Sky Has No Limit - 57 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-57

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-57
મોહીત એરપોર્ટથી ઘરે આવ્યો અને મલ્લિકાએ કહ્યું "સોરી ડાર્લીંગ હું એરપોર્ટ ના આવી શકી મલ્લિકાને જોઇને મોહીતને ખાસ ઉમળકો ના આવ્યો અને છતાંય એણે મલ્લિકાને બોલાવવાનો દંભ કરતાં કહ્યું અરે કંઇ નહીં એમાં સોરી શું ? તારે તારી તબીયત અને બીજી ઘણું જોવાનું કરવાનું હોય છે હું સમજુ છું....
મોહીત લગભગ મહીના પછી ઘરે આવેલો છતાં એને થયું કે એ જાણે વરસો પછી પાછો આવ્યો છે અને જાણે આ ઘર એને અતડું અતડું અજાણ્યું લાગે છે.
અહીં ઘરમાં કોઇ અગમ્ય ભાર લાગે છે. એને કેમ આવી લાગણી થઇ રહી છે કંઇ સમજાયું નહીં ત્યાં સામેથી મીતાબેન અને મેરી આવી રહેલાં. મીતાબહેનનાં હાથમાં પાણી હતું અને મેરી ફૂલો લઇને આવી રહેલી.. મીતાબહેનની આંખમાં જાણે ઘણાં સમાચાર હતાં અને મેરી કોઇ સંકોચ વિના ફૂલો લઇને આવી રહી હતી. છતાં એની આંખ, આંખથી આંખ મિલાવવા કતરાતી હતી જાણે નફ્ફટટાઇને ઢાંકવા પ્રયત્ન થઇ રહેલો....
મોહીતે પૂછ્યુ "જયશ્રી કૃષ્ણ મીતાબેન.. કેમ છો અને મીતાબહેન સામે જયશ્રી કૃષ્ણ કહ્યું તમે આવી ગયાં એટલું સારું લાગે છે કે.. જાણે આ ઘરમાં જીવ આવ્યો અને આખું ઘર જીવંત થઇ ગયું.
મોહીતે આભારવશ આંખે થેંક્યુ કીધુ અને એનાં મનમાં વિચાર આવ્યો કે આ નોકરીયાત રસોઇ કરનાર બેનને ઘર... ઘર જેવુ લાગે છે મારાં આવ્યાથી જીવંત થયાનો એહસાસ થાય છે પણ જે આ ઘરની લક્ષ્મી છે એ રસ્તો ભૂલી છે એને કંઇ એહસાસ નહીં હોય ?
મોહીતે મેરીની સામે જોયુ... મેરીએ કહ્યું વેલકમ બેક સર.. વી મીસ્ડ યુ... અને મોહીતને સામે પૂછ્યુ રીયલી ? ઓહ ઓકે.. આઇ હોપ એવરીથીંગ ઇઝ ઓકે... અને પછી આંખથી ઉતરી ગઇ હોય એમ તિરસ્કારથી જોઇને એ આગળ વધી ગયો. એની બેગ્સ બેડરૂમમાં મૂકાઇ ગઇ એણે દેવ સેવામાં દર્શન કર્યા અને પોતાનાં બેડરૂમમાં ગયો મલ્લિકા એની પાછળ પાછળ દોરવાઇ અને એ પણ બેડરૂમમાં ગઇ. મલ્લિકા અંદર આવી જોયુ અને મોહીત બહાર નીકળી મીતાબહેનને કહ્યું "મીતાબહેન ગરમા ગરમ ચા પીવરાવો પછી હું ફ્રેશ થઇને બહાર આવુ છું આજે માત્ર રેસ્ટ લેવો છે ઓફીસ કાલથી જઇશ આજે હજી સફરનો થાક છે.
એ પાછો બેડરૂમમાં આવ્યો અને મલ્લિકાએ મોહીતના ગળામાં હાથ પરોવી દીધાં અને મોહીતનાં હોઠ પર કીસ કરવા પ્રયત્ન કર્યો પણ મોહીતે હળવાશથી એનાં હાથ હટાવ્યાં અને કહ્યું મારે પહેલાં ફ્રેશ થયુ છે. આઇ એમ ટાયર્ડ અને એ બાથરૂમ તરફ જવા લાગ્યો.
મલ્લિકા જતાં મોહીતને જોઇ રહી અને વિચારમાં પડી ગઇ કે મોહીત આટલું દ્રાય કેમ વર્તે છે ? મોહીતને કંઇ.... અને ત્યાંજ મોહીતે પાછળ ફરીને કહ્યું "મલ્લુ આપણો બેડરૂમ મને અજાણ્યો અજાણ્યો. કેમ લાગે છે ? જ્યારથી રૂમનો પ્રવેશ કર્યો છે જાણે અહીની દિવાલો અંદરની હવા શુષ્ક અને અજાણી લાગે છે. કોઇ ભાર ભાર વર્તાય છે મને અંદરથી અસુખ લાગી રહ્યું છે. ઠીક છે નાહી લઉ અને એમ કહેતો અંદર ગયો.
મલ્લિકા વિચારોમાં પડી ગઇ અને એને 1 મહીનાનું બહુ યાદ આવી ગયુ એનાં ફ્રેન્ડ સાથે વીતાવેલી વ્યભીચારની પળો. મેરી સાથેની ગંદકી દારૂની જયાફત... મોહીતની ગેરહાજીરીમાં શું શું નથી કર્યું ? પણ મોહીતને કેવી રીતે ખબર ?
મોહીત સ્નાન કરી ફ્રેશ થઇને બહાર આવ્યો અને એણે જનોઇ પોતાનાં ડીલ પર ફેરવતાં કહ્યું મલ્લુ મેં તને કહ્યું તે કઇ જવાબ ના આપ્યોં. કેમ મને આવુ ફીલ થાય છે ?
અને તેં તારી તબીયત સાચવી છે ને ? શરીર અને આપણાં બાળકને નુકશાન થાય એવું કંઇ થયું નથી ને ?
મલ્લિકાએ કહ્યું "કેમ મોહીત એવું બોલે છે ? હું અને આપણાં બાળકને નુકશાન થવા દઊં ? મારે બે માસ પુરા થઇ ગયાં હવે તો મને ફીલ થાય છે એની હાજરી... તને ખબર નથી તારી ગેરહાજરીમાં આ દીવાલો મને ખાવા આવતી હતી મેં તને કેટલો મીસ કરેલો ? ઉપરથી તું મને આવું કહે છે. એમ બોલીને મલ્લિકા મોહીતનાં ખૂલ્લા ડીલને વળગી ગઇ અને મોહીતને જાણે એનો સ્પર્શ, દઝાડતો હતો....
મોહીતે કહ્યું "ઓહ નો... તેં મને મીસ કર્યો ? સાચુ કહું મને એવુ બીલકુલ ફીલ નથી થઇ રહ્યું કારણ કે આ 32 દિવસમાં તેં મને માત્ર એકવાર ફોન કરેલો છે એ પણ મારો ફોન મીસકોલ થઇ ગયો પછી... તું મને મીસ કરતી હોય તો તારાં રોજ ફોન આવે વારે વારે ફોન આવે તું.....
અને મોહીતને વચ્ચેજ અટકાવી મલ્લિકા બોલી "મોહીત મને ખબર છે પણ.. એક તો પપ્પાજી સીરીયસ થઇ ગયેલાં અને બેજ દિવસમાં... તેઓ આપણને છોડીને ગયાં... ત્યાં તારે એકલે હાથે દોડાદોડ અને પાપાજીનાં મૃત્યુ પછી તું સાવ તૂટી ગયો હશે. અહીં મારે બધી જવાબદારીઓ ત્યાં તારે હતી એટલે તને ડીસ્ટર્બ ના કર્યો પણ તું કંઇક બીજા અર્થમાં લે છે.
મોહીતે દાઢમાં હસતાં કહ્યું "વાહ મલ્લિકાએ તરન્નુમ તમારાં જવાબનો કોઇ.... વાહ બેમીસાલ જવાબ આવ્યો તને ખબર છે મારાં ઉપર દુઃખ તૂટી પડેલું ત્યારે મને વધુ સધીયારાની પ્રેમની કાળજીની જરૂર પડે મને હૂંફ જોઇતી હતી પણ તું તો અહીં તારી મસ્તીમાં હતી.. સાચું તો તને તારું ખબર જ છે.
મલ્લિકાએ હાર ના માનતા કહ્યું મોહીત એવું નથી પણ તેં મને એવુ કહી દીધેલું કે શાંતિ થઇ ? મરાં પાપા ગયાં તને ટાઢક થઇ હશે ? તેં ઓવો આરોપ મૂકેલો કે હું ખૂબજ ડીસ્ટર્બ થઇ ગઇ હતી પછી તારી સાથે શું વાત કરું ? પણ હું મારી મોમ સાથે વાત કરીને બધાં સમાચાર લેતી હતી.
મોહીતે કહ્યું "તારી મોમ સાથે તો તું દર બે કલાકે વાત કરતી હતી તારી મોમજ કહેતી કાયમ મલ્લિકાનો ફોન હતો અને... છોડ તારી મોમનીજ તું દીકરીને ? શું અપેક્ષા રખાય ? ઠીક છે એમ કહીને એણે કપડાં પહેરવા માંડ્યાં.
મલ્લિકાએ કહ્યું "એટલે તું શું કહેવા માગે મોહીત ? મારામાં સંસ્કાર નથી વહેવહારુ જ્ઞાન નથી ? હું અહીં તારાં બાળકને સાચવીને બેસી રહી હતી મને તારી મોમેજ ફોન કરીને કહેલુ તારે પ્લેનની મુસાફરી નથી કરવાની આરામ કર. તમે બંન્ને માં દિકરો બે બાજુ બોલો છો. કેવી રીતે પહોચી વળુ ? શું જવાબ આપું ?
મોહીતનો ગુસ્સો હાથથી ગયો એ બોલ્યો "તારી મોમ એટલે ? મારી મોમ તારી મોમ નથી ? તારે ટ્રાવેલ નહોતું કરવાનું પણ ફોન કરી કદી પૂછ્યું ? ત્યાં શું ચાલે છે ? વિધી પતી ગઇ કે નહીં મને આશ્વાસનનાં બે શબ્દ કીધાં ? મારાં તંદુરસ્ત પિતાનું અવસાન થયુ એમને માનસિક તોડીને મારી નાંખ્યા તોય સંતોષ નથી ? તું કહેવા શું માગે છે ?
મોહીત અને મલ્લિકા મોહીતનાં ઘરમાં આગમન સાથેજ જાણે ઝગડી પડ્યાં. મલ્લિકાનાં બધાંજ વાંક અને પાપ હોવાં છતાં ક્યાંય પસ્તાવો કે કબૂલાત નહોતી છતાં ચઢી ચઢીને મોહીતને બોલી રહેલી.
મોહીત કહ્યું "જો મારે તારી સાથે કોઇ વધારે માથકૂટ નથી કરવી હમણાં તારી માં વિશે તને સાચી માહીતી આપીશને તો પગ નીચેથી ધરતી સરકી જશે.
મલ્લિકાએ કહ્યું "કેમ એવુ તો મારી માં એ શું કર્યુ છે ? મોહીતે કહ્યું "તને ખબર નથી તમે માં દીકરી એક સરખાંજ છો ફરક જ ક્યાં છે ? મારાં પાપા સામે તને ફોન કરીને એબોર્શન માટે સમજાવે છે અને પોતાનું સ્થાન-માન-અપમાન - સંસ્કાર ભૂલીને મારાં પાપાને કહે છે કે છોકારઓ નાનાં છે અત્યારે તો હરવા ફરવા મજા કરવાનો સમય છે અત્યારથી છોકરાની શું જરૂર છે એતો એબોર્શન કરાવી લેશે અને એ પછી જ આઘાતમાં પાપાનો જીવ ગયો. બાળકની આપણાંથી મારાંથી વિશેષ એ લોકો રાહ જોઇ રહેલાં અને તારી માંના એક ગંદા વાગબાણે એમને આધાતમાં એટેક આવેલો.
મલ્લિકાએ કહ્યું "તું આ વધારે બોલી રહ્યો છે પ્લીઝ થવાનું થવા કાળે થઇ ગયુ મારી માં ને કેમ જવાબદાર બતાવે છે ? શું કોઇનાં ઘરમાં કંઇ ચર્ચા કે વિવાદ નહીં થતો હોય ?
મોહીતે કહ્યું "હમણાં બંધ કર જો મારી જીભ ખૂલી ગઇ તો તું ક્યાંયની નહીં રહે એટલે ચૂપ થઇ જા અને મોહીતનાં ફોન પર એક મેસેજ આવ્યો પાછળને પાછળ વીડીયો આવ્યો. મોહીતે એ મેસેજ વાંચ્યો અને વીડીયો જોઇને આંખો ફાટી ગઇ અને મલ્લિકા એની સામે જોતી રહી વિચારમાં પડી ગઇ..
વધુ આવતા અંકે ---- પ્રકરણ-58

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED