" પરી " ભાગ-1
આરતી, રોહન અને શિવાંગ સાથે કોલેજ કેમ્પસમાં ઉભી હતી. કોઈની રાહ જોતી હોય તેમ વારંવાર કોલેજના ગેટ સામે જોઇ રહી હતી. એટલે શિવાંગે તેને પૂછ્યું, " કોઈ આવવાનું છે, આરતી તો તું આમ ગેટ સામે જોયા કરે છે. "
એટલે આરતીએ તરત જવાબ આપ્યો કે, " હા, મારા પપ્પાના એક ફ્રેન્ડની ડોટરે આપણી કોલેજમાં જ એડમિશન લીધું છે. તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું. "
શિવાંગ: કેવી લાગે છે ? બ્યુટીફૂલ છે કે પછી....
આરતી: એય શીવુ, જો એની સાથે ફ્લર્ટીંગ નહિ, મારા રિલેશનમાં છે ઓકે ?
શિવાંગ: અરે યાર, ખાલી એમજ પૂછું છું ? શું આટલી ગુસ્સે થાય છે ?
આરતી: મને તારી હેબિટ ખબર છે.ઓકે..!
એટલામાં માધુરી આવીને ઉભી રહી અને આમતેમ જોઇને આરતીને શોધવા લાગી એટલે આરતી તરત જ દોડીને એની સામે ગઇ બંને એકબીજાને કોઈ દિવસ મળ્યા ન હતા. પણ માધુરી કોઈને શોધતી હોય તેમ ઉભી રહી હતી એટલે આરતીને ખબર પડી ગઇ કે, આ જ માધુરી છે.તેણે માધુરીની પાસે જઇ શેકહેન્ડ કરવા હાથ લાંબો કર્યો અને બોલી, " હાય, આર યુ માધુરી ? આઇ એમ આરતી. "
એટલે માધુરીએ પણ તરત જ સ્માઇલ આપ્યું અને બોલી, " હા, હું માધુરી, નાઇસ ટુ મીટ યુ "
આરતી: ચલ, હું તારી મારા ફ્રેન્ડસ સાથે ઓળખાણ કરાવું.
આરતી, શિવાંગ અને રોહન એન્જિનિયરીંગના થર્ડ ઇયરમાં હતા.
માધુરીએ પોતાની સ્કૂલમાં 82% સાથે 12 સાયન્સમાં ટોપ કર્યું હતું. એટલે તેને પણ એલ.ડી.એન્જીનીયરીંગ માં ઇઝીલી એડમિશન મળી ગયું હતું.
આજે કોલેજનો પહેલો દિવસ હતો એટલે માધુરી થોડી કન્ફ્યુઝનમાં હતી. કોલેજનો કંઇક અલગ જ માહોલ દેખાઇ રહ્યો હતો. બધા પોતપોતાના ગૃપમાં ઉભેલા હતા અને મસ્તીથી વાતો કરતા હતા. એટલે માધુરી વિચારી રહી હતી કે કોલેજનો માહોલ શું આવો જ હોતો હશે, બિંદાસ...!!
આરતી, શિવાંગ અને રોહન સાથે માધુરીની ઓળખાણ કરાવે છે.
આરતી: મીટ માય ફ્રેન્ડ, શિવાંગ એન્ડ રોહન. હું અને રોહન નર્સરીથી સાથે જ ભણીએ છીએ, એક જ ક્લાસમાં હતા અને શિવાંગ 9th થી અમારી સાથે છે.બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છે.
શિવાંગ આરતીને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો છે અને આરતીની નજીક જઇ તેના કાનમાં કહેવા લાગ્યો, " પરી છે આ તો, કેવી રીતે છોડાય. " આરતીએ તેની સામે જોઇ આંખો કાઢી એટલે રીક્વેસ્ટ કરતો હોય તેમ હસવા લાગ્યો.
માધુરી: ( બંનેની સાથે હાથ મિલાવે છે. )અને હાય બોલે છે. શિવાંગ એક સેકન્ડ માધુરીનો હાથ પકડી રાખે છે એટલે આરતી તેને ખભાથી ધક્કો મારે છે. એટલે તરત છોડી દે છે.
આરતી માધુરીને કહે છે, " ચાલ, હું તને કોલેજ અને તારો ક્લાસ બતાવું. "
શિવાંગ: ( વચ્ચે જ બોલે છે. ) અંહ, તું ક્યાં તકલીફ લઇશ, હું જઇ આવું તેની સાથે ?
આરતી: શટઅપ, તમે બંને અહીં જ ઉભા રહો, આઇ એમ કમીંગ વિધિન ટેન મિનિટ્સ. ( બોલીને માધુરીને તેનો ક્લાસ બતાવવા જાય છે.
રસ્તામાં માધુરી કોલેજ વિશે અને ટીચર્સ વિશે આરતીને પૂછે છે એટલે આરતી તેને સમજાવે છે કે, " ફેકલ્ટી સાથે બહુ માથાકૂટ નહિ કરવાની, કંઇ ન આવડતું હોય તો મને કહેજે હું તને હેલ્પ કરીશ. "
માધુરી તેને થેંન્કયૂ કહે છે અને પોતાના ક્લાસમાં જાય છે.
આરતી રિટર્ન થાય છે એટલે શિવાંગ અને રોહન, ત્રણેય પોતાના ક્લાસમાં જાય છે.
બીજે દિવસે શિવાંગ માધુરીની રાહ જોતો પોતાના બાઇક ઉપર કેમ્પસમાં જ ગોગલ્સ ચઢાવીને બેઠો છે. આરતી આવે છે એટલે તેને કહે છે, " આજે તો જુનિયર્સનું રેગીંગ લેવાનું છે. આર યુ કમ વીથ અસ ?"
આરતી: ના, હું તારી સાથે નથી આવવાની અને મને રેગીંગ લેવામાં કોઈ ઇન્ટ્રેસ્ટ પણ નથી. અને હા સાંભળ, માધુરીનું રેગીંગ લેવાનું નથી ઓકે ?
શિવાંગ: અરે, કેમ, તું તો તારી સગી બહેન હોય તેમ બીહેવ કરે છે.
આરતી: હા, તેની રિસ્પોન્સીબીલીટી તેના પપ્પાએ મને સોંપી છે. એટલે મારે ધ્યાન રાખવું પડે ને ?
શિવાંગ: અરે યાર, યુ આર મોસ્ટ રિસ્પોન્સીબલ પર્સન..!!
રોહન: ( બંનેની વાતમાં વચ્ચે જ બોલે છે. ) અબે, તું તારું તો ધ્યાન રાખી નથી શકતી અને એનું રાખવાનો છે ? કેવી વાત કરે છે ?
આરતી: તમે બંને ચૂપ રહો, માધુરી આવી રહી છે.
માધુરીના આવ્યા પછી શું થાય છે ? વાંચો આગળના ભાગમાં....