પરી - ભાગ-20 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરી - ભાગ-20

આપણે આગળના ભાગમાં જોયું કે માધુરીને ઓપરેશન થિયેટરમાં લઇ જાય છે. પણ તેનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઇ જાય છે. તેની હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે માધુરી સીરીયસ થઇ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવી દે છે. માધુરીના મમ્મી-પપ્પા, ક્રીશા અને શિવાંગ ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરે છે કે શાંતિથી બધું પતી જાય અને માધુરી તમેજ તેનું બાળક બંને હેમખેમ રહે, પણ ઇશ્વરના ન્યાયને કોઈ ક્યાં પહોંચી શકે છે. ભલા...!!

માધુરી તેના જેવી જ રૂપાળી એક સુંદર બાળકીને જન્મ આપે છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં ડૉ.સીમા બેન માધુરીનો જીવ બચાવી શકતા નથી, માધુરી ત્યાં જ મૃત્યુ પામે છે અને પોતાની એક છબી મૂકતી જાય છે.

આ સમાચાર સાંભળીને માધુરીના મમ્મી-પપ્પા જીવતેજીવત જાણે મૃત્યુ પામ્યા હોય તેવી તેમની હાલત થઇ જાય છે. ખૂબજ આક્રંદ કરતાં કરતાં માધુરીના પપ્પા બોલે જાય છે કે, " મારી પાસે બધું જ છે પ્રભુ પણ આ બાળકીની માતાને તે લઇ લીધી આને સાચવશે કોણ...?? એના કરતાં તો તે બંનેને લઇ લીધા હોત તો સારું હતું...?? અને આ આક્રંદ સાંભળીને ત્યારે જ ક્રીશા મનોમન નક્કી કરે છે કે આ બાળકીને હું સાચવીશ અને મારી દીકરી સમજીને મોટી કરીશ.

નર્સ નાની બાળકીને લઇને આવે છે એટલે ક્રીશા તેને ખૂબજ પ્રેમથી પોતાના હાથમાં લઇ લે છે. શિવાંગ હોસ્પિટલની બધી વિધિ પતાવે છે અને પછી બધા માધુરીના ઘરે જાય છે. માધુરીના મમ્મી-પપ્પા માધુરી વગરના ઘરમાં પગ કઇ રીતે મૂકવો વિચારે તેમનો પગ પાછો પડે છે. બંને ખૂબજ દુઃખના દરિયામાં ડૂબી જાય છે. એ બંનેની હાલત પણ દિવસે ને દિવસે બગડતી જાય છે. શિવાંગ અને ક્રીશા બંને સતત તેમની સાથે તેમના સંતાન જેમ હૂંફ આપે તેમ તેમને હૂંફ આપીને તેમની પાસે જ રહે છે.

થોડા દિવસ પછી ક્રીશા બેબીનું નામ પાડવા બાબતે શિવાંગને પૂછે છે ત્યારે શિવાંગ જવાબ આપે છે કે,
" માધુરી બિલકુલ પરી જેવી લાગતી હતી, ( અને પછી તેની દીકરીને વ્હાલથી ક્રીશાના હાથમાંથી પોતાના હાથમાં લે છે અને માધુરીના ફોટા સામે જૂએ છે, તેની અને ક્રીશાની બંનેની આંખમાં પાણી આવી જાય છે. અને પછી બોલે છે. ) આ તારી દીકરી પણ બિલકુલ તારા જેવી જ " પરી " જેવી લાગે છે. અમે તેને " પરી " કહીને બોલાવીશું તને ગમશેને માધુરી...?? " ક્રીશા, શિવાંગ અને તેના મમ્મી-પપ્પા બધા ખૂબ રડી પડે છે. અને માધુરી જાણે બધાને આશીર્વાદ આપતી હોય તેમ તેને ચઢાવેલો હાર એકદમ શિવાંગ, ક્રીશા અને પરીની ઉપર પડી જાય છે અને ફોટામાંથી હસીને બધાને આશીર્વાદ આપી રહી હોય તેમ તેનો ચહેરો જાણે શિવાંગ અને ક્રીશાને જોઇને ખીલી ઉઠે છે. જાણે તે સાક્ષાત ફોટામાં આવી ગઇ છે.

માધુરીના ગયા પછી શિવાંગ અને ક્રીશાએ જે તેના મમ્મી-પપ્પાની સેવા કરી હતી મોહિતભાઈ અને પ્રતિમાબેન ક્રીશાને પોતાની દીકરી જ માનવા લાગ્યા હતા અને કહેતા હતા કે, " એક માધુરી ગઇ અને બીજી માધુરીને ભગવાને અમારી પાસે મોકલી આપી છે. "

પ્રતિમાબેન અને મોહિતભાઈને ચિંતા પરીની પરવરીશ ની હતી. હવે શિવાંગ અને ક્રીશાને બેંગ્લોર રીટર્ન થવાનું હતું, પરીને ક્રીશાની ખૂબ માયા થઇ ગઇ હતી. મોહિતભાઈએ શિવાંગને પરીની પરવરીશ માટે ચિંતા કરતાં પૂછે છે કે, " પરી માટે આપણે શું વ્યવસ્થા કરીશું બેટા...?? મને સતત તેની ચિંતા રહ્યા કરે છે. "
અને ક્રીશા મોહિતભાઈને કહે છે કે, " અંકલ, તમે મારા મમ્મી-પપ્પા જેવા જ છો. હું તમને આજથી મમ્મી-પપ્પા જ કહીશ અને જો તમને વાંધો ન હોય તો પરીને અમે દત્તક લેવા ઇચ્છીએ છીએ.પરીની પરવરીશ હું અને શિવાંગ કરીશું. પરીને અમે અમારી દીકરી બનાવવા માંગીએ છીએ. પ્રતિમાબેન અને મોહિતભાઈની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને મોહિતભાઈએ બે હાથ જોડીને ક્રીશાને અને શિવાંગને વિનંતી કરી કે, " હું તમારો બંનેનો ઉપકાર જિંદગીભર નહિ ભૂલી શકું બેટા, આજથી પરી તમારી દીકરી અને ક્રીશા મારી દીકરી મારી માધુરી. અને મારું જે કંઇપણ છે તે બધું મારી દીકરી ક્રીશા અને પરીનું. " અને પ્રતિમાબેન તેમજ મનોહરભાઇ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. શિવાંગે બધાને છાના રાખ્યા તેમજ પરીના નાના તેમજ નાની સાથે ફોટા પાડ્યા અને નાનકડી માસુમ પરીને ક્રીશાએ તેમજ શિવાંગે પોતાનું નામ આપ્યું અને પોતાની દીકરી બનાવી બેંગ્લોર લઇ આવ્યા.
પરી હવે અઢી વર્ષની થઇ ગઇ છે એટલેે તેનું પ્લે ગૃપમાં એડમિશન લેવામાં આવે છે અને તેની મમ્મી ક્રીશા એક સુંદર દીકરાને જન્મ આપે છે.ક્રીશાના મમ્મી-પપ્પા, શિવાંગના મમ્મી-પપ્પા અને માધુરીના મમ્મી-પપ્પા બધા ખૂબજ ખુુુશ થઇ જાય છે.બધા ખૂબજ ખુશ થઇ જાય છેે.

- જસ્મીના શાહ 'જસ્મીન'