પરી - ભાગ-18 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરી - ભાગ-18

" પરી "ભાગ-18

આપણે પ્રકરણ સત્તરમાં જોયું કે શિવાંગ માધુરીની હાલત જોઇને ખૂબ દુઃખી થઇ જાય છે અને તેને " આઇ લવ યુ, માધુરી " કહી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ માધુરી તેને પણ ઓળખતી નથી અને તેની સાથે વાત નથી કરતી અને તેને જોઇને ચીસો પાડે છે અને પછી તે રૂમની બહાર નીકળી જાય છે.

બહાર આવીને માધુરીના પપ્પા સાથે તે વાત કરતાં કહે છે કે, " અંકલ, માધુરીની હાલત તો વધારે પડતી બગડી ગઇ છે. જો આપની ઇચ્છા હોય તો, માધુરીને આપણે મારો એક કઝીન બ્રધર સાઇક્રરાઇટીસ્ટ છે ડૉ.અપૂર્વ પટેલ તેને બતાવી જોઈએ તો સાચી એડ્વાઇસ આપણને મળી રહે અને સારી ટ્રીટમેન્ટ આપણે કરાવી શકીએ. "

માધુરીના પપ્પા જવાબ આપે છે કે, " બેટા, તમને જે ઠીક લાગે તેમ કરવા હું તૈયાર છું, મારા એક ફ્રેન્ડના કહેવાથી મેં તેના પરિચીત ડૉ.હેમાંગ પટેલ, જે સાઇક્રરાઇટીસ્ટ જ છે તેમની દવા ચાલુ કરી છે પણ ડૉક્ટર સાહેબે ચોખ્ખું કહ્યું હતું કે, તેની તબિયતમાં સુધારો થતાં સમય લાગશે. આપણે બીજા ડૉક્ટરને બતાવવું હોય તો મને કંઈ વાંધો નથી. બતાવી દઇએ."

શિવાંગ બીજા જ દિવસની ડૉ. અપૂર્વ પટેલની એપોઇન્ટમેન્ટ લઇ લે છે અને પછી દુઃખીહ્રદયે ઘરે આવે છે આવીને ક્રીશાને બધી વાત જણાવે છે અને પૂછે છે કે, " હું માધુરીની આવી પરિસ્થિતિ છે તો તેને હેલ્પ કરું ને..?? તને કંઇ વાંધો તો નથી ને..?? "
ક્રીશા એકદમ શાંતિથી અને પ્રેમથી જવાબ આપે છે કે, " ના, મને કંઈ વાંધો નથી. આપણે તેની હેલ્પ કરવી જ જોઈએ. એ આપણી ફરજ છે. "

શિવાંગને માધુરીનો જવાબ સાંભળી શાંતિ પણ થાય છે અને આવી સુશીલ અને સંસ્કારી પત્ની મળવા માટે તે તેના કાનજીનો આભાર પણ માને છે. આજે તેને માધુરીની ભીતર રહેલા ગુણોના દર્શન થાય છે.

બીજે દિવસે શિવાંગ સમયસર માધુરીને ઘરે પહોંચી જાય છે. માધુરીના મમ્મી-પપ્પા તૈયાર જ હોય છે જવા માટે અને માધુરીને પણ તેમણે સમજાવીને ડૉક્ટરને મળવા જવા તૈયાર કરી દીધી હતી.

બધા ડૉ.અપૂર્વના ક્લિનિક ઉપર પહોંચી જાય છે. ડૉ.અપૂર્વ માધુરીના મમ્મી-પપ્પાની, માધુરીની સાથે ક્યારે ક્યારે શું શું બન્યું બધી જ વાતો સાંભળે છે. અને પછી શિવાંગને અને માધુરીના પપ્પાને અંદર બોલાવે છે અને જણાવે છે કે, " માધુરીના મગજ ઉપર તેની સાથે જે બન્યું તેની બહુ ઘહેરી અસર પડી છે અને તે ચોટ છેક હ્રદયના ઉંડાણ સુધી ઘર કરી ગઇ છે. આ જે દવા ચાલે છે તેની પણ કોઈ અસર તેની ઉપર થઇ રહી નથી. હું થોડી દવા બદલવાનો પ્રયત્ન કરું છું, આપણે તેને બહુ હાઇ ડોઝ નહિ આપી શકીએ કારણ કે તે પ્રેગનન્ટ છે. એટલે આપણે તેના બાળકનો પણ વિચાર કરવો રહ્યો. હું તેને જે દવા આપી રહ્યો છું તેનાથી કદાચ તે પહેલા કરતાં વધારે ઉંઘ લે તો તમે ચિંતા કરશો નહીં. એક વીક માટેની દવા હું તેને આપું છું. એક વીક પછી ફરી તેને અહીં લઇ આવવી પડશે, ઓકે. " અને માધુરીને ડૉ. અપૂર્વની દવા ચાલુ કરવામાં આવે છે.

શિવાંગ, માધુરી અને તેના મમ્મી-પપ્પા બધા માધુરીના ઘરે જાય છે. શિવાંગમાધુરીના પપ્પાને દવા વિશે બધું સમજાવી દે છે અને પછી જણાવે છે કે, " તે વન મન્થની જ રજા લઇને આવ્યો હતો તેથી તેને બે દિવસ પછી પાછું બેંગ્લોર જવાનું છે. તે રોજ માધુરીના સમાચાર પૂછવા તેમને ફોન કરતો રહેશે અને ચિંતા જેવું કંઇ લાગે તો ગમે ત્યારે તે માધુરીને લઇને ડૉ.અપૂર્વ પાસે જઇ શકે છે. " અને પછી પોતાને ઘરે જવા નીકળે છે.

હવે તેને અને ક્રીશાને બેંગ્લોર જવાનું છે ત્યાં જઇને નવું ઘર વસાવવાનું છે. તેથી તે અને ક્રીશા બંને તેની તૈયારીમાં પડે છે....વધુ આગળના પ્રકરણમાં....