કહીં આગ ન લગ જાએ - 12 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 12

પ્રકરણ- બારમું/૧૨


હળવા સ્મિત સાથે ચંદ્રકાન્ત શેઠ મીરાં સામે જોઇને બોલ્યા,
‘થોડી શાંતિ રાખીશ ?’
હવે સમય થયો. ૪:૧૦ મિનીટ.

ફરી પેલી લેડી આવી, બંનેને વિઝીટર્સ રૂમની બહાર બોલાવીને મીરાંને સામે જોઇને પેલી લેડીએ પૂછ્યું ,
‘વૂડ યુ લાઇક ટુ જોઈન ફ્રોમ ટુડે ?
‘ઓ યસ, અફકોર્સ.’ મનોમન એકદમ ખુશ થતાં મીરાં બોલી.
‘યુ હેવ ટુ સ્ટે હિયર ફોર, ફોર ટુ ફાઈવ અવર્સ.’
‘અફ્કોર્સ, આઈ કેન સ્ટે.’ મીરાં બોલી.
‘પ્લીઝ, યુ વેઇટ ફાઈવ મિનીટ, આઈ એમ જસ્ટ કમિંગ.’
‘કેન આઈ નો યોર ગૂડ નેઈમ, પ્લીઝ ?’ મીરાંએ પૂછ્યું.
‘ઓહ, આઈ એમ સો સોરી, આઈ ફોરગોટ ટુ ગીવ યુ માય નેમ. માય નેઈમ ઈઝ એલીના.’
‘થેંક યુ’
જેવી એલીના ગઈ એટલે ચંદ્રકાન્ત શેઠના પગે પડતાં જ મીરાંની આંખોની કોર ભીની થઇ ગઈ.
‘અરે.. અરે.. આ શું કરે છે.. ?’ ચંદ્રકાન્ત શેઠ બોલ્યા,
‘અંકલ, આજે મારી પાસે શબ્દો નથી. હું એટલી ખુશ છું કે..’ મીરાંનો અવાજ ગળગળો થઈ ગયો.
‘જે હું વિચારી પણ ન શકું એ સ્થાન પર લાવીને તમે મને મૂકી દીધી. તેના માટે હું તમારી આજીવન ઋણી રહીશ. અચનાક જિંદગીનો ગ્રાફ આટલો ઉંચો જમ્પ મારશે એ તો હજુ પણ માન્યામાં નથી આવતું.’

‘એક દિવસ આ જગ્યાએ મારે તને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડશે.’ ચંદ્રકાન્ત શેઠ બોલ્યા.
‘ના, અંકલ મારે એટલે દુર સુધી નથી જવું કે જ્યાં પોતાના માટે સમય ન હોય.’
‘અચ્છા, મીરાં હવે હું નીકળું. રાત્રે વાત કરીશું. બાય.’
‘બાય.’ મીરાં બોલીને મીરાં ચંદ્રકાન્ત શેઠ ને જતાં જોતી રહી.
પાંચ મિનીટ પછી એલીના, મીરાંને તેની સાથે લઈને મધુકર વિરાણીની ચેમ્બરને અડીને આવેલી ચેમ્બરના ડોર પરના ડીજીટલ ડિસ્પ્લે પર પાસવર્ડ એન્ટર કર્યા પછી ડોર ખૂલતાની સાથે એન્ટર થતાં તે ચેમ્બરની ભવ્યતા જોઇને બે સેકન્ડ તો મીરાં દંગ રહી ગઈ પણ તે એક્સપ્રેશન ચહેરા પર ન આવે તેની તેણે કાળજી રાખી.
આલીશાન રાચરચીલાથી સજ્જ ઓફિસના ટેબલના સામેના બાજુની ચેર પર બિરાજમાન આશરે પાંત્રીસેક વર્ષની એક બ્યુટીફૂલ લેડી મીરાંની સામે જોઈને સસ્મિત આવકારતા બોલી.
‘હાઈ, ગ્રાન્ડ વેલકમ ટુ વિરાણી એમ્પાયર. આઈ એમ તન્વી, તન્વી મહેરા.’
તન્વી તરફ હાથ લંબાવતા મીરાં બોલી,
‘હેલ્લો, આઈ એમ મીરાં રાજપૂત.સો નાઈસ ટુ મીટ યુ.’
‘પ્લીઝ, સીટ.’
એલીનાની સામે જોઇને સ્માઈલ સાથે તન્વીએ કહ્યું. ‘ થેન્ક્સ એલીના.’
એટલે એલીના ચેમ્બરની બહાર જતી રહી.
‘કોન્ગ્રેચ્યુલેશન ફોર એક્સેપટીંગ ધીઝ બીગ ચેલેન્જ,’ તન્વી બોલી
‘આઈ ફૂડન્ટ હેલ્પ ઈટ. આઈ એમ હેબિચ્યુએટ ટુ ટેઈક ઈટ ધ હેબીટ ઓફ ચેલેન્જ.’ મીરાંએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.
‘આઈ હોપ ધીઝ હેબીટ ટર્ન્સ ઇન ટુ એન એડીક્શન ટીલ લાઈફટાઈમ.’

‘સૌ પહેલાં હું મારો પ્રોફેશનલ પરિચય ટૂંકમાં આપી દઉં. અને અત્યારે પર્સનલ પરિચય માટે સમય પણ નથી, અને જરૂરી પણ. એ પછી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. હું સરની પર્સનલ આસીસ્ટન્ટ છું. વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની પર્સનલ આસીસ્ટન્ટ મીન્સ કે ધ મોસ્ટ કી પર્સન ઓફ ધીઝ એમ્પાયર. સર કરતાં તમારે ટેન ટાઈમ્સ સ્પીડમાં માત્ર વિચારવાનું નથી, પણ બેટર વિચારવાનું છે. સ્પેશિયલી ફોર એ ન્યુ કમર પી.એ.ને તેની ટોટલી રીસ્પોન્સીબીલીટી શોર્ટ ટાઈમમાં ઇઝીલી સમજાય જાય તે માટે અમે એક ફુલ્લી ઇન્ફોર્મેશન સાથેનો એક ગ્રાફિક્સ વીડીઓ તૈયાર કર્યો છે. બટ ઇટ્સ એ વેરી કોન્ફીડેન્સીયલ. આવ ત્યાં, હું તને બતાવું.’

એમ કહીને તન્વીએ મીરાંને એક લેટેસ્ટ કમ્પ્યુટર સીસ્ટમ પર બેસાડીને કહ્યું,
‘ફર્સ્ટ યુ ક્રિએટ યોર એકાઉન્ટ.’ ત્યાં સુધીમાં હું બોસને મળીને આવું છું.’

નવી દુનિયા, નવું કામ, નવા લોકોથી મીરાં એટલી ઉત્સાહિત અને રોમાંચિત હતી કે બે ઘડી ભાંગડા કરતાં કરતાં બલ્લે બલ્લેની ચીચયારી કરવાનું મન થઇ ગયું હતું. તન્વીના કોપરેટીવ નેચરથી મીરાંને તેને ભીતરથી સતાવતા તેના છુપા ડરની માત્રા હવે નહીંવત થઈ ગઈ હતી. વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં તેની ભૂમિકા કેટલી પડકારરૂપ છે, એ વાતનો અંદાજો મીરાંને તન્વીની વાત પરથી આવી ગયો હતો.

આશરે ૧૫ મિનીટ પછી તન્વી આવીને મીરાંની પાસે બેસતાં બોલી,
‘ઇટ્સ ડન ?’
‘યા.’
‘નાઉ રિસ્ટાર્ટ સીસ્ટમ વીથ યોર પાસવર્ડ.’ ઊભા થઈને તેની ચેર પર બેસતાં કહ્યું.
મીરાંએ તેનો પાસવર્ડ એન્ટર કરીને સીસ્ટમ ચાલુ કરી એટલે તન્વીએ કહ્યું,
‘આ તે શું કર્યું તને ખ્યાલ છે ?’
તન્વીના સવાલથી મીરાંને થયું કોઈ મિસ્ટેક થઇ ગઈ કે શુ ? એટલે ચહેરા પર ડરના ભાવ સાથે કન્ફ્યુઝ્ડ થતાં પૂછ્યું. ‘ડીડ આઈ મેક એની થિંગ રોંગ ?’
તેની ચેર પરથી ઉભાં થઈને મીરાં સાથે હાથ મીલાવતાં સ્માઈલ સાથે તન્વી બોલી,

‘આજે સાત વર્ષ પછી તું પહેલી એવી વ્યક્તિ છો કે, જેના પાસવર્ડથી વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનના પી.એ.ની સીસ્ટમ રન થઇ છે. બીજી એક ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એન્ડ સીરીયસ મેટર એ છે કે એકવાર તે પાસવર્ડ એન્ટર કર્યા પછીની ટોટલી સીક્રેટ્સની રીસ્પોન્સીબીલીટી ફક્ત અને ફક્ત તારી રહેશે. આઈ થીંક કે તું સમજી ગઈ હશે કે હું શું કહેવા માંગું છું ?’

‘હવે મને એ કહે કે તું મને દિવસના મેક્ઝીમમ કેટલા અવર્સ આપી શકે તેમ છે ?’
તન્વીએ પૂછ્યું.
‘જેટલાં તમને જોઈએ એટલાં.’ કોન્ફિડેન્સ સાથે મીરાંએ જવાબ આપ્યો.
મનમાં હસતાં તન્વી બોલી,
‘ઠીક છે, તેના વિષે આપણે પછી ડીટેઇલ્સમાં વાત કરીશું. સ્ક્રીન પર જે ન્યુ કમર પી.એ.નું જે ફોલ્ડર છે, તે પાસવર્ડથી જ ઓપન થશે. તે રન કરીને સ્ટડી કર, પછી આગળની વાત કરીએ. ન ખ્યાલ આવે ત્યાં બિન્દાસ પૂછી લે જે, કેમકે ૧૫ દિવસ પછી તન્વી નહીં હોય.’
‘કેમ ?’ એકદમ નવાઈ સાથે મીરાંએ પૂછ્યું.
‘બસ, તું આવવાની છો એટલે બોસએ મને ગુડબાય કહી દીધું છે એટલે.’
મીરાંની સામે જોઈને ધીમેકથી હસતાં તન્વી ચેમ્બરની બહાર જતી.


સાંજના ૭:૩૦ પછી નેક્સ્ટ ડે નું પ્લાનિંગ શેર કરીને તન્વી અને મીરાં છુટ્ટા પડ્યા.

ઘરે આવતાં વેત જેવું વૈશાલીબેનએ ડોર ઓપન કર્યું ત્યાં જ મીરાં તેમને વળગીને અત્યાર સુધી ઢબૂરી રાખેલા ખુશીના ઢગલાને ચીચયારી સાથે શેર કરતાં બોલી.
‘આઈ એમ ગોન મેડ.’ પછી સોફા પર ઢળી પડી.


મિહિરની ઘટનાના આટલા લાંભા સમયગાળા બાદ પહેલીવાર વૈશાલીબેન મીરાંને આટલી ખુશખુશાલ જોયા પછી તેના અંતરનો આનંદ બેવડાઈ ગયો હતો.

‘મમ્મી હું વિરાણી હાઉસના અગિયારમાં માળે હતી પણ મને તો એમ જ લાગતું હતું કે હું સાતમાં આસમાનમાં મુક્ત મને ઉડી રહી છું.’
એ પછી ક્યાંય સુધી મીરાં એક એક વાત વૈશાલીબેન સાથે એક નવા જ જોમ અને ઉસ્ત્સાહથી શેર કરતી જ રહી. વૈશાલીબેન, મીરાંની આંખોમાં ઉઠતાં રંગબેરંગી સ્વપનાઓની છોળોને તેની ભીની આંખોની કોરે બસ જોતા જ રહ્યા.

અંતે વૈશાલીબેનના ખોળમાં માથું નાખીને બોલી,
‘મમ્મી, આજે એવું ફીલ થાય છે કે મારા કલ્પનાની દુનિયાની મીરાં રાજપૂતના રાચવા જઈ રહેલા ઈતિહાસનો એકડો ઘૂંટવાનો આ શ્રેષ્ઠ સમય છે. આવનારા ૧૫ દિવસ જો હું મારી જાતને ભૂલી જઈશ તો... તો હું જોઈ રહી છું કે, કદાચને મારા શ્વાસ વધી પડશે અને મારું બકેટ લીસ્ટ ખૂટી પડશે.’
પછી ઊભા થઈને ફ્રેશ થવાં જતા બોલી, મમ્મી ખુબ જ ભૂખ લાગી છે પ્લીઝ.’
‘હા, હો તારી રાહ જોઇને તો હવે રોટલા પણ ભૂખ્યા થયા છે.’
બોલીને વૈશાલીબેન હસવાં લાગ્યા.

ડીનર પછી વૈશાલીબેન સાથે મીરાંએ તેના ફ્યુચર પ્લાન વિષે મોડે સુધી વાત કર્યા પછી જયારે તેના બેડરૂમમાં આવીને પડી ત્યારે સમય થયો હતો ૧૦:૪૫.

વારંવાર આંખો સામે ઉડીને આવતી વિરાણી એમ્પાયરની ભવ્યતાની, કોર્પોરેટ જગતની લાઈફ સ્ટાઈલ, એટીટ્યુડથી અંજાઈને ક્યાંય સુધી તેના
કલ્પનાના કેનવાસ પર મેઘધનુષી મનોકામનાના ચિત્રો ચીતરતી રહી.

મીરાંએ તેનું દિલ અને દિમાગ સમયને સુપ્રત કરી દીધું. બધું જ શેડ્યુલ ઘડિયાળના કાંટે સતત બસ વિરાણી ઇન્ડસ્ટ્રીઝની માળાના મણકા ફેરવવામાં જ સેટ કરી દીધું. મીરાંએ તેની રૂટીન લાઈફમાં ધરમૂળથી ફેરફાર લાવીને માત્ર દસ જ દિવસમાં તન્વીના કુશળ કામગીરીની ૯૦% બરોબરી કરી લીધી હતી. એ દસ દિવસોમાં બે થી ત્રણ વારની મધુકર વિરાણીની સાથેની મુલાકાતમાં એવરેજ દસેક મિનીટ મીરાંની મધુકર જોડે વાતચીત થઇ હશે.
આ દસ દિવસ દરમિયાન તન્વી અને મીરાં વચ્ચે ખુબ સારું ટ્યુનીંગ સેટ થઇ ગયું હતું. અને ખાસ્સી સારી એવી મિત્રતા પણ.

આજે રવિવાર હતો. તન્વીએ મીરાંને ડીનર માટે ઇન્વાઇટ કરી હતી. એટલે તન્વી અને મીરાં જોડે એક ફાઈવ હોટેલમાં ડીનર માટે બેઠાં હતા. સાથે તન્વીના બંને કિડ્સ પણ હતા. અને ખાસ તો આજે દસ દિવસ પછી મુશ્કિલથી બન્નેએ એકબીજાને તેના અંગત પરિચયથી અવગત કરાવવાનો સમય કાઢ્યો હતો.
વાર્તાલાપની શરૂઆત કરતાં તન્વી બોલી.

‘હવે સાંભળ મીરાં,
મારો પરિચય. હું છેલ્લાં સાત વર્ષથી વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં એઝ એ સરની
પી.એ.તરીકે ફરજ બજાવું છું. આજે જે કંઈ પણ છું એ સરની મહેરબાની થી છું. નો ડાઉટ દિવસ રાત મહેનત પણ ખુબ કરી છે. પણ હવે નેક્સ્ટ મંથ હું ઇન્ડિયા છોડીને ન્યુઝીલેન્ડ સેટ થવા જઈ રહી છું. મારા હસબંડએ ફાઈવ યર્સ પહેલાં તેમના એક ક્લોઝ ફ્રેન્ડ સાથે પાર્ટનરશીપમાં ત્યાં એક્ષ્પોર્ટ ઈમ્પોર્ટ બીઝનેશ સ્ટાર્ટ કર્યો હતો. જે હવે તેની મહેનત અને લગનથી સારો એવો ડેવલપ થઇ ગયો છે. અને હવે અમે એક સારા એવા સ્ટેજ પર ઇકોનોમીકલ પણ સેટ છીએ.’
‘એ પહેલાં અમે બન્નેએ રાત ભર ખુબ ઉજાગરા સાથે ભરપુર સંઘર્ષ કર્યો છે. અમે બંને આ કંપનીમાં સાથે જ જોબ કરતાં હતાં. હવે એમ થાય છે કે બાળકોના બ્રાઈટ ફ્યુચર માટે તેમને પણ સમય આપીએ. બસ હવે આરામથી જીવવું છે. અને મન ભરીને જિંદગીને માણવી છે. આ છે મારી ડોટર ૮ વર્ષની અનન્યા અને આ છે મારો લાડકો પાંચ વર્ષનો સન, ઇવાન. નાઉ યુ સે સમથીંગ અંબાઉટ યુ.’
અનન્યા અને ઇવાન બન્નેના માથાંપર હાથ ફેરવતાં મીરાં બોલી,
‘સો ક્યુટ.’

એ પછી મીરાંએ ટૂંકમાં તેનો પરિચય આપ્યા પછી પૂછ્યું કે,

‘તન્વી, ઇફ યુ ડોન્ટ માઈન્ડ મને સરના નેચર વિષે જાણવું છે.’

‘સરની એક જ કમજોરી છે, બસ કામ. કોઈ કામની શરુઆત કે અંત જો તમે સરની અપેક્ષા કરતાં પણ ખુબ સારી રીતે કરી બતાવો, એટલે સર તમને એટલું રીસ્પેક્ટ આપે કે, ક્યારેક તો તમને એમ થાય કે એ તમારાં બોસ છે તમે તેના બોસ છો ? આજ સુધી મેં કયારેય તેમને ગુસ્સે થતાં નથી જોયા. હું સાત વર્ષમાં બોસ સાથે ૮૩ કન્ટ્રીસમાં ફરી ચુકી છું. કેટલીયે ટુર તો મેં એવોઈડ કરી છે. બસ, મીરાં એકવાર દિલ દઈને કામ કરીલે તારી લાઈફ બની જશે. હવે નેક્સ્ટ વીકથી ધીમે ધીમે બધું તારે જ હેન્ડલ કરવું પડશે. હું હવે કદાચને મેક્ઝીમમ ૧૫ દિવસ તારી જોડે ઓફિસમાં છું. પણ તારામાં કામ કરવાનો અનેરો ઉત્સાહ જોઇને લાગે છે કે સર તન્વીને ચોક્કસ ભૂલી જશે. પણ મને એક વાતનો ગર્વ રહશે કે હું સરને એકલા છોડીને નથી ગઈ.’

‘સરને શું પસંદ નથી ?’ મીરાંએ પૂછ્યું.

‘મેનર અને ડીસીપ્લીન વગરની વ્યક્તિ સરને બિલકુલ પસંદ નથી. વાત કરતી વખતે એક લેવલથી ઊંચા સ્વરમાં વાત કરવી એ તેમને પસંદ નથી. કોઈ સ્ટ્રોંગ પરફ્યુમની સ્મેલથી તેમને એલર્જી છે. ડ્રેસ સેન્સના તે ખુબ આગ્રહી છે. અને સૌથી ખાસ અગત્યનું ફેક્ટર છે, સમય. બે-પાંચ મીનીટનું વહેલા મોડું પણ એ નહીં જ ચલાવી લે. એટલે જો સરને નારાજ કર્યા વગર કામ કરવું હોય તો, તારી ઘડિયાળનો સમય હમેશાં હાલ્ફ એન અવર ફોરવર્ડ જ રાખજે પ્લીઝ.’

‘અને શું પસંદ છે ?’ મીરાં બોલી,

‘કામ સિવાય, ઓછુ બોલવું. ટોટલી વેજીટેરીયન, લાઈટ ક્લાસિકલ મ્યુઝીક સાંભળવું,
વિશ્વભરના મહાન ફિલોસોફરને વાંચવા અને હી લાઈક ટ્રાવેલિંગ ધ મોસ્ટ.
દુનિયાભરના દેશ-વિદેશોમાં ફરવાનો સરને ગઝબ શોખ છે. કદાચને નેક્સ્ટ મંથ જવાનો પ્લાન કરે છે, એક મહિનો યુરોપ ટુર પર.’

‘અને હવે લાસ્ટ ક્વેશ્ચન. તમે તમારાં આટલા વર્ષોના ઓવર ઓલ એક્સપીરીયન્સ પરથી મને મારા આ પ્રોફેશન માટે એઝ એ એલ્ડર સિસ્ટર શું ટીપ્સ આપશો ?’

‘ફર્સ્ટ ઓફ ઓલ જો તું તારી કેરીઅર માટે ખરેખર સીરીયસ હોય અથવા લાઈફમાં કંઇક બનવાનો ગોલ હોય તો તારી પર્સનલ લાઈફના પાંચ વર્ષ ભૂલી જા. એક સમય પછી તું વિરાણી ઇન્ડસ્ટ્રીઝ માંથી તું એટલું મોટું નામ લઈને જઈશ કે કિસ્મત તારા કદમ ચૂમશે. હું તો આ ખુરશી મારા ફેમીલી અને બાળકોના ફ્યુચર માટે છોડી રહી છું.’
‘અને સાત વર્ષમાં મેં પૈસો,પ્રગતિ અને પ્રસિધ્ધિ કાબેલિયત કરતાં ઘણું વધુ અને વહેલું મેળવી લીધું છે. અને સાચું કહું તો હવે વૈભવનો થાક લાગે છે. તું જે ઉમરે અહીંથી જે કંઈ હાંસિલ કરી લઈશ ને, તેના માટે લોકો પોતાની પૂરી જિંદગી ખર્ચી નાખે તો પણ નથી મેળવી શકતાં.’
‘મેં આટલા દિવસ તમારી અન્ડર એઝ એ ટ્રેઈનર વિતાવ્યા પછી તમે મારા વિષે શું પ્રીડીક્શન કરો છો ?’ અધીરાઈથી મીરાંએ પૂછ્યું,

‘સૌથી પહેલાં જે વ્યક્તિના રેક્મ્ન્ડેશનથી તું કોઈ પણ જાતના સંઘર્ષ વગર સીધી ટોપ પર પહોંચી ગઈ એ વ્યક્તિ એ તારામાં આટલું પુટેન્શિયલ જોયું એ વ્યક્તિનો તું આભાર માને એટલો ઓછો છે. તારા અનએસ્પેક્ટેડ હિડન ટેલેન્ટ માટેનો તેનો વિશ્વાસ જીતીને તે લાઈફનો મેજર ટાસ્ક એચીવ કરી લીધો છે મીરાં. આટલા દિવસના અનુભવ પછી તારી કામ પ્રત્યેની ધગશ અને એકાગ્રતાની નોંધ લેતા, હું તારા ભવિષ્ય માટે જે જોઈ રહી છું, તેના માટે હજુ થોડો સમય જવા દે. કદાચને....’ આગળ બોલતા તન્વી અટકી ગઈ એટલે મીરાંએ આશ્ચર્ય સાથે પૂછ્યું,

‘શું ? કેમ અટકી ગયા ?’
‘સરના તેની પી.એ. સાથેની કામ કરવાની સ્ટાઈલ અને સ્ટ્રેટરજીની ઈમેજીનમાં તું દરેક રીતે પરફેક્ટ ફીટ થઈ શકે તેમ છે, તેને ધ્યાનમાં રાખીને હું કહું છું. એન્ડ વન મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થીંગ ઈઝ... યુ આર લુકીંગ સો બ્યુટીફૂલ.’

સ્હેજ શરમાઈ ને સ્મિત સાથે મીરાં બોલી. ‘ ઓહ.. થેન્ક્સ.’

‘મીરાં, આવતીકાલથી સર સાથેનું બધું જ ડીલીંગ તારે જાતે જ કરવાનું રહેશે. હવે આવતીકાલ થી હું ફક્ત હાજરી આપીશ પણ ઓન પેપર બધી જ જવાબદારી તારી રહેશે. સરની ફાઈલથી લઈને ફ્લાઈટ સુધીનું બધું જ તારી મેમરીમાં રાઉન્ડ ધ ક્લોક એઝ શેડ્યુલ માત્ર એક ક્લિકની સ્પીડમાં ઓપન થાય તે રીતે સેટ હોવું જોઈએ. કોઇપણ કામમાં સર તને એક મિનીટથી વધુના વિલંબનો સમય નહી આપે. હું હમણાં તને તેના નેક્સ્ટ એક વીકના શેડ્યુલનો મેઈલ કરી દઉં છું.’
ઉભાં થતાં તન્વી બોલી.

‘થેંક યુ સો મચ તન્વી. ફોર સ્પેન્ડીંગ એ વંડરફૂલ એન્ડ મેમોરેબલ ઇવનિંગ વીથ મી ગીવીંગ યોર પ્રેસિયસ ટાઈમ.’

‘ઇટ્સ ઓલ્સો હેપ્પીનેસ ફોર મી ટુ.’ કારમાં બેસતાં તન્વી બોલી.
અડધો એક કલાકના ડ્રાઈવ પછી મીરાંને ડ્રોપ કર્યા પછી તન્વી તેના ઘર તરફ નીકળી ગઈ.

સમય થયો હતો ૧૦:૫૫. વૈશાલીબેન તેના નિયમિત સમય મુજબ ઊંઘી ગયા હતાં.

ફ્રેશ થઈને બેડમાં પડ્યા પછી આંખ મીંચાતા સુધીમાં મીરાંએ ભૂતકાળની મીરાં રાજપૂતની વારંવાર ડામાડોળ થતી વૈચારિક અને માનસિક વલણની વિચારધારાને એક જ ઝાટકે સમુળગી મૂળ સાથે ઉખાડીને ફેંકી દીધી. હવે મીરાંએ તેના મન અને મસ્તિષ્કને તેના મક્કમ મનોબળ સાથે નિર્ધારિત કરેલા લક્ષ્યવેધ પર અડગ નિશ્ચય સાથે સ્થિર કરી દીધા હતા.


હવે આજે મીરાંએ જોબ જોઈન કર્યાને પચ્ચીસ દિવસ પસાર થઇ ગયા એક જોબના કારણે મીરાંની જીવનશૈલી, વિચારો, ભાષા, એટીટ્યુડ,મેનર્સ અને જિંદગીને જોવા અને સમજવાના દ્રષ્ટિકોણમાં નોંધપાત્ર ફેરફારો આવી ગયા હતા. મધુકર વિરાણી મહદ્દઅંશે તેના કાર્ય પદ્ધત્તિ અને કામ કરવાની ચપળતા અને ધગશથી ઈમ્પ્રેશ હતા.
આજે તન્વીનો વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં અંતિમ દિવસ હતો. તે ઉપક્રમના અનુસંધાનમાં મધુકરએ શાનદાર પાર્ટી આપીને, તન્વીએ વિરાણી એમાપ્યારને આપેલાં તેના અમુલ્ય યોગદાનની ભારોભાર પ્રસંશા અને સન્માન સાથે સરાહના કરીને સ્વમાન ભેર ભવિષ્યની શુભકામનાઓ સાથે લાગણીશીલ થઈને વિદાય આપી.


મીરાંએ એઝ એ પી.એ. કંપનીના રુલ્સ એન રેગ્લુલેશન મુજબ તેને કંપનીએ એલોટ કરેલા વિરાણી હાઉસની સામેના એપ્લોઇસ માટેના અદ્યતન ફુલ્લી ફર્નિશ્ડ બંગલામાં જરૂરી સ્ટાફ સાથે રહેવાનું હતું. આલીશાન કાર વીથ ડ્રાઈવર, વાર્ષિક ચાલીશ લાખના પેકેજ સાથે. એક પર્સનલ ફોન કે જેના પર ઓન્લી મધુકર વિરાણી જ વાત કરી શકે.


હવે અપોઇન્ટમેન્ટ્સ, મીટીંગ્સ, અને કોલ્સ મીરાંની દિનચર્યાનો ૯૦% હિસ્સો બની ચુક્યા હતાં. વૈશાલીબેન સિવાય પર્સનલ કે સોશિયલ લાઈફની કોઈ જવાબદારી નહતી એટલે આ અતિ વ્યસ્ત અને જટિલ કામગીરીને તે મધુકર વિરાણીની અપેક્ષા કરતાં પણ ખુબ સારી અને સંતોષકારક રીતે પરિપૂર્ણ કરવામાં સક્ષમ થઇ ગઈ હતી.

સમયના અભાવના કારણે ફ્રેન્ડ સર્કલના ફરિયાદ રૂપે આવેલાં મેસેજીસ જોવા સુદ્ધાનો સમય પણ હવે તેને નહતો મળતો. પણ મીરાંમાં આવેલાં આ ધરમૂળ બદલાવથી સૌથી વધુ ખુશ હતા વૈશાલીબેન.


આશરે દોઢ મહિના પછી... ડાઇનીંગ ટેબલ પર ડીનર લેતાં લેતાં વૈશાલીબેન બોલ્યા,

‘આજે મેડમ કંઇક વધુ જ ખુશ દેખાય છે.’
‘યસ, મમ્મી. વાત જ એવી છે. પહેલાં ડીનર પૂરું કરીએ પછી કહું.’

એ પછી બંને બાલ્કનીના ઝૂલા પર બેઠાં એટલે મીરાં બોલી.

‘તું ઈમેજીન નહીં કરી શકે કે, હું કેટલી ખુશ છું, કારણ કે...
‘મમ્મી, આવતીકાલથી સાત દિવસ સર સાથે હું મારી ફર્સ્ટ ફોરેન ટુર સાઉથ આફ્રિકા, દુબઈ અને મલેશિયા માટે નીકળી રહી છું.’ જિંદગીની પ્રથમ વિદેશ યાત્રા અને એ પણ મધુકર વિરાણી સાથે..... ઓ મમ્મી.. કૈસે હોંગે વો સાત દિન. ?’


-વધુ આવતાં અંકે.

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.