કહીં આગ ન લગ જાએ - 13 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 13

પ્રકરણ- તેર/૧૩



એમિરેટ્સ એરલાઈન્સના બિઝનેશ ક્લાસમાં બોસ સંગાથે અરમાનના આસમાનમાં વિહરતી મીરાંએ ફ્લાઈટ લેન્ડીંગ થયાં બાદ જ્યારે પહેલી વાર પરદેશની ધરતી, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પગ મુક્યો ત્યારે મીરાંએ મુશ્કિલથી તેની ક્રેઝી નેસને કન્ટ્રોલ કરીને કૈદ કરી. પણ તેના ચહેરા પરના ચિક્કાર આનંદના અનુભૂતિની જયારે મધુકરએ નોંધ લીધી એ ક્ષણે બંનેની નજરો મળતાં મીરાં શરમાઈ ગઈ.

લગેજ લઈને બહાર નીકળ્યાં ત્યાં જ પીકઅપ કરવાં આવેલા હોટલના સ્ટાફ મેમ્બરએ તેની ડ્યુટી મુજબ ગેસ્ટને વેલકમની ફોર્માંલીટીઝ પૂરી કરી.

વિનમ્રતાથી હોટેલની કારના ડ્રાઈવરએ મર્સિડીઝ ઈ ક્લાસ કારમાં બેસાડ્યા પછી કાર રવાના થઇ. સડસડાટ કરતી માત્ર ૧૦ જ મીનીટમાં સાત કિલોમીટરનું અંતર કાપીને કાર જુમ્હેર બીચ નજીક આવેલી દુબઈની ટોપ મોસ્ટ હોટેલ બુર્જ અલ આરબના રીસેપ્શન સામેના મેઈન ગેઇટ સામે આવીને ઊભી રહી ત્યારે...

૧૦૦૦ ફૂંટ ઉંચી, ૫૬ માળ, ૨૦૨ રૂમ્સ, ૧૮ લીફ્ટ ધરાવતી હોટેલની ભવ્યતા જોઇને મીરાંને થયું કે... જો સર, એકાદ બ્રાંચનું અહી દુબઈમાં ઓપનીંગ કરે તો અહીં જ રોકાઈ જાઉં.

મધુકરને ખ્યાલ હતો કે, આ મીરાની ફર્સ્ટ ફોરેન ટુર છે એટલે તેણે ટોટલી બિઝનેશ ટુરનું એ રીતે પ્લાનિંગ કર્યું હતું કે દુબઈ, મલેશિયા અને સાઉથ આફ્રિકા એ ત્રણેય કન્ટ્રી માટે એક એક એક્સ્ટ્રા દિવસ ખાસ મીરાં માટે અલગથી ફાળવીને રાખ્યો હતો.

તેના બીઝનેસ રીલેટેડ મીટીંગ્સ કે કોન્ફરન્સનું કામ કમ્પ્લીટ થઇ જાય.એ પછીના સમય માટે મીરાંને હરવા,ફરવાની અરેન્જમેન્ટ અગાઉથી જ મધુકરે કરેલી.


બીજા દિવસે...
ઓછા સમયગાળામાં મીરાંએ બુર્જ ખલીફા, દુબઈ મોલ,દુબઈ મ્યુઝીયમ, દુબઈ ફ્રેમ ઓલ્ડ દુબઈ, શેખ ઝાયેદ રોડ, દુબઈ એક્વેરિયમ, ઝુમ્હેર બીચ, દુબઈ ઓપેરા... આટલું જોયા છતાં પણ.. ઘણું બધું જોવા,માણવાનું ચુકી ગઈ. એક એક સ્થળના મુલાકાતની સાથે સાથે વૈશાલીબેનને કોલ કરતી રહી. મીરાં પાસે ખુશી માટે શબ્દો ઓછા હતાં અને વૈશાલીબેન પાસે હરખના આંસુ.


નેક્સ્ટ ડે બાય સિંગાપોર એરલાઈન્સ, દુબઈથી રવાના થઈને આવ્યા મેલેશિયાના કેપિટલ કુઆલાલમ્પુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર. મીરાંને થયું કે.. તેની આહ.. અને વાહ.. નું પૂર્ણવિરામ હવે કયારેય નહીં આવે.

કુઆલાલમ્પુરની સેર કરતાં...
આઇકોનિક પેટ્રોન્સ ટ્વીન્સ ટાવર જોઇને તો મીરાંને પોતે પુતળાની જેમ ચોંટી ગઈ. કેએલ ટાવર, ચાઈના ટાઉન, બાટુ કેવ્સ, સુલ્તાન અબ્દુલ સામદ બિલ્ડીંગ, સન વે લગુન થીમ પાર્ક, જલાન એલોર, સેન્ટ્રલ માર્કેટ, બોટાનિકલ ગાર્ડન જોઇને તો મીરાં એમ થયું કે વાસ્તવિક દુનિયા સામે કલ્પનાની દુનિયા કેટલી વામણી લાગે છે.

હવે ઉડાન હતી સફરના અંતિમ પડાવ એટલે કે સાઉથ આફિકાના કેપટાઉન તરફ. પણ આજે મીરાંને ફરવાંની સાથે સાથે મધુકર જોડે બિઝનેસ સિવાયની વાર્તાલાપ કરવામાં પણ રુચિ હતી. એટલે ઇન્ડિયા નીકળવાના આગલાં દિવસના અંતે સાંજના સમયે લોન્જમાં કોઈ મેગેઝીન વાંચતા મધુકરને સ્હેજ ગભરાતા મીરાંએ પૂછ્યું,
‘સર. આઈ થીંક કે. હજુ એક એપોઇન્ટમેન્ટ બાકી છે.’
‘ઓહ,, રીયલી ? વીથ હુમ ?
‘વીથ, મીરાં રાજપૂત.’
હળવાં હાસ્ય સાથે મધુકર બોલ્યા.
‘ઓહ.. વેલકમ, પ્લીઝ સીટ,’
મધુકરની બાજુમાં સોફા પર બેસતાં મનોમન મીરાં બોલી, હાઇશ, સર મૂડમાં તો છે જ.
‘સર..’ બોલીને આગળ બોલતાં મીરાં અટકી ગઈ.
‘વ્હોટ હેપન્ડ ? કંઈ જોઈએ છે ? મેગેઝીન સાઈડ પર મુકતા મધુકરએ પૂછ્યું.
મીરાંને થયું કે થોડીવાર રહીને મધુકરની ગાડી ટ્રેક પર આવે પછી મૂળ વાત પર આવું, એટલે પ્રશ્ન ફેરવીને પૂછ્યું,
‘સર, આઈ થીંક કે આજે આપણી બિઝનેશ રીલેટેડ કામગીરી પૂરી થઇ ગઈ છે, તો મારું ફર્સ્ટ આઉટડોર પરફોર્મન્સ કેવું રહ્યું એ જાણી શકું, સર ? એની મિસ્ટેક્સ, એની સઝેશન્શ ?
‘ટુ બી ઓનેસ્ટ, આઈ વોઝ પ્લેઝંટલી સરપ્રાઇઝ્ડ.’ મધુકર બોલ્યો.
‘વ્હાય સર. ? ફોર વ્હોટ ?
‘આપણે જ્યાં જ્યાં પણ ફર્યા ત્યાંના, રુલ્સ, રેગુલેશન, મેનર્સ, સીસ્ટમ, ટ્રેડીશનની બધી જ ઇન્ફોર્મેશન તારી પાસે છે. આઈ એમ હેપ્પી ટુ સી એન્ડ નો ધેટ.’
મનોમન ખુબ જ ખુશ થઈને મીરાં બોલી.
‘થેંક યુ સર. પણ લાસ્ટ વીક તમે જયારે આ ટુરની ઇન્ફોર્મેશન મારી જોડે શેર કરી ત્યારે એક વીક સુધી સમય કાઢીને કંટીન્યુ ઓનલાઈન સર્ચ કરીને મેં આ જ વર્કઆઉટ કર્યું હતું.’
‘યુ હેવ એ ગૂડ ફોરસાઈટ ઓફ સી વિઝન એટ ફાર.’ એમ બોલીને ફરી મેગેઝીન ઉઠાવતાં હવે મીરાંને થયું કે હવે ટોપીક ચેન્જ કરીએ જ છુટકો છે.
‘થેંક યુ સર, બટ..’
‘બટ ?’ મેગેઝીનમાંથી ધ્યાન હટાવતાં મધુકરે પૂછ્યું,
‘સર, આપ પરમીશન આપો તો મારે એ મધુકર વિરાણી સાથે વાત કરવી છે જે મારા સર કે વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ન હોય.’
‘આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, એકઝેટલી વ્હોટ યુ વોન્ટ ટુ સે ?’
ફરી મેગેઝીન બાજુ પર મુકતા મધુકરે પૂછ્યું.
‘આઈ મીન ટુ, કે અત્યારે મારી સાથે કોણ વાત કરી રહ્યું છે ? મધુકર વિરાણી અથવા ચેરમેન મધુકર વિરાણી ?
થોડીવાર મીરાં સામે જોઇને સ્હેજ સ્મિત સાથે મધુકર બોલ્યા,
‘મીરાં આજ સુધી મારા કોઈ એમ્પ્લોઇ એ મારી સામે મારું નામ લઈને વાત કરવાની હિંમત નથી કરી.’
મીંરાને થયું કે..ગયા કામથી. ઇન્ડિયા પોહંચીને સૌ પહેલાં રેજીગ્નેશન લેટર જ ટાઈપ કરવાનો રહેશે. ગંભીર ભૂલ સમજાઈ જતા શું રીએક્ટ કરવું તેનું ભાન ન રહેતાં તરત જ સોફા પરથી ઊભી થઇ જતાં બોલી.
‘આઆ..ઈ એમ એક્સટ્રીમલી સોરી સર.’
‘પ્લીઝ સીટ ડાઉન.’ મધુકર બોલ્યા.
‘આઈ નો કે, તે પૂછ્યું છે એ કોઈ ઇન્ટેશનલી જ પૂછ્યું છે, નોટ બાય મિસ્ટેક.’
આ સાંભળીને મીરાંના જીવમાં જીવ આવ્યો. ફરી સોફા પર બેઠી.
‘પ્લીઝ સે. હું તારી હિંમતને દાદ આપું છું. તારી વાત પૂરી કર.’
મીરાંને થયું કે ભલે જે થવાનું હોય તે થાય એકવાર હવે ખુલ્લાં મને વાત કરી જ લેવી છે.
‘આઈ મીન સર, તમે કયારે કફત મધુકર વિરાણીને જીવો છો ? અથવા એક કોમન મેનની માફક ? હું એમ કહેવા માંગું છું કે તમને કયારેય નોર્મલ માણસની જેમ વર્તવું ન ગમે ? હસવું, હરવું, ફરવું, હળવું, મળવું ટૂંકમાં આ વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદની સ્ટીરીયો ટાઈપના એકટરની વેશભૂષા અને અભિનયથી આપ કંટાળી નથી જતાં ? આ સિવાય તમારી પર્સનલ...’
આગળ બોલતાં મીરાં અટકી ગઈ.
થોડીવાર ચુપ રહીને મધુકર બોલ્યા.
‘કંટીન્યુ ... આઈ લાઈક ઈટ.’
મીરાં મનોમન બોલી,આજે આ મશીનને માણસ બનાવ્યે જ છુટકો કરીશ,
‘સોરી સર, પણ મેં તમને કાયમ એક જ ગેટઅપમાં જ જોયા છે, આઈ મીન એટીટ્યુડમાં એટલે. તમારા પર્સનલ નેચર વિષે પૂછવા....’ ફરી મીરાં અટકી ગઈ.
‘તો શું તને હું કોમનમેન નથી લાગતો ? સામાન્ય લોકોની જેમ નોર્મલ લાઈફ નથી જીવતો ? મધુકરે પૂછ્યું.

‘સોરી, એ કઈ રીતે સર ? એની એકઝામ્પલ ?’
મીરાંએ મધુકરને આંટીમાં લેતા પૂછ્યું
મધુકર મુંજાયો એટલે તેણે સામે મીરાંને સવાલ કર્યો.
‘ટેલ મી, વ્હોટ ધ પરફેક્ટ ડેફીનેશન ઓફ એ નોર્મલ ઓર કોમન મેન,એઝ યોર પોઈન્ટ ઓફ વ્યુ ?
‘સર, તમે તમારી નાની નાની ખુશી કોની જોડે શેર કરો છો ?
‘લાઈક ?’
‘સર, તમે જયારે ફર્સ્ટ ટાઈમ સ્વીત્ઝરલેન્ડ ગયા હશો ત્યારે તમને જે રોમાંચ અથવા
ખુશ થઈને ચીચયારી કરવાનું મન થયું તે તમે એટ એ ટાઈમ કોની જોડે શેર કરી ? તમે તમારાં હોમ થીયેટરમાં તમારું કોઈ મોસ્ટ ફેવરીટ મૂવી જોઈ રહ્યા હોય ત્યારે તમને કોઈ મન ગમતો સીન યા સોંગ કે સંવાદ સ્ક્રીન આવ્યો હોય તે સમયે જે લાગણી ફીલ થાય તે કોની સાથે શેર કરો છો ? ક્લાસિકલ મ્યુઝીક સાંભળતા તેની જુગલબંધીની ચરમસીમાએ ભીતરે ઝણઝણતાં ઉર્મિઓના તારના કંપનની માત્રા કોને સમજાવો છો ? કોઈ ફિલોસોફરનું સચોટ ક્વોટ હ્રદય સોંસરવું ઉતરી જાય તો કોને સંભળાવો છો ?
ચાઈ, કોફી કે કોઈ પણ પીણું માત્ર પીવો જ છો કે શેર પણ કરો છો ? ઈમ્પોર્ટ, એક્ષ્પોર્ટના કિંગ છો પણ, કારણ વગર કોઈ અજાણ્યાને મામુલી ખુશી આપી છે ? કેટલાય દેશોમાં બિઝનેશ કરો છો, પણ એકપણ રૂપિયાના સ્વાર્થ વગર કેટલાના દિલ પર રાજ કરો છો ? લોકો તમારા જેવી જિંદગીના ૧% જીવવા માટે પણ તરસે છે, તમે જે એશો આરામ, વૈભવ, હાઈ ક્લાસ સોસાયટીની, ઝાકળમાળથી ભરેલી જિંદગીના કેટલા ટકા જીવો છો ? એક વાત કહું સર, ત્વચા સ્પર્શ વિહોણી અને લાગણીઓને પેરાલીસીસ થઇ જાય એ પહેલાં જિંદગીની આ મામુલી લાગતી ખુશીઓને મન ભરીને માણી લો. તમે હમણાં કહ્યું ને કે..
મીરાં, આજ સુધી મારા કોઈ એમ્પ્લોઇ એ મારી સામે મારું નામ લઈને વાત કરવાની હિંમત નથી કરી. કારણ કે તમે પ્રોફશનલ, ઈમોશનલલેસ ઈમ્પ્લોઈ જ જોયા છે, ઈન્સાનિયતના ઈજારેદાર નહી. આ બધી વાત શેર કરીને મને શું મળશે ? તમને સમય આપવા કરતાં હું કેપટાઉન જોવા ન નીકળી પડું ? પણ.... સોરી સર.’

થોડીવાર બંને ચુપ રહ્યા. કંઇક અંશે મીરાંએ જાણે- અજાણ્યે મધુકરની દુઃખતી નસ દબાવી હતી. મધુકરને તે વાતનું દુઃખ નહતું લાગ્યું પણ, મધુકરને સૌથી મોટું આશ્ચર્ય હતું એ વાતનું કે મારા જેવી હસ્તી સામે આટલી નીડરતાથી મારા અંગત જીવનના નગ્ન સત્યને બેધડક રીતે નિસ્વાર્થ ભાવે રજુ કરવાની મીરાંની બેબાક અભિવ્યક્તિનું.

‘આઈ એમ શ્યોર સર, મેં તમારી સામે ગુસ્તાખી કરી છે. આઈ ક્રોસ માય લીમીટ તમારી સામે મારે આવી ફાલતું વાત ન કરવી જોઈએ.’ નીચું જોઈને મીરાં બોલી.

‘નો.. નો... ઇટ્સ ઓકે. યુ આર રાઈટ ઓન યોર પોઈન્ટ ઓફ વ્યુ. સમ ઇસ્યુઝ આર ટચી. આઈ વોન્ટ ટુ ગીવ યુ રીપ્લાઈ, બટ... નોટ રાઈટ નાઉ. હું મારા રૂમમાં જાઉં છું.સી યુ ટુમોરો.’
એમ બોલીને મધુકર તેના રૂમ તરફ ચાલવાં લાગ્યા.

મીરાંને એમ હતું કે તેણે આંખ મીંચીને જે રીતે આડેધડ બઘડાટી બોલાવી છે, તેના જવાબમાં મધુકર સામું ફાયરીંગ તો કરશે જ પણ આવો નરોવા કુંજરોવા જેવો ઠંડો પ્રતિસાદ આવશે તેની અપેક્ષા નહતી. પણ મીરાંને એટલી ખાતરી તો હતી જ કે તેના આ ભાષણથી મધુકરમાં કંઇક તો પરિવર્તન આવશે એ નક્કી હતું.



નેક્સ્ટ ડે.. આખરી અને આખો દિવસ મીરાંનો હતો. વહેલી સવારના ૮ વાગ્યે બ્રેકફાસ્ટ કરીને નીકળી પડી કેપટાઉનની સેર કરવાં.
ટેબલ માઉન્ટેન, નેશનલ બોટાનિકલ ગાર્ડન, બીચીસ, ધ વિક્ટોરિયા એન્ડ આલ્ફ્રેડ વોટરફ્રન્ટ, સીટી હોલ, મ્યુંઝીયમ્સ, અને કેપ પોઈન્ટ જેવા કેપટાઉન સિટીના આલ્હાદક સ્થળોની મુલાકાત લઈને મીરાંએ મન ભરીને સાઉથ આફ્રિકાના પરંપરા અને ત્યાંની ફ્વેરિટ વાનગીઓની ભરપુર મઝા માણી.


ત્રીજા દિવસે મોડી રાત્રે સ્વદેશ પરત ફરીને મધુકર અને મીરાં જયારે એરપોર્ટ પરથી છુટ્ટા પડ્યા ત્યાં સુધીમાં મધુકરના એટીટ્યુડમાં આવેલાં પરિવર્તનની નોંધ લેતા મીરાં ખુશખુશાલ થઈને ઘર તરફ રવાના થઇ.



બીજા દિવસે રાત્રે ડીનર પૂરું કર્યા પછી સતત બે કલાક મીરાં તેની પ્રથમ વિદેશ યાત્રાના રોમાંચક અનુભવો જે રીતે શેર કરતી હતી તે સાંભળીને વૈશાલીબેનને એવો અહેસાસ થયો જાણે કે તે ખુદ મીરાંની જોડે સફર માણી રહ્યા હોય. પણ વૈશાલીબેન તો બે કલાક માત્ર અને માત્ર મીરાંની અનહદ ખુશી જ મહેસુસ કરતાં રહ્યા.


મધુકર સાથેની ફ્રોરેન ટુરથી આવ્યાં પછી મીરાંને ચેરમેન મધુકરનો ડર નહીંવત થઇ ગયો હતો. અને તે પછી તેના કામ પ્રત્યેની સભાનતા અને ગંભીરતા માટે વધુ સજાગ થઇ ગઈ હતી. મીરાંની કામ માટેની લગન અને ચપળતા જોઇને મધુકર પણ મીરાંની રીસ્પોન્સીબીલીટી માટે સાવ નિશ્ચિંત થઇ ગયા હતાં. મધુકરના દરેક પર્સનલ અને ઓફીસ રીલેટેડ કામનું શેડ્યુલ મીરાં, મધુકર કરતાં બેટર પ્લાનિંગ સાથે એડવાન્સમાં તૈયાર કરીને રાખવા લાગી.


સમયચક્ર તેની ધરી પર ફરતું રહ્યું. વિરાણી ઇન્ડસ્ટ્રીઝ જોઈન કર્યાને મીરાંને હવે ટૂંક સમયમાં આશરે બે વર્ષ જેવો સમયગાળો પૂરો થવાની તૈયારીમાં હતો. બે વર્ષ દરમિયાન મીરાં મધુકર જોડે આશરે ૨૦ થી ૨૫ વિદેશ યાત્રાઓ કરી ચુકી હતી. મધુકર હવે મીરાં જોડે ચેરમેનના ટોનમાં વાત નહતા કરતાં. બે વર્ષમાં મીરાંના જિંદગીના ઘણાં પાસાઓ પ્રત્યેના અભિગમમાં ખાસ્સો એવો તફાવત આવી ગયો હતો.

મીરાં માટે સંબંધ, પરિવાર, પૈસો, મિત્રો, ઈમેજ અને સમય આ બધા જ શબ્દોની પરિભાષાની સમજણમાં ધરમૂળથી ફેરફાર આવ્યો હતો. અને તેની સફળતા માટે આ પરિભાષાની તબદીલીનો મોટો ફાળો હતો. જિંદગીને જોવા, જાણવા અને સમજવાના મીરાંના દ્રષ્ટિકોણમાં આવેલો ૩૬૦ ડીગ્રીનો તફાવત દરેકને નજરે ચડતો હતો.


એક દિવસ સાંજના ૬:૨૫ના સમયે મધુકરે મીરાંને તેની ચેમ્બરમાં આવવાનું સુચન આપ્યું.
‘યસ, સર.’ એન્ટર થતાં મીરાં બોલી
‘મારી આવતીકાલની સિંગાપોર ટુરની પ્રીપેરેશન ?’ મધુકરે પૂછ્યું
‘ઇટ્સ ઓલ રેડી ડન. ટોટલી કમ્પ્લીટ છે સર,’ ચેર પર બેસતાં મીરાંએ જવાબ આપ્યો.
‘મેક્ઝીમમ સેવન ડેઈઝનું પ્લાનિંગ છે, બટ, નોટ શ્યોર કદાચને વહેલો પણ આવી જઈશ.’
‘એની રીઝન સર ? મીરાંએ પૂછ્યું
‘કંઈ ખાસ તો નથી પણ..નાઉ ફોરગેટ ઈટ. ચલ આવીને વાત કરીશું. બાય.’
‘ઓ.કે, સર.’ એમ કહીને કશુંક વિચારતાં મીરાં તેની ચેમ્બરમાં આવી.

મધુકરના સિંગાપોર ગયાના ઠીક બે દિવસ બાદ.. રાત્રીના ૧૧: ૩૦ ની આસપાસ સિંગાપોરથી મધુકરએ તેની ટોપ સિક્રેટ લીંકથી મળેલાં મેસેજને ફૂલપ્રૂફ રીતે મીરાં સુધી પહોંચાડ્યો. એ પણ ટોટલી ઇન્ફોર્મેશન અને ગાઈડ લાઈનના પ્લાનિંગ સાથે. અને મીરાં એક સેકન્ડનો પણ વિચાર કર્યા તે વગર મિશનને પાર પાડવા તેની કાર લઈને નીકળી પડી મધુકરના બંગલા તરફ. માત્ર ગણતરીના કલાકોમાં કોઈને સ્હેજે અણસાર સુદ્ધાં ન આવે તેમ તેની શાર્પ સ્માર્ટનેસથી મધુકરની સૂચના મુજબ સિંગલ મિસ્ટેક વિના સમગ્ર સીન્સેટીવ અને કોન્ફીડેન્સીયલ મિશનનો સક્સેસ્ફુલી ધ એન્ડ લાવ્યાનો મેસેજ પણ મીરાંએ મધુકર સુધી પહોંચાડી દીધો.

એ પછી મીરાં કયાંય સુધી વિચારતી રહી કે વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં આજે તેનું શું સ્થાન છે તે જાણીને ખુશીથી મીરાંની આંખો ભીની થઈ ગઈ.

સિંગાપોર ટાઈમીંગ મુજબ સાંજના ૫ વાગ્યાની આસપાસ મીરાંનો મેસેજ મળતાં જ મધુકરને એક વિશાળ હશકારાના અનુભવ સાથે મનોમન મીરાંને સેલ્યુટ કરવાનું પણ મન થયું. મીરાંની આ કાબિલ-એ-તારીફ કુનેહ પૂર્વકની ઉમદા કામગીરી માટે મધુકરે એક યુનિક સરપ્રાઈઝ મીટીંગનું પ્લાનિંગ ઘડી કાઢ્યું.


પાંચ દિવસ બાદ સિંગાપોરથી પરત ફર્યા પછી બે દિવસ સતત વ્યસ્ત રહેવાના કારણે મધુકરને મીરાં સાથે નિરાંતે ડીસ્કશન કરવાની તક નહતી મળી. થોડીવાર માટે અપોઇન્ટમેન્ટ્સને બ્રેક મારીને મીરાંને ચેમ્બરમાં બોલવાનીને કહ્યું.
‘નેક્સ્ટ વીક તને વિરાણી ઈન્ડસ્ટ્રીઝ જોઈન કર્યાને બે વર્ષ પુરા થશે અને તેની સાથે બે દિવસ પછી આપણી વન ડે ની માલદીવ્સની ટુર પણ છે. તો એ રીતે તારું શેડ્યુલ સેટ કરી લે જે.
‘યસ સર, એનીથિંગ એલ્સ ?’ મીરાંએ પૂછ્યું
‘યા... બટ ફર્ધર ડીસ્ક્શસ્ન ડીટેઈલ્સમાં આપણે ત્યાં જઈને કરીશું. ઓ.કે.’
‘ઓ.કે.’ બોલીને મીરાં બહાર આવી.

ડીનર પછી વૈશાલીબેનએ કહ્યું,
‘ચાલને મીરાં, થોડીવાર ગાર્ડનમાં બેસીએ.’
‘ઓહ, ગૂડ આઈડિયા મમ્મી, ચલ.’
થોડીવાર વોક કર્યા પછી વૈશાલીબેન બોલ્યા.
‘આવ, હવે થોડો સમય ઝૂલા પર બેસીએ મીરાં.’
‘પણ હું તો તારાં ખોળામાં માથું નાખીને પડી રહીશ.’ હસતાં હસતાં મીરાં બોલી
હળવે હળવે વ્હાલથી વૈશાલીબેન મીરાંના માથામાં આંગળીઓ ફેરવતાં રહ્યા અને મીરાં ચુપચાપ આંખો બંધ કરીને તેમના ખોળામાં માથું મુકીને સુતી રહી.
વૈશાલીબેન પણ ક્યાંય સુધી ચુપકીદી સાથે મીરાંની છેલ્લાં બે વર્ષથી પરિવર્તિત થઈ લાઈફના હરેક સુખદ સંભારણાને વાગોળતાં રહ્યા. દસ મિનીટ સુધી વૈશાલીબેન કશું જ ન બોલ્યા એટલે મીરાં બોલી,
‘એકલી એકલી જ વિચાર્યા કરીશ કે મારી જોડે પણ શેર કરીશ ?”
સ્માઈલ સાથે વૈશાલીબેન બોલ્યો,
‘છેલ્લાં બે વર્ષમાં ખરેખર બધી જ વાતે તું ખુબ દુર નીકળી ગઈ. તારા પુરુષાર્થ અને તેના પરિણામની અનહદ ખુશી માટે કોઈ શબ્દ નથી. પણ દીકરા..’
સૂતા સૂતા જ આંખો ઉઘાડીને પૂછ્યું,
‘વળી આ, પણ શું આવ્યું ?’


‘ફરિયાદ કરું કે ફરમાન ? વૈશાલીબેનએ પૂછ્યું
‘ઓલવેય્ઝ ફરમાન જ.’ મીંચાયેલી આંખે પૂછ્યું.
‘જો દીકરા ચંદ્રકાન્ત શેઠની મહેરબાની, મધુકર વિરાણીની કૃપા દ્રષ્ટિ અને સૌથી અગત્યનું સબળ પાસું છેલ્લાં બે વર્ષના દિવસ રાતની તારી તપ જેવી અથાગ મહેનતથી ખુદને ચેલેન્જ આપીને જે ઉંચાઈ પર તે તારું નામ અંકિત કર્યું છે તો, હવે... એ નામ સાથે કોઈનું નામ જોડાઈ જાય તેનો યોગ્ય સમય આવી ગયો છે.’
ઊભી થતાં મીરાં બોલી.
‘યુ વોન્ટ ટુ સે અબાઉટ મેરેજ ? લાઈફ પાર્ટનર ?
‘હું ગુજરાતીમાં જ બોલી મીરાં ?
‘મમ્મી પણ, મારે હજુ લાઈફમાં કશુંક બનવું છે.’
તેના વાળ સરખાં કરતાં મીરાં બોલી
‘જો મીરાં, મને ખ્યાલ છે ત્યાં સુધી વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં તારું જે સ્થાન, આદર કે સન્માન છે, એ જોઈને મધુકર વિરાણી તને કોઈ કાળે આ કંપની ન જ છોડવા દે. અને તારે કંઇક બનવું છે, મતલબ ? તને હવે ૨૬ વર્ષ પુરા થશે. પછી કયારે લાઈફમાં સેટ થઈશ, અને કયારે લગ્નજીવનની જિંદગીને માણીશ. ?
‘પણ મમ્મી તેના વિષે મેં હજુ કશું વિચાર્યું નથી. અને... મેરેજ એ તો ખુબ સમય માંગી લે તેવો ગંભીર વિષય છે.’ મીરાં એ જવાબ આપ્યો.
‘અને,.. સમય તો તારી પાસે છે નહી. એમ જ ને ? જો દીકરા, પદ, પ્રતિષ્ઠા, પૈસો કે પ્રસિદ્ધિની પાછળ એટલો સમય પણ ન વેડફવો કે જયારે તેને માણવા માટે કોઈ હમસફર સાથેના સંબંધમાં જોડાવા તમારે તમારી પસંદગી માટે સમાધાન કે બાંધછોડ કરવી પડે. યોગ્ય જીવનસાથી સાથે જોડાવા માટે દરેક સમય શ્રેષ્ઠ જ હોય છે. સંપતિ માટે સંબંધ કે સ્નેહને અવેજીમાં ન મુકાય. કોઈપણ વ્યક્તિની જીવનના બે જ પાસા પર જીવનનૈયાનો દારોમદાર રહેલો છે,
એક કારકિર્દી અને બીજું લાઈફ પાર્ટનર. જો આ બન્ને ફેકટર તમારી ફેવરમાં હોય તો તમે સંસાર સાગર તરી ગયા સમજો. મારી એક જ ઈચ્છા છે દીકરા, બસ આ જ રીતે તને તારાં લગ્નજીવનમાં ખુશખુશાલ જોવાની.’

‘મમ્મી, તારુ અરમાન રૂપી ફરમાન મારી પ્રાયોરીટી રહશે, બસ.’ એમ બોલીને મીરાં વૈશાલીબેનના ગળે વળગી પડી.

ગાર્ડનમાંથી ઘરમાં એન્ટર થતા મીરાં બોલી,
‘મમ્મી પરમદિવસે, એક દિવસ માટે સર, સાથે માલદીવ્સ જઈ રહી છું.’
‘જી ઠીક છે.’


અર્લી મોર્નીગની ફ્લાઈટની જર્ની પછી ફ્રેશ થઈને સાંજના સમયે માલદીવના મધુકરના ઓલ ટાઈમ ફેવરીટ, કયાંય દુર સુધીના તળ દેખાતાં કાચ જેવા પારદર્શક સાગર કિનારે વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફૂલ કોકો પાલ્મ રિસોર્ટના કોટેજની બહારની લોન્જમાં મીરાં અને મધુકર નયનરમ્ય બીચના આલ્હાદક નજારાનો લુફ્ત ઉઠાવી રહ્યા હતા.

‘મીરાં, સિંગાપોરથી જે દિવસે એ ક્રીટીકલ સીચ્યુંએશનને હેન્ડલ કરવા તને મેસેજ પાસ કર્યા પછી તે શોર્ટ ટાઈમ બાઉન્ડમાં, મને એકપણ ક્વેશ્ચન પૂછ્યા વગર જે રીતે ફૂલપ્રૂફ કામ કર્યું .. તેના માટે રીયલી, હેટ્સ ઓફ ટુ યુ.’
‘થેંક યુ સર. પણ, સાચું કહું, તમે નીકળવાની આગલી સાંજે મારી સાથે જયારે તમારી ચેમ્બરમાં જે રીતે, આઈ મીન કે જે બોડી લેન્ગવેજમાં કન્વર્સેશન કર્યું ત્યારે મને થોડો ડાઉટ ગયેલો કે સમથીંગ રોંગ.’
‘યુ આર ૧૦૦% રાઈટ. બીકોઝ કે લાસ્ટ વીક દિલ્હીની ઓલ ઇન્ડિયા બિઝનેશ સમીટમાં મેં ગવર્ન્મેન્ટની તેની ન્યુ બિઝનેશ પોલીસીની અગેન્સમાં મીડિયા સામે થોડી આકરી કોમેન્ટ આપેલી તેના માટે કોર્પોરેટ વર્લ્ડમાં ખાસ્સી એવી કોનટ્રોવરસી ક્રિએટ થયેલી અને મને એ વાતનો જ ડર હતો કે તે બાય આઈ.ટી. ડીપાર્ટમેન્ટ મને હેરાન કરવાની કોશિષ કરશે જ. આમ તો આપણી પાસે વાંધાજનક કંઈ જ નહતું પણ લાસ્ટ ટાઈમ એ થોડી બિઝનેશ રીલેટેડ સમ સિક્રેટ એન્ડ કોન્ફીડેન્સીયલ ફાઈલ્સ મારી રેસીડેન્સીયલ ઓફિસમાંથી મૂવ કરતાં હું ભૂલી ગયો હતો. તારા સિવાય કોઈને એટલી મોટી જવાબદારી સોંપાઈ તેમ નહતી, પણ તે એક શોર્ટ મેસેજમાં મેટરની સિરિયસનેસને સમજીને બધું જ પરફેક્ટ રીતે પર પાડી દીધું. એ ફાઈલ્સ સેફ છે ? તારા ઘરે નથી ને ?

‘નો સર, એ તો તમારા કરતાં પણ સેફ પ્લેસ પર છે. ડોન્ટ વરી. તે ઘટનાના નેક્સ્ટ ડે, બે દિવસ સુધી આઈ.ટી. સેલના ઓફિસર્સ એ વિરાણી હાઉસ અને તમારા બંગલામાં એઝ રૂટીન સર્ચ કર્યું પણ કંઈ હોય તો હાથમાં આવેને. ?
હસતાં હસતાં મીરાં બોલી.
‘પણ સર, મને નવાઈ એ વાતની લાગી કે નાઈટ ન્યુઝમાં તો આઈ.ટી. ડીપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલાં ઓફિસિયલ સ્ટેટમેન્ટમાં વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ભારોભાર વખાણની સાથે સાથે તમને ટોટલી કલીનચીટ આપવામાં આવી અને કોર્પોરેટ વર્લ્ડમાં તો તમારી વાહ વાહ થઇ ગઈ. એ કંઈ રીતે ?


લેમન જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં હસતાં હસતાં મધુકર બોલ્યો,
‘એ કલીનચીટ પેઈડ હતી.’
‘ઓહ્હ,, હાઉ મચ સર ?’
‘વન સી.આર.’ મધુકર સીપ લગાવતાં બોલ્યા
‘તમારી ઈમેજના પ્રમાણ કરતાં ઘણી સસ્તી.’ પાઈનેપલ જ્યુસ લેતા મીંરા બોલી.
થોડીવાર ચુપ રહ્યા પછી..
‘મીરાં, તને આપણી ફર્સ્ટ ફોરેન ટુર યાદ છે ?” મધુકરે પૂછ્યું
‘યસ, સર, વ્હાય નોટ. ઇટ વોઝ ઇન માય ગોલ્ડન મેમરી.’ કેમ ભૂલાય ?
‘કેપટાઉનના હોટેલનું કન્વર્સેશન યાદ છે ?’ મધુકરે પૂછ્યું
‘જયારે મેં ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ તમને તમારા નામથી બોલાવ્યાં હતા અને અનાફ્સનાફ બકબક કરી હતી, ઓવ્ય્સ્લી કે એ હું સભાન પણે જ બોલી હતી. અને એ પછી તમે વાત અધુરી છોડીને તમારાં રૂમમાં જતાં રહ્યા હતાં.. એમ આઈ રાઈટ ?
‘યસ યુ આર એબ્યુલીટલી રાઈટ.’
‘પણ સર, એ બે વર્ષ જૂની વાત તમને અચાનક આજે કેમ યાદ આવી ?”
‘બીકોઝ આઈ થીંક કે.. તે દિવસના તારા પ્રશ્નોનો જવાબ આપવાનો બેટર ટાઈમ આવી ગયો છે. મીરાં, લાસ્ટ ટુ યર્સમાં આપણે સાથે ખુબ સારું એવું કામ કર્યું, લોટ્સ ઓફ ટ્રાવેલિંગ કર્યું. બટ વી નેવર શેર ઈચ અધર્સ પ્રાઇવેટ લાઈફ. ટુડે આઈ લાઈક ટુ શેર ઈટ.’

ખુશ થતાં મીરાં બોલી.
‘ઓહ્હ, ગ્રેટ સર મને ગમશે.’
મધુકરે તેના સ્કૂલ લાઈફથી લઈને શરુ કરેલી વાત છેક તેના ફેમીલી, મેરેજ, ડિવોર્સ અને સકસેસફૂલ ચેરમેન મધુકર વિરાણીના સંઘર્ષ ગાથાની દરેક વાત મીરાંને કહી સંભળાવી. મધુકરની વાત પત્યાં પછી મધુકરની આંખો સ્હેજ ભીની થઇ ગઈ.
મધુકરના આપવીતીની કહાનીના ઈમોશનલ ટર્નિંગ પર જ્યાં જ્યાં મધુકરનો સ્વર ગળગળો થઈને અટકી ગયો હતો તે મીરાંએ બરોબર માર્ક કર્યું.
‘સોરી, સર ઇફ આઈ હર્ટ યુ. બટ સર, એક વાત પૂછું ?
મીરાંને થયું કે સરને હળવાં કરવાનો સારો મોકો છે.
‘યસ,’ રિસોર્ટના સર્વિસમેનને ઓર્ડર રીપીટ કરવાનું કહેતા મધુકર બોલ્યા.
‘કેન યુ મોર એક્શ્પ્લએઇન ઇન મોર ઇન ડીટેઈલ ડીટેઇલ અબાઉટ યોર મેરેજ લાઈફ ?’
‘જે અમેરિકન સિટીઝન છોકરી સાથે મારા મેરેજ થયા હતા તેના ફેમિલીની ઓન પેપર અને અમારા સોસાયટીમાં ખુબ સારી ઈમેજ. એન્ડ ઇકોનોમિકલ પણ સો સાઉન્ડ. ધે વોઝ ઓલ્સો મલ્ટી મીલીઓનર. પણ... તે છોકરી કોઈ બીજાના પ્રેમમાં હતી. હી વોઝ એ બ્લેકમેન. પણ છોકરી એ ગેમ કરી. તેણે મારી સાથે તેની મરજી વિરુદ્ધ મેરેજ કર્યા અને ફર્સ્ટ નાઈટની શરુઆત પહેલાં જ તેણે તેના બોયફ્રેન્ડ સાથેના ટોટલી રીલેશનની વાત ફોટોગ્રાફ્સ સાથે મારી સામે ઓપન કરી. યુ કેન ઈમેજીન માય મેન્ટલી સિચ્યુએશન ? તે જ સમયે મેં પૂછ્યું, ‘નાઉ વોટ યુ વોન્ટ ?’
ઓન ફર્સ્ટ નાઈટ શી સેય્ઝ મી.. ‘ડિવોર્સ.’
સડનલી સેંકડ મેન્ટલી એટેક ઓન મી ઇન વિધીન એ ટેન મિનીટ.’
થોડીવાર સુધી તો મને એ પણ ભાન ન રહ્યું કે હું ક્યાં છું ? હું જેટલો ખુશ હતો તેના કરતાં મારા ડેડ વધુ ખુશ હતા. હું એ વિચાર માત્રથી થથરી ઉઠ્યો કે જયારે મારા ડિવોર્સની વાત તેમના કાને પડશે ત્યારે.. ? તે છોકરીના મુખવટા પાછળનો અસલી ચહેરો જોઇને મને સંબંધ શબ્દથી નફરત થઇ ગઈ. તે એટલી બિન્દાસ હતી કે.. મને બેશરમ થઈને વાત કર્યા પછી તરત જ મારી સામે સિગારેટ સળગાવી બીયરની બોટલ લઈને તેના બોયફ્રેન્ડને કોલ કરીને કહ્યું કે..
‘મારી ફર્સ્ટ નાઈટમાં હું આપણી ફર્સ્ટને મીસ કરું છું.’
મેં તેને બે વીકમાં જ ડિવોર્સ આપ્યા અને તે પણ તેની શરતો પર.’


‘કેમ, તેની શરતો પર.’ મીરાંના ગળા માંથી ધીમા અવાજે આટલાં શબ્દો તો માંડ નીકળ્યા.

‘મેં જે ચૌદ દિવસ તે છોકરીની જે નાગાઈ અને નફટાઈમાં વિતાવ્યા છે તેને મારાં મગજમાંથી નીકળતા બે વર્ષ થયા હતા. લીટરલી જાણે કે તેણે મારા પર માનસિક બળાત્કાર કર્યો હતો. હું તેની સાથે આજીવન રહ્યો હોત તો શું થાત ?
પણ મારી લાઈફની એ ભયંકર ટ્રેજેડી માંથી હું હેમખેમ નીકળી ગયો તેનું કારણ મારાં પિતાજીના સંક્સ્કાર અને કોર્પોરેટ વર્લ્ડમાં વિરાણી ઇન્ડસ્ટ્રીઝને દેશના ટોપની હરોળમાં લઇ જવાનું પપ્પાનું સપનું પૂરું કરવાની મારી પ્રતિજ્ઞા.’

‘તેની શું શરત હતી ?’ મીરાં એ પૂછ્યું.

‘મારે એવું લખી આપવાનું કે, તે મને નથી ગમતી, અને મને ડિવોર્સ જોઈએ છે. મીન્સ કે..તેની ઈમેજને કોઈ કલંક ના લાગે અને ઓન પેપર તે સતી સાવિત્રી છે એમ.’
‘એની ફાઈનાન્સિયલ ડીમાંડ ?’
‘નો , પણ મારા આટલા લખી આપવાથી મારી સોસાયટીમાં અમારા ખાનદાનની સોસીયલ ઈમેજ બે કોડીની થઇ ગઈ અને, એ આઘાત પપ્પા છેક સુધી ન ભૂલી શક્યા.’

‘પણ, આ કરવા પાછળ તેની શું ગેમ હતી ? મધુકર સામે જોઇને મીરાંએ પૂછ્યું

‘આ બનાવથી તેના પેરેન્ટ્સને લાગ્યું કે તેની સાવ ભોળી અને લાડલી દીકરીની જિંદગી, હવે ફરીથી બરબાદ ન થાય એટલે તેની મરજી મુજબ મેરેજ કરવાની રાજીખુશીથી પરમીશન આપી. અને આ બધું પહેલાથી તેના ડર્ટી દિમાગનું પ્લાનિંગ હતું.’
‘ઓહ્હ..માય ગોડ. કોઈ આ હદે પણ જઈ શકે ? આઈ કાન્ટ બીલીવ ધીઝ. પણ આ તો તમે કહ્યું તો..’ મધુકરની વણકહેલી વ્યથાથી મીરાં થોડી વિચલિત થઇ ગઈ.
‘એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર. જેણે પણ કહ્યું છે. તે સચોટ કહ્યું છે ને ?’
સ્માઈલ સાથે મધુકર બોલ્યા

મીરાંને સમુદ્રનું તળ સાફ સાફ દેખાતું હતું પણ મધુકરના વિષાદના તળનો તાળો લગાવવો મીરાં માટે અશક્ય હતું. વાતાવરણ હળવું કરવાં માટે મીરાંને લાગ્યું કે સડન્લી ટોપીક ચેન્જ કરવાની જરૂર છે, એટલે મીરાં બોલી.

‘સર. પણ અહીં માલદીવ્સમાં કોની જોડે મીટીંગ છે ? કોને મળવાનું છે ? બીકોઝ કે ટુમોરો વન પી.એમ. ની તો આપણી રીટર્ન ફ્લાઈટ છે.
ચેર પરથી ઉભાં થઈને મધુકર બોલ્યા,
‘હું અહીં માત્ર મીરાં રાજપૂતને જ મળવા આવ્યો છું, એ મીરાં રાજપૂત જે મધુકર વિરાણીની પી.એ. નથી.’

‘આટલું સાંભળીને મીરાં ચોંકી ઉઠી. તે પણ ચેર પરથી ઊભી થઈને બોલી,
‘આ હું શું સાંભળી રહી છું, આર યુ જોકિંગ સર ?

‘તું પહેલી એવી વ્યક્તિ કે, જેની સામે મેં પહેલી વાર મારા જીવનના ૧૩ વર્ષ જુના ઘાવની કિતાબ ખોલી છે. આ તારા કેપટાઉનની હોટલના સવાલના જવાબ છે. જેને મારા હૈયેથી હોંઠે આવતાં બે વર્ષ થયા. હવે સમજાયું કોઈ માણસ માંથી મશીન શા માટે બને ?


આજે મીરાં પાસે જવાબ નહતો.
‘પણ સર, આજે જ આ વાતો કેમ ? ધીમા સ્વરે મીરાંએ પૂછ્યું.
‘કેમ કે આ મારું ધ મોસ્ટ ફેવરીટ ડેસ્ટીનેશન છે.. આ જગ્યા એટલી વિશાળ અને ગહેરાઈ વાળી છે કે મારી વાત માટે આ સ્થળ અને સમય બંને અનુરૂપ છે.’
‘કઈ, વાત સર ?’
મીરાંની આંખમાં જોઈને મધુકર બોલ્યા.
‘શું તું.. મિસિસ મધુકર વિરાણી બનવાનું પસંદ કરીશ ?
મીરાં તેના હાથમાંનો ગ્લાસ ટેબલ પર મુકીને કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર ચુપચાપ તેના રૂમમાં જતી રહી.


-વધુ આવતાં અંકે


© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484