લોસ્ટેડ - 24 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 24

લોસ્ટેડ - 24

રિંકલ ચૌહાણ

"આ તો થવાનું જ હતું, આ છોકરીને ખબર નથી કે એણે કોની સામે બાથ ભીડી છે." 5 બાય 10 ની બાલ્કનીમાં ચા ની ચુસ્કી લીધા પછી આજના તાજા સમાચાર વાંચી રહેલી બે આંખોમાં ખુશીની ચમક આવી ગઈ.
"તમે આજના સમાચાર વાંચ્યા? બિચારી આધ્વીકા ની કિસ્મત પણ કેટલી ખરાબ છે, દુખ તો જાણે એના નસીબમાં જ લખાવીને લાવી છે." અવાજ સાંભળી ને એણે છાપુ મૂકી પાછળ જોયું. પટોળા સાડી પહેરેલી સામાન્ય બાંધાની પણ પ્રમાણમાં સુંદર કહી શકાય એવી સ્ત્રી ત્યાં ઊભી હતી. વચ્ચે પાંથી પાડી બધા વાળ પાછળ બાંધી લીધેલો અંબોડો એમના ચહેરા નું રૂપ વધારતો હતો.
"હેતલ તું ક્યારે આવી?" ગભરાટ માં એમના હાથથી ચા નો કપ છૂટી ગયો અને ટુટી ગયો.
"અરે તમે ઠીક તો છો ને? તમે અંદર આવો, આ રાણી સાફ કરી દેશે." હેતલબેન એમને અંદર લઇ ગયા.
"હું ઠીક છું હેતલ, તું ચિંતા ના કર. હું તૈયાર થઈ જઉં મારે ઓફિસ જવું છે." હેતલબેન હકારમાં માથું હલાવી રસોડા તરફ ગયા.
"હાશ.... મને તો લાગ્યું કે હેતલ એ બધું સાંભળી લીધું. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે નઈ તો ફસાઈ જઈશ રાજેશ ચૌધરી." એમણે મુંછમાં મલકાઇ લીધું.

***


"તમે અહીં? આ તમારું ઘર છે મિસ રાઠોડ?" રાહુલની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ. આધ્વીકા એ પાણીનો જગ રાહુલ ના હાથમાં આપી દરવાજો ધડામ દઈને બંધ કરી દીધો.
"અરે હું તમારા પડોશ માં રહેવા આવ્યો એમાંય ગુસ્સે થવાનું, મને બીલકુલ ખબર નહોતી કે તમે અહીં રહો છો. હું સાચું કહું છું, હું જાણી જોઈને નથી આવ્યો અહી ઑકે." રાહુલ ત્યાં જ ઊભા રહી જોરથી બોલ્યો.
"મેં તમને એવું કંઈ જ કીધું પણ નથી ઑકે." આધ્વીકા એ દરવાજો ખોલી જવાબ આપી ફરી દરવાજો બંધ કરી દીધો.
રાહુલ એ ખુશ થઈને દરવાજા આગળ જ નાચવા નું ચાલું કરી દીધું. બપોર સુધી શિફ્ટીંગ નું કામ પતી ગયું, મજૂરોને મહેનતાણુ ચૂકવી ઘરમાં જતાં પહેલાં રાહુલ એ એક નજર સામે વાળા ઘર પર નાખી. રૂમની અર્ધખુલી બારીમાંથી ફોન પર વાત કરતી આધ્વીકા નજરે પડી.
"શું કરું? કઈ રીતે ત્યાં જવું?" રાહુલ હવેલીનુમા ઘરના ડ્રોઇંગરૂમ માં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એની નજર ટીપોય પર પડેલા જગ પર ગઈ, અને ચહેરા પર એક ખુશીની લહેર આવી ગઈ.
"આવું છું એક મિનિટ..." દરવાજો ખટખટાવાનો અવાજ સાંભળી આધ્વીકા નીચે આવી અને દરવાજો ખોલ્યો. રાહુલ એ તેની સામે જોઈ સ્માઇલ કરી.
"હવે શું જોઈએ છે?" કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર જ આધ્વીકા એ પુછ્યું.
"કંઈ જ નથી જોઈતું, હુ આ જગ પાછો આપવા આવ્યો હતો." રાહુલ એ જગ આગળ કર્યો, આધ્વીકા એ જગ લઈ લીધો.
"મિસ રાઠોડ એક વાત કરવી છે મારે, કરી શકું?" આધ્વીકા એ મૂક સહમતિ આપી.
રાહુલ એ એક ડગલું આગળ વધારી એક હાથ દરવાજા પર મૂકી, આધ્વીકાની નજીક જઈ ધીમેથી કીધું, "આઈ લવ યૂં આધ્વીકા, આઈ લવ યૂ સો મચ."
આધ્વીકાના શરીરમાં ધ્રુજારી છુટી ગઈ, એણે રાહુલ ની આંખોમાં જોયું. બન્ને વચ્ચે માત્ર ચારેક ઈંચની જ જગ્યા હતી. આપમેળે જ રાહુલના હોઠ આધ્વીકાના હોઠ પર મૂકાઇ ગયા, આધ્વીકાની આંખો મિંચાઈ ગઈ. રાહુલ એ પોતાના બન્ને હાથ આધ્વીકાના કમર પર મૂકી એને પોતાની તરફ ખેંચી, એને પ્રગાઢ ચુંબન આપ્યું.
આધ્વીકાનું સમગ્ર અસ્તિત્વ ચૂંબનમાં ઓગળી રહ્યું હતું, આજુબાજુનું ભાન ભૂલી એ રાહુલ માં સમાઈ જવા માંગતી હતી. રાહુલ એ દરવાજા ને લોક મારી, આધ્વીકાને બંન્ને હાથથી ઊંચકી દિવાન પર સુવડાવી.
અાધ્વીકાની આંખો હજુય બંધ હતી, રાહુલ એ અાધ્વીકાના ચહેરાને જૂનુન થી ચૂમવાનું ચાલું કર્યું. આધ્વીકા એ પોતાના બન્ને હાથ રાહુલની પીઠ પર મુક્યા, અને રાહુલ એ આધ્વીકાનો ચહેરો, ગરદન, કમર ને ચૂમવાનું ચાલું કર્યું.
રાહુલ એ પોતાના અને આધ્વીકાના વસ્ત્રો ઉતાર્યા, આંતરવસ્ત્રમાં માંડ સમાતા એના ઉરોજ રાહુલને વિચલીત કરી ગયા. આંતરવસ્ત્રો ઉતારી એટલા જ જૂનુનથી એણે આધ્વીકાના ઉરોજો ને ચૂમ્યા, એની પીઠ પર અછડતો સ્પર્શ કર્યો અને એને પોતાની બાહોમાં ભીંસી.
આધ્વીકા ના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. વધતા જતા ઊંહકારા, હળવી ચીસો, શ્વાચ્છોશ્વાસ ને હાંફતા બે શરીર દિવાનખંડની શાંતિમાં વારંવાર ખલેલ પહોંચાડતા હતા. અડધાએક કલાક પછી રાહુલ શાંત થઈ આધ્વીકા ઉપર જ સુઈ ગયો.

જ્યારે આધ્વીકા ની આંખ ખુલી રાહુલ એની છાતી પર માથું રાખી ઘસઘસાટ ઊંઘ્યો હતો. એણે આંખમાંથી ધસી આવેલા આંસુ લુછ્યા અને રાહુલની પીઠ પર બન્ને હાથ ભીંસ્યા. રાહુલની આંખ ખુલી ગઈ.
"લગ્ન કરીશ મારી જોડે?" રાહુલ એ બન્ને હાથની કોણીઓ સોફા પર ટકાવી ને આધ્વીકા સામે જોઈ પૂછ્યું. આધ્વીકાની આંખો ઢળી ગઈ અને ગાલ લાલ થઈ ગયા. એણે માથું હલાવી હા પાડી અને બન્ને હાથથી મોઢું છુપાવી દીધું.
રાહુલ એને ઉપાડી ને બેડરૂમમાં લઈ ગયો, એને પલંગ પર સુવડાવી ફરીથી ચૂમવાનું ચાલું કર્યું. ફોનની રિંગ એ બન્ને ના પ્રણય માં બાધા નાખી, આધ્વીકા એ ફોન રિસિવ કર્યો.
"સોનું મે તને એક લીન્ક સેન્ડ કરી છે જલ્દી જોઈ લે."જીજ્ઞાસા નો અવાજ કંઈક ચિંતાભર્યો લાગ્યો.
"હા જોઈ લઉ છું. પેલું કામ થઈ ગયું?"
"હા થઈ ગયું છે, ડોન્ડ વરી." ફોન મુકાઇ ગયો. આધ્વીકાના હાથમાંથી ફોન ઝૂંટવી રાહુલ એ એને પોતાના બાહુપાશમાં લીધી. બંન્નેએ એકબીજાને પ્રેમ કરવાનું ચાલુ કર્યું, સંતુષ્ટ થઈ ગયા પછી રાહુલ આધ્વીકાની બાજુમાં પલંગ પર આડો પડ્યો.

આધ્વીકા એ લીન્ક ઓપન કરી, જે એની નજર સામે હતું એ અવિશ્વસનીય હતું. એણે રાહુલ સામે જોયું, અને પોતાની કમર પર ફરી રહેલો રાહુલનો હાથ એક ઝટકાથી દૂર કરી નાખ્યો.
"શું થયું આધ્વી?" રાહુલને શોક લાગ્યો.
"ડૉન્ટ કોલ મી આધ્વી, તું મારી સાથે આવું કઈ રીતે કરી શકે રાહુલ?" આધ્વીકા એ એને કોલરથી પકડી હચમચાવી નાખ્યો.

ક્રમશ: