જંતર મંતર - 11 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 11



જેની ના મનમાં જીમી ના પ્રપોસલ ને લઈને ઘણા બધા પ્રશ્નો હતા પણ રાત્રે જુલિયટ નું સ્વપ્ન આવવાથી જેની ને પોતાના તમામ પ્રશ્નો ના જવાબ મળી ચૂક્યા હતા. જેની હવે જીમી વિશે વધારે પડતું વિચારવા પણ માગતી નોહતી ! કેમકે જેની હવે જીમી માટે સોર હતી. તે જીમી નો પ્રેમ સ્વીકાર કરી ને તેની સાથે પોતાની આગળ ની જિંદગી પ્રસાર કરવા માગતી હતી. જેની નેં લાગ્યું કે હું જીમી ને હા કહું એના પહેલા મારી સહેલી જીયા સાથે આ વાત શેર કરું. જેની જીયા ને ફોન કરી તેને મળવા માટે બોલાવે છે. પણ જેની ને કોણ સમજાવે ? કે તેની દુશ્મન જીયા જ બની ને બેઠી છે.

જેની નો ફોન આવતા જ જીયા સમજી જાય છે કે નક્કી જેની ને જીમી ના વિશે જ કહેવું હશે ! જીયા પોતાની સહેલી જેની ને મળવા માટે તેના ઘરે જાય છે; પણ તેની પહેલાં જીયા તેની સાથે કાળી વિદ્યા નો સામાન પણ જેની ના ઘરે લેતી જાય છે. આખરે જીયા ને જેની પાસે થી શું જોઈતું હતું? એ એક પ્રશ્ન બની ને રહી ગયો છે. જીયા જેની ના ઘરે પોહચી જાય છે. ને પહોંચતાં જ….

“ જેની મેડમ એ જીમી ને હા પાડવા નું વિચારી લીધું છે. રાઈટ ?” જીયા

“ હા જીયા ! હું જીમી ના પ્રપોસલ નો સ્વીકારી કરી લેવાની છું. મને મારા બધા જ પ્રશ્નો ના જવાબ પણ મળી ગયા છે. હું આજે જીમી ને સ્વીટ કેફે માં મળવા માટે બોલાવીશ ! જ્યાં જીમી એ મને પોતાના દિલ ની વાત કહી હતી. “ જેની

“ હા જેની હવે તારે જીની ને તારા દિલ ની વાત કહી દેવી જોઈએ. કેમકે જીમી ખૂબ જ સારો છોકરો છે. તારે જીમી ના પ્રેમ નો સ્વીકાર કરવો જ જોઈએ ! તું જીમી ને પ્રપોઝ કરી દે , એ ખુશ થઈ જશે. “ જીયા

“ ઓકે ચાલ જીયા , હું તારી માટે ચા નાસ્તો લઈને આવું ! “ જેની


“ જેની હું બનાવું આજે તારી અને મારી માટે ચા અને નાસ્તો ! તું શાંતિ થી બેસીને જીમી ને પ્રપોઝ કરવા વિશે વિચાર. હું આપડા માટે લઈ આવું છું ચા ને નાસ્તો. “ જીયા


જીયા ની વાત સાંભળી જેની તેને ચા નાસ્તો બનાવવા માટે રજા આપી દે છે. જીયા તેના અને જેની માટે ચા નાસ્તો બનાવવા જાય છે. જીયા ના ચહેરા ઉપર ખુશી હોય છે.


“ આજે જેની ને તેનો પ્રેમ જીમી મળી જશે !” પણ આટલું બોલીને જીયા થોડું અલગ વર્તન કરવા લાગી જાય છે. “ જીમી તો મારો પ્રેમ છે ! હું જીમી નેં જેની નો કઈ રીતે બનવા દઉં ? જેની મને દરેક વાત માં વચ્ચે નડી છે પણ હવે નઈ ! જીમી મારો પ્રેમ છે , હું કોઈપણ સંજોગોમાં જીમી ને જેની નો નઈ જ થવા દઉં ! જીમી સિર્ફ મારો છે. એના પર અધિકાર પણ મારો જ છે. એને હું મારો બનાવીને જ રહીશ ! પછી એની માટે મારે જેની ને બરબાદ જ કેમ ના કરવી પડે ! હું કરીશ મારા પ્રેમ જીમી ને પામવા કઈ પણ !” જીયા

જીયા ના માથા ઉપર જીમી નામનું ભૂત સવાર થઈ ચૂક્યું હતું. હવે એ જેની સાથે શું કરશે એ હવે ભગવાન જ જાણે ! જીયા ચા નાસ્તો બનાવ્યા પછી તેની પર્સ માંથી કંઇક શોધી રહી હોય છે. જીયા તેની પર્સ માંથી એક અજીબ કાળા રંગ ની ડબ્બી બહાર કાઢે છે. તે ડબ્બી ની અંદર એક અલગ જ રંગ નો પાવડર હોય છે. પછી જીયા આ પાવડર જેની ના કપ ની અંદર કંઇક મંત્રો ચાર કર્યા પછી નાખી દે છે. જીયા બળતરા ની આગ માં એટલી બધી બળી રહી હતી કે તે જેની ને બરબાદ કરવા માં કોઈજ કસર છોડવા માગતી ન હતી. જીયા ની અંદર આજે મને પેલો માણસ દેખાઈ રહ્યો હતો; જે જુલિયટ ને બરબાદ કરવામાં રાત દિવસ એક કરી રહ્યો હતો. તે માણસ ની જેમ આજે જીયા પણ તેના જ રસ્તે ચાલવા માટે જઈ રહી હતી.

જીયા પહેલા પણ જેની ઉપર કાળી વિદ્યા નો પ્રયોગ કરી ચૂકી હતી ! પણ આજે તે જેની ઉપર પ્રથમ વાર એવી કાળી વિદ્યા નો પ્રયોગ કરવા જઈ રહી હતી કે જેના લીધે જેની ની જિંદગી ખતરામાં આવી જાય તેમ હતી. જીયા ના હાથ કંપી રહ્યા હતા , તેનું મન આ કરવાની તેને ના કહી રહ્યું હતું. પણ જીયા નું દિલ જીમી માટે પાગલ થઈ રહ્યું હતું. એટલે જીયા એ આજે પોતાના મન ની છોડી ને તેના કાળા દિલ ની વાત સાંભળી.

જીયા જેની ના રૂમ માં ચા નાસ્તો લઈને આવી જાય છે. જેની ના ચહેરા ઉપર ખુશી સાફ સાફ નજર આવી રહી હતી. પણ જીયા ને જેની ના ચહેરા ઉપર ખુશી બરદાસ્ત જરાય પણ ના થઈ રહી હતી. એટલે તેને આવેશ માં આવી ને જેની ને પેલી મંત્રોચાર કરેલી ચા પીવડાવી દીધી. જીયા એ જેની ઉપર શું કાળી વિદ્યા કરી હતી એ તો હવે જ્યારે જેની જીમી ને મળવા જશે ત્યારે જ ખબર પડશે. જીયા જીમી ને ફોન કરે છે અને સાંજે ઠીક 5:49 એ મળવા બોલાવે છે. “ જીમી જેની તને એના દિલ ની વાત કહેવા માગે છે. તો તું ઠીક 5:49 એ જેની ને મળવા માટે સ્વીટ કેફે માં પોહચી જજે. ત્યાં જેની તારી રાહ જોતી મળશે.” પણ જીયા એ આપેલો સમય થોડી મુઝવણ માં મૂકી દે એવો હતો. આખરે જીયા એ જીમી ને 5:49 કેમ મળવા બોલાવ્યો ? જીયા ની કોઈક નવી ચાલ જ હશે જેની ને બરબાદ કરવા માટે; પણ શું ?

જેની આજે બહુ જ ખુશ હોય છે કેમકે તે આજે જિંદગી માં પ્રથમ વખત પ્રેમ ના સોપાન ઉપર પગ મૂકવા જઈ રહી હોય છે. જેની ની ધડકન પણ આજે થોડી વધારે પડતી ધડકી રહી હોય છે. પણ જીયા ના ચહેરા ઉપર સૈતાની ખુશી સાફ સાફ છલકાય રહી હતી. તે સતત જેની ની સામે જોઇને અલગ જ વર્તાવ કરી રહી હતી. પણ જેની આ વાત થી અજાણ હતી. થોડા સમય પછી જેની ની નજર ઘડિયાળ સામે જાય છે અને ઘડિયાળ માં તો 4:30 થઈ ચૂકયા હતા.


“ જીયા મારી એક મદદ કર ! આજે મને એવી સજાવ કે મને જોઈને આજે જીમી ના હોશ ઊડી જાય. આજે હું દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરી લાગવી જોવું ! જેને જોઈને જીમી નું દિલ બાગ બાગ થઈ જાય.” જેની


“ ઠીક છે જેની; આજે હું તને એવી સજાવિશ કે તને જોઇને જીમી નું દિલ હકીકત માં બાગ બાગ થઈ જશે.” જીયા



જીયા પછી જેની ને તૈયાર કરવામાં લાગી જાય છે. જીયા ના ચહેરા ઉપર ની પેલી સૈતાની ખુશી સાફ સાફ છલકાય રહી હોય છે. જીયા જેની ને સમય થી તૈયાર કરી દે છે. થોડા સમય પછી જીમી પોતાની જેની ને લેવા માટે આવી જાય છે કેમકે જીમી ને પસંદ ન હતું કે જેની એકલી સ્વીટ કેફે માં આવે! એટલે તે પોતાની જેની ને લેવા માટે આવી ગયો હતો.પણ જ્યારે જીમી એ પોતાની જેની ને જોઈ ત્યારે તે જેની સામે જોઇને તેને જોતો જ રહી ગયો. આજે જેની ખૂબ જ સુંદર લાગતી હતી. નેવી બ્લ્યુ કલર ના ફ્રૉક માં આજે જેની અપ્સરા થી કમ નોહતી લાગતી. બસ જીમી તેની જેની ને જોતો જ રહી ગયો ! પણ જીયા તો જેની ને બરબાદ કરવા માગતી હતી તો તેને જેની ને કેમ આટલી સુંદર તૈયાર કરી દીધી ? એ પણ ઘણા બધા પ્રશ્નો ઊભા કરી જતું હતું.

“ ઓલ ધ બેસ્ટ જીમી ! “ જીયા

જીમી એ આજે પ્રથમ વખત જીયા ની સામે જોયું અને તેને સ્માઈલ પણ આપી અને આંખો નો ઈશારો કરી ને જીયા ને ધન્યવાદ પણ કહી દીધું. બસ જીયા ના ચહેરા ઉપર ખુશી આવી ગઈ! કેમકે એ આ જ પળ ની વર્ષો થી રાહ જોઈ રહી હતી. જીમી હવે જીયા સામે સરખી રીતે જોતો હતો અને વાત પણ કરતો હતો એટલે જીયા થોડીક ખુશ હતી.

જીયા ને અચાનક યાદ આવે છે કે જીમી ની પાછળ તેની જગ્યા એ જેની બેઠી છે; જેના લીધે જીયા ના ચહેરા ઉપર ની ખુશી ગાયબ થઈ જાય છે. જીયા ના મણમો હવે જેની માટે ફક્ત નફરત જ વધી હતી. જીયા ભૂલી ચૂકી હતી પોતાની પાક્કી સહેલી જેની ને ! બસ તેને હવે જીમી જ જોઈતો હોય છે. જીયા ના માથા ઉપર જીમી નામનું ભૂત સવાર થઈ ચૂક્યું હતું.

જીમી નામનું જુનુન એટલું બધું જીયા ના માથા ઉપર સવાર થઈ ચૂક્યું હતું કે હવે જીયા ને જેની ઉપર પોતાની કાળી વિદ્યા શરૂ કરતા કોઈ જ રોકી નઈ શકે! કાળી વિદ્યા શરૂ કરવા માટે જીયા ની પાસે જેની નું પૂતળું હતું. જેની ના પૂતળા નો ઉપયોગ કરી કાળી વિદ્યા શરૂ કરી દેવા માટે જીયા પૂરી તૈયારી કરી ચૂકી હતી. જીયા જેવી જ જેની ના પૂતળા ઉપર કાળી વિદ્યા ની શરૂઆત કરશે કે તરત જ પેલો પાવડર જેની ઉપર બરાબર પોતાની અસર શરૂ કરી દેશે. પછી જેની શું કરશે તેની જેની ને કંઇજ ખબર નઈ હોય! જીમી અને જેની સ્વીટ કેફે માટે નીકળી ચૂક્યા છે. જીયા પણ પોતાના કામ માં લાગી જાય છે. જેની નું પૂતળું નીકાળી જીયા તેના ઉપર તંત્રમંત્ર કરવાની શરૂઆત કરી દે છે…..

ક્રમશ………..




આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary