પરી - ભાગ-19 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરી - ભાગ-19

" પરી " પ્રકરણ-19

શિવાંગ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઇને બેંગ્લોર પહોંચી જાય છે.

ક્રીશાના ઘરે જઇને બંને જમ્યા અને પછી આરામ કર્યો. શિવાંગે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઇ લીધો હતો ક્રીશા અને શિવાંગ પોતાના લગ્નજીવનની શરૂઆત એ ઘરમાંથી જ કરે છે.
બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની શિવાંગ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી સુંદર સજાવટ કરે છે.

માધુરીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પણ કંઇ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લે છે અને માધુરીને બતાવવા માટે લઇ જાય છે.

ડૉ.અપૂર્વ શાંતિથી માધુરીના પપ્પાની બધી જ વાત સાંભળે છે અને પછી માધુરીને પણ તપાસે છે પણ માધુરીની પરિસ્થિતિમાં કંઈજ ફરક નથી પડ્યો તે વાત પણ નોટિસ કરે છે. પછી માધુરીના પપ્પાને ડૉ.અપૂર્વ જણાવે છે કે માધુરીને ઠીક થતાં લગભગ એકાદ વર્ષ લાગી જશે. ત્યાં સુધી તમારે હિંમત રાખીને અને ભગવાન ઉપર ભરોસો રાખીને તેની રેગ્યુલર દવા કરવી જ પડશે. અને તેને ગાયનેકોલોજીસ્ટે ડીલીવરી માટે કઇ તારીખ આપી છે તે પણ પૂછે છે.

માધુરીના પપ્પા મોહિતભાઈ જણાવે છે કે બે મહિના પછીની માધુરીને ડીલીવરી માટેની તારીખ આપેલી છે.

ડૉ.અપૂર્વ માધુરીના મમ્મી-પપ્પાને સમજાવે છે કે જ્યાં સુધી માધુરી બાળકને જન્મ ન આપી દે ત્યાં સુધી તેને વધારે સાચવવી પડશે. અને માધુરીના મમ્મી-પપ્પા માધુરીને નાના બાળકની જેમ સાચવે છે.અને તેની મમ્મી પ્રતિમાબેન પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવી નાના બાળકને સમજાવે તેમ સમજાવ્યા કરે છે કે, " જલ્દીથી સાજી થઇ જા બેટા, તું હવે માતા બનવાની છે.ક્યાં સુધી આમ વિચારોમાં ખોવાયેલી રહીશ બેટા" અને પછી પોતે જ રડી પડે છે. માધુરીના પપ્પા દરરોજ શિવાંગ સાથે ફોન ઉપર વાત કરે છે અને રોજે રોજના સમાચાર શિવાંગને જણાવતાં રહે છે.

માધુરી હજી કોઈને ઓળખતી ન હતી. કદાચ, ઓળખવાનો પ્રયત્ન જ ન હતી કરતી. તેના વર્તનમાં એટલો ફેર પાડ્યો હતો કે, તે હવે પહેલા જેટલી ગુસ્સે ન હતી થતી કે ન તો તે કોઈની ઉપર છુટ્ટી વસ્તુઓ ફેંકતી.તે પોતાની કોઇ અલગ જ દુનિયામાં જાણે ખોવાયેલી રહેતી હતી. મમ્મી પ્રતિમાબેન અને પપ્પા મોહિતભાઈ વિચાર્યા કરતાં હતાં કે હવે તો કોઈ ઇશ્વરનો ચમત્કાર થાય અને અમારી દીકરી અમને પાછી મળે તો સારું અને ભગવાનને ખૂબજ પ્રાર્થના કર્યા કરતા હતા.

સમય પસાર થયે જતો હતો. માધુરીના વર્તનમાં કોઈ ફેર પડતો ન હતો. હવે તેની ડીલીવરીની તારીખ નજીક આવી ગઇ હતી તેથી પ્રતિમા બેન અને મોહિતભાઈને થોડી વધારે ચિંતા રહ્યા કરતી હતી. આ વાત તેમણે શિવાંગને પણ જણાવી તેથી શિવાંગ અને ક્રીશા ઓફિસમાંથી પંદર દિવસની રજા લઇ અમદાવાદ આવી જાય છે.

શિવાંગ ક્રીશાને લઇને માધુરીને મળવા માટે આવે છે. ક્રીશા માધુરીના મમ્મી-પપ્પાને પગે લાગે છે અને પછી શિવાંગ તેને માધુરીના રૂમમાં લઇ જાય છે. ક્રીશા પણ માધુરીની આ હાલત જોઈને ખૂબ દુઃખી થઇ જાય છે. મોહિતભાઈ શિવાંગને અને ક્રીશાને પોતાના ત્યાં જ રોકાઈ જવા આગ્રહ કરે છે.

પરિસ્થિતિ જોઇને ક્રીશા પણ શિવાંગને માધુરીના ઘરે જ આપણે રોકાઇ જવું જોઈએ તેમ સમજાવે છે અને એ રાત્રે બંને ત્યાં જ રોકાઈ જાય છે.

પરોઢીયે ચાર વાગે માધુરીને દુખાવો શરૂ થાય છે અને તેને હોસ્પિટલમાં લઇ જવી પડે છે. હોસ્પિટલ લઇ જતાં સુધીમાં માધુરીની તબિયત વધારે બગડતી જાય છે. ડૉ.સીમા પંડ્યા ખૂબજ હોંશિયાર અને કાબેલ ગાયનેકોલોજીસ્ટ છે. જે માધુરીને તરત જ ઑપરેશન થિયેટરમાં લઇ જાય છે.

માધુરીને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા પછી શું થાય છે. વાંચો હવે પછીના પ્રકરણમાં....