા જાય એ પેહલા ફોન કટ થઇ ગયો.
અભયને કાઈ સમજાયું નહિ કે પોતે તો ક્યાંય પણ એપ્લાઈ કર્યું નહોતું તો પછી આ કય કંપની હશે? એટલાંમાં તો ફોન પર એડ્રેસ નો મેસેજ પણ આવી ગયો.અભયે પોતાની ફાઈલ લીધી અને એક ઉમ્મીદ સાથે ત્યાં જવા માટે નીકળી ગયો.

અભય રિસેપ્શન કાઉન્ટર પર જઈ ઊભો રહ્યો,
"એક્સક્યુઝમી , મને અહીંથી ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો હતો."
" વેઈટ અ મિનિટ સર!!" રિસેપ્શનિસ્ટ એ ટેલીફોન નું રિસિવર હાથમાં લેતાં કહ્યું.
"આગળ જતાં લેફ્ટ સાઈડ પર સર ની ઓફીસ છે.ઓફિસમાં સર વેઇટ કરે છે."રિસેપ્શનિસ્ટ એ ડીરેકશન બતાવતા કહ્યું.

"મે આઈ કમ ઈન, સર?" અભય ઓફીસ નો ડોર ખોલતા પૂછું.
" યસ, કમ એન્ડ ટેક અ સીટ"
" થેંક્યું સર!!"
" લેટસ ઇન્ટ્રોડ્યૂસ યોર સેલ્ફ.." ડિરેક્ટરે ડોક્યુમેન્ટ જોતા પૂછ્યું.
"વેલ, મિ.અભય તમારા ડોક્યુમેન્ટ એન્ડ તમારી કોમ્યુનિકેશન સ્કીલ તમારી પોઝિટિવ સાઇડ બતાવે છે પરંતુ મને તમારા વિશે નેગેટિવ ન્યૂઝ પણ મળ્યા છે.એના વિશે તમે કાઈ કહેશો?"
"શ્યોર સર, આ વાતને કારણે જ બીજી કંપનીએ પણ મને રીજેક્ટ કર્યો હતો.પરંતુ હું જાણું છું કે મે ક્યારેય પણ કાઈ ખોટું કર્યું જ નથી. અત્યારે તો એમને મને ફાયર કરી દીધો પરંતુ એક દિવસ જરૂર તેમની સામે હકીકત આવશે. ધેટ્સ ઇટ!!"અભય એકદમ વિશ્વાસ સાથે બોલતો હતો.
"મોરલ અને ઓનેસ્ટી એ તો હું પણ સમજુ છું પરંતુ આ બિઝનેસ સેક્ટરમાં એની કેટલી વેલ્યુ હોય છે એ પણ મને ખબર છે.
સારું એ બધું છોડો, તો મિ.અભય મને લાગે છે કે તમારામાં સ્કીલ અને કોનફિડેન્સ બન્ને છે પણ એનો મતલબ એમ નથી કે તમને જોબ મળી ગઈ. આ કંપનીમાં એન્ટર થવું કે ના થવું એ તારા જ હાથમાં છે."
" એટલે મને કાઈ સમજાયું નહિ સર?" અભય પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો.
" એટલે એમ કે હું તને થોડું વર્ક આપુ છુ એ તારે હું કવ એટલા સમયમાં અને ઇફેક્ટિવલી કરવાનુ છે પછી હું નક્કી કરીશ કે તુ જોબ માટે યોગ્ય છે કે નહિ ?"
"ઓકે સર, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ!! સર, આઈ હેવ વન કવેસ્શન! કેન આઈ આસ્ક?" અભયના મનમાં થોડી ગડમથલ હતી.
" હા"
" સર, મે તો અહી જોબ માટે એપ્લાઇ કર્યું નહોતું તો પછી તમને મારા વિશે માહિતી કઈ રીતે મળી?" અભયના મનમાં સવારથી જે સવાલ ઘૂમી રહ્યો હતો એના માટે પૂછી જ લીધું.
" મિ.અભય મને લાગે છે તમારે પેહલા હું જે વર્ક આપુ તેના પર વધારે ધ્યાન દેવાની જરૂર છે નહિ કે આવા સવાલ જવાબમાં. તમને એનો જવાબ પણ જલદી મળી જશે. અત્યારે પેહલા મેનેજરને મળી લ્યો એ તમને વર્ક આપી દેશે હું તેને સમજાવી દઈશ."
" ઓકે સર, થેંક્યું !!" અભય ઊભો થઈ ઓફીસ બહાર નીકળી ગયો.

"મમ્મી આજે પપ્પાને આવતા બહુ મોડું થઈ ગયું" રાધિકા લિવિંગ રૂમમાં બેસી ટીવી જોઈ રહી હતી.
" એમને આજે એક મિટિંગ હતી એટલે હવે આવતા જ હશે." મમ્મી કિચન માંથી બહાર આવતા બોલ્યા.
એટલાંમાં જ ગાડીનો અવાજ આવ્યો અને હિરેનભાઈ આવી ગયા.
"પપ્પા આટલું કોઈ લેટ કરતું હશે અહી મને કેટલી ભૂખ લાગી હતી.પેટમાં ઉંદરડા બોલવા લાગ્યા છે." રાધિકા તેના પપ્પાને ખીજાતા બોલી.
"અરે મારી ગુડીયા, તો જમી લેવાયને બેટા!!" પપ્પા રાધિકાના માથે હાથ ફેરવતા બોલ્યા.
" તમને ખબર ને મને તમારા વગર જમવું ના ભાવે" તો રાધિકા ઊભી થઈ પપ્પાને હગ કરતા બોલી.
" હા, હા , પપ્પા વગર તો ના જ ફાવે ને? મમ્મી તો જાણે કાઈ જ નહી ?" મમ્મી મોં મચકોડતા બોલ્યા.
" અરે મમ્મી તારી વગર તો રસોઈ જ ના બને એટલે તુ તો પેલા જોઈએ."રાધિકા મમ્મીનાં ગળે લટકાઈને બોલી.
"એટલે તને રસોઈ ની પડી છે એમને મમ્મીની નહિ?" મમ્મી રાધિકાને ટપલી મારતાં બોલ્યા.
"ના એવું નહિ હવે, યુ આર ધી બેસ્ટ!!" રાધિકા મમ્મીને કિસ કરતા બોલી.
" સારું, હવે હું ફ્રેશ થઈ ને આવું છું જલદી જમવાનું રેડી કર મારી ગુડિયા ને ભૂખ લાગી છે." હિરેનભાઈ પોતાની રૂમ તરફ જતા બોલ્યા.
" યુ આર રાઇટ ,બેટા!! હિ ઇઝ અ વેરી પોટેન્શિયલ ગાય." હિરેનભાઈ એ અભય વિશે રાધિકાને જણાવતા કહ્યું.
" એ તો હું તેને જ્યારે પેહલીવાર વાર મળી ત્યારે જ જાણી ગઈ હતી.પરંતુ હવે તો મને તેની મુઝવણ પણ ખબર પડી ગઈ એટલે મને લાગ્યું કે તમે તેને જરૂર મદદ કરશો." રાધિકા જમતા જમતા વાત કરી રહી હતી.
" કોઈ મને પણ કહેશો કે કોની વાત થઈ રહી છે ?" મમ્મી પણ જાણવા આતુર હતા.
" તુ તેને નથી ઓળખતી."હિરેનભાઈ એ વચ્ચે જ અટકાવતા કહ્યું.
" ના, મમ્મી તું ઓળખે છે તેને ! ખબર તે દિવસે રાતે મને વાગ્યું તુ ત્યારે મને જે ઘરે છોડવા આવ્યો હતો એની જ વાત કરીએ છીએ." રાધિકા એ મમ્મીને યાદ કરાવતા કહ્યું.
" અચ્છા, હા યાદ આવી ગયો. થોડીવાર પણ અહી ઊભો રહ્યો નહતો." મમ્મી પણ યાદ કરતા બોલ્યા.


રાધિકા પોતાનું હોમવર્ક પૂરું કરી સૂવાની તૈયારી કરી રહી હતી.તેને પોતાનો મોબાઇલ લઈ જોયું તો અભયનો મેસેજ હતો.
"હાય, મને જોબ મળી ગઈ છે.ખબર નહિ એ કંપની વિશે તો મને કાઈ જ ખબર ન હતી.સામેથી જ મને ત્યાં બોલાવ્યો હતો. બોસ નો સ્વભાવ બહુ જ સારો છે.મને લાગે છે યુ આર લકી ફોર મી! મને લાગ્યું તને મારા આ ખુશીના સમાચાર આપવા જોઈએ એટલે મેસેજ કર્યો.
અને થેંક્યું સો મચ!! સાચે તે દિવસે મારો પ્રોબ્લેમ શેર કર્યો એટલે મનને ઘણી શાંતિ થઈ ગઈ હતી અને હવે તો જોબ પણ મળી ગઈ એટલે ડબલ મજા!!😊🥳"
રાધિકા ખાલી તેના મેસેજ વાંચી સમજી શકતી હતી કે એ કેટલો ખુશ હશે અને રાધિકા પણ અંદર થી ખુશ થઈ ગઈ.
" વાઉ, ઇટ્સ ગ્રેટ ન્યૂઝ!! હવે હું પાર્ટી તો પાક્કી લઈશ!" રાધિકા તેને હકીકત જણાવવા માંગતી નહતી એટલે અજાણ બની જ વાત કરી.
"શ્યોર"અભયને તો આજે ખજાનો મળી ગયો હોય એટલી ખુશી હતી.

અભયે રોયલ કંસ્ટ્રકશન કંપની માં જોબ શરૂ કર્યાને પાંચ મહિના જેવું થવા આવ્યું હતું. કંપનીમાં તેની પોસીશન હવે અડવેરટાઇઝિંગ મેનેજર ની હતી. કંપની સેલેરી પણ સારી એવી આપતી હતી એટલે અભયને હવે કાઈ જ ચિંતા નહતી.બહેનના મેરેજ ની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.પરંતુ તે સાંજે રાધિકાને કોલ અથવા મેસેજ કરવાનુ ક્યારેય ભૂલતો નહિ.આખો દિવસમાં જે બન્યું હોય તે બધું રાધિકાને જણાવી દેતો. એ જાણતો હતો અહી કોઈ જો તેને સારી રીતે સમજી શકતું હોય તો એ બસ રાધિકા જ હતી.ક્યારેક કાઈક પ્રોબ્લેમ જેવું લાગે તો પણ બેજીજક કહી દેતો તેને ખબર હતી રાધિકા તેના પ્રોબ્લેમ નું સોલ્યુશન જરૂર લાવી દેશે. અને સામે રાધિકા પણ તેને બધું જણાવતી અને તેની બધી વાત સાંભળી તેને મદદ કરવાની કોશિશ કરતી.

અભય અને રાધિકા આજે ફરી પેલા લોટસ ગાર્ડનમાં બેઠા હતા.પરંતુ જ્યારે તે પેહલા મળ્યા તે દિવસ અને આજના દિવસમાં જમીન આસમાનનો તફાવત હતો.તે દિવસે તો અભય એકદમ ધોયેલા મૂળા જેવો મો લટકાવી બેઠો હતો અને આજે તો ખુશી તેના મોં પરથી દૂર જવાનું નામ નહોતી લઈ રહી.તે દિવસે તો અભય અને રાધિકા બન્ને એકબીજાથી અજાણ હતા જ્યારે આજે તો લગભગ એકબીજા વિશે બધું જાણતા મિત્રો હતા.
"તો ડૉ.રાધિકા આ રહી બિલની રકમ અને સાથે આટલા દિવસનું વ્યાજ પણ .." અભયે વોલેટમાંથી હજુ સાચવી રાખેલું બિલ તથા પૈસા આપતા કહ્યું.
" ઓહ માય ગોડ!! આ બિલ પણ તે હજુ સાચવી રાખ્યું છે. માન ગયે આપકો બોસ!!" રાધિકાએ સેલ્યુટ આપતા કહ્યું.
" અરે ડૉ.તમારી ફિસ કઈ રીતે ભૂલાય!!" અભયે બીજા વધુ રૂપિયા કાઢી રાધિકાને આપ્યા.
" Fees??" રાધિકાને સમજાયું નહિ.
"તમે જે મારો અત્યાર સુધી ઇલાજ કર્યો એના.મને ડિપ્રેશન માંથી બહાર લાવવામાં મદદ કરી તેની ફીસ ડૉ." અભય હસતા હસતા બોલ્યો.
" ઓહ, અચ્છા!! પણ આટલામાં મારી ફી ચૂકવાય એમ નથી.હું થોડી વધારે જ એક્સપેન્સિવ છું."
" તો તમે બોલો મેડમ?" અભયે રાધિકા સામે ભવા ઊંચા કરતા પૂછ્યુ.
" ધેન લેટ્સ ગો એટ સ્ટારબક્સ કોફી શોપ." રાધિકા પોતાના વાળ સરખા કરતા બોલી.

બન્ને કોફી શોપ માં આવી બેઠા હતા ઓર્ડર પણ અપાય ગયો હતો. વિકેન્ડ હતો એટલે બધી બાજુ ભીડ પણ ખાસ્સી હતી.બન્ને વાતો કરી રહ્યા હતા ત્યાં જ અભયના ફોનમાં તેના બોસ નો ફોન આવ્યો અભયે વાત કરી ફોન મૂક્યો.
"આઈ એમ સોરી! બોસ નો કોલ હતો કાંઈક કામ છે એટલે જવું પડશે." અભય થોડો નિરાશ થતા બોલ્યો.
" બટ આજે તો હોલીડે છે. બોસ ને કહી દે હું ફ્રી નથી અત્યારે." રાધિકા અભયનું રીએક્શન જોવા માંગતી હતી.
" ના યાર! કાઈક જરૂરી કામ હશે તો જ બોલાવ્યો હશેને. એમને મારી પર વિશ્વાસ છે એ હું કઈ રીતે તોડી શકું?" અભય રાધિકાને સમજાવતા બોલ્યો.
" આવા તે કેવા બોસ હશે જે એમ્પ્લોય ને વીકેન્ડમાં પણ કામ કરાવે." રાધિકા મોં મચકોડતા બોલી.
" હિ ઇઝ રીયલી ગ્રેટ પરસન!! સારું આ કાર્ડ લે અને બિલ પે કરી દેજે. આપણી કોફી હજુ બાકી.આઈ એમ રિયલી સોરી!!" અભય ક્રેડિટ કાર્ડ ટેબલ પર રાખી નીકળી ગયો.
રાધિકા અભયને જતો જોઈ રહી.અને મનમાં જ હસતા હસતા બોલી,
" ગજબ છે યાર આ વ્યક્તિ"
રાધિકા ઘરે આવી હજુ સોફા પર બેઠી જ હતી ત્યાં તેના પપ્પાનો કોલ આવ્યો.
" બેટા, મારા રૂમમાં જઈ જો તો બેડ પર એકય ફાઈલ પડી છે ?"
" હા" રાધિકાએ રૂમમાં જોઈ કહ્યું.
" અરે ફાઈલ તો ઘરે ભૂલાય ગઈ છે. એક કામ કર ઓફીસ આવી આપી જા.આમ પણ અભય પણ ઓફીસ આવતો જ હશે આજે એને પણ ખબર પડી જાય કે તેને જોબ કોના રેફરેન્સ થી મળી હતી." હિરેનભાઈ હસતા હસતા બોલ્યો.
"હા, અત્યારે અમે બન્ને સાથે જ હતા. સારું હવે હું ત્યાં આવું પછી બીજી વાત." રાધિકા ફાઈલ હાથમાં લઈ દાદરો ઉતરી ગઈ.


" સર, કાઈ ઇમ્પોર્ટન્ટ કામ હતું?" અભય ઓફીસમાં આવી ચેર પર બેસતા બોલ્યો.
" હા,એક જરૂરી પેપર વર્ક ડિસ્કસ કરવાનુ હતું પણ ફાઈલ હું ઘરે ભૂલી ગયો" હિરેનભાઈ પાણીનો ગ્લાસ હાથમાં લેતા બોલ્યા.
" તો હું લઈ આવું , સર??" અભય વિનમ્રતા થી બોલ્યો.
" ના, મારી ડોટર ને કોલ કર્યો હતો એ આવે છે ફાઈલ લઈને."

થોડીવારમાં રાધિકા ઓફીસ પહોંચી ગઈ અને ડોર ખોલતા પૂછ્યું,
" મે આઈ કમ ઈન સર?"
" અરે કમ ઈન , બેટા." હિરેનભાઈ એ હાથ ઊંચો કરી અંદર આવવાનો ઈશારો કર્યો.
અભયને અવાજ જાણીતો લાગ્યો પરંતુ તેણે પાછળ વળી જોવાનું ઠીક લાગ્યું નહિ એટલે એમ જ બેસી રહયો.
"બેટા, આ મારી કંપની નો બેસ્ટ એમ્પલોય છે અભય." હિરેનભાઈ એ અભયની ઓળખાણ આપતા કહ્યું.
" ઓહ,હેલ્લો અભય!!" રાધિકા હજુ અભયની પાછળ જ ઊભી હતી.
"હેલ્લો............" અભયે પાછળ ફરી જોયું તો શબ્દો એના મોં માં જ રહી ગયા.
" રાધિકા....... તુ અહી કેમ ??" અભય રાધિકાને અહી જોઈ ચોંકી ગયો.
" ઓહ....!! તો હવે સમજાયું તે જ સર ને મારા વિશે કીધું એમને !! તો એનો મતલબ એમકે રાધિકા જ તમારી ડોટર છે એમને !!" અભયે હિરેનભાઈ સામે જોયું તો તેઓ હસતા હસતા ડોકું હલાવતા હતા.
" ઓહ માય ગોડ!! રાધિકા તે અત્યાર સુધી મને કેમ કાઈ ન કીધું!!" અભય હજુ શોક માં જ હતો.
" અરે, ધીમે અભી ધીમે!! " રાધિકાએ તેને પેહલા થોડો શાંત પાડ્યો.
" થેંક્યું સો મચ્ સર એન્ડ થેંક્યું રાધિકા !!"હજુ અભયના માન્યા માં કાઈ આવતું નહતું.
પછી ક્યાંય સુધી ત્રણેય બેસી વાતો કરતા રહ્યા.આમ પણ હવે અભયને ઑફિસમાંથી બહેનના મેરેજ માટે રજા જોઈતી હતી એટલે એ માટે પણ પૂછી લીધું.
"સર, તમારે બધાને મેરેજમાં આવવાનુ જ છે." અભયે લગ્નનું આમંત્રણ આપતા કહ્યું.
"સારું, ત્યારે જોઈએ ફ્રી હશું તો ચોક્કસ આવીશ."હિરેનભાઈ એ રિવોલવિંગ ચેરમાં લંબાવતા કહ્યું.
" સર, તો રાધિકાને તો મારી જોડે આવવા દેજો? મારા ખ્યાલ મુજબ આમ પણ તેને હમણાં રજા છે."અભયે રાધિકાને પોતાની સાથે પોતાને ગામડે લઈ જવા માંગતો હતો.
" એ તો તારે રાધિકાને પૂછવાનું તેને જે યોગ્ય લાગે એ કરે." હિરેનભાઈ એ રાધિકા પર બધું ઢોળતા કહ્યું.
" હા, આમ પણ મારે હમણાં વેકેશન છે એટલે હું તો અભય જોડે જ જઈશ.આમ પણ હું ક્યારેય ગામડે રહી નથી અને ગામડાના ટ્રેડિશનલ મેરેજ જોયા નથી. એટલે હું થોડો ટાઈમ અભય જોડે ત્યાં રહીશ." રાધિકા એકદમ ખુશ થતા બોલી.
" ઓકે, બેટા! તને જે સારું લાગે એ કરજે." હિરેનભાઈ એ રાધિકાને જવા માટેની મંજૂરી આપી દીધી.


સાંજના પાંચ વાગ્યા હતા.અભય અને રાધિકા વસલી પહોંચ્યા. રાધિકાની કાર અભયના ઘર પાસે આવી ઊભી રહી. અભયના મમ્મી અને બહેન ઘરમાંથી દોડતા બહાર આવ્યા.અભય કેટલા ટાઈમ પછી ઘરે આવ્યો હતો.પરંતુ અભય સાથે કોઈ અજાણી છોકરી જોઈ તેમને થોડી નવાઈ લાગી.અભયને તેની
મમ્મી નો પ્રશ્ન સમજાય ગયો એટલે તે રાધિકાની ઓળખાણ કરાવતા બોલ્યો,
" મમ્મી, આ રાધિકા છે, મારી ફ્રેન્ડ છે અને મારા બોસની ડોટર છે."
" નમસ્તે આન્ટી!"રાધિકા બે હાથ જોડી નમસ્તે કરતા બોલી.
" અરે બેટા, આવ આવ!! આવવામાં કાઈ તકલીફ તો નથી થઈ ને? અમારે અહી ગામડાના રસ્તા થોડા ખરાબ છે એટલે." રમાબેન રાધિકાને ઘરમાં લઈ ગયા.
" ના , ના આન્ટી!! બસ થોડી થાકી ગઈ છું બાકી તો એકદમ સારું છે." રાધિકા કાજલના હાથમાંથી પાણીનો ગ્લાસ લેતા બોલી.
" સારું, તમે બન્ને ફ્રેશ થઈ જાવ.હું તમારી બન્ને માટે નાસ્તો તૈયાર કરું છું." રમાબેન રાધિકાને ટુવાલ આપતા કહ્યું.

રાધિકા આટલું લાંબુ ટ્રાવેલિંગ કરી થાકી ગઈ હતી એટલે નાસ્તો કરી એ સુવા માટે જતી રહી.રાધિકાની આંખ ખુલી ત્યારે બધી બાજુ અજવાળું હતું. તેણે ઘડિયાળમાં જોયું તો સવારના સાત વાગી ગયા હતા. તે ઊઠી રૂમ બહાર આવી ત્યાં રમાબેન અને કાજલ પુરી વણી રહ્યા હતા.રાધિકાને ઉઠેલી જોઈ રમાબેન બોલ્યા.
"અરે, બેટા! તુ ઊઠી ગઈ. સારું, કાજલ ગરમ પાણી કાઢી દે છે તુ નાહી લે."
" હા , આન્ટી! તમે અત્યારમાં આ પુરી કેમ બનાવી રહ્યા છો?" રાધિકાએ કુતુહલવશ પૂછ્યું.
" બેટા, આને સુવાળી કેવાય. આ બધી લગ્ન માટેની તૈયારી કરીએ છીએ. અહી બધું ઘરે જ બનાવી એ. એટલે હવે બધી તૈયારી શરૂ કરી દીધી." રમાબેન રાધિકાને સમજાવતા કહ્યું.

રાધિકા નાહીને આવી ત્યાં રમાબેન એ તેની માટે નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો.નાસ્તો કરી અભય ક્યાંય દેખાયો નહી એટલે રાધિકાએ અભય વિશે પૂછ્યુ. તો ખબર પડી કે અભય ઘરથી થોડે દૂર ખેતર હતું ત્યાં ગયો હતો.રાધિકા પણ નાસ્તો કરી અભય પાસે ગઈ. રાધિકાએ જઈ જોયું તો અભય લાકડા ભેગા કરી રહ્યો હતો
રાધિકા તો અભયને જોઈ જ રહી.
" ગુડ મોર્નિંગ, અભી!!" રાધિકા અભય પાસે આવતા બોલી.
" વેરી ગુડ મોર્નિંગ!! નીંદર તો સરખી થઈને?" અભય લીમડાના છાયે બેસતા બોલ્યો.
" હા યાર! એકદમ મસ્ત નીંદર થઈ ગઈ.નાઉ આઈ એમ ફાઇન!! તે સાંજે મને ઉઠાડી કેમ નહિ?? મારી આંખ ખુલી ત્યાં તો સવાર થઈ ગઈ હતી. મે કેટલી નીંદર કરી!!" રાધિકા પણ અભયની બાજુમા આવી બેસી ગઈ.
" હું આવ્યો હતો સાંજે તને જમવા માટે ઉઠાડવા પણ તુ એકદમ મસ્ત શાંતિ થી સૂતી હતી એટલે ડિસ્ટર્બ ના કરી." અભયે કહ્યું.
" તને જોઇને લાગે નહિ કે આ એ જ અભય હશે જે મુંબઈમાં એક મોટી કંપની માં જોબ કરી રહ્યો છે." રાધિકા હસતા હસતા બોલી.
" નાનો હતો ત્યારે પપ્પા સાથે આવતો એટલે થોડી ઘણી ખબર પડે પછી તો નાસિક જતો રહ્યો એટલે મારે કાઈ ખેતર આવાનું થાય નહિ. મમ્મી અને દીદી જ બધું સંભાળે. આ તો થોડી ઘણી મદદ કરું. લગ્નમાં રસોઈ માટે લાકડા જોઈશે એટલે અત્યાર માં આવી એ ભેગા કરતો." અભય રાધિકાને સમજાવતા બોલ્યો.
" ખરેખર અહી મજા આવે એવું છે. એકદમ શાંત અને રમણીય વાતાવરણ. શહેરની કોલાહલથી એકદમ દૂર અને એકદમ ફ્રેશ એટમોસ્ફિયર. મુંબઈની ભીડથી સાચે થાકી ગઈ હતી અહી આવી સાચે આઈ ફીલ બેટર!!" રાધિકા સવારના ખુશનુમા વાતાવરણને માણતા બોલી.

લગ્ન પૂરા થઈ ગયા હતા. અભયના બહું કેહવાથી હિરેનભાઈ અને સીમા બેન પણ લગ્નમાં આવ્યા હતા.પછી રાધિકા તેના પપ્પા જોડે જ મુંબઈ પાછી જતી રહી હતી. અભય પણ હવે મુંબઈ પાછો આવી ગયો હતો અને બધા ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં. રાધિકાની પણ ફાઇનલ યરની એક્ઝામ હતી એટલે એ પણ પ્રિપરેશન માં લાગી ગઈ હતી.દિવસો આમ જ પસાર થઈ ગયા.

રાધિકા પોતાના રૂમ માંથી ઊઠીને નીચે આવી અને સોફામાં પોતાના પપ્પા પાસે ગોઠવાઈ ગઈ. રાધિકાની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી એટલે આજે શાંતિ થી દસ વાગ્યે ઊઠી નીચે આવી હતી અને ઓફીસ રજા હોવાથી હિરેનભાઈ પણ ઘરે હતા.
" ગુડ મોર્નિંગ બેટા! સારું તુ જલદી ઊઠી ગઈ. તારે માટે એક સરપ્રાઈઝ છે."
" વાઉ!! શું સરપ્રાઈઝ છે ?" રાધિકા ખુશ થતા બોલી.
" એ હું કહી દઉ તો સરપ્રાઈઝ ના રહે ને." હિરેનભાઈ હજુ આટલું બોલ્યા ત્યાં જ બારણે ડિલિવરી બોય આવી ઊભો રહ્યો. હિરેનભાઈ એ તેની પાસેથી એક કવર લીધું.
" બેટા! આ તારા માટે." હિરેનભાઈ કવર રાધિકાના હાથમાં આપતા બોલ્યા.
" આ શું છે વળી?" રાધિકા એકદમ ખુશીથી કવર ખોલતા બોલી.
રાધિકા એ કવર ખોલી જોયુતો તેમાં ઘણા બધા છોકરાના ફોટાઓ અને બાયો ડેટા હતા.
" પપ્પા, આ શું??" રાધિકાને કાઈ સમજાયું નહિ.
" અભયની બહેનના મેરેજ માંથી આવ્યા પછી મારી અંદર રહેલો બાપ પણ જાગી ગયો.આમ પણ તારું સ્ટડી હવે પૂરું થઈ ગયું છે. તને જે વ્યક્તિ યોગ્ય લાગે એની જોડે જ વાત કરવાની છે. એમ ક્યારેય તને કાઈ વાતની ના કહી નથી. તારા ધ્યાન માં બીજો કોઈ સારો છોકરો હોય તો પણ અમને કાઈ વાંધો નથી. તારી ખુશી જ અમારે માટે સૌથી મહત્વની છે." અત્યારે જાણે હિરેનભાઈ નહિ પરંતુ એમની અંદર રહેલા એક પિતા બોલી રહ્યા હતા.
" પણ પપ્પા, આમ અચાનક હજુ તો મે કાઈ આવું વિચાર્યુ જ નથી." રાધિકાને કાઈ ખબર પડતી નહતી કે તે શું બોલે એટલે તેના પપ્પા ના ખભે માથું મૂકી બેસી ગઈ.
"તારું કરિયર તો આમ પણ તે શરૂ જ કરી દીધું છે. અને તુ જ્યાં સુધી અમારી જોડે રહીશ ત્યાં સુધી તો અમારી ગુડિયા જ રેહવાની." હિરેનભાઈ રાધિકાના માથે હાથ ફેરવતા બોલ્યા.
" હવે તો અભય પણ નથી રહ્યો એટલે મારે કોઈ સારું વ્યક્તિ ગોતવું પડશે જે મારી દીકરી સાથે મારો બીઝનેસ પણ સંભાળે." હિરેનભાઈ ફોટાઓ જોતા બોલ્યા.
" અભય નથી એટલે ?? અભી ક્યાં ગયો??" રાધિકા આટલું સાંભળતા તો અચાનક બેઠી થઇ ગઇ.
" તેણે જોબ છોડી દીધી. અને હવે તો મુંબઈ છોડીને પણ જઈ રહ્યો છે." હિરેનભાઈ એ અભય વિશે જણાવતાં કહ્યું.
" પરંતુ કેમ ?? તેણે મને તો કાઈ કહ્યું નહિ? એ આમ અચાનક કાઈ કીધા વગર થોડી ના જઈ શકે? તેણે મારી સાથે કાઈ વાત પણ ના કરી અને જતો રહ્યો." રાધિકા રડુ રડુ થઈ ગઈ.
"એમાં શું થઈ ગયું? થોડું કાઈ તને બધું જણાવે. કદાચ તારે એક્ઝામ હતી એટલે તને ડિસ્ટર્બ નહિ કરી હોય." હિરેનભાઈ એ રાધિકાને સમજાવતા કહ્યું.
" નહિ પપ્પા એને એક વાર તો મને કેહવુ જોઈતું હતું ને.આમ અચાનક મને છોડીને ચાલ્યો ગયો." રાધિકાનો ચહેરો એકદમ લાલ થઈ ગયો હતો.
" તને છોડીને એટલે ?? અભય તો તારો ઓનલી ફ્રેન્ડ જ હતો ને ? કે કાઈ વધારે?" હિરેનભાઈ રાધિકાને પૂછ્યુ.
"હા ફ્રેન્ડ જ!! અભી એ તો મારો ઑનલી ફ્રેન્ડ જ હતો....ફ્રેન્ડ.." રાધિકા મનમાં જ ગણગણતા બોલી.
" બેટા, હજુ એકવાર તારા દિલને પૂછી લે." હિરેનભાઈ એ રાધિકાને પાણી આપ્યું.
" ખબર નહિ પપ્પા અમે તો હજુ ફ્રેન્ડ જ છીએ.પરંતુ ખબર નહિ એ આમ જતો રહ્યો એમ સાંભળી જાણે હૃદય એક થડકારો ચૂકી ગયું હોય એવું લાગ્યું." રાધિકા થોડું પાણી પી ને બોલી.
"તારી કમજોરી છું છે એ તુ જાણવા માંગે છે?" હિરેનભાઈ રાધિકાના સામે જોઈ બોલ્યા.
રાધિકા એ એમ જ ડોકું હલાવ્યું.
" તારો બાળપણથી શોખ રહ્યો છે બીજાના મનની વાત જાણવાનો તેના પ્રોબ્લેમ દૂર કરવાનો અને મોટા થઈ તે તારું કેરિયર પણ એમાં જ શરૂ કર્યું પરંતુ તે ક્યારેય તારા મનની વાત જાણવાની કોશિશ જ નથી કરી. તારું દિલ શું કહે છે? એક વાર એને તો પૂછ.તારી ખુશી કોની સાથે રેહવામાં છે? પેહલા તારે તારી સાથે વાત કરવાની જરૂર છે. તો જ તારે શું જોઈએ છે એ તને ખબર પડશે."
રાધિકા હજુ એમનામ જ બેઠી હતી.
"અભય સારો છોકરો છે. મને એ પસંદ છે.એ તને હંમેશા ખુશ પણ રાખશે." હિરેનભાઈ રાધિકા માથે હાથ મૂકતા બોલ્યા.
" પપ્પા!!!" રાધિકા તો શોકથી હિરેનભાઈ સામે જોઈ જ રહી.
" તને શું લાગે છે બેટા? તુ એક જ તારા મનની આ વાત થી અજાણ છો.દીકરીના મનની વાત જાણવા માટે પિતાને કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી. મે તને હંમેશા અભય સાથે ખુશ જોઈ છે."
" પણ પપ્પા, અભય તો મને કહ્યા વગર જતો રહ્યો હવે ??" રાધિકા હિરેનભાઈ ના ખભે માથું રાખી મો લટકાવી બેસી ગઈ
" એ હજુ ગયો નથી. મે બી અત્યારે રેલ્વે સ્ટેશન પર હશે. એની ટ્રેન ને હજુ થોડીવાર છે. એને તારા દિલની વાત કહી રોકી લે." હિરેનભાઈ ઘડિયાળમાં જોતા કહ્યું.
રાધિકા કારની ચાવી હાથમાં લઈ ફટાફટ ઊભી થઈ ગઈ અને કાર લઈ ઝડપથી રેલવે સ્ટેશન પહોંચી ગઇ. રાધિકાએ પ્લેટફોર્મ પર નજર કરી તો અભય એક બેન્ચ પર ટ્રેન નો વેઇટ કરતો બેઠો હતો. રાધિકા અભય પાસે ગઈ અને તેની બાજુમાં બેસી ગઈ.
"રાધિકા , તુ અત્યારે અહી ??" અભયને જાણે શોક લાગ્યો હોય એમ પૂછ્યુ.
"હા, તુ મને કીધા વગરનો જઈ રહ્યો હતો એટલે લાગ્યું એકવાર ગુડ બાય કહી દઉં." રાધિકા મોં ફુલાવીને બોલી.
"અરે યાર, સોરી !! એવું કાઈ નથી મને થયું તને ક્યાં ડિસ્ટર્બ કરવી એટલે." અભય માફી માંગતા બોલ્યો.
" અત્યારે તે હવે મને પૂરેપૂરી ડિસ્ટર્બ કરી દીધી એનું શું હવે ? તે એકવાર પણ વિચાર્યુ તુ આમ અચાનક જતો રહીશ તો મારું શું થશે?" રાધિકા રડવા લાગી.
અભય તો થોડી વાર રાધિકા સામે જ જોઈ રહ્યો અને પછી તેને ખેચીને ગળે લગાડી દીધી.રાધિકા અભયને વળગીને ક્યાંય સુધી રડતી રહી.અને અભય પણ એમ જ બેસી રહયો. ત્યાં અભયના ફોનમાં રીંગ વાગી જોયું તો ડિસ્પ્લે પર બોસ લખ્યું હતું.અભયે કોલ રીસિવ કર્યો અને કહ્યું,
"પપ્પા, ઓલ ઓકે!!"
રાધિકા તો અભય સામે જ જોઈ રહી એને કાઈ સમજાયું નહિ.કે આમ અચાનક અભયે હિરેનભાઈ ને પપ્પા કેમ કહ્યું.
અભયે ફોન મૂકી રાધિકા સામે જોયું તો રધિકા તો તેની સામે જ મીટ માંડીને બેઠી હતી.અભય હસતા હસતા બોલ્યો,
"તને શું લાગે છે રાધી!! હું તો તને ઘણા સમય પહેલા થી ચાહવા લાગયો હતો.પરંતુ હું ક્યારેય તારા જેવી દોસ્ત ખોવા નહોતો માંગતો એટલે કેહવાથી ડરતો. એટલે મેં ડાયરેક્ટ સર જોડે જ વાત કરી એમને મારા દિલની વાત જણાવી.અને એમને વિશ્વાસ હતો કે તું પણ મને ચાહવા લાગી હતી પરંતુ પોતાના દિલની વાત થી અજાણ હતી એટલે જ તને પ્રેમનો અહેસાસ કરાવા માટે જ સરે આવો પ્લાન બનાવ્યો હતો." અભયે રાધિકાનો ચહેરો પોતાની બન્ને હથેળીમાં લઈને કહ્યું.
"અભી, સાચે જ હું પણ મારા દિલથી અજાણ હતી.પણ મને હવે પ્રેમનો ખૂબસૂરત અહેસાસ થઈ ગયો છે."
રાધિકા અને અભય એકબીજાને ભેટી ક્યાંય સુધી રેલ્વે પ્લેટફોર્મ પર બેસી રહ્યા.


Thank you!!!!
*****