પરી - ભાગ-7 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરી - ભાગ-7

" પરી " ભાગ-7

માધુરી અને શિવાંગ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે...હવે આગળ....

માધુરી એકદમ ધ્યાનથી ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે. શિવાંગના કહેવા પ્રમાણે તે, માધુરીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે.

દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ઘરે આવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે.

આફ્ટર લોન્ગ ટાઇમ આરતીને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ માધુરી શિવાંગની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી શિવાંગને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ જોવી...!! આટલી અઘરું હશે...??
તે માધુરીને અત્યારે સમજાઇ રહ્યું હતું...!!

કેવો લાગતો હશે શિવાંગ..? બદલાયો હશે કે એનો એ જ હશે..? જોબ જોઇન્ટ કર્યા પછી કેવા કપડા પહેરતો હશે..? ઓફિસ વેર કે પછી જીન્સ ટી-શર્ટ.. કેવો લાગતો હશે, મારો શિવાંગ કેઝ્યુઅલ ડ્રેસમાં..?? કેટ..કેટલા.. પ્રશ્ન માધુરીને મૂંઝવી રહ્યા હતા. અને તેના બધા જ પ્રશ્નોનો જવાબ....શિવાંગ, તેની સામે આવીને ઉભો રહી ગયો, બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં...શિવાંગ હેન્ડસમ લાગી રહ્યો હતો....બેંગ્લોરની ખુશનુમા રેઇની સીઝને તેને ઓર ગોરો બનાવી દીધો હતો.

આરતી, રોહન અને માધુરીની ખુશીનો કોઈ પાર ન હતો. બધા એકબીજાને હગ કરે છે, વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠે છે અને એ સાંજ યાદગાર, ખુશનુમા સાંજ બની જાય છે. શિવાંગ માધુરીને પોતાના આલિંગનમાં લઇ લે છે અને બે-ત્રણ, ચાર કીસ કરી લે છે...એટલે આરતી બહારથી ડોર નોક કરે છે અને બોલે છે, " એ પાગલ, લવ બર્ડઝ...પછી... માટે કંઇક બાકી રાખો.." અને શિવાંગ-માધુરી પ્રેમથી છૂટા પડે છે.

માધુરી શાંતિથી એક્ઝામ આપે છે. શિવાંગ અને આરતી સતત તેની હેલ્પમાં રહે છે. રોહનને પણ અમદાવાદમાં જ સારી જોબ મળી ગઇ છે. એટલે તે પણ સેટલ થઈ ગયો છે.

માધુરીના પેપર્સ સરસ જતા હતા. બસ, હવે આજે છેલ્લો દિવસ હતો એક્ઝામનો એટલે શિવાંગ માધુરીને લઇને તેના ઘરે જાય છે. જઇને તરત માધુરીના મમ્મી-પપ્પાને પગે લાગે છે અને પોતે બેંગ્લોરમાં સેટલ છે, તેનો સેલરી જણાવે છે અને શાંતિથી વાત કરે છે કે, " અંકલ, હું તમારી પાસે માધુરીનો હાથ માંગવા આવ્યો છું, હું અને માધુરી છેલ્લા પાંચ વર્ષથી સાથે છીએ અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ."

આ વાત સાંભળતાં જ માધુરીના પપ્પા ખૂબજ ગુસ્સે થઇ જાય છે અને શિવાંગને કહે છે કે, " મારે મારી દીકરીને મારી જ્ઞાતિમાં જ પરણાવવાની છે, મેં તેને માટે સારું ઘર અને સારો છોકરો શોધીને રાખ્યા છે. અને ત્યાં જ મારે માધુરીને પરણાવવાની છે. શિવાંગ મોહિતભાઈને બે હાથ જોડીને, પગે લાગીને ખૂબ રીક્વેસ્ટ કરે છે પણ મોહિતભાઈ એકના બે થતા નથી.

શિવાંગ અને માધુરી બંને ખૂબ રડી પડે છે. પણ મોહિતભાઈ ઉપર તેની કંઇજ અસર થતી નથી. અને શિવાંગ દુઃખી હ્રદયે માધુરીનું ઘર છોડીને ચાલ્યો જાય છે.

બીજે દિવસે મોહિતભાઈ માધુરીને લઇને છોકરાવાળાને ઘરે જાય છે અને માધુરીનું ડૉ.ૠત્વિક સાથે નક્કી કરી દેવામાં આવે છે.

બરાબર એક મહિના પછી માધુરીના લગ્ન પણ ડૉ.ૠત્વિક સાથે કરી દેવામાં આવે છે. માધુરી પોતાના પપ્પાને કંઇજ કહી શકતી નથી. મમ્મીને ખૂબ રીક્વેસ્ટ કરે છે પપ્પાને સમજાવવા માટે પણ મમ્મી પ્રતિમાબેન કહે છે કે, " બેટા, આટલા વર્ષોમાં તારા પપ્પાએ મારું કોઈ દિવસ સાંભળ્યું નથી, આખી જિંદગી તેમને જે ગમ્યું તે જ તેમણે કર્યું છે. હું શું કરી શકું...?? મજબૂર છું બેટા. " અને એક ઉંડો નિ:સાસો નાંખે છે.

અને દુઃખી હ્રદયે માધુરી વિદાય થઇ પોતાને સાસરે ચાલી જાય છે.

હવે માધુરીના ચાલ્યા ગયા પછી શિવાંગ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે....વાંચો હવે પછીના ભાગમાં....

રેટ કરો અને રિવ્યુ આપો

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Sheetal

Sheetal 3 વર્ષ પહેલા

Kantilal

Kantilal 3 વર્ષ પહેલા

Kismis

Kismis 3 વર્ષ પહેલા

Sofiya Desai

Sofiya Desai 3 વર્ષ પહેલા