પરી - ભાગ-3 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરી - ભાગ-3

" પરી " ભાગ-3

માધુરી પોતાની વાત પૂરી કરે છે અને શિવાંગ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા માધુરીનું ઘર આવી જાય છે. એટલે શિવાંગ તેને ડ્રોપ કરીને ચાલ્યો જાય છે.

શિવાંગને આટલી બધી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ છે.કંઇ કેટલીયે છોકરીઓ પોતાના બાઇક પાછળ બેઠી હશે. પણ આજે તેને કંઇક અલગ જ અહેસાસ થઇ રહ્યો છે. માધુરી બીજી છોકરીઓ કરતાં કંઇક ડિફરન્ટ છોકરી છે. કંઇ ન બોલીને પણ કોઇને પોતાના કરી દે તેવી છે.ખભા ઉપર મૂકેલા તેના હાથનો સ્પર્શ હજીયે શિવાંગ મહેસૂસ કરી રહ્યો છે. આજે તે ખૂબજ ખુશ હતો. માધુરીને તેની સાથે લવ થશે કે નહિ તે ખબર નથી પણ તેને માધુરીને જોતા જ તેની સાથે લવ થઇ ગયો હતો. ' લવ એટ ફર્સ્ટ સાઈટ ' અને તેથી તેના ચહેરા ઉપર ખુશી છવાયેલી રહેતી, મનોમન તે માધુરીને પોતાની માની બેઠો હતો. કદાચ, માધુરીનું વર્તન પણ તેના માટે એવું જ હતું.

એઝ યુઝ્વલ થોડા દિવસ કોલેજ ચાલી પછી નવરાત્રી આવી રહી હતી એટલે કોલેજમાં પણ નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ કોલેજમાં ગરબાની રમઝટ જામવાની હતી.જેને માટે જુનીયરોએ સીનીયરોના બતાવ્યા પ્રમાણે આખી કોલેજ ડેકોરેટ કરી, માતાજીનું મંદિર બનાવવાનું હોય છે અને રાત્રે ગરબાના સમયે કોલેજ એન્ટ્રન્સમાં દિવાની રંગોળી કરવાની હોય છે. જેનાથી કોલેજનું એ દ્રશ્ય આહલાદક લાગે છે. આ એક કોલેજની જૂની પ્રણાલિકા છે.

માધુરીને પણ ગરબાનો ખૂબજ શોખ એટલે નવેનવ દિવસના ચણિયાચોળી પણ અલગ જ હોય. આજે ગરબા હતા એટલે વિચારી રહી હતી કે આજે કયા ચણિયાચોળી પહેરવા. સજીધજીને તૈયાર થઇ એટલે મમ્મીએ તેના કાન પાછળ કાળું ટપકું કર્યું અને ટકોર પણ કરી, " મારી દીકરીને કોઈની નજર ન લાગી જાય એટલી રૂપાળી છે. મારી દીકરી...!! " અને માધુરી હસીને કહેતી, " હવે કોઈની નજર નથી લાગતી મમ્મી, શું તું પણ ?"

માધુરીના પપ્પા તેને કોલેજ સુધી ડ્રોપ કરી આવે છે અને લેવા આવવાનું થાય ત્યારે ફોન કરજે તેમ કહે છે પણ માધુરી " ના " પાડે છે કે, " પપ્પા આવતા તો મારા બધા ફ્રેન્ડસ, અમે સાથે જ રીટર્ન થઇશું એટલે મને ગમે તે કોઈ ઘરે આવીને ડ્રોપ કરી જશે. "

ગરબામાં શિવાંગ-માધુરી અને રોહન- આરતીનું ગૃપ અલગ જ તરી આવે છે. આખી કોલેજને આ ચાર જણાની અને તેમના ગૃપની ઇર્ષા આવે છે. શિવાંગની ફ્રેન્ડસ બધી પણ પોતાના ગૃપમાં કોઈની એન્ટ્રી નહિ.

માધુરી અને શિવાંગની જોડી, એકસાથે કૂદી કૂદીને બંને જે રીતે ડાંડીયારાસ રમી રહ્યા હતા. આહલાદક લાગી રહી હતી. જાણે રાધા-કૃષ્ણ ની જોડી...

ગરબાનું ફંક્શન પૂરું થાય એટલે શિવાંગ માધુરીને રોજ રાત્રે ઘરે ડ્રોપ કરવા જતો અને માધુરી બાઇક ઉપર બેસવા જાય એટલે હસીને તેને કહેતો, " બરાબર મને પકડીને બેસજે, ગબડી ન પડતી " એટલે માધુરી તરત જ બોલતી, " ગબડી પડું તો તું ઉંચકી લેજે " અને બંને " બાય, સી યુ ટુ મોરોવ " કહી સ્માઈલ સાથે છૂટા પડતા. હવે શિવાંગને જાણે માધુરી વગર ચાલતું જ નહિ પણ તેની વાત મનમાં ને મનમાં જ રહી જતી. તે માધુરીને કહી શકતો ન હતો. આરતીને, રીક્વેસ્ટ કરતો પણ આરતી તેને ચોખ્ખી
" ના " પાડી દેતી અને કહેતી," બહુ સીધી- સાદી છોકરી છે, તને કોઈ દિવસ " હા " નહિ પાડે ચૂપ રે." એટલે શિવાંગ થોડો નિરાશ થઈ જતો અને ભગવાનને પ્રાર્થના કરતો, " હે કાનજી, આઇ લાઇક માધુરી વેરી મચ, કંઇક કરોને આપણું..!!"

રેગ્યુલર ભણવાનું ચાલતુ એટલે શિવાંગ પાછો સીરીયસ થઇ ભણવામાં પોતાનું મન લગાવી દેતો. કારણ કે તેને ડર હતો કે, મારો ફર્સ્ટ નંબર તો જવો જ ન જોઈએ.

માધુરી પણ એક્ઝામની બરાબર તૈયારીમાં પડી હતી. તેનું આ પહેલું વર્ષ હતું એટલે જે ન ફાવે તે શીખવા માટે શિવાંગને કહે અને આરતીને ઘરે બધા ભેગા થાય અને સાથે જ ભણતાં અને મહેનત કરતાં. ભણતાં, મસ્તી કરતાં દિવસો ક્યાં પસાર થઇ ગયા ખબર જ ન પડી અને એક્ઝામ આવી ગઇ.

માધુરીને રિઝલ્ટનું ખૂબ ટેન્શન હતું પણ રિઝલ્ટ આવ્યું તો તેના ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ હતા. અને શિવાંગ પણ દર વખતની જેમ આખા ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આજે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ લગાવેલું હતું.

આરતી અને રોહનનો સેકન્ડ ક્લાસ આવ્યો હતો. ચારેય જણાં રિઝલ્ટની ચર્ચા કરતાં ઉભા હતા ત્યારે માધુરી શિવાંગને થેંન્કયૂ કહેતા ખુશીથી તેને ભેટી પડી અને આરતી બોલી પડી, " બંને એમ જ રહેજો, નાઇસ લુકીંગ બોથ ઓફ યુ, હું એક પીક લઇ લઉં તમારું બંનેનું, શું જોડી લાગે છે યાર...!! " અને માધુરી શરમાઈ ગઈ. અને શિવાંગની ખુશીનો કોઈ પાર ન રહ્યો. વિચારવા લાગ્યો કે વરસ્યો પ્રભુ તું વરસ્યો મારી ઉપર અને મનોમન કાનજીને થેંક્સ કહેવા લાગ્યો...

એટલામાં ક્લાસનો ટાઇમ થાય છે એટલે બધા પોતપોતાના ક્લાસમાં જાય છે. આજે એન્યુઅલ ફંક્શનની ડેટનું એનાઉન્સમેન્ટ થવાનું છે એટલે શિવાંગ તેની રાહ જોઇ રહ્યો છે....શું એનાઉન્સર થાય છે આગળના ભાગમાં....રેટ કરો અને રિવ્યુ આપો

Saiju

Saiju 2 વર્ષ પહેલા

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Nita

Nita 3 વર્ષ પહેલા

Sheetal

Sheetal 3 વર્ષ પહેલા

Kismis

Kismis 3 વર્ષ પહેલા