જંતર મંતર - 12 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 12



જીયા જીમી ના પ્રેમ માં એટલી પાગલ થઈ ચૂકી હતી કે તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ઉપર આ કાળી વિદ્યા નો પ્રયોગ કરવો જોઈએ કે નહીં? તેનું ભાન જીયા ને હતું જ નઈ. જીયા એ પોતાની કાળી વિદ્યા શરૂ કરવા માટે સૌ પ્રથમ કાળા ચોખા નો ઉપયોગ કરી એક ઘેરો બનાવે છે. એ ધેરા ની ઉપર કંકુ થી ચોકડી બનાવે છે. એ ચોકડી ઉપર જીયા જેની નું પૂતળું મૂકી દે છે. પૂતળા ઉપર થોડા કાળા ચોખા નાખે છે. પૂતળા ની ફરતે તે ઘેરા ની અંદર ટાંકણી થી ગોળ ધેરો બનાવે છે. પૂતળા ની ઉપર સાત વખત એક લીંબુ ફેરવે છે. પછી તે લીંબુ ના સાત ભાગ કરી ને પેલા ઘેરા ઉપર સરખા અંતરે મૂકી દે છે. પછી જીયા લીંબુ પર કાળા ચોખા નાખી નેં કંઇક મંત્રોચાર કરે છે.


જીયા ની વિધિ હવે પૂરી થઈ ચૂકી હતી એટલે તે જેની ના પૂતળા ને ઊંધું કરી દે છે. જીયા એ જેની ઉપર કઈ વિદ્યા નો પ્રયોગ કર્યો છે એ તો હવે સ્વીટ કેફે માં જઈને જ ખબર પડશે. ઘડિયાળ માં 5:45 થઈ ચૂકી છે. જીયા જેની ના પૂતળા ઉપર પેલા સાત લીંબુ ના કટકા ટાંકણી વડે ટાંકી દે છે. જેના લીધે જેની ને પોતાના શરીર માં કંઇક ચૂબી રહ્યું હોય એવું લાગે છે ; પણન્ટે એ વાત ને નજર અંદાજ કરી દે છે.


જેની અને જીમી સ્વીટ કેફે માં પોહચી ગયા હોય છે. જીમી અને જેની આ કેફે ની અંદર જાય છે. ઘડિયાળ માં 5:49 થઈ ચૂકી હોય છે ને એ જ સમયે જેની સ્વીટ કેફે નો દરવાજો ક્રોસ કરી દે છે. પણ જેની ને દરવાજો ક્રોસ કરવાની સાથે તેને એક અલગ જ અહેસાસ થાય છે કે કોઈક તેની બોડી ને હેન્ડલ કરી રહ્યું છે એવો. પણ જેની સાથે આ પ્રથમ વખત બન્યું હતું એટલે તે કંઈ ધ્યાન આપતી નથી. જેની તે વાત ને નજર અંદાજ કરી ને જીમી સાથે અંદર સ્વીટ કેફે માં જાય છે. આ નજર અંદાજ કરેલી સમસ્યા જેની અને જીમી માટે કોઈક મોટી સમસ્યા ઊભી ન કરી દે તો સારું.


જેની અને જીમી એક ટેબલ ઉપર જઈને બેસી જાય છે. જેની જીમી તરફ પોતાની નજર ઉપર નીચે કર્યા કરે છે. થોડી વાર જીમી ની સામે જોઈ રહે છે તો થોડી વાર પોતાના હાથ સામે જોવે છે. જેની ને જીમી નો હાથ પકડવો હોય છે પણ એ થોડી ખચકાઈ રહી હોય છે. જેની પોતાના બંને હાથ ની આંગળી પરોવી ને હાથ હલાવી રહી હોય છે. જેની જીમી ને ઘણું બધું આજે કહેવા માગે છે પણ કહી નથી શકતી કેમકે તેને કોઈ આઈડિયા જ નથી કે શરૂઆત ક્યાંથી કરે અને ક્યાંથી નઈ.


જીમી પોતાની જેની સામે જોઇને જેની ની દરેક હરકત ને નોટિસ કરી રહ્યો હોય છે. જેની નો હાથ થોડો આગળ આવતો ને બીજા જ પળે પાછળ પણ જતો રહેતો હતો. જેની થોડો સમય જીમી સામે ટકર ટકર જોઈ રહેતી તો થોડો સમય એના બંને હાથ ને આંગળી વડે ઘોચાવી રહી હતી. જીમી જેની ની હરકત જોઇને એટલું તો સમજી જ જાય છે કે જેની તેને ઘણું બધું કહેવા માગે છે. જેની જીમી નો હાથ પકડવા માટે કોશિશ કરી રહી હોય છે એ પણ જીમી સમજી જાય છે. જીમી પોતાનો હાથ જેની ના હાથ તરફ આગળ વધારી રહ્યો હતો! જીમી એ જેવો જ પોતાનો હાથ જેની ના હાથ ઉપર મૂક્યો કે તરત જ જેની એ જીમી નો હાથ નીચે જાટકી દીધો.


“ કોણ છે તું ? તારી હિંમત કઈ રીતે થઈ મારો હાથ પકડવાની ? એકલી છોકરી ને બેઠેલી જોઈને તું ગમે તે કરીશ ? સાંભળી લે હું એવી છોકરી નથી જે તારા વાતો માં આવી જશે. તું દૂર હટ મારાથી. “ જેની


જેની ગુસ્સા માં આટલું કહીને ઉભી થઈ જાય છે. પણ કેમ ? જેની ને અચાનક તો શું થઈ ગયું ? જેની ના આવા વર્તાવ ને જીમી સમજી ના શકતો હતો. જીમી ઊંડા વિચારો માં ડૂબેલો હતો કે જેની અચાનક જ કેમ આવો વ્યવહાર કરવા લાગી તેની સાથે. જીમી ના મનમાં વિચાર આવે છે કે સાયદ જેની તેની સાથે મજાક કરી રહી છે. એટલે તે પોતાના બંને હાથ જેની ના ખભા ઉપર મૂકી દે છે.


“ જેની બસ કર હવે યાર ! તું મજાક છોડીને તારો જવાબ આપ. હું તારો જવાબ સાંભળવા માટે તરસી ગયો છું.” જીમી

જેની જીમી ના હાથ તેના ખભા ઉપર થી લઇ નીચે તરફ પટકી દે છે. “ મે એક વાર કહ્યું ખબર નથી પડતી ? માન ન માન મૈં તેરા હીરો. કહ્યું ને હું તને નથી જાણતી. મારાથી દૂર હટ !” જેની


“ જેની બસ કરને યાર ! તારો આવો અજીબ વહેવાર મારાથી સહન નથી થતો ! યાર પ્લીઝ તું આવું ના કર; મને ખૂબ જ ચિંતા થાય છે. પ્લીઝ જેની મજાક બંધ કરી દે. “ જીમી

“ હું કોઈ મજાક નથી કરતી ; અને એક વાત કે હું તને જાણતી પણ નથી તો તું મારું નામ કઈ રીતે જાણે છે ?” જેના


“ જેની યાર તને શું થઈ ગયું છે ? મારા પ્રત્યે તારું વર્તન કેમ બદલાઈ ગયું છે ?” જીમી


“ જુઓ મિસ્ટર મારું વર્તન તમારી માટે ત્યારે જ બદલાય જ્યારે હું તમને જાણતી હોય ! પણ હું તમને નથી જાણતી તો આગળ વધો નહીતો બે પડશે ગાલ ઉપર. “ જેની


જીમી હવે થોડો ગભરાવા લાગ્યો હતો કેમકે હવે તેને સમજાઈ ગયું હતું કે જેની કોઈજ મજાક કરતી ન હતી. જીમી ને કોઈપણ સમજાતુ નથી કે તેની જેની ને અચાનક શું થયું ગયું ? જેની ના આવા વર્તાવ નું કારણ શું છે. જીમી ના મનમાં ઘણા બધા સવાલો છે પણ એના જવાબ ફક્ત જેની જ આપી શકે એમ હતી.


“ જેની ચાલ ઘરે જઈએ! તારું મન કહે ત્યારે તું તારો જવાબ મને આપી દેજે! પણ અત્યારે ચાલ હું તને ઘરે મૂકી આવું. “ જીમી

“ અરે યાર મે તને કીધું ને કે હું તને નથી જાણતી! તો તું શું કામ મને ઘરે છોડીશ ? અને તે વિચારી પણ કઈ રીતે લીધું કે હું તારી સાથે આવીશ? તારી હિંમત કઈ રીતે થઈ? “ જેની

“ જેની આપડે બંને સાથે અહી આવ્યા હતા; મે ગઈ કાલે તને મારા દિલ ની વાત કહી ને પ્રપોઝ કરી હતી. જેની તે તરો જવાબ આપવા માટે મને અહી બોલાવ્યો છે. હું તને અહી મારા બુલેટ ઉપર બેસાડી ને અહી લાવ્યો છું. પ્લીઝ યાદ કર! “ જીમી

“ પાગલ થઈ ગયો છે કે શું ? જેની અગ્નિહોત્રી તારી સાથે આવે ? ( હસતાં) એક મિનિટ અને તે શું કીધું ! તે મને પ્રપોઝ કર્યો હતો ,અને મે અહી તને મારો જવાબ આપવા માટે બોલાવ્યો છે ? શું બકવાસ છે આ ? હવે તું જાય છે કે પછી મારા ભાઈ ઓ ને બોલવું ? તને ખબર છે ને એક અવાજે એક છોકરી ના કેટલા ભાઈ ઓ બની જાય! “ જેની


જેની નો વર્તાવ જીમી માટે મુસીબત ઊભી કરી રહ્યો હતો. જીમી ના મન ઉપર જેની ના વર્તાવ ઊંડો ઘા કરી જતો હતો. જીમી જેની ને મળવાથી જેટલો ખુશ થયો હતો એટલો જ તેને જેની ના વર્તન એ દુઃખી કરી દિધો હતો. જેની તેને ઓળખવા માટે પણ તૈયાર નોહતી ! આખરે જીમી , જેની અને જીયા વચ્ચે ની આ કહાની આગળ કયા મોડ સુધી જશે ? એ એક પ્રશ્ન જ બની ગયો છે.


“ જેની તું મને નથી જાણતી ને ! કોઈ વાત નઈ પણ પ્લીઝ મારી સાથે ચાલ હું તને ઘરે છોડી દઉં! ભલે તું મને ના જાણતી પણ હું તને વર્ષો થી જાણું છું. પ્લીઝ ચાલ મારી સાથે !” જીમી


જેની થોડો સમય જીમી સામે જોઈ રહે છે. જીમી ની વાતો થી તેના મનમાં ગુસ્સો આવવા લાગે છે. “ જેની અગ્નિહોત્રી અને તારી સાથે ! વોટ અ જોક!” જેની જીમી ની વાત ઉપર હશે છે. જેની ની સ્માઈલ જોઇને જીમી ની અંદર નિરાશા છવાઈ જાય છે.



જેની ના મનમાં થી જીમી ની બધી યાદો મિટાવી ચૂકી હતી જીયા! હવે જેની ને જીમી જ યાદ નથી. જીયા ના કાળા જાદુ એ જેની ની આખી જિંદગી બરબાદી ના પડાવ ઉપર લાવી ને મૂકી દીધી હતી. હવે આગળ જેની સાથે શું થશે એની કોઈને ભનક પણ ન હતી. જેની ને બસ હવે જુલિયટ જ બચાવી શકે છે. તેના માટે જેની ને જુલિયટ સાથે શું સંબંધ છે એ જાણવા પડશે. પણ જીયા ના લીધે જેની ની બરબાદી શરૂ થઈ ચૂકી હતી……




ક્રમશ……..






આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary