બદલાથી પ્રેમ સુધી - 24 - અંતિમ ભાગ Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

બદલાથી પ્રેમ સુધી - 24 - અંતિમ ભાગ


નાઘવેન્દ્ર તેના ભૂતકાળ વિશે તેના જ શબ્દો માં જોઇએ.....

ગૌરવ મારો એક નો એક દીકરો વર્ષો પહેલા હું રૂપિયા થી ગરીબ ભલે હતો પરંતુ મારી પાસે મારી સાચી મૂડી મારો પરિવાર હતો.કેટલો સુખી અને નાનો પરિવાર હતો મારો કોઈ ને પણ મારી ખુશી ઓની ઈર્ષ્યા આવ્યા વગર કેવી રીતે રહી શકે હું મારી પત્ની અને મારો એકનો એક દીકરો ગૌરવ.

ગૌરવ માં નામ પ્રમાણે જ ગુણ હતા તે દરેક રીતે મારા પરિવાર નું માન હતો મારુ ગુરુર હતો મારો એક પીયૂન તરીકે પગાર ભલે ઓછો હતો પરંતુ અમે અમારી ઝીંદગી માં ખુશ હતા એક બાજરી ના રોટલા ના ત્રણ કટકા કરીને અમે ખુશી ખુશી રહેતા હતા અને દુનિયામાં આવતી મુશ્કેલીઓ નો સામનો કરતા બધું ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું ગૌરવ ની મેડિકલ કોલેજ નું છેલ્લું વર્ષ પતે પછી એ હાર્ટ નો ડોક્ટર બનીને વિદેશ જવા ઇચ્છતો હતો.

તેને આગળ ભણવા માટેનો ખર્ચો પણ સરકાર કરવાની હતી તે દિવસ ને હું આજે પણ નહીં ભૂલું તે દિવસે ગૌરવ ને કોલેજ માં ગોલ્ડ મેડલ મળવાનો હતો અમે બધા બવું ખુશ હતા હું મારી પત્ની અને ગૌરવ અમે ત્રણેય કોલેજ જવા નીકળ્યા સવારનો અગિયાર વાગ્યા આસપાસ નો સમય હતો કોલેજ નો રસ્તો પણ ઘરથી દૂર હતો ગૌરવે મને કહ્યું .....

"પપ્પા તમે અને મમ્મી અહીજ ઉભા રહો હું સામે ના રોડ થી ટેક્સી લઈ ને આવું છું"

મારો દીકરો સાવચેતીપૂર્વક જ ઝીબ્રાક્રોસિંગ રોડ પરથી જઈ જ રહ્યો હતો...ત્યાં મારી આંખો ની સામે જ એક કાર આવે છે અને મારા દીકરા ને રસ્તાની વચ્ચે સુવડાવી ને દોડી જાય છે. એક પળમાં જ મારો દીકરો લોહીથી લથપથ હાલત માં ત્યાં મોત ની વચ્ચે લડતો મેં જોયો .

હું તરત જ જોયો તેના લોહી લુહાણ માથા ને મારા ખોળા માં લેતા મેં કહ્યું

"તું ઘભરાઈશ નહિ હું છું ને તને કંઈ નહીં થવા દવું દીકરા ધીરજ રાખ અને તારી આંખો ખુલ્લી રાખ , .....કાંઈ પણ થઈ જાય તું આંખો બંધ ન કરતો....."

મેં ત્યાં બેઠા બેઠા જ રાડો પડવાની શરૂ કરી.....

"કોઈ મદદ કરો મારા દીકરા ને સારવાર ની ખૂબ જ જરૂર છે"

ત્યાં ઘણા માણસો નું ટોળું એકઠું થઈ ગયું હતું પરંતુ બધાય ખાલી તમાશો જોનારા હતા બીજી તરફ મારી પત્ની એ પણ મદદ માટે લોકો ને કહી રહી હતી ત્યાં થી પસાર થતા દરેક વાહન ને રોકવાનો પ્રયત્ન તેને કર્યો પણ કોઈ અમીર અમારી મદદે ન આવ્યો ત્યાં કેટલીય ગાડીઓ પુરપાટ ઝડપે દોડતી રહી ત્યાંથી નીકળતા દરેક અમીર માણસ નો એક જ વિચાર જોવા મળેલો કે પોલીસ ના લફડામાં કોણ પડે....

"શુ રોડ વચ્ચે કોઈ માણસ તેના મોત સામે લડતો હોય તેવા સમયે માણસાઈ મહત્વની તે માણસ ને બચાવવો વધુ મહત્વનો હોય કે પછી બીજા વિચારો....?"

મેં ઘણા પ્રયતો કર્યા અંતે થાકી હારી હું મારા દીકરાની પાસે એકદમ અસહાય બેઠો અને તેને મારો હાથ પકડ્યો પ્રેમ થી મારી આંખો માં એક નિરાશા જોઈ અને તે ખાલી ''પપ્પા' બોલ્યો અને તેને તેની આંખો બંધ કરી દીધી કોઈ મારી મદદે ન આવ્યો મેં તે રોડ પર જ કરૂણ ચિત્કાર કર્યો બે મિનિટ પછી તરત જ 108 આવી અને મારા દીકરા ના મૃત શરીર ને લઈ ગઈ....

અમે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે ડોક્ટરે કહેલું કે જો અમે થોડોક વહેલો તેને હોસ્પિટલ પહોંચાડ્યો હોત તો તે બચી જાત પરંતુ ત્યારે કોઈ એ મારી મદદ ન કરી.

ગૌરવ ના મૃત્યુ ના સમાચાર એની માં ઝીરવી ન શકી તેને ખૂબ જ મોટો આઘાત લાગ્યો તેને તાત્કાલિક દાખલ કરવી પડી તેને ઈમરજન્સી ઓપરેશન કરવાની જરૂર પડી હાર્ટ એટેક આવ્યો હોવાથી હાર્ટ માં બે સ્ટેન્ડ તાત્કાલિક મુકવા પડે તેમ હતા ડોક્ટરે કહ્યું કે તમે તરત જ પાંચ લાખ રૂપિયા કાઉન્ટર પર જમા કરાવો હું ઓપરેશન શરૂ કરી દઈશ....

હું ખૂબ જ ગરીબ હતો મહીના નો મારો પગાર પાંચ હજાર હતો અને કોઈ મારી મૂડી, મારી બચત એતો મારો ગૌરવ હતો છતાંય મેં મારા શેઠ ને ફોન કર્યો મદદ માંગી એમને ફોન માં સરખો જવાબ જ ન આપ્યો હું તેમના ઘરે ગયો મેં તેમના પગ પકડ્યા આજીજી કરી તેમની પાસે મારી પત્ની ના જીવનની ભીખ માંગી પણ તે ન માન્યા તેમણે એક રૂપિયો પણ આપવાની ના પાડી દીધી ....મેં તેમને કહ્યું પણ.....

"શેઠ હું આજીવન તમારો ગુલામ બનીને રહીશ મારા પણ એક ઉપકાર કરો તમારી નાનકડી મદદ થી મારી પત્ની ને નવું જીવન મળશે....એને બચાવી લો હમણાં જ મેં મારા દીકરા ને ખોયો છે અને હવે હું તેને નહિ ખોઈ શકું"

શેઠે લાત મારી ને મને બહાર કાઢી મુક્યો હું ત્યાંથી ભાગતો ભાગતો હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ડોકટરે કહ્યું કે.....

"સોરી જો તમે સમયસર પૈસા ભર્યા હોત તો કદાચ તેઓ બચી ગયા હોત"

થોડીક જ ક્ષણો માં મારી સામે મારી પત્ની અને ગૌરવ ની લાશ પડી હતી મેં તેમને મારા આ હાથે અગ્નિદાહ આપ્યો એક બાપ થઈ ને તેના જુવાનજોત દીકરા ને અગ્નિદાહ આપવો પડ્યો તેનાથી વધુ મોટી કમનસીબી કઈ હોઈ શકે મારી તોય મેં હિંમત નહિ હારી...

હું મારા દીકરા ને તો ન બચાવી શક્યો પરંતુ મેં નક્કી કર્યું કે હું તે વ્યક્તિ ને સજા જરૂર કરાવીશ જેના લીધે મેં મારા દીકરા ને ખોયો છે .

હું દોડતો દોડતો પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યાં રિપોર્ટ તો નોંધાઇ ચુક્યો હતો પરંતુ પોલીસ ના મત મુજબ તેમને જે c.c.t.v. ફોટેજ જોયા હતા તેમાં ભૂલ મારા દીકરા ની હતી અને માટે જ જેને મારા દીકરા ને માર્યો હતો તેને કોઈ સજા ન થઈ મેં એ સી.સી.ટી.વી. ના ફોટોસ માં એ કારનો નંબર યાદ કરી લીધેલો....
તે જ રાત્રે મેં એ કાર ની શોધખોળ શરૂ કરી દીધી મારે વધુ શોધ કરવાની જરૂર પણ ન પડી તએ કાર મારા શેઠ ના જ દીકરા ની હતી તેઓ ને બધી વાત ની જાણ હતી મારી મદદ કરવાની જગ્યાએ તેમણે પોલીસ ના ગજવા ભર્યા અને ત્યાં જ મને સમજાયું કે ....

"પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો દાસ".......

મારે મારા દીકરા ને ન્યાય આપાવવો હતો મને સમજાઈ ગયું કે હું સાચા રસ્તે તો ક્યારેય ગૌરવ ને ન્યાય નહિ અપાવી શકું માટે જ મેં ખોટો રસ્તો પસંદ કર્યો મેં મારી અંદર રહેલા સારા માણસ ને ત્યાં જ ખત્મ કર્યો અને અડધી રાતે હું શેઠ ના દીકરા ની કાર પાસે ગયો ગાડી નું લોક ખોલવાની મારી આવડત નો ઉપયોગ કર્યો અને મેં કાર ની બ્રેક ફેલ કરી દીધી....

બીજા દિવસે સવારના તાજા તાજા સમાચાર હતા શહેર ના જાણીતા નગરશેઠ અમીરચંદ ના એક ના એક સંતાન નું કાર અકસ્માત માં દુઃખદ અવસાન"....

આ લાઈન વાંચી ને હું ખુશ થયો મારો બદલો તો પૂરો થઈ ગયો મેં મારા દીકરા ને ન્યાય તો અપાવ્યો પણ મારો જીવવાનો એકમાત્ર મકસદ જેમના કારણે હું મહેનત કરતો જેમના કારણે હું હતો તેઓ તો મારી પાસે હતા જ નહીં અને તેમના વગર મારુ કોઈ અસ્તિત્વ જ ન હતું હું પણ મારું જીવન ટૂંકાવવા જતો હતો ત્યાં જ મારી અંદર થી અવાજ આવ્યો...

"કે મેં જેમ મેં મારા ગૌરવ ને ગુમાવ્યો તેવી જ રીતે શુ કોઈ બીજો બાપ તેના દીકરા ને નહિ ગુમાવતો હોય ....? આવા અમીર લોકો ની મદદ ન મળવાને કારણે કોઈ નહિ મરતું હોય....?"

મારી સામે બે રસ્તા હતા એક તળાવના કિનારેથી ઉભા રહી ને કૂદકો મારી મારુ જીવન ટૂંકાવી દવું અથવા નવેસરથી ઝીંદગી ની શરૂવાત કરું....

મેં મારી ઝીંદગી ને નવેસરથી ઝીવવાનું નક્કી કર્યું અને ખુબજ પૈસા કમાવવાનું નક્કી કર્યું અત્યાર સુધી ઈમાનદારી પૂર્વક પૈસા કમાવ્યા હતા અને જીવ્યો હતો પણ આ વખતે મેં બેઇમાની નો ,વિશ્વાસઘાત કરવાનો રસ્તો પસંદ કર્યો અને એક પછી એક દેશ ના બગડેલા અમીરો ની શાન ઠેકાણે લાવી મેં ખૂબ પૈસા કમાવ્યા અને બધાજ પૈસા ગરીબ લોકો ની મદદ માટે આપું છું.

ગૌરવ ના નામે મેં અગણિત હોસ્પિટલો બનાવી એન.જી.ઓ.ચાલે છે અને તે હોસ્પિટલ માં જયારે એક વ્યક્તિ સાજો થઈ ને બહાર નીકળે ને ત્યારે મને એવું લાગતું કે આજે મેં એક ગૌરવ ને મરતા બચાવ્યો....

જયારે અમદાવાદ આવ્યો ત્યારે જાણ હતી કે મારા દુશમનો ઘણા છે મેં મારા બધા દુશ્મનો ની માહિતી મેળવી અને અંતિમ ઘડી એ મને રાઘવ વિશે જાણ થઈ ત્યારે યાદ આવ્યું કે મેં તને જીવતી જવા દીધેલી જાનકી....અને તું તો બદલો લેવાની જ ને મેં રાઘવ ને દબાવ માં નાખ્યું અને તેની પાસે કહેવડાવ્યું કે તું તારા પ્રેમી રોહિત ને મારી નાખે....

"સારો પ્લાન હતો પરંતુ તમે મારા અને મોટા ભા ને ઓળખવામાં થોડી થાપ ખાઈ ગયા એ જણાવો કે મારા હાથે રોહિત ને મરાવીને તમને શું મળવાનું".....સોનાક્ષી એ પૂછ્યું..

"પ્રીત નો જ્યારે પણ ફોન આવતો ત્યારે એક વાત ખાસ સાંભળવા મળતી તે હતી રોહિત અને સોનાક્ષી ના પ્રેમ વિશે તેને ફોન માં કરેલી વાતો પરથી જ સમજી ગયો કે કેટલો ગાઢ પ્રેમ છે તો મને થયું જો તું તારા પ્રેમી ને જ પૂરો કરી નાખે તો .....

"સારસ ના જોડા માં જો એક્સાથી મરી જાય તો બીજો તેના વિરહ માં જ મૃત્યુ પામે મેં પણ એવું જ વિચાર્યું" નાઘવેન્દ્ર એ કહ્યું....

"ખૂબ જ સરસ પ્લાન હતો રાઘવ અંકલ ક્યાં છે?"સોનાક્ષી એ પૂછ્યું

"એય છોકરી તારા બધા સવાલો ના જવાબ આપવા હું બંધાયેલો નથી આ રોહિત ને તો તે તારા હાથે ગોળી મારી હતી ને.....તો તે જીવતો કેવી રીતે છે.....? નાઘવેન્દ્ર એ ગુસ્સા સાથે કહ્યું

"મેં કહ્યું ન તમે અમને ઓળખવામાં ભૂલ કરી " સોનાક્ષી એ કહ્યું

" એટલે"નાઘવેન્દ્ર એ આશ્ચર્ય સાથે પૂછ્યું

"એટલે એમ કે તમે જે મેસેજ મોકલાવ્યો હતો કિલ હિમ વાળો તેની પાછળ રેડ લાઈટ થી એક ચોકડી નું નિશાન પણ હતું ❌ જેનો મતલબ એમણે કહ્યું તેનું ઊલટું કરવાનું ..."સોનાક્ષી એ કહ્યું

નાઘવેન્દ્ર તેમની સામે આશ્ચર્ય થી જોઈ રહ્યો

"આમાં નવાઈની કોઈ વાર નથી હું જ્યારે મારી ટ્રેનિંગ લેતી હતી ત્યારે જ અમે નક્કી કરેલું કે જો અમે કોઈ પણ રીતે જો અમારા દુશ્મન સામે ખુલા પડી ગયા તો આ નિશાન ઈશારા થી કરવાનું અને જે કહેવામાં આવે છે તે કરતા પહેલા વિચારવાનું"સોનાક્ષી એ કહ્યું

"તમારા મોકલવામાં આવેલા એ મેસેજ ની પાછળ રેડ ચોકડી જોઈ ને હું સમજી ગઈ મેં રોહિત ને મેસેજ બતાવ્યો એ મરવા તૈયાર થઈ ગયો હું બહાર ગઈ અને તમારા માણસ પાસેથી ગન લીધી પછી તેમાં રહેલી ગોળીઓ રોહિત ને મારી અને તમારા માણસ માટે તો રોહિત મરી ગયો પણ.....

મેં જ્યારે રોહિત ને તમારો કિલ હિમ વાળો મેસેજ બતાવ્યો તેની નીચે જ ઝડપથી એક અનસેન્ટ મેસેજ લખ્યો જેમાં મેં એટલું જ લખ્યું કે હું બહાર જાવ છું ત્યાં સુધી તું નકલી ગોળી શોધી રાખ તારે મરવાનું નાટક કરવાનું છે અને હું બહાર ગઈ ગન લાવી તમારા માણસ ની સામે જ હું રોહિત ને ભેટી ત્યારે તેને મને નકલી ગોળી ઓ આપી અને એ ગોળી થી રોહિત તમારા માણસ ની સામે મરી ગયો"સોનાક્ષી એ આખી વાત સમજાવી

"રાઘવ ને તો મારી નાખ્યો પણ તોય એ એક કદમ આગળ નીકળ્યો વાંધો નહિ હવે હું તમને બંને ને સાથે મારીશ" નાઘવેન્દ્ર એ કહ્યું

"હા વાંધો નહિ આપણે સાથે મરશું હું અને તમે રોહિત તું અહીંથી જલ્દી જા"સોનાક્ષી એ કહ્યું

"ના સોના હું તને છોડીને ક્યાંય નહીં જાવ આ જીવન તો તારે નામ જ "રોહિતે કહ્યું

"રોહિત સમજવાનો પ્રયત્ન કર મારી પાસે સમય નથી તું જા"સોનાક્ષી એ કહ્યું

"તું પણ તો સમજ આ દરવાજો મેં ટાઇમર થી લોક કર્યો છે અને એ ટાઈમ બે દિવસ પછી નો જ છે હું તારી સાથે ઉપર આવીશ"રોહિતે કહ્યું

"એક મિનિટ એક મિનિટ ટાઇમર લોક અને આ શું મરવાનો ખેલ માંડ્યો છે હું હાલ જ તમને બંને ને પુરા કરું છું" નાઘવેન્દ્ર એ કહ્યું

" જલ્દી કરો અંકલ હું તો એ જ ચાહું છું "સોનાક્ષી એ કહ્યું

"એટલે તું મોત થી પણ નથી ડરતી"નાઘવેન્દ્ર એ કહ્યું

"હું મારા મોત ને મારી સાથે લઈને આવી છું"સોનાક્ષી એ કહ્યું

નાઘવેન્દ્ર ને તેની વાત સમજાતી નથી સોનાક્ષી તેને સમજાવતા કહે છે તમે રાઘવ અંકલ ને પકડવામાં મોડું કરી નાખ્યું એમના માણસ નો મને બપોરે મેસેજ આવેલો તે એડ્રેસ પર હું હોસ્પિટલમાં ગઈ મેં મારા શરીર માં ઓપરેશન થી ટાઈમ બોમ્બ સેટ કરાવ્યો છે જે હમણાં પાંચ જ મિનિટ માં ધડામ દઈ મારી સાથે જ ફૂટી જશે હું તમારી જેમ નિર્દોષ લોકો નો ભોગ લેવા ન તી ઇચ્છચતી માટે જ આખી હોટેલ ખાલી કરાવી રોહિત ને ન બચાવી શકી તેનો અફસોસ રહેશે

તમારી સાથે આટલી વાતો કરવાનું કારણ પણ તો સમય જ હતો હવે થોડી વાર છે લેવું હોય તો ભગવાનનું નામ લઈ લો નહિ તો મારી કૃપા થી થોડી વારમાં તેમની સાથે રૂબરૂ મુલાકાત તો થવાની જ છે" સોનાક્ષી એ કહ્યું....

એક તરફ સોનાક્ષી ની અંદર રહેલા બૉમ્બ ફૂટવાની રાહ જોવડાય છે જ્યારે બીજી તરફ પ્રીત જે રોહિત ના ઘરે ગઈ તી તેને એક ડાયરી મળે છે જેમાં થી તેને બધી હકીકત અને રોહિત તેનો માનેલો નહિ ઓન સગો ભાઈ છે તે યાદ આવે છે તે ઝડપથી તેના ભાઈ ને બચાવવા દોડે છે.

પ્રીત જેવી હોટેલ તરફ પહોંચવા આવે છે અને ટેક્સી માંથી ઉતરી ને રોડ ક્રોસ કરવા જતી હોય છે ત્યાં જ.......


"ધડામ".......મોટો અવાજ થાય છે તેની આંખો ની સામે જ હોટેલ રોયલ પેલેસ માં મોટો ધમકો જોતજોતામાં પોલિશ નું ટોળું એકઠું થઈ જાય છે....

"સોનાક્ષી ના શરીર ના ચીંથરે ચીંથરા ઉડી ગયા છે તેનું મો સલામત છે તે થોડું થોડું બોલી શકે છે રોહિત તેનાથી થોડેક દૂર એકદમ મરવાની હાલત માં પડ્યો છે બંને ઢસદાતા ઢસદાતા એકબીજાની નજીક જાય છે રોહિત સોનાક્ષી ના હાથ માં તેનો હાથ મૂકે છે બંને સુતા સુતા એકબીજાની સામું તાકી રહ્યા હોય છે...

"સોના મારે તો તને હનીમૂન પર સ્વીઝરલેન્ડ લઈ જવી તી જો ને આપણે સાથે જન્નત માં જઈશું"

"મરવાના સમયે હનીમૂન હોય...?"સોનાક્ષી એ કહ્યું

"એક વખત મેનેજર સાહેબ કે ને સોના" રોહિતે કહ્યું

"મેનેજર સાહેબ બસ હવે જઈએ આપણી અસલી જગ્યાએ"સોનાક્ષી એ દર્દ ભર્યા અવાજ માં કહ્યું

"સોના ગુજરાતી માં કહું તો હું તને ખૂબ જ પ્રેમ કરું છું "રોહિતે કહ્યું

"હું પણ "સોનાક્ષી એ કહ્યું

બંને હસે છે અને તેમની આંખો બંધ કરી દે છે ......હમેશ ને માટે.....


પાંચ વર્ષ પછી.......

સવારનો સમય છે એક છોકરી રોડ પર દોડતી હોય છે તેનો અકસ્માત થાય છે તેની ગરીબ માં મદદ માટે બુમો પાડતી હોય છે ત્યાં જ કોઈ કહે છે કે 108 આવતી જ હશે પરંતુ તે માણસ તેનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ ત્યાં એક બીજી વેન આવે છે જેની પર લખ્યું છે

"ગૌરવ હેલ્પ ફોર ઓલ"

તે વેન માં તે છોકરી ની સારવાર થાય છે અને તે બચાવવા માં પણ આવે છે...

બીજા દિવસે ન્યૂઝ માં પણ એક જ હેડલાઈન ગૌરવ ફાઉન્ડેશન ના કારણે વધુ એક ગરીબ નો જીવ બચ્યો.....આ ફાઉન્ડેશન એક છોકરી એકલા હાથે ચલાવે છે અને છેલ્લા પાંચ વર્ષો માં તેમણે અનેક જીવો બચાવ્યા છે તેઓ સાંજે પ્રેસ કોંફરન્સ માં આવવા પણ તૈયાર થયા છે.....

સાંજે પ્રેસ કોંફરન્સ માં બધાય જ મીડિયા કર્મી ઓ ની વચ્ચે ગૌરવ ફાઉન્ડેશન ના માલિકીન મિસ. સ્નેહલ કહે છે કે.....


આ ફાઉન્ડેશન ની સફળતા પાછળ મેં મારા બે ભાઈ ને ખોયા છે અને મને સમજાયું છે કે બીજી બીમારી ઓ કરતા ખતરનાક જો કોઈ બીમારી હોય તો તે રોડ એક્સિડન્સ છે હિટ એન્ડ રન માં ભલે આજીવન કેદ મળતી હોય પણ ગુનો કરનાય ગુનો કબૂલ કરે ત્યારે સજા થાય ને.....

હું તમામ લોકો ને અપીલ કરું છું કે બની શકે એટલી માનવતા બતાવો લોકો ની મદદ કરો અને અમારા જેવા ને સાથ આપો....ધન્યવાદ....


........................ સમાપ્ત...................................................

હા હા આ ધારાવાહિક તો અહીં સમાપ્ત કરું છું પણ એક લેખિકા તરીકે મારે તમને પણ કંઈક કહેવું છે અને એ પણ અહીજ કહીશ કોઈ રહસ્ય વગર✍✍✍✍✍


✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍

આ દુનિયામાં જો કાંઈ વિચારી શકે સમજી શકે અને કઈંક અલગ કરી શકે તેવું જો કોઈ હોય તો તે માણસ જ છે અને તે માણસ આજે કોની પાછળ ભાગી રહ્યો છે....તો કે પૈસા હું એવું નથી કેતી કે પૈસા કમાવવા જરૂરી નથી પણ એવા પૈસા શું કામના જે જરૂરત સમયે કોઈ ના કામમાં ન આવે.....

અને બીજી એક ખાસ વાત જે હું આ ધારાવાહિક થી સમજાવવા માંગુ છું તે છે અકસ્માત એક સર્વે મુજબ લોકો બીજી બીમારી થી અવસાન નથી પામતા તેટલા વધુ આંકડા અકસ્માત થી મૃત્યુ પામવાના છે આપણે ખૂબ જ પ્રગતી કરી છે તે વાત માં કોઈ શંકા નથી પરંતુ આ પ્રગતી ના ગેરલાભ તો આપણે જોતા જ નથી.

હું જે કોલેજ માં ભણું છું ત્યાં અમને 50,000 નો સ્ટુડન્ટ વીમો ફરજીયાત આપવામાં આવે છે કારણ દર વર્ષે એક કે બે વિધાર્થીઓ તેમનો જીવ બાઈક અકસ્માત માં ગુમાવે છે આ વાત એકદમ સાચી છે કોલેજ ના ઓરિયન્ટેશન પ્રોગ્રામ માં બે વિધાર્થીઓ ના વાલીઓ ચેક લેવા આવેલા . જયારે હું બીજા વર્ષ માં આવી ત્યારે સત્ર પતવાની તૈયારી માં જ હતું ત્યાં એક વિધાર્થી જેનું નામ મુકેશ ઠાકોર હતું તેનો બાઈક એક્સિડન્ટ થયો અને તે મૃત્યુ પામ્યો તે કોલેજ ના ત્રીજા વર્ષ માં હતો તે પરણેલો હતો વિચાર્યું છે એ પરિવાર અને ખાસ એની પત્ની ની શુ પરિસ્થિતિ થઈ હશે...

ઘણા માં બાપ તેમના સંતાનો ને ટુ વહીલર ને ફોર વહીલર ચલાવવા આપી દે છે અને એ પણ કાચી ઉંમરે પછી અકસ્માત તો થવાના જ ને આ વાત હું કોઈ પર શુ કામ કહું હું ખૂદ જ ધોરણ 8 માં ભણતી હતી ત્યારે પ્લેઝર ચલાવતા શીખી ગઈ એ વાત અલગ છે કે મેં કોઈ અકસ્માત નથી કર્યો અને કરીશ પણ નહીં.....

તમારો વધુ સમય ન લેતા હું અહીજ તમારા બધાય નો કિંમતી સમય આપી ને વાંચવા બદલ ખુબ ખુબ આભાર.....!

...........