બદલાથી પ્રેમ સુધી - 20 Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

બદલાથી પ્રેમ સુધી - 20

બદલાથી પ્રેમ સુધી ભાગ વિશ..

આપણે આગળ જોયું કે રોહિત અને સોનાક્ષી એક જ રૂમમાં બંને સાથે છે રોહિત જ્યારે રૂમ ની બહાર જવાનું કહે છે ત્યાં જ સોનાક્ષી તેને રોકે છે અને કહે છે કે તેને કોઈ વાત કરવી છે હવે આગળ......

રોહિત:મને પણ યાદ આવ્યું મારે પણ તને એક વાત કહેવી છે....

સોનાક્ષી: ના પેલા મારી વાત સાંભળ બવું જ ઈમ્પોર્ટન્ટ છે પ્લીશ...

રોહિત:સેમ મારે પણ ક્યારનીય તને આ વાત કહેવી છે પણ હું દર વખતે ભૂલી જાવ છું આજે પહેલા હું મારી વાત કહીશ...

સોનાક્ષી:જો હું હમણાં નહીં બોલી તો ક્યારેય નહીં કહી શકું મારે અગત્યની વાત કહેવી છે..

રોહિત:(તેની નજીક જઈને આંખો માં આંખો પરોવીને મોં પર હાથ મુકતા) દરવખતે લેડીઝ ફર્સ્ટ ના જોય ને આજે હું બોલું પછી તું બોલજે મારી વાત અગત્યની પણ છે અને સાથે મારી બર્થડે ગિફ્ટ પણ છે........

સોનાક્ષી તેની આંખો માં આંખો પરોવીને જોઈ રહે છે તે કશુંય બોલતી નથી ચારેય તરફ એકદમ શાંતિ છે બંને એકબીજાની આંખો માં ખોવાયેલા છે.ત્યાં જ દરવાજા પર કોઈ બેલ વગાડે છે અને રોહિત ઉભો થઇ ને બહાર જોવે છે પણ બહાર કોઈ હોતું નથી સોનાક્ષી તેને પૂછે છે..

સોનાક્ષી:બહાર કોણ હતું....

રોહિત:કોઈ નથી સોસાયટીના છોકરાઓ હશે આ સમયે એમને મસ્તી કરવાની ટેવ છે મને તો આદત થઈ ગઈ છે આ લોકો ની.....

સોનાક્ષી:ઓકે પણ હવે આપણે શું કરશું....?

રોહિત:શાયરી કરીએ .......ને....

સોનાક્ષી:એટલે....

રોહિત:તું રૂમમાં ચાલ હું સમજાવું....

સોનાક્ષી:ઓકે.....

બંને રોહિત ના રૂમમા જાય છે પછી સોનાક્ષી પૂછે છે..

સોનાક્ષી:હવે બોલ શું કરવાનું છે...

રોહિત:હું તારા ઘરે આવ્યો તો ત્યારે ભૂલ થી તારી ડાયરી નું એક પાનું વંચાઈ ગયેલું અને તે પાના એ મને કહ્યું કે તારી શાયર બનવાની ઈચ્છા હતી....

સોનાક્ષી:હતી પણ હું બવું ખરાબ લખું છું મારી કવિતા ક્યાંય ચાલી જ નહીં ને

રોહિત:ના કેમ ચાલે હું દોડાવીશ ને આપણે ચલાવીએ શુકામ....

સોનાક્ષી:મજાક નહિ હો....

રોહિત:સારું એક કવિતા કે ને....

સોનાક્ષી:એમ થોડી કાંઈ કાંઈ પણ કહેવાય એના માટે તો મૂડ હોય,માહોલ હોય....

રોહિત:(તેની એકદમ નજીક જઈને આંખો માં આંખો પરોવતા)તારા હાથ માં મારો હાથ હોય...

સોનાક્ષી: " એક તું જ તો છે મારી દુનિયામાં
તું જ હતો અને રહેવાનો પણ......."

રોહિત :વાહ ખૂબ સરસ હજી એક થઈ જાય ને...

સોનાક્ષી: "આમ તો મારી નજર માં ઘણા ચહેરાઓ ફરતા રહે છે
ખબર નહિ કયું ખેંચાણ છે તારા માં....
તું જ છવાયેલો રહે છે મારી દુનિયામાં......."

રોહિત:હું પણ એક કવું સાંભળ .....

"વગર માગ્યે ઉપરવાળા એ ઘણું આપ્યું છે સોના
જો તું સાથ આપે ને તો જિંદગી માં નવો રંગ ભળે"

સોનાક્ષી રોહિત ની સાયરી સાંભળી ને સોનાક્ષી ઉપર જોવે છે સફેદ પિયુપી કરાવેલી લાઇટિંગ નો અદભુત કુત્રિમ નજારો તેને દેખાય છે...

રોહિત:ઉપર શુ જોવે છે....

સોનાક્ષી:તે તો કહ્યું ઉપરવાળા એ ઘણું આપ્યું છે તો ઉપર જોવું છે કે કોણ છે...

રોહિત:(થોડા મીઠા ગુસ્સામાં)હું ઉપરવાળા એટલે ભગવાનની વાત કરતો તો....

સોનાક્ષી તેની વાત પર થોડું હશે છે ....

રોહિત:તું મારી કવિતા પર હસી હું તારી સાથે વાત નહિ કરું

સોનાક્ષી: "કઈંક બોલ ને મારી જાન.....
આમ જ તારી ખામોશી કોરી ખાય છે મને....
હું અને મારી કલ્પનાની દુનિયામાંથી....

રોહિત ચૂપ રહે છે....

સોનાક્ષી: "એક મુલાકાતમાં તો શું જાણી લીધું તે
નથી જાણતી હું.....
પણ મેં તો તને ત્યાં એ પલ માં જ......
મારા માં વસાવી લીધો........
........મારી કલ્પનાની દુનિયામાં..........

રોહિત હજુય ચૂપ રહે છે.....

સોનાક્ષી: "જન્મોજન્મ ની પ્રીત માટે આ જન્મ માં
તારો સાથ જોઈએ સજનવા
આ આખું આયખું તો તારે નામ કર્યું જ છે
તું કહે તો હાલ આપું મારો જીવ સજનવા....

સોનાક્ષી ની કવિતા સાંભળીને રોહિત તેના મો પર હાથ મૂકી દે છે અને રડમસ અવાજે કહે છે..

રોહીત:હવે પછી મારી આગળ મરવાની વાત નહિ કરતી.....મને બહુ ડર લાગે છે મોત થી

સોનાક્ષી તેનો મો પર મુકેલો હાથ એકદમ પ્રેમ થી તેના હાથ માં લઇ છે ને કહે છે "હવેથી નહિ કરું પણ તારે સાયરી કહેવી પડશે....

રોહિત: "હું કોઈ શાયર નથી સોના......પણ તોય
એટલું જ કહીશ કે ....
મારી ખુશી ની દરેક પલ માં મને તારો સાથ જોઈએ....

સોનાક્ષી:અને દુઃખમાં......?

રોહિત:દુઃખ તો તું હોઈશ એટલે આવશે જ નહીં ને ....

સોનાક્ષી તેની વાત પર હશે છે અને સાયરી બોલે છે....

"ઉનાળા નો તડકો ને , શિયાળા ની શીતળતા,
મેનેજર સાહેબ મને તો ચોમાસે તમારી સાથે ભીંજાવું ગમે"

રોહિત:વાહ વાહ એક ઓર ...

સોનાક્ષી:ઓકે....

"આ તારી જે એક મુસ્કાન છે ને , એ મુસ્કાન નહિ
મારી તો આખી દુનિયા છે સાહિલ..."

રોહિત: મારી પાસે કોઈ મુસ્કાન નથી i am one woman man" મારી પાસે તો એક જ તું છે , 'મારી સોના' હું કોઈ મુસ્કાન ને મારી લાઈફ માં આવવા જ નહીં દવું ને...

સોનાક્ષી:અને જો સાચે જ કોઈ મુસ્કાન આવી ગઈ તો....

રોહિત:તો.......હું એને મારી બેન બનાવી લઈશ....

સોનાક્ષી:હું ચહેરા પર આવતી સ્માઈલ , સ્મિત ની વાત કરતી હતી જો તું જ મારી સાયરી ને નહિ સમજતો તો આ લોકો ક્યાંથી સમજશે...

રોહિત:બધાય સમજશે એમને થોડી મારી જેમ વાહિયાત જોક્સ મારીને તને હેરાન કરવાની આદત હોય એ કામ તો મારું છે.......સાચી વાત ને.......

સોનાક્ષી:સારું હવે તું કઈંક સારું સંભલાવ....

રોહિત:

"તારી આંખો માં જોતાવેંત જ
ડૂબી જવાનું મન થાય છે.....
પણ હું શું કરું મારી સોના
મને તરતાં પણ નથી આવડતું ને
તારી સાથે જીવવાના કોડ ઘણા છે મારા
આમ તારી આંખો માં જ ડૂબી ને મરતા નથી આવડતું ને...

સોનાક્ષી: વરસાદ ,વરસાદ....

રોહિત:ઇર્ષાદ ઇર્ષાદ, કહેવાય....

સોનાક્ષી: પણ મને વરસાદ બોલવાનું મન થયું એટલે મને થયું કઈંક નવું બોલું

બંને હશે છે અને રોહિત કહે છે "મારા એક ફ્રેન્ડ ને એક છોકરી એ દગો આપ્યો તો જો છોકરી એની સફાઈ માં કઈંક લખે તો શું લખે....તું એવી કોઈ સાયરી કે ને એ છોકરી તરફથી..

સોનાક્ષી:ઓકે...મેનેજર સાહેબ.....

" માન્યું મેં તારી સાથે રહેવાના અરમાનો તો અનેક છે સાહિલ
મારે મારી ફરજો અને અરમાનો માં ફરજો પસંદ કરવી પડી સાહિલ ...
માન્યું મેં તારો પ્રેમ સાચો છે સાહિલ......
પણ મારી પાસે દગા શિયાય રસ્તો નથી સાહિલ....."

રોહિત:ઈર્ષાદ , ઈર્ષાદ.....

સોનાક્ષી:
મારે ક્યાં કરવો હતો તારી સાથે પ્રેમ.......
એ તો એની રીતે જ થઈ ગયો.................
મારે ક્યાં આપવો હતો તને દગો........
એતો અમસ્તાજ અપાયી ગયો.....
મને ક્યાં ખબર હતી સજા મળશે મને તારી સાથે પ્રેમ કરવાની
એ તો અમસ્તાજ મળી ગઈ...

રોહિત:બસ બસ આપણે દગો ના જોઈએ કોઈક સારી પ્રેમ વિશે સાયરી કે ને...

સોનાક્ષી:
પહેલો પહેલો મારો પ્રેમ તું સજનવા
તારો સાથ મળે તો હૈયે નવો ધબકાર મળે સજનવા
આપજે સાથ જ્યાં સુધી શ્વાસ છે સજનવા
બાકી બીજા જન્મ ની તો મને પણ ક્યાં ખબર છે સજનવા

રોહિત: ખૂબ સરસ....

સોનાક્ષી: હવે તું પણ બોલ ને

રોહિત:હમ્મ કેમ નહિ ......(તેના ખોળામાં માથું રાખી ને તેની આંખો માં આંખો પરોવીને રોહિત કહે છે)

"તારી પાસે હોય કે ના હોય......
મારી પાસે તો જે એક દિલ છે તે પણ આજથી તેરે નામ...."

સોનાક્ષી:કઈંક સારું બોલને..

રોહિત:

"તારી દીવાનગી માં મને દીવાના થવું ગમે
તારી સાદગી માં મને સફેદ રંગ થવું ગમે
તારી જિંદગી ની દરેક પલ માં મને એ પલ બનવું ગમે મારી સોના....!

સોનાક્ષી:શુ વાત છે ને તમે તો શાયર થઈ ગયા ને કાઈ...

રોહિત:હમ્મ મને પણ નતી ખબર હું આટલું સારું લખું છું હજી એક છે સાંભળ

"હવે આ જીવન માં તારો સાથ જોઈએ છે
તનથી નહિ મનથી મને તારો સાથ જોઈએ છે
તારી આંખો માં આવતું દરેક આંસુ મારા
ખભે જ ખરે એટલું તારું દુઃખ જોઈએ છે.."

સોનાક્ષી:વાહ હું પણ કવું..

"તારી સાથે જો આ જન્મ ના રહી શકું તો માફ કરજે
આગલે જન્મ હું તારા માટે જ આવીશ યાદ રાખજે મને"

રોહિત:ના હું તને આ જન્મ માં પણ ક્યાંય નહીં જવા દવું ના તું મને છોડીને ના જઈ શકે તે મને વચન આપ્યું તું યાદ છે ને...

સોનાક્ષી:સોરી મારે જવું પડશે તારું વચન પણ કદાચ તોડવું પડશે...

રોહિત:મારી રાહ તો તારા સુધી સજનવા
તારા પર હોય કે ન હોય....
મારા પર તો તારો હક્ક છે....
હતો ને રહેવાનો સજનવા.....

સોનાક્ષી થોડી ઉદાસ થઈ જાય છે અને વાત ને બદલવાનો પ્રયત્ન કરે છે

સોનાક્ષી:તું મને કહેતો હતો ને કે હું અહી રોકાય ને તને તારી બર્થ ડે ગિફ્ટ આપવાની છું એ શું હતું...

રોહિત:આ તે જે મસ્ત મસ્ત સાયરીઓ સંભળાવી ને એ જ પણ તું ટોપિક ચેન્જ નહિ કર

સોનાક્ષી:ઓકે તને ગમી એ સાંભળી ને નવાઈ લાગી..

રોહિત:સોના તું કઈંક વાત કહેવાનું કહેતી હતી ને એ શું હતું

સોનાક્ષી:કાઈ ખાસ નહિ....

રોહિત:તો પણ તું મને કોઈ પણ વાત કહી શકે હું તારો સાથ આપીશ વિશ્વાસ રાખજે

સોનાક્ષી:વિશ્વાસ છે એટલે તો પ્રેમ થઈ ગયો તારાથી પણ વાત એમ છે કે જો તને ખબર પડે કે મારું નામ સોનાક્ષી નથી તો.....

રોહિત:ખબર છે મને તારું અસલી નામ જાનકી છે...

રોહિત ના મોઢે તેનું અસલી નામ સાંભળી ને સોનાક્ષી ની આંખો એકદમ પહોળી થઇ જાય છે..


રોહિત ને સોનાક્ષી ના ભૂતકાળ ના નામ ની ખબર કેવી રીતે પડી હશે....

બવું જલ્દી મળીએ નવા ભાગ માં....

તમે બધા જે પ્રતિભાવો આપીને લખવા માટે પ્રોત્સાહન આપો છો તે બદલ બધાય નો ખૂબ ખૂબ આભાર